સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વહેમ -રેખા સિંધલ

એક છોકરીનું નામ દિવ્યા હતું. તેનો જન્મ ભારત દેશમાં થયો હતો. મોટી થતાં તે સાયકલ ચલાવતા શીખી.

પછી તેને દુનિયાની સફર કરવાની ઈચ્છા થઈ અને નીકળી પડી. એમાં એ ખોવાઈ ગઈ.

આ કરુણ બનાવ પછી તે કુંટુંબમાં દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ; જે હજુ ય અમલમાં છે.

-રેખા સિંધલ

Advertisements

12 responses to “વહેમ -રેખા સિંધલ

 1. સુરેશ ફેબ્રુવારી 27, 2010 પર 4:49 પી એમ(pm)

  વહેમો શી રીતે પેદા થતા હોય છે, તેની સરસ વાત.
  રેખાબેન, થોડામાં ઘણું કરતાં રહેજો.

 2. atuljaniagantuk ફેબ્રુવારી 28, 2010 પર 2:03 એ એમ (am)

  બહુ સચોટ વાત કરી. આ વહેમને તોડવા માટે કોઈક સાહસિક છોકરીએ સાયકલ ચલાવીને બતાવવું પડે કે સાયકલ ચલાવવા નીકળતી બધી છોકરીઓ ખોવાઈ નથી જતી, પણ દુનિયામાં હરી ફરી ને નવું નવું શીખીને હોંશીયાર બની જાય છે.

 3. Ullas Oza ફેબ્રુવારી 28, 2010 પર 5:06 એ એમ (am)

  દિવ્યાને દીવો બતાવનારુ કોઈ ના મળ્યુ ઍ તેનુ અને તેના કુટુંબીજનોનૂ દુર્ભાગ્ય !
  દિવ્યા સાઇકલને બદલે કદાચ મોટર ચલાવતી હોઈ શકે અને ભારતથી અમેરિકા ગયા પછી પાછા વળવાનુ નામ પણ ના લે !
  કુટુમ્બ સાઇકલ ચલાવવાની પરવાનગી ભલે ના આપે પણ આજની પ્રજાને મોટર કે વિમાન ચલવવાની છૂટ આપે તો ઍ વહેમ ને બદલે પ્રગતી કરી ઍમ કહી શકાય !

 4. ’પ્રમથ’ ફેબ્રુવારી 28, 2010 પર 10:23 પી એમ(pm)

  દિવ્યાનું કુટુંબ ઘણું સારું કહેવાય.
  બાકી પડોશીની છોકરી દિવ્યાની સાથે જ નીકળી હતી અને સાથે જ ખોવાઈ ગઈ હતી ત્યાર પછી પડોશના ઘરમાં હજુ સુધી દિકરી જનમી જ નથી!
  હા, તેમના અલ્ટ્રાસાઉન્ડ કરનારો રેડિયોલોજિસ્ટ એ કુટુંબ સાથે ઘણા સારા સંબંધો રાખે છે.

 5. rajnikant shah માર્ચ 6, 2010 પર 1:35 એ એમ (am)

  family has easy approach. naarahe baans, naa baje baansuri!!!!!!!!!!!

 6. Devendra Desai માર્ચ 10, 2010 પર 2:12 એ એમ (am)

  Are there any more girls in the family?

 7. pragnaju માર્ચ 14, 2010 પર 1:28 પી એમ(pm)

  ‘…દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ-‘
  મનની અટકળ છે,
  નજરનો વહેમ છે
  ભર વસંતે પાનખરનો વહેમ છે!
  ————————————–
  ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
  અમે વારસાગત સમસ્યાના માણસ.

 8. Sharad Shah માર્ચ 29, 2010 પર 2:56 એ એમ (am)

  આપણી દ્રશ્ટી બહાર તરફ વધુ અને ભિતર તરફ ઓછી હોય છે, પરિણામ સ્વરુપ આપણને બીજાના વહેમની ખબર પડે છે અને આપણે તેની મજાક પણ કરતાં હોઇએ છીએ. પરંતુ આપણે આપણા પોતના વહેમ ને ઓળખી નથી શકતા અને વહેમમાં અને વહેમમાં જ જીવન પસાર કરીએ છીએ અને સ્વયં પીડા ભોગવીએ છીએ અને બીજાને પણ પીડા આપીએ છીએ. આપણી ચારેબાજુ બધા જ લોકો પણ આવા વહેમમાં જ જીવે છે એટલે ખબર પડવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. ગુજરાતી માં તો એક કહેવત પણ પડી ગઇ છે, “રોગની દવા હોય વહેમની નહિં”. આ વહેમ શું છે? વહેમ છે કન્ડિશન્ડ માઈન્ડ એટલેકે જે નથી તે આપણુ મન ગહનતાથી સ્વિકારી લે છે અને પછી તે મુજબનુ વર્તન કરે છે. જેમ કે “હું હિન્દુ ઘરમા જનમ્યો હોઊં તો મારું મન સ્વિકારી લે છે કે હું હિન્દુ છું” સમગ્ર જીવન વહ્યું જાય તો પણ મોટાભાગનાને ખબર જ નથી પડતી કે હિન્દુના વહેમમાં ને વહેમમાં જીવન ધુળ્ધાણી થઈ ગયું અને સત્ય કયારે જાણી ન શકાયું. સત્યની યાત્રા ત્યારે જ શરુ થાય છે જયારે આવા વહેમોની આપણને ઓળખ થાય અને ધીમે ધીમે આપણે તેમાંથી મુક્ત થતાં જઈએ. સાદી લાગતી વાર્તા ગહન સંદેશ સભર છે.

 9. Devendra Desai માર્ચ 30, 2010 પર 2:05 એ એમ (am)

  Our tele-serials and movies are also adding
  to Vahems.
  Not only ill- literates but highly literates
  also are firmly believing in vahem.

  Devendra

  • સુરેશ જાની માર્ચ 30, 2010 પર 7:01 એ એમ (am)

   ભણેલા લોકોના વહેમ ઘણા વધારે હાનિકારક હોય છે. બધા રાજકીય, ધાર્મિક તનાવો અને ઝનૂન કહેવાતા શાણા અને ઉચ્ચ લોકોએ જ પેદા કરેલા હોય છે.

 10. jagdish bhatt ઓક્ટોબર 25, 2010 પર 1:06 પી એમ(pm)

  મને ના તો ગદ્ય આવડે છે ના પદ્ય….. જે શબ્દો મન માં રહેલા વહેમો ને વેધવા ના તીર નું કામ કરે છે,તે શબ્દો ડો. જેરામભાઈ દેસાઈ એ પોતાના લખેલા પુસ્તક “વહેમ-અંધશ્રધ્ધા” નિષેધ માં છે, સર્વે ને વિનંતી કે આ પુસ્તક પહેલા પોતા એ વાંચવું …ગમે તો બીજા ને વાંચવાની પ્રેરણા આપવી …નીચે આપેલ લિન્ક પર થી મફત વાચી પણ શકાશે અને ડાઉનલોડ પણ થય શકશે .કૃપયા જસ્ટ ક્લિક એન્ડ ગેટ ફ્રી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: