સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુખરોગ – પોપટભાઈ પટેલ

” સ્વાસ્થ્ય ” એટલે તંદુરસ્તી (જે માત્ર શબ્દાર્થ છે.) આ શબ્દ સ્વ + સ્થ્ય ઉપરથી બન્યો; એમાં “સ્વ” એટલે પોતે (આત્મા) જ્યારે “સ્થ્ય” એટલે પદ – જે  “સ્થગિત-સ્થિર” શબ્દ પરથી આવ્યો છે.  હવે”સ્વાસ્થ્ય”નો મર્માર્થ (રહસ્યાર્થ) વિચારીએ તો ‘સ્વ’માં સ્થિર થવું એટલે ”  સ્થિતપ્રજ્ઞ ” થવું. (આ શ્રી ક્રિષ્ણની ગીતાનો રહસ્યાર્થ શબ્દ છે, જે બધાને ખબર છે. અહીં એ અર્થમાં લઉં છું.)
“જિંદગી ” એટલે જીવન –  “જીવન”નો શબ્દાર્થ ‘આયુષ્ય’ હવે “જી” (એટલે જીવવું – સ્વમાં રહેવું) + “વન” એટલે “રખડવું “(અહીં “સ્વ” [એટલે શરીરના અર્થમાં] એ  એક જ સ્થળે ના રહેવું )ના અર્થમાં.
બીજી રીતે “રખડવું “એટલે, જેમ ગતિમાં આગળ વધવા શરીરને પાછલાં પગલાં છોડવા પડે, એજ રીતે જુવાનીમાં જવા નિર્દોષ એવું બચપન છોડવું રહ્યું, ઘડપણમાં જવા અનિચ્છા હોવા છતાં જવું રહ્યું અને જુવાની છોડવી રહી. (જિંદગી શબ્દ આ અર્થમાં હું લઉં છું. )

” સુખરોગ ” ( મારી અભિવ્યક્તિ)

આ શબદ  સિંગાપોરના ખત્રીઓમાં પ્રચલિત છે.મને શરુમાં પહેલ વહેલો અહીં રહેતા ખત્રી મિત્રો પાસેથી સાંભળવા મળ્યો હતો. આ શબદ સાર્થ  જોડણીકોશમાં નથી. મને વિચાર આવતો કે, આ વળી કઈ જાતનો રોગ ? પણ એ લોકો સાથે ઊઠતાં બેસતાં મારી પોતાની મેળે અર્થ કરવા લાગ્યો. (હું ખોટો પણ હોઇ શકું છું.)

“સુખરોગ” શબ્દ, સુખ + રોગ એમ બે શબ્દનો બન્યો છે, ” સુખ”  નો અર્થ સંતોષ, તનમનથી આરામ, ઉપભોગ (અહીં અ-ભદ્ર શબ્દો પણ વાપરી શકાય ). “રોગ” નો અર્થ બિમારી,તંદુરસ્તીમાં બગાડ; બીજો  અર્થ ” વિકાર ”  અને વિકાર એટલે માનસિક પરિવર્તન એવો પણ થાય. અહીં  “માનસિક પરિવર્તન”  એટલે  સ્વનિર્ભર થયા  પછી સહજ પણે  ભૂતકાળને ભૂલી જવો.

આ એ “ભૂતકાળ” હતો  જ્યારે વ્યક્તિ પગભર થવા પહેલાં કેટલો બધો પરોપજીવી હતો. જન્મતાંની સાથે જ માતાના દૂધથી શરુ કરી; ફઈબાએ આપેલ નામથી લઈ; પરિવાર,મિત્રો-વડિલોથી માંડી શાળાના શિક્ષકો વિધ્યાપીઠ જીવનના અધ્યાપકો…..આમ  અનેકના સંપર્ક સાથે ઉપકાર તળે આગળ વધ્યો હતો.  સ્વઃનિર્ભર થતાં જ એ બધાંને ભૂલી ફક્ત પોતા માટે જ જીવનારા,  પારકા પોતાનાનો વિચાર તો ઠીક પણ બધાંને હેરાન કરે – તે બધા મારી દ્રષ્ટિએ  “સુખરોગ”માં  જીવનારાઓ છે.

બીજા એક ઉદાહરણમાં –  પૂર્વજોની મળેલ સમૃદ્ધિ

કોઈ વ્યક્તિ તેની યુવાનીમાં પરિવાર, સંતાનોને સુખેથી જીવવા માટે  ચણા- દાણા વેચે, કાપડની  ગાંસડી ખભે લઈ  ઘર ઘર જઈ વેચીને, કે  કોઈ બીજું કામ-સંઘર્ષ કરી જે તે ક્ષેત્રમા પોતાનું  સામ્રાજ્ય ઊભું કરે;  પોતાના કામદારો, તેના પરિવારનું, પાડોશીઓનું, સમાજમાં જરુરીયાત મંદોનું ધ્યાન રાખે; શાળા,હોસ્પિટલો  અને  મંદિરોમાં ફાળો આપે –  એ વ્યક્તિ ” સ્વાસ્થ્ય જિંદગી ” જીવ્યા કહેવાય.  (આ મારી દ્રષ્ટિ છે. )

જ્યારે એમની જ  પહેલી બીજી પેઢીના સંતાનો ઐયાશી  જીવન જીવે, (એકાદ ડોસાના મરવાની પણ રાહ જોતા હોય) ; સામ્રાજ્ય ખતમ કરે, પછી પણ દાદા-બાપાના ભૂતકાળનો વૈભવ વાગોળી વાગોળી જીવે, એવાઓ પડેલા છે. એમને નિસરણીની  જરુર હોય છે. મારી દ્રષ્ટિથી એ બધા “સુખરોગ”ના દર્દીઓ છે.     ( જાત અનુભવ પરથી )

સારું ઉદાહરણ ઃ-

” હુંડરાજ ” દાણા-ચણા વાળા ( નવસારી  વિભાગના  મિત્રો જાણતા હોય છે. ) ના દાદાએ રસ્તા ઉપર ચણા  વેચવાનું, પછી માર્કેટની ગલીમાંદાણા-ચણા શેકવાનું શરું કરેલું. આજે એમના પરિવારે સામ્રાજ્ય ઊભું કર્યું છે. મારી દ્રષ્ટિએ એ પરિવાર “સ્વાસ્થ્ય- જિંદગી” જીવે છે.

—————-

–  પોપટભાઈ પટેલ ( સિંગાપુર )

‘ સ્વાસ્થ્ય અને જિંદગી ‘ પોસ્ટર પર પોપટભાઈએ આપેલી કોમેન્ટ ગમી ગઈ, એટલે થોડાક નજીવા ફેરફાર બાદ અહીં ચઢાવી દીધી !  પોપટભાઈ પાસેથી ‘ ગદ્યસુર’  ના વાચકોને આવા સરસ વિચારો મળતા રહેશે , એવી આશા રાખું ને?

13 responses to “સુખરોગ – પોપટભાઈ પટેલ

 1. dhavalrajgeera માર્ચ 24, 2010 પર 6:07 એ એમ (am)

  भाई सुरेश,

  अब मनरोग पर लिखो मझा मिलेगा.

  राजेन्द्र त्रिवेदी
  http://www.bpaindia.org

 2. Dr. Chandravadan Mistry માર્ચ 24, 2010 પર 7:23 એ એમ (am)

  SO HAPPY to read this Post written as inspired by POPATBHAI PATEL of NEW ZEALAND…& I am happy to know him as he visited my Blog CHANDRAPUKAR,…& posted his COMMENTS…Now as I see him first writing in GUJARATI script his COMMENTS on the Blogs, I was HAPPY…now as he had writtenhis THOUGHTS as an ARTICLE I REJOICE with ALL the HAPPINESS in my HEART.

  Enjoyed this Post !
  ABHINANDAN to Popatbhai !
  THANKS to Sureshbhai for publishing as a Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Sureshbhai Thanks for your visit/comment for the Post on SUVICHARO on Chandrapukar,,Inviting ALL READERS to my Blog !

 3. Dr. Chandravadan Mistry માર્ચ 24, 2010 પર 7:31 એ એમ (am)

  Please read my COMMENT above…I had invited you ALL to my Blog Chandrapukar & forgot to give the LINK to my Blog…some of you know but some of you DO NOT…SO…
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see you visit/READ the Posts !
  DR. CHANDRAVADAN MISTRY

 4. pragnaju માર્ચ 24, 2010 પર 8:04 એ એમ (am)

  યાદ આવ્યુ
  તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
  બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

  બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
  ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

  નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
  નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

  …કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
  નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

 5. Sharad Shah માર્ચ 24, 2010 પર 10:04 એ એમ (am)

  પ્રિય પોપટભાઈ;
  પ્રેમ;
  સુખરોગ શબ્દ સામાન્યરીતે પ્રયોજાતો શબ્દ નથી. આપણને આ દેહ મળેલ છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિઓ (નાક, આંખ, કાન, જીભ અને ત્વચા) પાંચ કર્મેન્દ્રિઓ (બે હાથ, બે પગ, અને જીભ) તથા ચાર કરણ (અંતઃકરણ) (મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર) આપેલ છે.આ જ્ઞાનેન્દ્રિઓ ને મનવાંછિત ભોગ મળે તેને આપણે સુખ કહીએ છીએ. સુખ મોટાભાગે પ્રેય હોય છે, પણ શ્રેય હોતું નથી. પરિણામે સુખ ભોગવવા જતાં આપણે રોગના ભોગ બનીએ છીએ. એ અર્થમાં સુખરોગ શબ્દનો પ્રયોગ કોઈક સમયે, અથવા કોઇક જ્ઞાતિ કે જાતિએ પ્રયોજ્યો હોય તે શક્ય છે. બીજું મને શક્ય લાગે છે કે, ભારતમાં વેદાંતીઓની એક સમયે ભારે બોલબાલા હતી,ત્યારે દ્વેતવાદ અને અદ્વેતવાદ વચ્ચે અનેકવાર વાદવિવાદો યોજાતા. અદ્વેતવાદિઓ પ્રત્યેક દ્વંદને માયા કે રોગ ગણતા. સુખ-દુખ, રાત-દિવસ, પ્રકાશ-અંધકાર, દેવ-દાનવ, શ્યામ-સ્વેત, સ્વર્ગ-નર્ક જેવાં તમામ દ્વંદને તેઓ માયા કે ભ્રમણા કહેતા. કદાચ સુખરોગ શબ્દ અદ્વેતવાદીઓની ઇજાદ પણ હોઇ શકે છે. આ મારી સમજ છે. બાકી તો હરિ ઓમ તત્સત્.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ;
  શરદ શાહ

 6. A. J. S. માર્ચ 24, 2010 પર 11:08 એ એમ (am)

  It is very true we work hard for SUKH and use our health for wealth and we get SUKHROG and we use all our wealth for health; later in life.
  That SUKHROG we r giving it to next generation. This is going to go on and on and sometimes its bringing the MANROG too.

 7. Ramesh Patel માર્ચ 24, 2010 પર 7:30 પી એમ(pm)

  શ્રી પોપટભાઈ અને આપે સરસ વિચાર દર્શન આપ્યું

  રમેશ પટેલ(આકશદીપ)

 8. rajeshri panchal માર્ચ 25, 2010 પર 3:59 એ એમ (am)

  I am very happy to read this artical ” sukharog ”
  realy very nice.

 9. પટેલ પોપટભાઈ માર્ચ 25, 2010 પર 8:52 એ એમ (am)

  મા.શ્રી જાની સાહેબ

  તમે તો યાર મને શૂળીએ ચઢાવી દીધો !!! આનંદ પણ થયો.

  હકીકતમાં “સુખરોગ” શબ્દ બાબત તમે મને વિશ્ર્લેષણ કરવા લખ્યું હતું. મેં આ શબ્દ માટે મારા વિચાર મુજબ જાત અનુભવ પ્રમાણે તમને જવાબ આપ્યો હતો.
  એમાં વ્યાકરણ અને વાક્યરચનાની ઘણી ભૂલો નજરે પડે છે, મારે બે વાર વાંચ્યા પછી સુધારીને મોકલવાની જરૂર હતી. તીર છૂટી ગયા પછી વાચક મિત્રોને શું કહેવું ??? માફી.

  “તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
  બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ”

  બની” શકે તો એ વસમા દહાડા પાછા દે,”
  “કોઈની (ક્રિષ્નાતારી) હૂંફ અને હાજરી જરૂરીછે,”

  પ.પૂજ્ય પ્રગ્નાજુબેન માતા કુન્તીએ પણ આ મુજબ જ, ભગવાન શ્રી ક્રિષ્ના પાસે દુઃખ જ માગ્યું હતું ને ??? સાંભળેલું યાદ આવ્યું.

  તમારું પ્રતિભાવ-કાવ્ય ખૂબજ ગમ્યું.

  મા. શ્રી ચંદ્રવદનભાઈ

  ભાઈ હું સિંગાપોરમાં રહું છું તમારી જાણ માટે, તમે મારા વતન માટે” ન્યુઝલેન્ડ “લખ્યું એ માટે પણ ખૂબજ આનંદ થયો. સિંગાપોરમાં શરુઆતનુ અમારું આર્થિક જીવન ન્યુઝલેન્ડડર મિત્રો પર જ આધારિત હતું. આ લખવામાં પણ આનંદ આવે છે.

  પ્રિય શરદભાઈ

  તમારા પ્રતિભાવ દ્વારા પણ સારું જાણવા મળ્યું. ખાસ કરી,” પ્રેય અને શ્રેય ” બાબત. આ બન્ને શબ્દોનો ફરી ઊંડાણથી અભ્યાસ કર્યો.

  આપ સૌના સરસ પ્રતિભાવો વાંચી આનંદ થયો.
  ભાઈ શ્રી એ.જી.એસ. તમારા પ્રતિભાવ પણ.

  પટેલ પોપટભાઈ
  Jay Shree krishna

  • સુરેશ જાની માર્ચ 25, 2010 પર 9:30 એ એમ (am)

   પોપટ ભાઈ,
   એમાં વ્યાકરણ અને વાક્યરચનાની ઘણી ભૂલો નજરે પડે છે, મારે બે વાર વાંચ્યા પછી સુધારીને મોકલવાની જરૂર હતી. તીર છૂટી ગયા પછી વાચક મિત્રોને શું કહેવું ??? માફી
   ————————–
   ભાષાને શું વળગે ભૂર ! તમારા લખાણનો ભાવ હૃદયને સ્પર્શી ગયો , એટલે એને યોગ્ય સ્થાને બિરાજમાન કર્યો. જુઓ વાચકોના વિચારોએ એની કેટલી બધી ગુણવૃદ્ધિ કરી ?
   આ જ તો બ્લોગની મજા છે – એ મેગેઝીનો કે ચોપડીઓમાં ક્યાં ?
   હવે તો બ્લોગ રોગ ( કે બ્લોગ યોગ ?) ની મજા માણીએ.

 10. Dr. Chandravadan Mistry એપ્રિલ 3, 2010 પર 4:55 પી એમ(pm)

  I am realy SORRY, Popatbhai for making you a Resident of New Zealand…You are from Singapore…How did I make this mistake ?
  I am haapy that you returned to see all the Comments & picked up my mistake.
  I thank you for your visits/comments on Chandrapukar.
  Dr. Chandravadan Mistry

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: