સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ : ભાગ – 5, આંબોઈ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

અમદાવાદની પોળમાં આવેલા અમારા મકાનની દિવાલની ટોચે અભરાઈ પર લોટા મૂકેલા રહેતા. કોઈ લોટો કદી કામમાં આવ્યો હોય; તેવું મારી જાણમાં નથી. કદાચ એ શોભા અથવા સમૃદ્ધિના દેખાડા માટે રાખવામાં આવતા હતા! પણ એમાંનો એક લોટો તો જરૂર વપરાતો. એને જોઈને અમને કમકમાં આવી જતાં.

તમે કદાચ વિચારવા માંડ્યા ને?  ‘આ તબીબી વાતને લોટા સાથે શો સંબંધ?’

લો ત્યારે વાતમાં વધારે મોંયણ નાખ્યા વિના મૂળ વાત શરૂ કરું.

———

શહેરના એ મકાનમાં અને બીજે બધે, સ્વચ્છતા ઓછી હોવાના કારણે, અમારાં પેટ વારંવાર બગડી જતાં. પાતળા, પાણી જેવા ઝાડા ઘણી વાર થઈ જતા. ઘણી વાર ડોક્ટરની દવા પણ કારગત ન નિવડતી. એવે વખતે એ લોટો નીચે ઊતારવામાં આવતો. અને જેનું પેટ દુખતું હોય; સખત ચૂંક આવતી હોય; તેના મોંમાંથી રાડ ફાટી જતી.

નળાકાર ઘડા આકારના, પાતળા કાના અને પાતળા પતરાના, ઘડતર તાંબાના એ લોટામાં રાખ ભરેલી  લુગડાંની એક નાની પોટલી તૈયાર રહેતી. એની ઊપર દિવેટ જેવો આકાર બનેલો રહેતો.  અમે એને બોમ્બ કહેતા!

અમારા બાપુજી આ વિશિષ્ઠ સર્જીકલ સામગ્રી વાપરવામાં નિષ્ણાત હતા! તેઓ પોટલીની દિવેટ પર ઘી ચોપડી, તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી, એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી, થોડોક અદ્ધર એક બે મિનીટ માટે, ઝાલી રખાતો.  આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી, એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો; અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

અમે એને ટોરપીડાની ઉપમા આપતા! જે વ્યક્તિને દર્દ થયું હોય તે દુખથી આ યાતના સહન કરતી; અને બીજાં બધાં ભય અને હેરતથી આ ભયાનક દૃષ્ય નિહાળતાં રહેતાં.

પણ દરદીની સહનશક્તિની ખરી કસોટી તો, લોટો ધીરેથી ઉઠાવી લેતા ત્યારે થતી.  પેટની ચામડી ઉતરડાઈને લોટા સાથે ખેંચાઇ જશે એમ લાગતું. અસહ્ય બળતરા પણ થતી. એ દર્દની આગળ પેટનો દુખાવો અને ચૂંક સાવ નજીવાં થઈ જતાં!

આને ‘આંબોઈ ઊતારવી’ એમ કહેતા. ‘પેટની પિચોટી ખસી ગઈ હતી.’ એમ માનવામાં  આવતું હતું , અને આંબોઈ ઊતારવાથી એ પાછી સીધી થઈ જાય એમ મનાતું. પિચોટી શું? આંબોઈ શું? એની હજુ સુધી મને શરીર શાસ્ત્રની દૃષ્ટિએ  ખબર નથી. પણ આ ઓપરેશન (!) કર્યા પછી પેટનો દુખાવો અને પાતળા ઝાડા ગાયબ થઈ જતા હતા ; તે હકિકત છે. મોટા અને સમજણા થયા બાદ તો મેં જાતે બે એક વખત બાપુજીને આ સારવાર કરવા કહ્યાનું પણ મને યાદ છે.

બોલો કેવા અફલાતૂન તબીબ હતા – અમારા બાપુજી ?

એમનો પરિચય માણવા અહીં ‘ ક્લિક’ કરો.

19 responses to “અફલાતૂન તબીબ : ભાગ – 5, આંબોઈ

 1. dhavalrajgeera માર્ચ 31, 2010 પર 7:52 એ એમ (am)

  ગોંડલ, તા. ૨૩-૧૨-૧૯૬૯

  આજે સંધ્યાકાળ પછી સ્વામીશ્રીને માલિશ કરતા હતા. એવામાં નારાયણપ્રસાદ સ્વામીની વાત નીકળી. એમને પેટમાં દુઃખતું હતું. એટલે મેં કહ્યું, ‘ઉકરડાની સેવા બહુ કરી તે દુઃખવા આવ્યું હશે.’
  ‘સેવાથી ન દુઃખે.’ સ્વામીશ્રીએ તુરત કહ્યું, ‘અમારે પણ ઘણીવાર ગાડામાં ફરતા તે પિચોટી ખસી જતી – પછી શાસ્ત્રીજી મહારાજ ચોળાવે ત્યારે શાંતિ થાય.’

  – સાધુ ઈશ્વરચરણદાસ

 2. nalini માર્ચ 31, 2010 પર 9:20 એ એમ (am)

  Aa pachoti ni vaat saav saachi chhe. I had problem in India and after suffering for 12 days my sister from Rajkot gave me massage and my pain, diarrhea every thing was gone in few minutes. I did talk to many internal medicine doctors and they know nothing about this. Any way this simple massage do miracle work.

 3. Harnish Jani માર્ચ 31, 2010 પર 9:57 એ એમ (am)

  અમેરિકામાં આજે પચાસ વરસે તમે આંબોઇ જેવો શબ્દ યાદ કરાવ્યો. વાહ.

 4. pragnajuvyas માર્ચ 31, 2010 પર 10:13 એ એમ (am)

  હવે અહીં પણ આ બધું સ્વીકારાય છે…
  ઘણા હેલ્થના પ્રોગ્રામમા નેતી પોટ બતાવાય છે
  અને તેનો સફળતાપૂર્વક ઊપયોગ કરાય છે…

  પિચોટી-અંબોઈને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે તપાસવી તે પણ સંશોધન થયું છે

 5. Chirag માર્ચ 31, 2010 પર 10:34 એ એમ (am)

  આ પ્રયોગ વીશે મારા પપ્પાએ મને જણાવ્યુ હતુ. જો અમ્બોઈ ખસી ગઈ હોય તો એ માપવા માટેનો એક નુસખો પણ છે. આપણા બન્ને સ્તનાગ્ર (પુરુષોને પણ હોય જ છે) અને નાભી વચ્ચે જો સરખુ અંતર ના હોય તો સમજવુ કે અમ્બોઈ બરાબર નથી. તમે જણાવ્યો એ પ્રયોગ છે અને બીજો થોડો સહેલો પ્રયોગ છે જેમા શવાસનમાં સુઈ જવાનું. અને કોઈ સુનારના ઘુંટણ પર પોતાનો પગ મુકે વારાફરતી બન્ને પગના અંગુઠા સહેજ દબાણથી ઉપર તરફ ખેંચે. તથા બન્ને હથેળીમાં સુર્યકેન્દ્ર (મધ્યભાગ) પર હળવું દબાણ 5-10 સેકંડ આપે. આ સમગ્ર ક્રીયા 5-7 વાર કરવાથી બન્ને સ્તનાગ્રથી નાભીનું અંતર સમાન થઈ જશે અને અમ્બોઈ પણ ઠીક થઈ ગઈ હશે.

 6. B.G.Jhaveri માર્ચ 31, 2010 પર 1:44 પી એમ(pm)

  When I was small boy,I have seen , exactly same treatment by our family Vaidya,what shri Chirag has narrated.

 7. Patel Popatbhai માર્ચ 31, 2010 પર 7:57 પી એમ(pm)

  મા. શ્રી જાનીસાહેબ

  મારાં આજીમા ( નાની ) બરાબર આ પ્રમાણે જ ગામમાં સેવા આપતાં હાતાં. એમની યાદ દેવડાવવી તમે !!

 8. hanif એપ્રિલ 1, 2010 પર 4:11 એ એમ (am)

  જાનીસાહેબ, આપે જણાવેલ નુસખો હાલ ના સમય મા પણ મારા બાપુજી અજમાવે છે,

 9. rajeshri panchal એપ્રિલ 1, 2010 પર 6:19 એ એમ (am)

  ape janavel upay hal ma pan ame ajmavia chhiye
  thanks

 10. Dr. Chandravadan Mistry એપ્રિલ 1, 2010 પર 6:32 પી એમ(pm)

  AMBHOY…..VAYU THATHU CHHE….Etc are real terms of our HOME TERMS for the CLINICAL SITUATIONS…..and the there are effective TREATMENTS too….Modern Science.Medicine has to explore these & find out how they are beneficial to Humans !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Please DO visit Chandrapukar for Posts on HEALTH !

 11. Pingback: અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક | ગદ્યસુર

 12. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો | ગદ્યસુર

 13. Jagdish M Bhatt એપ્રિલ 3, 2012 પર 3:11 એ એમ (am)

  મારે મારી વારંવાર બદલતી કામગીરી ને લીધે આ સમસ્યા વારંવાર થાય છે…જેથી મેં જાતે સાજા થવા માટે બજાર માં થી પીતળ નો ભરવાડી લોટો પણ લીધો…અને પેલો બોમ્બ જેવો દીવો પણ બનાવ્યો…પણ તેની અસર થયેલ નહિ…આજે જ્યારે આ બ્લોગ માં થી આ ઉપચાર ની સાચી પદ્ધતિ જાણી તે પ્રમાણે અજમાવી ને સાજો થાઉં તેવી આશા રાખું છું….હું જયારે જયારે આ સમસ્યા નો ભોગ બન્યો ત્યારે એલોપેથિક ડોક્ટરો એ મરડા ની,ફૂડ પોઈઝનીંગ ની દવા ઓ આપી..છેલ્લે છેલ્લે તો આતરડા માં સોજો હોવા નું જણાવી તેની પણ ટીકડીઓ આપી…પણ પરિણામ હજુ શૂન્ય જ છે. પેટ ભારે ભારે લાગે, ઝાડો બરાબર સાફ આવે નહિ,મન બેચેન રહે,હાથ,પગ,ડોક ના સ્નાયુ ઓ માં દુખાવો રહે.આજે શહેર ની આધુનિક મહિલા ઓ આવા ઉપચાર ને કંટાળા જનક તેમજ મૂર્ખતા ભર્યો ગણી ..આ પ્રકાર ની સેવા ચાકરી થી દુર રહે છે ..ત્યારે વર્ષો પહેલા આવી સમસ્યા વેળા એ “દાદી” ના બરછટ હાથો માં રહેલા કોમળ સેવા ભાવ ની યાદ આવતા આંખો માંથી …ધીમે ધીમે આંસુ ટપકી ..આવા વિસરાય રહેલા ડોશી વૈદા નું મહત્વ યાદ દેવડાવે છે.

 14. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 15. Chintan Gandhi ઓક્ટોબર 17, 2014 પર 11:46 પી એમ(pm)

  Thank god finally i found article about “Amboi”, Thank you soo much for article its very helpful..I have few questions, What is Amboi called in English? I leave in Canada and my wife has lot problem of Amboi, and i don’t know how to do that and some times it is so terrible and so painful that one cannot handle the pain. At that time how should i handle these? and what should say to doctors in Canada i mean how can i make then understand, and doctors don’t believe in Amboi. !!
  In India everybody know these (about Amboi) and it was not so bad to get these kind of household treatment but my situation in Canada is so bad.
  Please advise karo k hu su karu ane article ma bataviya mujab Amboi no bijo kaso upai kharo? is there any other alternative treatment besides shown in article( or besides household treatment)

  Please advise karjo.

  Thank you article.
  Chintan Gandhi

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: