સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી પગ – એક અવલોકન

ઘણા વખત પછી, ફરી અવલોકનના ચાળે! આ કોઈના નાજૂક અને ઘાટીલા પગનું વર્ણન નથી!

તરવા ગયો હતો ત્યાં બાજુમાં ચાલવાના કોરીડોરમાં, બેસવાના એક  બાંકડાને અઢેલીને બે પગ ઊભા હતા. ખાલી પગ જ, ઊપરનું શરીર નહીં. એના નીચલા ભાગે બે બૂટ પણ પહેરાવ્યા હતા. આમ તો એને પગ ન કહેવાય. એ લાંબા બૂટ જ હતા. તરત ખ્યાલ આવી ગયો કે, આ કોઈ હેન્ડીકેપ માણસને પહેરવાના બૂટ હતા. સ્વીમીંગ પુલમાં નજર નાંખી તો, પચાસેક વરસની ઉમ્મરનો, એક ભરાવદાર પુરુષ તરી રહ્યો હતો. એના બન્ને પગ ઘુંટણ અને એડીની અધવચથી કપાયેલા હતા.

હવે તો મારી નજર એ માણસ પર જ રહી. એ સતત તર્યા કરતો હતો. મારે તો એક લેપ તરી, પાછા આવી, બે ઘડી આરામ લેવો પડે છે. પણ એ માણસને તો થાક જેવું નામ જ ન હતું. મારા નિત્યક્રમ પ્રમાણે બે લેપ અને અડધા પુલ જેટલી લંબાઈમાં પાણીની નીચે ડુબકી મારીને,  હું તો ગરમ પાણીના જેકુઝીમાં શેકાવા પડ્યો. પણ નજર તો ઓલ્યાની ઊપર જ.

મારું જેકુઝી પણ પતી ગયું. પણ તે મહાશય તો સતત તર્યા જ કરતા હતા. પચાસેક પૂરા લેપ  (આવતા જતા થઈને ) તે તર્યો હશે.

અપંગની પ્રતિભા.

ભલે પગ કપાયા; પણ હાથ તો છે ને? સાજાસમા, હટ્ટા કટ્ટા જુવાનને શરમાવે તેવો એનો જુસ્સો અને તાકાત હતાં.

આપણે આપણી નાની નાની વ્યથાઓને પહાડ જેવી બનાવવા ટેવાયેલા હોઈએ છીએ. સહેજ તકલીફ ઊભી થાય અને આપણું ચિત્ત ખોટકાઈ જાય. એવે સમે આવા જણને ચિત્તમાં યાદ  રાખીએ તો?

એક વિચાર તરત મનમાં ઝબકી ગયો

“મારી પાસે સારા બૂટ ન હતા;
તે દુખ ઓગળી ગયું:
જ્યારે મારી નજર
મારા પાડોશી પર પડી;
જેને પગ જ ન હતા.“

21 responses to “ખાલી પગ – એક અવલોકન

 1. Dr. Chandravadan Mistry એપ્રિલ 2, 2010 પર 10:07 એ એમ (am)

  A very nice Avlokan….Let us enjoy our Life in all given circumstances (and not to lement on “what we do not have”…..and, make the BEST of what we have)
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai…It is nice reading your Emails !

 2. pragnajuvyas એપ્રિલ 2, 2010 પર 11:52 એ એમ (am)

  પગ એ પંચમ પ અને ત્રીજો સૂર ગ-થી બત્ન્યો
  તે ચાલતા રહે તો મગજના બન્ને ભાગ-લાગણી પ્રેમ અને તર્ક નું બેલન્સ થઈ ત્રીજી આંખ ખૂલે
  અને સ્ત્રી સૌંદર્યના ચિત્રકારો પોપલીટીયલ ભાગ પર આ ફ રિ ન

  Popliteal refers to anatomical structures located in the back of the knee:

 3. jagadishchristian એપ્રિલ 2, 2010 પર 9:25 પી એમ(pm)

  સ્નેહી શ્રી. સુરેશભાઈ મથાળું વાંચીને પાકીઝા ફિલ્મનો ખૂબ ખ્યાતિ પામેલો સંવાદ યાદ આવી ગયો “આપકે પાંવ દેખેં બહોત હસીન હૈ….” અને કુતૂહલપૂર્વક ક્લિક કર્યું તો પહેલી લીટીમાં જ તમે ફોડ પાડી દીધો કે ખોટી ધારણા હતી. મજાક બાજુ પર રાખીએ અને મુદ્દાની વાત કરીએ તો આ અવલોકન એક વાત સમજાવે છે કે ના હોવું એ અંત નથી પણ જે છે એનો મહત્તમ ઉપયોગ કરી સફળતા હાંસલ કરી શકાય છે. તમારી ટૂંકી કવિતા ગમી.

 4. અક્ષયપાત્ર એપ્રિલ 4, 2010 પર 6:25 એ એમ (am)

  ગાડી પાટેથી ઉતરી ગઈ હોય તો પાછી પાટે ચઢી જાય એવા આપના અવલોકનો વાંચીને આનંદ થાય છે. મારે પણ તરતા શીખવુ છે. ક્લોરીનવાળુ અને શરીરોના ધોવાણવાળુ પાણી મોઢામાં જવાની બીકે શરૂઆત જ નથી થતી. આવા ડર જ જીવનસાગરમાં તરતાં પણ નથી શીખવા દેતા ને? ડૂબી જવાના ડર કરતાં ય આવી સૂગને કારણે કેટલોક આનંદ ગુમાવવો પડે છે.

  • સુરેશ જાની એપ્રિલ 5, 2010 પર 2:37 એ એમ (am)

   તમારી જાણ સારૂ – આવા જ વહેમના કારણે મારી પત્ની કદી જિમમાં જવાનું તો શું , પણ ઘરમાં પણ કસરત કરવાનો વિચાર કરતી ન હતી.
   છેલ્લા એક મહિનાથી મારા જિમમાં તે પણ દાખલ થઈ ગઈ છે. અને હું તો અઠવાડીયે ત્રણેક દિવસ માંડ જતો હતો. તેને એક પણ દિવસ હજુ પડ્યો નથી !!
   અભિગમ બદલાય તો નવી દિશાઓ ખુલી શકતી હોય છે.
   આપણી માન્યતા છે કે, ચાર દિશાઓ અને ચાર ખૂણા માત્ર જ છે. હકિકતમાં 360 અંશમાં બધા ખૂણા જૂદી જૂદી દિશા હોય છે ! અરે 1 અંશ અને 2 અંશની વચ્ચે પણ અસંખ્ય દિશાઓ હોય છે! આપણે જે દિશામાં ચાલવા માંડીએ તે આપણને નવા જ મૂકામે લઈ જતી હોય છે.
   અને મુક્ત ગગનના પંખી બનીએ તો?

 5. અક્ષયપાત્ર એપ્રિલ 5, 2010 પર 9:39 એ એમ (am)

  મુક્ત ગગનનું પંખી પણ ઘવાયેલ હોય ત્યારે ખૂલ્લી દિશાઓ દેખાય તો પણ ઊડી શકે નહી. ઘા તો પડતા જ રહેવાના અને રૂઝાતા પણ રહેવાના એ સહેવાની હિંમત માટે જે ત્યાગ અને સહન શક્તિ જોઈએ તે કેળવવી પણ બહુ અઘરી નથી. પરંતુ અલગ અલગ દીશાઓમાં ફંટાયેલા આપણા મન આપણને કુંટુંબ અને મિત્રોથી વિમુખ કરી દે અથવા તો તેઓ આપણાથી વિમુખ થઈ જાય પછીનો એકલપંથી પ્રવાસ આરંભીએ ત્યારે જ આપણી અંદરના વિશ્વ અને બહારના વિશ્વનો વિરોધાભાસ ઓગળી જાય છે અને એક નવી યાત્રા શરૂ થાય છે જેનો મુકામ જ નથી જીવન અને મૃત્યુ જ્યાં શ્વાસ થકી જોડાય છે એવી આ પળને જીવી જાણીએ એટલી જ વાત રહે એટલે આપના સૂત્ર પ્રમાણે “live this moment powerfully” એટલી જ વાત રહે. મને લાગે છે કે બધાનો પ્રયત્ન તો એ જ હોય છે ફક્ત દિશાઓ જ અલગ હોય છે. એટલે જ તો માનવ વિશ્વ જટિલ છે ને? અન્ય જીવોની સરખામણીએ કુદરતને એટલે જ તો આપણે સૌથી વધુ વિક્ષેપ કરીએ છીએ.

 6. nalini એપ્રિલ 7, 2010 પર 8:39 એ એમ (am)

  Aapnu avalokan khoobaj gamyu. This proves “if there is a will there is a way” other wise naach na jaane aangan tedha.

 7. Ullas Oza એપ્રિલ 7, 2010 પર 8:45 એ એમ (am)

  સુંદર અવલોકન.
  ઍવુ કહેવાય છે કે ભગવાન જ્યારે ઍક દ્વાર બંધ કરે છે ત્યારે ખૂટતી શક્તિ બીજા અંગોમા આપે છે.
  Dance India Dance I ના audition મા આવેલ કમલેશ પટેલ યાદ આવી ગયા. તેમણે જે રીતે dance કર્યો તે જોઈને મોટા ભાગના લોકોની આંખમા આંસુ આવી ગયા. તેમણે કહ્યુ કે વિકલાંગતા કોઈ અભિશાપ નથી. માણસ ધારે તો કંઇ પણ કરી શકે છે.
  A will will find a way !

 8. Mukund Joshi એપ્રિલ 7, 2010 પર 9:35 એ એમ (am)

  “પંગુ લંગયતે ગિરિ” એ કેવી રીતે એ સુરેશભાઇ, તમારુ અવલોકન સ્પષ્ટ કરે છે. ઈશ્વરના આશિર્વાદ અને મનની હામ માનવીને “હું શુ કરી શકુ ?” ની હતાશામાંથી ” હું શુ ન કરી શકુ !” ના જોમ ભણી વાળે છે.

 9. neetakotecha એપ્રિલ 7, 2010 પર 10:48 એ એમ (am)

  અભિગમ બદલાય તો નવી દિશાઓ ખુલી શકતી હોય છે.

  ઈશ્વરના આશિર્વાદ અને મનની હામ માનવીને “હું શુ કરી શકુ ?” ની હતાશામાંથી ” હું શુ ન કરી શકુ !” ના જોમ ભણી વાળે છે.

  khub sachchi vat kahi badhi..pan aa be vat khuub j gami…thanksss dadaji..yuvano vadilo ne sambhade e sambhadiyu hatu..pan tame badha vadilo nakhay gayela yuvano ne rasto batavo cho…sastanag pranam che tamne badhane..

 10. rajeshri panchal એપ્રિલ 7, 2010 પર 11:39 એ એમ (am)

  thanks, to send “avalokan” very nice ilike it.

 11. Friend એપ્રિલ 7, 2010 પર 4:18 પી એમ(pm)

  A very nice observation. It reminded “Hellen Keller” , “Sudha Chandran – Nache Mayuri Fame”,
  Ravindra Jain”, “Ashtavakra” etc..
  One has to remember : Such people never want pity, they they just appreciate true love.

 12. vinod desai એપ્રિલ 8, 2010 પર 6:57 એ એમ (am)

  Real inspiring ‘avalokan’.
  glad 2 know that u go for a swim.
  Vinod

 13. Arpan Bhatt એપ્રિલ 9, 2010 પર 2:12 એ એમ (am)

  Respected Sureshbhai,
  Its really a very inspiring story, all of us are also not directly but we can say indirectly facing more or less different type of problems / situations but we have never give up. we determine to do something concrete.
  ….
  Regards…………
  Ab

 14. urvi padhiar એપ્રિલ 10, 2010 પર 9:58 એ એમ (am)

  motivating and inspiring artical. we must have courage and spirit to fight against situation

 15. dhavalrajgeera એપ્રિલ 10, 2010 પર 9:05 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  I put this vidio in the blog i wish to put here for surfers to watch.

  DO watch this video – a lesson for us all!

  This video made me weep!!!

  http://www.maniacworld.com/are-you-going-to-finish-strong.html

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 16. પટેલ પોપટભાઈ એપ્રિલ 18, 2010 પર 8:36 પી એમ(pm)

  પ્રતિ શ્રી જાનીસાહેબ

  આપ સૌના બ્લોગ વાંચતો હતો, બીજા બધાં કામ સાથે ઇન્ટરનેટ પણ બે દિવસ માટે બગડ્યું હતું.

  અવલોકન ઉપરના ત્રણે લેખ વાંચ્યા, ત્રણે લેખ મૌલિક છે. લેખ ઉપર મારો અભિપ્રાય આપવા પહેલાં.મેં સૌના વિચાર પૂર્વક આપેલા અભિપ્રયો વાંચ્યા. આનંદ થયો.

  મારી વાત કરું તો બચપનમાં ભણ્યો હતો તે પાઠ અને ભણાવનાર શિક્ષક પૂજ્ય શ્રી નમાભાઈ યાદ આવ્યા.

  “અવલોકન” – એક ઊંટ હતું. એક પગે ખોડૂં, એક આંખે કાણું અને જમણી બાજુનો દાંત પણ પડી ગયેલો હતો. જ્યારે તમે એટલું સારું અવલોકન કરો છો આ પાઠ કે એના જેવો બીજો કોઈ પાઠ તમે ના ભણ્યા હોય એવું માનવાનું કારણ મને મળતું નથી.

  પહેલાં અવલોકનના લેખમાંથી એક વાત સમજવા મળી, જે આપણી પાસે નથી એનો વિચાર કરવાનો છોડી જે છે એનો સ્વમાન-સ્વાભિમાન પૂર્વક સર્વોત્તમ ઉપ્યોગ કેવી રીતે કરી શકાય એ આવા હીરાઓ પાસે શિખવા મળે. જેને શિખવું હોય તેને.

  પટેલ પોપટભાઈ

 17. પટેલ પોપટભાઈ એપ્રિલ 18, 2010 પર 8:48 પી એમ(pm)

  Manniy Jani Saheb

  Dr. Rajendrabhai Trivedini comment man darshaavel FILM achaanak hamnaa J joi – kem BHULAY !!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: