સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હીટર પર પથરા – એક અવલોકન

અમારા જિમમાં ડ્રાય સોના છે; તેમાં એક ઈલેક્ટ્રિક હીટર રાખેલું છે. એની ઉપર પથરા મૂકેલા છે. રોજ મારી નજર એના ઉપર અચૂક પડે. આવા સરસ સાધન ઉપર આવા કદરૂપા પથરા શીદ મૂક્યા હશે?

વિચારતાં એમ લાગ્યું કે, પથરા ગરમી ભેગી કરી રાખે, એ માટે એમને ત્યાં રાખ્યા હશે. એમાં સંચિત ગરમીને કારણે રૂમનું તાપમાન જાળવી રાખનાર થર્મોસ્ટેટ ઓછી વાર ઓન/ ઓફ થતું હશે.

આપણા જૂના રિવાજ પ્રમાણે ઘરમાં અનાજની કોઠીઓ કે પીપ રાખવામાં આવતાં  હતાં. અન્નનો સંચય કરવા માટે. આખું વરસ એ અનાજ ચાલે.

ઓલ્યા પથરા ત્યાં કદરૂપા લાગતા હતા. આપણી સંચિત લક્ષ્મી આપણને કેમ વહાલી લાગે છે?

ભવિષ્યનો ખ્યાલ રાખી, ઘણી બધી મતા ભેગી કરવાનો મૂળભૂત માનવ સ્વભાવ!

2 responses to “હીટર પર પથરા – એક અવલોકન

 1. pragnaju એપ્રિલ 3, 2010 પર 8:10 એ એમ (am)

  “પથરા ત્યાં કદરૂપા લાગતા…”
  વિ ચા ર
  અભણ સ્ત્રીએ પથ્થર પર કંકુ-હળદર વડે નિશાન કર્યું અને પૂજા પૂરી થઈ પછી સૌ મજૂરો કામે લાગી ગયા. પત્રકારે એ અભણ સ્ત્રીને પૂજા કરવાનું કારણ પૂછ્યું. ગામઠી મરાઠીમાં એ સ્ત્રીએ જવાબમાં કહ્યું : ‘આ પથરા અમારે મન કેવળ પથરા નથી. એ પથરા તો દેવત્વથી ભરેલા છે. એ પથરા તો અમારું ઉદરભરણ કરનારા છે. એ જ પથરાને કારણે રસ્તા પર વાહનો સડસડાટ દોડી શકે છે.’

  એ પત્રકાર કહે છે કે : ‘આપણે જે કંઈ કામ કરીએ તેને દિવ્યતાથી અને સામાજિકતાથી વિખૂટું કેમ પાડી દઈએ છીએ ?’

  માણસ ગમે તે થઈ શકે, ઈશ્વર ન થઈ શકે
  ક્યારેય એના નામથી પથરા તરે નહીં !
  મહેશ ?

 2. neetakotecha એપ્રિલ 7, 2010 પર 10:41 એ એમ (am)

  mara gar ma aaje pan pital ni kothi ane pital na top che..kothi upyog ma laiye pan topiya emnem padya che..pan kadhta jiv nathi chaltu karan sasraji e lidha hata to ek yad che emni…pahela ni vastu o ma vajan hatu badhi rite jem ke vajan pan vadhare aaj ni tarikh ma pital vechva jaiye to 200 rs kg vechay che..ane aaje badhu plastik athva vaprine feki deva jevu..jamano badlano che pan loko samajta nathi…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: