સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પહેલો અકસ્માત

ઓગસ્ટ – 1965

જો કે, બરાબર તારીખ યાદ રહી નથી; પણ એ દિવસ મને બરાબર યાદ છે.

પેપર મિલમાં તાલીમ શરૂ કર્યે મને ત્રણેક મહિના વીતી ગયા હતા. નવી પેપર મિલના પ્રોજેક્ટ માટે કામ કરતા, એક કાયમી ઇજનેર શ્રી. ચન્ડક સાથે, હું એક  ટ્રકમાં બેસી, મિલની મશીનરીનો એક ભાગ લેવા માટે મિલથી દસેક કિલોમીટર દૂર આવેલ સ્ટોરેજ  યાર્ડમાં, તાલીમના એક ભાગ રૂપે,  ગયો હતો. કાગળનો માવો બનાવવાની પ્રોસેસ માટે જરૂરી એક વેસલ એકાદ અઠવાડિયામાં ઊભું કરવાનું હતું. તે  અને તેની સાથેની પાઈપો અમારે  લઈ આવવાનાં હતાં. બહુ મુશ્કેલી બાદ અમે જરૂરી બધા દાગીના શોધી કાઢયા. આવો સામાન સાઈટ સુધી  લાવી આપનાર કોન્ટ્રાક્ટરના મુકરદમ અને મજૂરોએ  એ બધો સામાન ટ્રકમાં ચઢવી દીધો. શ્રી.ચન્ડક, મુકરદમ અને હું  ડ્રાઇવરની સાથે આગળ બેઠા અને મજૂરો એ બધા સામાન સાથે ટ્રકમાં પાછળ બેઠા.

આ બધું હાઉસન જાઉસન મિલની સાઈટ તરફ જવા નીકળ્યું. અમે બે ચાર કિલોમીટર  ગયા હોઈશું. શહેરની બહારનો વિસ્તાર હતો. રસ્તાઓ પર ખાસ કોઈ ટ્રાફિક ન હતો. મુખ્ય રસ્તા પર ટ્રક પૂર ઝડપે આગળ ધપતી હતી. એક ચાર રસ્તા આગળ અમે પહોંચવામાં હતા; ત્યાં જ બાજુના નાના રસ્તા પરથી એક કાર પૂર ઝડપે મુખ્ય રસ્તાને ઓળંગી પસાર થઈ ગઈ. ખરેખર તો તેની ઝડપ ઓછી હોવી જોઈતી હતી અને તેણે મુખ્ય રસ્તો ઓળંગતા પહેલાં કોઈ વાહન આવે છે કે નહીં; તેની ચકાસણી કર્યા બાદ જ રસ્તો ઓળંગવો  જોઈતો હતો.

અમારી ટ્રકના ડ્રાઈવરે એકદમ બ્રેક મારી. ટ્રક અટકી તો ગઈ; જીવલેણ અકસ્માત થતો બચી તો ગયો;  પણ  ટ્રકની પાછળથી દર્દભરી ચીસો આવતી અમે સાંભળી. અમે નીચે ઊતર્યા અને ત્યાં નજર નાંખી.

એ દૃશ્ય હું જીવનભર ભૂલી શક્યો નથી.

એક   મજૂરના બન્ને પગ ઉપર પેલું વેસલ ફરી વળ્યું હતું. બન્ને પગની ઊપરનું માંસ ચીરાઈ ગયું હતું. લોહીની ધારો વહેતી હતી; અને હાડકાં ખૂલાં થઈ ગયાં હતાં. તેના પગ પરથી મહા મુશ્કેલીએ તે વેસલ ખસેડી, એક મજૂરે ઓઢેલી પછેડીને બે ભાગમાં ચીરી બીજા મજૂરોએ એના બન્ને પગ પર કામ ચલાઉ પાટા બાંધી દીધા. સદ્ભાગ્યે એક હોસ્પિટલ નજીકમાં જ હતી.  એ મજૂર,  મુકરદમ અને બીજા બે જણને ત્યાં ઉતારી અમે મિલમાં પરત આવ્યા.

શ્રી. ચન્ડકઅને હું સાંજે  હોસ્પિટલમાં એ દુર્ભાગી મજૂરની ખબર કાઢવા ગયા હતા. તેનાં સગાં  સંબંધીઓ  તેના ખાટલા આગળ સોગીયા મુખે બેઠાં હતાં. તેની પત્ની જેવી જણાતી એક સ્ત્રી રોકકળ કરી રહી હતી; અને બીજી બે સ્ત્રીઓ તેને સાંત્વન આપી રહી હતી. અમે થોડુંક ખાવાનું અને ફળો એમને આપી, હૈયાધારણ આપી વિદાય લીધી.

પણ ત્યાર બાદ મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી; કે આ પ્રસંગને વિસારી મારા કામમાં મારે ધ્યાન આપવું. ત્યાર બાદ એ મજૂરને મેં કદી સાઈટ પર આવેલો જોયો  ન હતો. એને માટે પૂછપરછ કરતાં  મને કશો જવાબ મળ્યો ન હતો. જાણે કે, એ કમભાગી મજૂર પાતાળમાં ગરક થઈ  ગયો હતો. એને પૂરી સારવાર મળી કે નહીં; એના બન્ને પગ સાજા નરવા થઈ ગયા કે નહીં; એ હેન્ડીકેપ થઈ ગયો હોય કે ગુજરી ગયો હોય તો તેને અથવા તેના કુટુંબ અને વારસોને યોગ્ય વળતર આપવામાં  આવ્યું હતું કે નહીં – આ બધા સવાલો મારે માટે આજની તારીખ સુધી; જેનો કશો જવાબ નથી; તેવા સવાલો  જ રહ્યા છે.

બીજાને તો શું દોષ દઉં? પણ  મારા કામની ધમાલમાં હું પણ તેને ભૂલી ગયો છું. તે મજૂરનું નામ, ઠામ કશું જ મને ખબર નથી. પણ તેની દર્દભરી ચીસો અને કરુણતાથી  ભરેલી, તગતગતી આંખો  હજુ  પણ ઘણી વખત મારી નજર સમક્ષ ખડાં થઈ જાય છે. બાવીસ વર્ષની ઉમ્મરે જોયેલો, એ મારા જીવનનો પહેલો અકસ્માત હતો.
————————

આનુષંગિક વાંચન : –

એ પેપર મિલમાં જવા માટેની ‘ પહેલી ટ્રેન મુસાફરી

ત્યાં મળેલો ‘ પહેલો પગાર

ગુજરાતી લેક્સિકોનના ‘ સરસ’ સ્પેલ ચેકર પર જોડણી ચકાસેલી છે.

19 responses to “પહેલો અકસ્માત

 1. Mukund Desai'MADAD' માર્ચ 24, 2010 પર 5:47 એ એમ (am)

  khuba j karun kahevaya ! manasane olakhi n leedho e pana evi j bhula !

 2. Chiman Patel "CHAMAN" માર્ચ 24, 2010 પર 7:21 એ એમ (am)

  Atleast you have visited that person/soul by writing this article. This will give you also some piece of mind.

 3. Harnish Jani માર્ચ 24, 2010 પર 7:32 એ એમ (am)

  ્તમારા લેખમાં માનવતાની વાત છોડીને એક્સિડન્ટની વાત કરીએ તો અમેરિકન લાઇફમાં દરેક વાતમાં સેફ્ટી હોય છે- આ સેફ્ટીની વાત કરીએ તો ,૬૫ના જમાના કરતાં ભારત ક્યાંય આગળ વધ્યું છે-હવે સ્કુટર પર હેલ્મેટ પહેરાય છે-તેવી રીતે મેન્યુફેક્ચરીંગમાં સેઇફ્ટી આવી હોય તો સારું. ભારતમાં થતા એક્સિડન્ટની વાતો તો ઘણી નિકળે. એટલે તમારે ગિલ્ટી થવાની જરૂર નથી-સવાલ એ છે કે એવા એક્સિડન્ટ પાછા ન થાય એવા પગલાં લેવા જોઇએ.
  તમ

  • સુરેશ જાની માર્ચ 24, 2010 પર 8:02 એ એમ (am)

   સાચું કહું? મને આ જ અપરાધ ભાવ રહ્યા કર્યો છે. ચંડક અને મારી જવાબદારી હતી કે, તે વેસલ બરાબર બંધાવવું જોઈતું હતું અને મજૂરો સલામત રીતે બેઠેલા હતા કે નહીં, તેની જાતે ચકાસણી કરવી જોઈતી હતી.
   ત્યાર બાદ પણ ઘણા વર્ષે કરેલા પ્રોજેક્ટોમાં સલામતી સુધરી જરૂર છે; પણ મોટા ઉદ્યોગો અને પ્રોજેક્ટોને બાદ કરતાં ભારતમાં સલામતી પ્રત્યે ઘણી ઉદાસીનતા છે.

   અમદાવાદમાં રસ્તા પર વાહન ચલાવી જો જો !

 4. pragnaju માર્ચ 24, 2010 પર 7:59 એ એમ (am)

  ૧૫ મે ૧૯૫૫ બપોરે એક વાગે

  સોલેરિયમ પાસે,જામનગર

  પહેલો રોડ અકસ્માત…

  તેને નુકશાન થયું-

  મને નવાઈ લાગી!

  જમાનો શેરો શાયરીનો હતો

  “અજીબ શખ્સ હૈ , નારાજ હોકે હઁસતા હૈ ,

  મૈં ચાહતી હૂઁ ખફા હો તો વો ખફા હી લગે ”

  તેણે ધીરેથી કહ્યું-

  યે નયે મિજાજ કા શહર હૈ

  જરા ફાસલે સે મિલા કરો

  ફાસલા મીટ ગયા…

  ૮મી ડીસે.૧૯૫૭થી

  હંમણા સુધી

 5. rajnikant shah માર્ચ 24, 2010 પર 8:31 એ એમ (am)

  1.protected workers give less output compared to the remuneration paid to them.
  2. more and more work is converted in job contract.no contractor will work for charity.
  3. accidents will be accepted as way of life.!

 6. Sharad Shah માર્ચ 24, 2010 પર 9:05 એ એમ (am)

  મારા ગુરુ કહે છે, “કહેવાતી આ પ્રગતિના દોરમાં માણસ નો આઈક્યુ (Intelligent Quotient) વધી રહ્યો છે અને ઈક્યુ (Emotion Quotient) ઘટી રહ્યો છે.આજે સિત્તેર વરસના વૃધ્ધ ને ખબર છે તેનાથી વધારે દસ વરસના બાળકને વધુ ખબર છે. માણસના વ્યવ્હારમાં પ્રેમ, લાગણી, મમતા, દયા, કરુણા જેવી સંવેદનાઓ અને ભાવનાઓ મૃતપ્રાય થતી જાય છે અને સોદાબાજી, વેપાર, ચાલાકી, પાખંડ, ગણિત, વિજ્ઞાન,બુદ્ધિ નો એક તરફો વિકાસ થતો જાય છે. કહો કે માણસ હૃદય ના કેન્દ્ર તરફથી બુધ્ધિના કેન્દ્ર તરફ ગતિ કરી રહ્યો છે અને આ બે વચ્ચેનુ બેલેન્સ (સમતુલા) તુટી ગઇ છે. આ પરિસ્થિતી માણસજાત માટે ખતરારુપ છે.”

 7. bharat joshi માર્ચ 24, 2010 પર 12:38 પી એમ(pm)

  દાદા, ૧૯૬૫ ની સાલ,મજુરની ઉમર અંદાજે ૨૫ થી ૩૦ વર્ષ માની એ તો જો એ સદભાગ્યે જીવીત હોય તો ૭૦ વર્ષ ની ઉમર હોય, આ બનાવનુ પરફેક્ટ લોકેશન પણ આપને યાદ છે… એ એના પત્ની,બાળકો, પૌત્રો, કોઇક તો મલશે જ… ૪૫ વર્ષ પહેલા આ બનાવ નુ વર્ણન કરાવી victim મળી શકે just for humunism……

 8. bharat joshi માર્ચ 24, 2010 પર 12:41 પી એમ(pm)

  દાદા, ૧૯૬૫ ની સાલ,મજુરની ઉમર અંદાજે ૨૫ થી ૩૦ વર્ષ માની એ તો જો એ સદભાગ્યે જીવીત હોય તો ૭૦ વર્ષ ની ઉમર હોય, આ બનાવનુ પરફેક્ટ લોકેશન પણ આપને યાદ છે… એ એના પત્ની,બાળકો, પૌત્રો, કોઇક તો મલશે જ… ૪૫ વર્ષ પહેલા આ બનાવ નુ વર્ણન કરાવી victim મળી શકે just for humiunism……

 9. Ramesh Patel માર્ચ 24, 2010 પર 7:26 પી એમ(pm)

  આવા અકસ્માત , મજૂરી કરતા માણસની જીંદગી જીવતે જીવ

  નરક બનાવી દેછે.પૈસા ના કોમ્પનસેશનથી રાહત થાય પણ

  હાથ પગના નુકશાન અભિશાપ જેવા જ રહે.

  આટલા વરસે આપના લાગણી ભર્યા દિલમાં હજુ

  આ વાત ડંખે છે.વાચક પણ સહજ રીતે લાગણી વશ

  આપની વાત વાંચી થઈ જાય એટલી હૃદય ભરી રીતે

  આપે આલેખી છે.

  રમેશ પટેલ(આકશદીપ)

 10. Lina Christian માર્ચ 24, 2010 પર 7:49 પી એમ(pm)

  Very touchy…please don’t be so hard on you..Things happen in life and we always think that this could have been avoided..but that is called an accident.. Peace be with you and all of us..

 11. Friend માર્ચ 24, 2010 પર 8:56 પી એમ(pm)

  It was an accident to avoid perhaps a bigger accident.
  Sureshbhai has remained very sentimental for it till this day. “Vandans” to his parents for imparting such noble “Sanskar” to their son.
  Now-a-days many innocent people suffer more ghastly not by accident but by cruel terrorists.

 12. Chirag માર્ચ 25, 2010 પર 9:58 એ એમ (am)

  સુ.દાદા, તમારા ભારતના અનુભવો અને અમેરીકાના અનુભવો પરથી ભારતમાં શું બદલાવ લાવી શકાય એ જો ઉદાહરણ સહીત એક પુસ્તક સ્વરુપે પ્રગટ કરો તો શક્ય છે કે 10% લોકોને પ્રેરણા મળે અને પોતાના અધીકારમાં જેટલું હોય એ તો બદલી શકે! અથવા કોઈ એવી પ્રવૃત્તી કે જેમાં તમે ભારતની કોઈ સાઈટ પર જઈને તમારા અવલોકનો જણાવો અને સમજાવો તો એથી બહુ મોટો ફેર પડી શકે! ભલે, મોટા ભાગના લોકો બદલાવા માંગતા ના હોય.

 13. Dr. Chandravadan Mistry માર્ચ 25, 2010 પર 11:40 એ એમ (am)

  બીજાને તો શું દોષ દઉં? પણ મારા કામની ધમાલમાં હું પણ તેને ભૂલી ગયો છું. તે મજૂરનું નામ, ઠામ કશું જ મને ખબર નથી. પણ તેની દર્દભરી ચીસો અને કરુણતાથી ભરેલી, તગતગતી આંખો હજુ પણ ઘણી વખત મારી નજર સમક્ષ ખડાં થઈ જાય છે. બાવીસ વર્ષની ઉમ્મરે જોયેલો, એ મારા જીવનનો પહેલો અકસ્માત હતો.
  Sureshbhai…You had narrated an incident os your Life….Tragic incident to which you were a witness…..forgotten about it,,,& now you are telling about it….The “guilt ” of not doing anything “positive” seems to “bug” you …
  First of all remove the “blanket of Guilt” and please “sincerely pray for that victim or his Family…it will remove this burden on you..Now, you must “march forwardin your Life”…if you can help personally “one in need & unknown ” you had redeemed yourself….but your “journey must continue” for Others….
  Chirag had said of the Publicatin of a Book OR Blog efforts”….may be OK…but what I am talking is…”your treatment of your Soul ”
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks fo your visits on Chandrapukar !

 14. Patel Popatbhai માર્ચ 26, 2010 પર 8:03 પી એમ(pm)

  મા. શ્રી જાનીસાહેબ

  ” અકસ્માત ” તમારી ૨૨ વર્ષની વયે ૪૫ વર્ષ પહેલાં બનેલ પ્રસંગ તમારા માનસપટ પર સવાર થઈ તમારા હાથ મારફત બ્લોગ્માં ઉતરે, એજ બતાવે છે કે,૪૫ વર્ષ પહેલાં કાંઈક ખોટું થયું હતું. આ બાબત તમારા હ્રિદયના કોઇક ખૂણામાં હતી જ આજે તમારા વાચક મિત્રો કબુલ કરી.

  હું આ બાબત મારી અભિવ્ય્કતી આપું તો…………!!

  ૧) તમારી ૨૨ વર્ષની ઉંમર-ઉછેર( થોડીક તો સગવડ હતી જ ) માં, મજૂરની સામજીક-આર્થિક બાબતો સમજવાની શક્તિ હોય તો પણ તમે કશું પણ કરવાની સ્થિતીમાં નો’તા.

  (અ) આ નોકરી મળવાનું કારણ મોટાભાઈ હતા. (બ) તમારા ઉપરી પણ હતા.(તમે પોતે નિર્ણય લેવા સ્વતતંત્ર નો’તા.) (ક)” સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી; કે આ પ્રસંગને વિસારી મારા કામમાં મારે ધ્યા આપવું. ” ( મને પોતાને ખૂબજ ખટકતી વાત છે પણ ફરી કોઈક વાર.) ( ડ )અહીં કંપની,ઉપરીઓ,વિમા કંપની, પોલીશ ઘાયલ મજૂરનું કુટુમબ, હજી તો કારખનું તૈયાર થતું હતું. આ બધું સમજવા તમારી ઉંમર તૈયાર હોય કે ના પણ હોય.તમે હજી તાલિમ લેતા હતા, ટૂંક્માં તમે મજબૂર તો હતા જ.

  “શ્રી.ચન્ડક, મુકરદમ અને હું ડ્રાઇવરની સાથે આગળ બેઠા અને મજૂરો એ બધા સામાન સાથે ટ્રકમાં પાછળ બેઠા. મુખ્ય રસ્તા પર ટ્રક પૂર ઝડપે આગળ ધપતી હતી.” અહીં રસ્તાની હાલત,ભરેલા માલનું સમતોલ પણું, માલ સાથે બેઠેલા મજૂરો,ટ્રક્ની ઝડપ(વાહન વ્યવહારનો કાયદો હતો કે ના હતો ગૌણ બાબત હતી.)એક યા બીજી રીતે આ બનાવ માટે બધા જ જવાબદાર હતા જ.આ બધાંમાં સૌથી બેજવાદાર હતું તો બિચારા મજૂર અને તેના કુટુંબનું ” નસીબ”

  થવાનું હોય તે થઇ ને જ રહે છે.

  સાચી વાત અર્ધી લિટિમાં ભાઇ શ્રી ચીમન પટેલે કહી “you have visited that person ઓર soul by writing this article.

  અંતે તમારો કોઇ દોષ દેખાયો નથી.આખા પ્રસંગમાં તમારા દિલમાં ૪૫ વર્ષ સુધી ઊંડે ઊંડે દુઃખ હતું જ.વધારે પડતું લખાઇ ગયું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: