વાચકને આ શ્રેણીનો આ હપ્તો પણ જૂના ત્રણ અનુભવો જેવો જ આશ્ચર્યજનક લાગશે. અહીં દર્દ જૂનું જ છે. પણ અહીં ફલક બદલાયેલું છે, દેશ બદલાયેલો છે, અને તબીબ પણ અલગ છે. અમેરિકાની અતિ આધુનિક તબીબી સેવા આપતી હોસ્પિટલનો અમેરિકન તબીબ.
કેમ ચોંકી ગયા ને?
આમ તો આ નેચરોપથીની વાત નથી. પણ એને ઘણી મળતી આવે છે.
વાત જાણે એમ છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી મને સૂકી ઉધરસ રહેતી હતી. ફફનો ગળફો તો નામેય નહીં. પણ કેમેય કરતાં એ ઉધરસ જાય જ નહીં. ઉધરસની, એલર્જીની જાત જાતની દવાઓ લઈ જોઈ. મારો માનીતો મોસંબીનો રસ પણ અજમાવી જોયો. થોડોક વખત રાહત રહે; અને તરત તકલીફ ચાલૂ. કદીક ગળફામાં લોહીનાં ટીપાં પણ આવી ગયેલાં જોયાં.
ક્યાંક વાંચેલું કે, નિવડેલી એ દવાઓ લેવા છતાં કોઈ દર્દ ન મટે – ખાસ કરીને ગળાની આવી ખાંસી – અને લોહી પડવા માંડે; તો એ કેન્સરના વાવડ છે. હું ઘરમાં કોઈને કહેતો નહીં, પણ મનોમન ચિંતા રહ્યા કરે, ‘અરેરે ! જીવલેણ કેન્સર મારા ગળાને ભરડો તો નહીં લઈ લે ને?’
આથી તે દિવસે મારા ફેમિલી ડોક્ટર શ્રી. રેન્ડોલ વેગમેનની આગળ મારી ચિંતા વ્યક્ત કરી. તેમણે લાઈટ નાંખી , આ… આ… કરાવી મારું ગળું તપાસ્યું અને કહ્યું,” આમ તો એવી ચિંતા થાય તેમ દેખાતું નથી, પણ કાન, નાક, ગળાંના ( ઈ.એન.ટી.) નિષ્ણાતને બતાવી જુઓ. “
એમની ભલામણ મૂજબ, હું ડો. લ્યુક શેલનબર્ગરને મળી આવ્યો. તેમણે નાકમાં કશીક દવા છાંટી, નાકની ચામડી બહેરી કરી; લાઈટના નાના દિવા વાળું કેથેટર, નાકમાંથી છેક મારા ગળા સુધી ઉતાર્યું અને ગળાની સપાટીની બરાબર ચકાસણી કરી. મને અભિનંદન આપી કહ્યું ,” ચિંતા ન કરો. કેન્સરનાં કોઈ ચિહ્ન દેખાતાં નથી. કદાચ વિશિષ્ઠ જાતની એલર્જી હોય કે એલ.પી.આર. હોય.”
એલ.પી.આર. વિશે વાંચો. : – 1 – : – 2 –
મને તો ‘ આ એલ.પી.આર. શી બલા છે?‘ તેની કશી ખબર ન હતી. તેમણે એ તકલીફની મને વિગતે માહિતી આપી, અને એની પ્રક્રિયા અને ઇલાજ સમજાવતું એક ફરફરિયું આપ્યું. એક દવા પણ આપી. રોજ સવારે નયણા કોઠે લેવાની. એ ફરફરિયામાં ખાવા અને સૂવાની ટેવોમાં ફેરફાર કરવાની વિગતે સૂચના પણ હતી.
આપણે તો બાપુ તે જ દિવસથી મચી પડ્યા. કેન્સરની બલા ટળ્યાની રાહતનો ઉમંગ પણ હતો જ ને?
ઘણાં વર્ષોથી મને બપોરના જમણ બાદ અડધોએક કલાક પથારીમાં સૂવાની આદત હતી. એ બદલી નાંખી અને ‘પાવર નેપ’ લેવાનું શરુ કર્યું. – ‘થ્રી ઈડીયટ્સ’ ના પ્રોફેસર વાઈરસ ને યાદ કરતાં કરતાં! અન્નનળી વાંકી રહે તેમ સૂવાનું – જઠરનું ખાટું પ્રવાહી ઊપર ન આવી જાય તેમ. વળી ખાતી વખતે પ્યાલો ભરીને પાણી પી જતો હતો; તેની જગ્યાએ મન પર કાબુ રાખી, માત્ર પાએક પ્યાલો પાણીજ પીવાનું રાખ્યું. બાકીના પાણીના કોગળા કરી મોં ચોક્ખું કરી નાંખવાનું. જમ્યા પછી કલાકે પ્યાલો ભરીને પાણી પી જવાનું.
સાંજે પણ જમવાની આ જ રીત. જમ્યા બાદ બે કલાક સૂધી આડા પણ નહીં પડવાનું અને રાત્રે સૂતા પહેલાં પ્યાલો ભરીને પાણી પી જવાનું.
પહેલે દિવસે ઉધરસની માત્રા ઘટેલી લાગી. એલ.પી.આર. ( જઠરનું ખાટું પ્રવાહી ઊપર આવવાની પ્રક્રિયા) ઘટ્યો હતો.
આ વાતને એક મહિનો થઈ ગયો છે. ઉધરસ ગાયબ થઈ ગઈ છે. ગળાની ખિચખિચાટ ભાગી ગઈ છે.
છે ને અફલાતૂન તબીબ? – અમેરિકન હોય કે, સિંધી!
——————————————————————————
[ ‘ સરસ સ્પેલ ચેકર’ પર સુધારીને પ્રકાશિત કર્યું છે. ]
Like this:
Like Loading...
Related
લેક્સિકોન ટીમનો આભાર . પ્રૂફ રિડીંગની સરસ સુવિધા પૂરી પાડવા માટે.
વાહ ! સુંદર વાત કરી !
મને પણ તમારા જેવી તકલીફ વરસમાં એકાદ મહિનો રહે છે
ત્યારે આ પ્રયોગ કરી જોઈશ. આભાર !
અત્યારે પ્રીંટ કાઢીને ફાઈલ કરું છું.
કઇક નવું જાણવા મળ્યુ.
ભાઈ સુરેશ્,
આલ્યા અમેરીકામા આવીને પાકો અમેરીકન અમદાવાદી થઈ ગયો?
હવે મફતમા રોગોના નિદાન ને તેના ઉપાયો વિશે કોપી કરતો પણ થઈ ગયો!
હા એ સારુ કહેવાય કે બ્લોગમા લખનારના નામ આપતો ને લિન્ક આપતો છે,
નહીતો સરફીન્ગ કરતા વાન્ચકો ને બ્લોગરો બદનામ કરી જયહો જયહો કરશે!
રાજેન્દ્ર ત્રિવેદી
અલ્યા , એ ય .. તારે ઘેર આયો’તો તાણે આ ઈલાજ બતાયો’તો?
પણ તું ર યો મગજનો ડાગટરીયો !!
—————
આ બન્ને અમેરિકન ડોકટરોનો આભાર . એમણે મારી પત્નીની ઊંઘ પર મોટો ઉપકાર કર્યો છે !!
——————
જોક્સ એપાર્ટ .. ઉપર જણાવ્યા મુજબ , જેમને આવી તકલીફ હોય, તે માત્ર ખાવા અને સૂવાની ટેવો બદલે, તો પણ ઘણો ફરક પડી જશે .
અમેરિકામાં રહેતા લોકો માટે – હું રોજ સવારે, નયણા કોઠે એક ગોળી લ ઉં છું , તેનું નામ છે –
PRILOSEC ( Over the counter pills. One must complete a course of 14 / 28 days , depending on severity.)
એક આરોગ્ય લક્ષી વાતને લોકો સુધી પહોંચાડવા માટે આભાર… જાણી ને નવાઈ લાગશે કે આ તકલીફ જેવું જ કંઈક નવજાત શિશુમાં હોય છે જેને Gastro esophageal reflex(http://emedicine.medscape.com/article/930029-overview) કહેવાય છે. મૂળ માં જઠરનો રસ અન્નનળીમાં ઉર્ધ્વ દિશામાં ચડે તેના આધારીત તકલીફ છે. ઘણા લોકો આનાથી પીડાય છે. પ્રચલિત બ્લોગ થી આવી વાત લખાવવાથી ઘણા લોકોને લાભ થશે.
શ્રી સુરેશભાઈ
આરોગ્ય વિષે સરસ માહિતિ આપી. સૌને ખૂબ ઉપયોગી થશે ! દાદીમાના નુસ્ખા જેવું જ કહેવાય ને ?
સ-સ્નેહ
અરવિંદ
સરસ, અભિન્દન આવા અનુભવો આપવા માટે. હજુ યે આપતા રહો.
પ્રિય સુરેશભાઈ, આપનો અનુભવ લોકો સમક્ષ મૂકવા માટે આભાર.
ભારતમા પ્રદુષણને લીધે આજકાલ ઘણા લોકોને ગળાની તકલીફ ઉભી થાય છે.
સાથે ઍસિડિટી પણ સતાવતી હોય છે. આપનો પ્રયોગ ઘણા લોકોને ઉપયોગી થશે.
ફરીથી હૃદયપૂર્વક આભાર.
Nice to know that you have the relief…..At times, only simple measures are needed….You seem to have had HEARTBURN (due to Acid Reflux) which had contributed to your dry cough …But it was nice of you to get the expert opinion & eliminating any serious Medical Problem before your final experimetation…..I may advice that one MUST NOT ignore the chronic symptoms !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
Sureshbhai Thanks for your visits/comments on Chandrapukar !
Sureshbhai…I am back to your Blog….As this Post was HEALTH related. I thought of putting a LINK for the HEALTH Posts on Chandrapukar…so your Readers can view these Posts>>>
(!) માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા
(2) માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર
(3) માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.
(4) માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)
Hope your Readrs enjot these Posts !
DR. CHANDRAVADAN MISTRY
getting advantage and sharing joy of medical
profession nicely. your doctor friends are getting worried as you have started to take keen interest in their profession.Dr Sureshbhai Jani…
Thanks for very useful writeup.
Ramesh Patel(Aakashdeep)
શ્રી સુરેશભાઇ
નમસ્તે
પહેલીજ વાર આપનો બ્લોગ નિોહાળ્યો.
આ પોસ્ટ ગમી. લખવાની શૈલી ગમી.
કીર્તિદા
http;//kirtidaparikh.wordpress.com
Thanks for the education and read more in detail go to Bhai Suresh’s Blog –
—————————————-
https://gadyasoor.wordpress.com/myblogs/
Editor
Hasyadarbar
dhavalrajgeera // March 14, 2010 at 7:44 am (edit)
Omeprazole – Wikipedia, the free encyclopediaIt was first marketed in the US in 1989 by AstraZeneca under the brand names Losec and Prilosec, and is now also available from generic manufacturers under …
en.wikipedia.org/wiki/Omeprazole
Omeprazole (INN) (pronounced /oʊˈmɛprəzoʊl/) is a proton pump inhibitor used in the treatment of dyspepsia, peptic ulcer disease (PUD), gastroesophageal reflux disease (GORD/GERD) and Zollinger-Ellison syndrome. It was first marketed in the US in 1989 by AstraZeneca under the brand names Losec and Prilosec, and is now also available from generic manufacturers under various brand names. AstraZeneca markets omeprazole as Losec, Antra, Gastroloc, Mopral, Omepral, and Prilosec. Omeprazole is marketed as Zegerid by Santarus, Prilosec OTC by Procter & Gamble and Zegerid OTC by Schering-Plough.[3][4] In India it is available as OMEZ (FGP). Omeprazole is one of the most widely prescribed drugs internationally and is available over the counter in some countries. Prilosec contains the active ingredient omeprazole and Prilosec OTC contains the active ingredient omeprazole magnesium.
*Side effects
====================================================
Some of the most frequent side effects of omeprazole (experienced by over 1% of those taking the drug) are headache, diarrhea, abdominal pain, nausea, dizziness, trouble awakening and sleep deprivation, although in clinical trials the incidence of these effects with omeprazole was mostly comparable to that found with placebo.[8]
Proton pump inhibitors may be associated with a greater risk of hip fractures,[9][10][11] and clostridium difficile-associated diarrhea.[12] Patients are frequently administered the drugs in intensive care as a protective measure against ulcers, but this use is also associated with a 30% increase in occurrence of pneumonia.[13]
Other side effects may include bone rebuild interference and B12 vitamin reduction.[citation needed]
જમીને આડા પડવું નહીં અને થોડું પાણી પીવાનું એ સલાહ અસરકારક છે જ પણ દર્દીને કેળવણી આપવા તથા તકલીફ-સારવાર વિષે સમજાવવા વધુ જરુરી છે
Talk to your doctor or health care professional about your symptoms and the best way to treat them.
Questions to get you started
To help get you started, here are some useful questions about your symptoms. You can answer the questions here, print the results, and share them with your doctor. Click here if you want a printable version of the questionnaire.
1. I have heartburn or acid reflux symptoms
days a week
2. I have been experiencing these symptoms for:
Less than 6 months
6 months–1 year
1–3 years
3+ years
3. I would describe my symptoms as:
Mild
Moderate
Severe
4. I usually have heartburn:
During the day
After eating spicy foods
At night
All of the above
5. I experience nighttime heartburn:
1 night or less per week
2–3 nights per week
4+ nights per week
6. I currently treat my heartburn with:
Antacids or over-the-counter (OTC) medications
Prescription medication, such as a proton pump inhibitor (PPI)
Prescription medication plus OTC medication at night
Prescription medication that I take more than once a day
I am not treating my condition
7. I treat my heartburn with a prescription and still experience symptoms:
1 day or less per week
2–3 days per week
4–5 days per week
6–7 days per week
NevThere are two sphincter muscles located in the esophagus: The lower esophageal sphincter (LES) and the upper esophageal sphincter (UES). When the lower esophageal sphincter is not functioning properly, there is a back flow of stomach acid into the esophagus. If this happens two or more times a week, it can be a sign of gastroesophageal reflux disease, or GERD.
But what happens when the upper esophageal sphincter doesn’t function correctly either?
As with the lower esophageal sphincter, if the upper esophageal sphincter doesn’t function properly, acid that has back flowed into the esophagus is allowed into the throat and voice box. When this happens, it’s called Laryngopharyngeal Reflux, or LPR.
Can you suffer from LPR without experiencing any heartburn or other GERD symptoms? Yes! Many people with LPR do not have symptoms of heartburn. Why? In order for refluxed acid to cause heartburn, it has to stay in the esophagus long enough to cause irritation. Also, the esophagus isn’t as sensitive to irritation as the throat is. Therefore, if the acid passes quickly through the esophagus but pools in the throat, heartburn symptoms will not occur but LPR symptoms will.
Symptoms of Laryngopharyngeal Reflux are:
* Continual throat clearing
* Chronic throat irritation
* Chronic cough
* Hoarseness
* Excessive phlegm the throat
* Dysphagia (difficulty swallowing)
* Constant sensation of something in the throat
* Swallowed food comes back up
* Post nasal drainage
* Weak voice
* Cracking voice
* Blockage of the breathing passage
* Spasm of the larynx (voice box)
* Wheezing
* Heartburn
Diagnosis
Your doctor may do one of the following tests to determine if you have LPR:
* Laryngoscopy
This procedure is used to see changes of the throat and voice box.
* 24-hour pH testing
This procedure is used to see if too much stomach acid is moving into the upper esophagus or throat. Two pH sensors are used. One is located at the bottom of the esophagus and one at the top. This will let the doctor see if acid that enters the bottom of the esophagus moves to the top of the esophagus.
* Upper GI Endoscopy
This procedure is almost always done if a patient complains of difficulty with swallowing. It is done to see if there are any scars or abnormal growths in the esophagus, and to biopsy any abnormality found. This test will also show if there is any inflammation of the esophagus caused by refluxed acid.
Treatment
Treatment for LPR is generally the same as that for GERD. There are basically four treatments for LPR:
* Lifestyle changes.
There are several lifestyle changes you can make that can reduce, and sometimes prevent, acid reflux from happening. Read more about these lifestyle changes.
* Diet modifications.
There are certain foods that rarely cause heartburn, and foods that should be avoided. Find out what are the Good Foods and what are the Bad Foods.
* Medications to reduce stomach acid or to promote normal motility.
These can include Proton Pump Inhibitors, Histamine Receptor Antagonists, and over-the-counter remedies.
* Surgery to prevent reflux.
Surgery to tighten the junction between the stomach and esophagus. The surgery most commonly done is called the Nissen Fundoplication. It tightens the junction between the stomach and esophagus by wrapping the top part of the stomach around the junction between the stomach and esophagus and sewing it in place.
Thank you very much all doctors. This will be useful to all readers. Your comments have enriched this article.
Hello Friends,
Sureshbhai it is always fun to talk to you. Talking about coughing here is my experience with coughing, hopefully it will help some people. After going thru lots of physical discomfort doctor prescribed Accupril (blood pressure medicie) lowest dosage for me. I started getting better and in about a month I was in India for visit, ofcourse travelling all over. My coughing was getting worst, blood in sputum etc., as usual blamed India’s pollution and weather. I came back from India and coughing got worst, had miles of testing done but in vain. one evening it was late to drive back home so we spent night at friends who is nurse practitioner, it happen she heard me all night coughing. Next day morning I was about to take my medicine when she ask me to show her my medicine and bingo, we found out I was allergic Accupril. Friends if you are taking any medicine and see any difference in your health do let your doctor know about it, and before taking any medicine read all the side effects very carefully. After changing medicine my cough was completely gone. Knowing about this and sharing has helped my few friends and hope it helps others.
તમારો અનુભવ ખરેખર બધાને કામ લાગે એવો છે.
મારો અનુભવ – આખો દિવસ ગરમ પાણી પીવાથી જૂની ખાંસી મટી જાય છે.
Lata hirani
પ્રદાન માટે આભાર.
એ કદાચ શરદીના કોઠા માટે હશે.
મારા જૂના ઊંટાટીયાના કારણે મારી માન્યતા પણ એ જ હતી, કે મારી ખાંસી એલેર્જીને કારણે છે. પણ એનો ઈલાજ અસરકારક ન નિવડ્યો.
નલિનીબેનને તો ખાંસીની દવાની જ એલર્જી હતી!
દરેકની તકલીફ અલગ પ્રકારની હોઇ શકે. પણ આપણે કોઈ એક માન્યતા મૂજબ તકલીફ વહોર્યાં કરતાં સારા નિષ્ણાત પાસે નિદાન કરાવવું જોઈએ.
શ્રી સુરેશભાઈ
આપની આ ખાંસીને વાતે મને એક જોક યાદ આવી ગઈ ! એક વ્યક્તિને કાનમાં ઘુ ઘુ ઘુ ઘુ એવો અવાજ આવતા લાગતા તે ઈએનટી ડૉક્ટર પાસે તબિયત બતાવવા ગયો અને કાનમાં થતા ઘુ ઘુ ઘુ અવાજ ની ફરિયાદ કરી. ડૉક્ટરે કાન તપાસી મેલ કાઢી આપી રજા આપી. થોડા દિવસ પછી ફરી ઘુ ઘુ ચાલુ થતાં તે જ ડૉક્.ને ત્યા ગયો ડૉ. તપાસ કરી નાકમાંથી મસા કાઢી નાખ્યા દર્દી ઘેર ગયો. ફરી ઘુ ઘુ ચાલુ થતાં ડો.ને ત્યાં ગયો આ વખતે ડૉ. કાકડા કાઢી નાખ્યા ! તેમ છતાં થોડા દિવસમાં ઘુ ઘુ ચાલુ થતાં ડૉ.ને ફરિયાદ કરવા ગયો ડૉક્ટરે કહ્યું કે હું ઈએનટી હોઈ મારી તમામ સારવાર પૂરી થઈ ગઈ છે હવે તમે કોઈ જનરલ સર્જનની સલાહ લો ! દર્દી એક સર્જન પાસે ગયો તેણે તપાસી કદાચ આ ઘુ ઘુ થવાનું કારણ એપેન્ડીક્સ હોઈ શકે તેમ જણાવી એપેંડીક્સનું ઓપરેશન કરી નાખ્યું. દર્દી આમ ને આમ ડોકટરના ચક્કરમાં ખાસો દૂબળો થઈ જતા નવા કપડાં કરાવાની જરૂરિયાત ઉભી થઈ પોતાના દરજી પાસે કપડા કરાવા માપ દેવા ગયો. દરજીએ માપ લેતા ગળાનું માપ 24 રાખવા ચોપડામાં લખ્યું તે જોઈ પેલો બોલ્યો કે 24 નહિ 21 રાખવાનું છે. દરજીએ સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ પેલો જણ માનવા તૈયાર નહિ થયો આખરે દરજીએ કહ્યું કે આપ કહો છો તો 21 રાખી સીવી આપીશ પણ પહેર્યા બાદ જો કાનમાં ઘુ ઘુ ઘુ ઘુ જેવો અવાજ સંભળાય તો મને ફરિયાદ નહિ કરતા !!!
સ-સ્નેહ
અરવિંદ
‘ હાસ્ય દરબાર’ પર કોપી કરવું જ પડશે !
Before during and after taking lunch or dinner take warm water. If possible try to make habit of taking warm water during day. This simple technique will help in digestion of food. You will remain energetic .Fat will not deposit in body –Slim body figure can be maintained by taking warm water. Try this
good articcal on dry cough
Pingback: અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક | ગદ્યસુર
Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | ગદ્યસુર
Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
કોઈએ આ દવાની વાત નથી કરી એટલે હું કરીશ. એક્વાર મને લુખી ઉધરસ થઈ હતી. દાકતરોની દવા લેતાં એ ન મટી! પત્ની એમની કાકાની દિકરી સાથે ફોનપર જામી ગયા હતા ત્યારે, સાળીયે મારી ઉધરસ સાંભળી ને ઉપાય બતાવ્યો. મારા આંગણામાં અરડુસીનો છોડ હતો જે મારો ડોકટર બની ગયો. આજ સુધી એ ઉધરસ આ ઘેર આવી નથી! આ વિષયમાં મારો સંપર્ક કરનારને એક વિનંતિ કે મારો સંપર્ક કરતાં પહેલાં ગુગલપર જઈ ‘Ardusi” વિશે વાંચી સંપર્ક કરવા વિનંતિ છે. મદદ જરુંર મળશે.
Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | સૂરસાધના
Nice…અફલાતૂન…..