સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બે લઘુકથાઓ – સ્વ. દેશળજી પરમાર

 1. એક રાજા અટપટ,
  તેની બહુ ખટ પટ,
  મરી ગયો ઝટ પટ
 2. પિપુડીવાળાનો તનમનિયો,
  ચોરી ગયો દાડમનો  કંડીયો.
  દાડમ ખવાય છે,
  તનમનિયો મનમાં મલકાય છે.
  ચોરી પકડાય છે,
  તનમનિયો શરમાય છે.

– સ્વ. દેશળજી પરમાર

સાભાર – ‘કુમાર’

Advertisements

17 responses to “બે લઘુકથાઓ – સ્વ. દેશળજી પરમાર

 1. અક્ષયપાત્ર ફેબ્રુવારી 26, 2010 પર 11:04 એ એમ (am)

  સુરેશભાઈ, એક લઘુવાર્તા આ વાંચતા જ સ્ફૂરી છે જે અહીં લખુ છું આપના પ્રતિભાવની આશાએ.

  “એક સ્ત્રીનું નામ દિવ્યા હતું. તેનો જન્મ ઓગણીસમી સદીમાં ભારત દેશમાં થયો હતો. તેના લગ્ન થયા કે તૂર્ત તે મરી ગઈ પરંતુ દીકરી રુપે તે પુન: સજીવન થઈ. તે સાયકલ ચલાવતા શીખી. પછી તેને દુનિયાની સફર કરવાનો મોહ જાગ્યો અને નીકળી પડી અને ખોવાઈ ગઈ. આ કરુણ બનાવ પછી તે કુંટુંબમાં દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ જે સદીઓ પછી પણ જીવિત છે.

 2. અક્ષયપાત્ર ફેબ્રુવારી 26, 2010 પર 12:51 પી એમ(pm)

  આપની વાત સ્વીકારીને થોડા ફેરફાર અને આભાર સાથે ફરી…

  એક સ્ત્રીનું નામ દિવ્યા હતું. તેનો જન્મ ભારત દેશમાં થયો હતો. તેના લગ્ન થયા કે તૂર્ત તે મરી ગઈ પરંતુ
  દીકરી રુપે તે પુન: સજીવન થઈ. તે સાયકલ ચલાવતા શીખી. પછી તેને દુનિયાની સફર કરવાની ઈચ્છા થઈ અને નીકળી પડી એમાં એ ખોવાઈ ગઈ. આ કરુણ બનાવ પછી તે કુંટુંબમાં દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ જે હજુ ય અમલમાં છે.

 3. અક્ષયપાત્ર ફેબ્રુવારી 26, 2010 પર 5:18 પી એમ(pm)

  આપની વાત સ્વીકારીને થોડા ફેરફાર અને આભાર સાથે ફરી…

  એક સ્ત્રીનું નામ દિવ્યા હતું. તેનો જન્મ ભારત દેશમાં થયો હતો. તેના લગ્ન થયા કે તૂર્ત તે મરી ગઈ પરંતુ દીકરી રૂપે તે પુન: સજીવન થઈ. મોટી થતાં તે સાયકલ ચલાવતા શીખી. પછી તેને દુનિયાની સફર કરવાની ઈચ્છા થઈ અને નીકળી પડી એમાં એ ખોવાઈ ગઈ. આ કરુણ બનાવ પછી તે કુંટુંબમાં દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ જે હજુ ય અમલમાં છે.

 4. atuljaniagantuk ફેબ્રુવારી 26, 2010 પર 10:34 પી એમ(pm)

  એક દિવસ એક ભાઈ ફરવા નીકળ્યાં. રસ્તામાં ભુલા પડ્યા. હવે રસ્તો મળતો નથી, જેને પુછે તે કોઈક એવો રસ્તો બતાવે છે કે વધુ ભુલા પડી જાય છે. હવે તેણે પાછું ઘરે જવા શું કરવું તે ભટકતા ભટકતા વિચાર્યા કરે છે.

 5. Capt. Narendra ફેબ્રુવારી 27, 2010 પર 5:05 પી એમ(pm)

  એક લઘુતમ કથા:
  “અલી, તારૂં નામ કુસુમ?”
  “ના, મારૂં નામ કુસુમ.”
  “એમ? મને લાગ્યું, તારૂં નામ કુસુમ.”
  બોધ: સંભળાતું કે સમજાતું ન હોય તો કહેલી વાત સંભળાઇ છે કે સમજાઇ છે, તેવો ડોળ ન કરવો, નહિ તો અજ્ઞાન દૂર નહિ થાય.

 6. Ramesh Patel ફેબ્રુવારી 27, 2010 પર 5:26 પી એમ(pm)

  કંકાસ..લઘુવાર્તા

  પપ્પા કેમ બરાડા પાડાછો.

  કોણે કહ્યું તને?

  તો શું તમે ગાઓ છો.

  હી હી હી…

  સાન્તમ પાપમ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Ramesh Patel ફેબ્રુવારી 27, 2010 પર 5:57 પી એમ(pm)

  aabhar..Shri Vidyutjoshi. samudra manthan
  Just I have read.
  એક કુંભાર પાસે એક ગધેડો હતો, જે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતો?

  માયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’

  (કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ (ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છે, જ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છે, ગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.)

 8. hanif ફેબ્રુવારી 27, 2010 પર 11:43 પી એમ(pm)

  સરસ. ખુબ સુન્દર આભાર,

 9. Devang Vibhakar@SpeakBindas ફેબ્રુવારી 28, 2010 પર 12:38 એ એમ (am)

  વાહ,

  હાલમાં હું એક શોર્ટ-ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છું તેના માટે એક સરસ લઘુકથાનો પ્લોટ વિચારી – શોધી રહ્યો છું જેમા ખાસ વધારે પાત્રો ના હોય, ના હોય વધારે લોકેશન્સ. ખાસ તો એકાકી પાત્ર હોય તો વધારે સારૂ. સંદેશાત્મક જ હોય તેવી કોઇ જરૂર નહિ, પરંતુ સ્પર્શ કરી જાય તેવી હોવી જરૂરી.

  એવી કોઇ નાની વાર્તા હોય તો મને ઇમેઇલ (speakbindas AT gmail Dot com) પર સુચવવા નમ્ર વિનંતી.

  નોંધ: સુરેશદાદા, આપ એક યા બીજા પ્રકારે પ્રેરણા આપતા જ રહો છો. આભાર

 10. Ch@ndr@ ફેબ્રુવારી 28, 2010 પર 7:50 એ એમ (am)

  Naini warta o maa ghaniwar unda arthho hoi chhe,,,,wanchwani maja aave chhe.
  Ch@ndr@

 11. Florence ફેબ્રુવારી 28, 2010 પર 9:37 એ એમ (am)

  Pahelij vaar tamaari website maa aavi choo, tamari gahu vaarta khoobaj gami, ane mane kaaink lakhvaani iccha thayee……….Lakhi saku choo ?
  ” Pahelivaar vichaar aavyo,
  ke kaain na vichaaru,
  pachi vichaar aanyo ke to shu karis ?
  vichaarya vagarnij zindgi !
  Sureshbhai maaf karso,tamara jeva mahaan lekhak ne commnet na jawaab ma kaain lakhyu. Shu karu Gjarati choo, dil thodu jhalyu rahe?

 12. Arvind Upadhyay ફેબ્રુવારી 28, 2010 પર 1:20 પી એમ(pm)

  બહુ જ સરસ. ટૂકમા ઘણુ !
  ઘોંઘાટીયા બજારમા થી જતો હતો.કોલાહલ – કોલાહલ. કોઇ કોઇને સાભળતુ ન હતુ.ખીસ્સામા થી અસલ રાણી છાપ રુપિયો કાઢ્યો..ઉછાળ્યો..પડ્યો..ખણણ..ખણણ..રણકાર. બજાર શાંત.

 13. Patel Popatbhai માર્ચ 2, 2010 પર 4:10 એ એમ (am)

  Saras Gadhya-Padhya. Abhiprayo Sathe.

 14. pragnaju માર્ચ 14, 2010 પર 1:33 પી એમ(pm)

  આ રાજા અને તનમનિયા અંગે રસદર્શન કરાવશો-?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: