સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જેકુઝીમાં પ્રવાહ – એક અવલોકન

અમારા જિમમાં લંબચોરસ આકારનું જેકુઝી (સ્પા) છે; તેમાં એક બાજુએ ઉતરવા માટે પગથીયાં છે. બાકીની ત્રણ બાજુએ બેસવાના ઓટલા છે. ઓટલાની સહેજ ઉપર દબાણવાળી હવા ફૂંકતાં અને નીચેની બાજુએ ગરમ પાણી અંદર લાવતાં કાણાં છે. પગથીયાં બાજુએ કોઈ કાણાં નથી.

સપાટી પર ફીણ પેદા કરવા સાબુ જેવું થોડુંક પ્રવાહી   રેડવામાં આવે છે. ઓટલા પર બેસી, આ ફીણ પર નજર કરીએ તો; બધા ખળભળાટ વચ્ચેય ફીણ ધીમા પણ સ્પષ્ટ વેગે પગથીયાં તરફ ગતિ કરતું જણાય છે. જો પગથીયાં બાજુએથી પણ હવા અને પાણી અંદર આવતાં હોત, તો કદાચ સામસામાં બળોના હિસાબે કોઈ સ્પષ્ટ દિશામાં પ્રવાહ વહેતો ન હોત.  માત્ર ખળભળાટ જ હોત.

હવા ફેંકવાની સિસ્ટમમાં ટાઈમર વાળી એક સ્વિચ આપેલી છે. અડધા કલાક  પછી, હવા ફેંકાતી બંધ થઈ જાય છે; અને તરત સપાટી સ્થિર બની જાય છે. સપાટી પર કોઈ પ્રવાહ હવે રહેતો નથી.

આ પ્રવાહની ગતિ અને દિશા સ્પાની સંરચનાને આભારી છે. એમાં થોડોક ફરક કરીએ; એક બાજુના એકાદ પાઈપ  પર દાટો લગાવી દઈએ; તો પ્રવાહમાં ફરક થઈ જાય. એક આખી બાજુથી આવતું પાણી કે હવા બંધ થઈ જાય તો પ્રવાહ સામેની બાજુથી તે બાજુએ વહેવા લાગે.

જીવન અને સમાજમાં  અનેક પરિબળોને કારણે, જાતજાતના પ્રવાહો, રૂઢિઓ, રિવાજો, માન્યતાઓ, વિશ્વાસો, પૂર્વગ્રહો  જન્મ લેતાં હોય છે. આપણને એ સ્થાયી થઈ ગયેલાં લાગતાં હોય છે. પણ સમયના વહેણ સાથે તે અચૂક બદલાતાં હોય છે. આપણે એમને સામ્પ્રત કહીએ છીએ. પણ એ સંધાંય પરિવર્તનશીલ હોય છે. એ જેકુઝીના પ્રવાહની જેમ જડ નથી હોતાં.

આપણા પોતાના જીવનમાં પ્રવાહના કેટકેટલા બદલાવ આપણે જોયાં હોય છે? આપણે બાળક કે યુવાન હતાં તેવાં હવે નથી રહ્યાં. આપણા વિચાર, વાણી, વર્તન, ચાલ બધું બદલાતું રહે છે.

અરે આ છેલ્લા ચાર વરસમાં જ હું વાચક, કવિતા ટાઈપ કરીને કે કોપી/ પેસ્ટ કરીને પોસ્ટ બનાવતો બ્લોગર, ગાંડાં ઘેલાં કવિતડાં બનાવતો નવોદિત કવિ, ઊટપટાંગ ગદ્ય, વાર્તા કે લાંબી લચક નવલકથા લખતો નવો નિશાળીયો, જોકર, ઊંઝા પ્રચારક, હોબી પ્રેમી નાદાન બુઢ્ઢો બાળક રહી ચૂક્યો છું. અંગ્રેજી લખાણ પર પણ હાથ અજમાવી જોયો છે. હવે કોઈક બીજા જ પ્રવાહમાં ખેંચાઈ રહ્યો છું. કાલે વળી બીજું કશુંક જૂદું જ હશે!

અને એટલે જ તો માનવજીવન વિવિધતા વાળું બને છે ને? જેકુઝીના ઓલ્યા પ્રવાહની જેમ એકધારું નહીં?

જેકુઝીમાં બીજાં અવલોકનો :   –  1  – :   –  2  – :  –  3  – :  –  4  – :   –  5  – :  –  6  –

Advertisements

3 responses to “જેકુઝીમાં પ્રવાહ – એક અવલોકન

 1. pragnaju એપ્રિલ 7, 2010 પર 8:43 એ એમ (am)

  ‘નીચેની બાજુએ ગરમ પાણી’
  સાથે પીતા જાવ
  ગરમ પાણીને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો તેમાં રહેલા અનેક ઔષધિય ગુણોના કારણે શરીરને ફાયદો થાય છે. જ્યારે પાણીને ઉકાળવામાં આવે ત્યારે અમુક સમય પછી તેમાં ઉભરો આવવાનો બંધ થઇ જાય છે અને તેમાં અડધું જ પાણી બચે છે.આ પાણીને ઉષ્ણોદક કહે છે. ગરમ પાણી અન્ય ઠંડા પાણી કરતાં કે ગરમ કરી ઠંડા કરેલા પાણી કરતાં પચવામાં ભારે હલકું છે અને તે અન્ય પાણી કરતા વધારે ઝડપથી પચી જાય છે.

 2. neetakotecha એપ્રિલ 7, 2010 પર 10:43 એ એમ (am)

  badlav khub jaruri che jivan ma..jo jamana sathe n badlaiye to khabochiya ma padela pani jeva thai jaiye,,ane dadaji tame to amari mate ek udaharan cho ke thakvu nahi ..loko bole enathi thakvu nahi ghabhravu nahi aapde aapdu kam karta rahevu…tame gr888 cho…

 3. Ramesh Patel એપ્રિલ 7, 2010 પર 10:34 પી એમ(pm)

  હવે કોઈક બીજા જ પ્રવાહમાં ખેંચાઈ રહ્યો છું. કાલે વળી બીજું કશુંક જૂદું જ હશે!

  Good example and a wise thought.

  Nice and perfect observation.Enjoyed.

  ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: