સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કાઉન્ટર – એક અવલોકન

અમારી પાસે એક મિકેનિકલ કાઉન્ટર છે. આમ તો બાળકોને રમત રમાડવા માટે એ વપરાય છે. એક સ્વિચ દબાવીએ; એટલે એક આંકડો વધે. એકમાંથી બે, ત્રણ, ચાર પાંચ, છ … એમ.

નવમી વાર સ્વિચ દબાય એટલે ફરી શૂન્ય આવી જાય; અને દસકામાં શૂન્યના સ્થાને એક.  આવા  દસકે દસકે, દસકાનો આંક વધતો જાય. પછી શતકનો અને પછી હજારનો. બસ એમ જ કાઉન્ટર થડકારા લેતું આગળ ચાલ્યું જાય. 9999 નો આંક અને આખો ખેલ સમાપ્ત. ફરી એકડે એકથી નવી શરૂઆત. પણ દરેક આંકડો બદલાતા પહેલાં એ ટકટકીયાની ટક ટક તો ખરી જ !

લે કર વાત. એ તો એમ જ હોય ને? એમાં શી નવી વાત કરી?

મારાં અવલોકનોથી માહેર વાચક આગળના  પેરા નહીં વાંચે, તો ચાલશે!

પણ ……

આ અવળચંડા અવલોકનકારની આંખ આગળ, આખાયે આયખાનું અવલોકન  ઊભું થઈ ગયું.

( જોઈ લ્યો આ ‘અ’ ની જુગલબંધી ! )

જીવનનો પ્રવાહ રાબેતા મૂજબ એક એક પગથિયે, એક્ધારી રફ્તારથી આગળ વધતો રહે. એક અવસ્થા બદલાય અને બીજી નવી શરૂ થાય. બાળમંદિરનો પહેલો દિવસ અને રડવાનું. પ્રાથમિક શાળાનો પહેલો દિવસ અને નવા ભુલકાંઓ તરફ કુતૂહલભરી નજર.  માધ્યમિક શાળામાં ડગલું ભર્યું અને જૂનાં મિત્રો છોડી, નવી મિત્રતાઓ બાંધવાની.

મધુરજનીની રાત્રે કદી ન અનુભવેલી, જિંદગીભર ટકનારી સુંવાળી સાહ્યબી અને ગરમા ગરમ શ્વાસનો  ઉષ્માસભર સાથ. તો પહેલા નવાગંતુકની સાથે જ  કિલકારીઓ અને રોકકળનો કલશોર અને ભીનાં પોતીયાં અને પા પા પગલી કરાવવાની જળોજથા. એમને ભણાવવાના અને ગણાવવાના અને પરણાવવાના અને છેવટે એ દિલના ટુકડાથી છૂટા પડવાનું.

ખુરશી પર ચઢવાનું અને ઊતરવાનું અને ખુરશી બદલવાની, તાળીઓના ગડગડાટથી હરખાવાનું અને પથ્થરોના મારથી ભાગવાનું.

અને આમને આમ આ માણસ ગલઢોય થઈ ગયો. પાંચ દાંત પડી ગયેલો, લથડેલ ચાલ વાળો, બાંકડે બેસી ગોઠડી કરતો, કરચલીઓથી ભરપૂર ચામડીવાળો, ચકચકાટ તાલવાળો, પણ દિલનો દિલદાર, નવો ડોસો મિત્ર!

ટક…ટક…ટક… ટક…  કાઉંન્ટરનો ટકટકારો સતત સાંભળ્યા જ કરવાનો. દસકા ઊમેરાતા જાય અને નવા પ્રકરણમાં નવેસરથી એકડો ઘૂંટવાનો.

અને કાલે ડાઘુઓની કાંધે, નનામી પરેય પોઢી જાશું

કાઉન્ટરની લીલા સમાપ્ત.

કોઈ રીસેટ કરી આપે તો.. આંકડા બધા શૂન્ય કરી આપે તો …. આખો ખેલ નવેસરથી!

અને ખ્રિસ્તી કે મુસલમાન હો તો? કયામતના કે  ચુકાદાના  દિન ( Day of Judgement) સુધી કાઉન્ટર ખોટકાયેલું  પડી રહે.

પણ એ કાઉન્ટર હાથમાં હોય ત્યાં સુધી?

ટક…ટક…ટક… ટક…

કે

લબ.. ડબ..લબ.. ડબ..લબ.. ડબ..લબ.. ડબ..

ચાલુ જ ચાલુ.

———————————————————————————————-

આપણી સૌની નિયતીના આ ખેલનાં આવાં જ બીજાં અવલોકનો  :    સુડોકુ : પાનખર : શાળા છુટવાના સમયે

18 responses to “કાઉન્ટર – એક અવલોકન

 1. dhavalrajgeera એપ્રિલ 10, 2010 પર 9:55 એ એમ (am)

  પણ એ કાઉન્ટર હાથમાં હોય ત્યાં સુધી?

  ટક…ટક…ટક… ટક…કે લબ.. ડબ..લબ.. ડબ..

  ચાલુ જ ચાલુ.

  मानते रहे ये है काउन्टर हमारे हाथ है!
  मगर इस अज्ञान अवास्था मे जीवन पुर्ण हो जायेगा..
  टीक टीक ….टीक टीक चलता रहेगा,
  ह्रदय भी लब डब …लब डब करता रहेगा.
  ब्रेनके शुन्य फ्लॅट वेव होने पहले गाले ….
  मेरी नाड तुम्हारे हाथ हरी सवार रे रे.

  Rajendra M. Trivedi, M.D.
  http://www.bpaindia.org

 2. Deejay એપ્રિલ 10, 2010 પર 11:04 એ એમ (am)

  Dear Sureshbhai,
  Very nice.That is the Life we enjoyed and we have to enjoye till our booking date! Is it not?

 3. atulvyas એપ્રિલ 10, 2010 પર 11:42 એ એમ (am)

  સુરેશભાઈ
  તમારા લખાણો બહુ સારા હોયછે
  અમને ગમેછે
  અતુલ અને કુસુમ

 4. અક્ષયપાત્ર એપ્રિલ 10, 2010 પર 1:11 પી એમ(pm)

  ટકટક બંધ થાય થાય તેવો કોઈ ઉપાય ખરો? ભલે પછી આંકડા ફરે કે ન ફરે.

 5. Ullas Oza એપ્રિલ 11, 2010 પર 7:00 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ, સુંદર અવલોકન.
  ટક ટક અને કટ કટ જીવનનુ અવિભાજીત અંગ છે. ટક ટક અને કટ કટ વગરનુ જીવન ખાલીપો દર્શાવે છે.
  આ જિંદગીના દરિયાનુ કાઉંટર ઉપરવાળાના હાથમા છે. કોનુ કાઉંટર ક્યાં સુધી ચાલશે અને ક્યારે ખોટકાઈ જશે તેની ચિંતા કર્યા વગર દરેકે પોતાનુ કર્તવ્ય કરતા રહેવાનુ.

 6. nilam doshi એપ્રિલ 11, 2010 પર 9:20 એ એમ (am)

  નાની નાની વાત પરથી જીવનનું હાર્દ પકડવાની આદત બીજું કંઇ આપે કે ન આપે..પણ પોતાની ચેતનાને અને જીવન પ્રત્યેના રસને અક્ષત જરૂર રાખે છે.

  અને આ કંઇ જેવો તેવો લાભ નથી જ…

 7. A.V.John એપ્રિલ 11, 2010 પર 7:06 પી એમ(pm)

  Man made counter may be mechanical/electronics
  has limitations but the creator of life counter is almighty and can feel the tak tak of counter as reset keys are with him even our life on earth come to end

 8. pragnaju એપ્રિલ 12, 2010 પર 4:26 એ એમ (am)

  ‘ડબ..લબ.. ડબ…’
  કાલજો મુંહ કાની આયો,
  ડબ-ડબ આઁખઙિયાં પથર ગઈ |
  ઉન્મત સી ભાજી મહલાં મેં,
  ફિર બીચ ઝરોખા …..
  ———————————
  લબ.
  ખૂબસૂરત હૈ વો લબ જિન પર
  દૂસરોં કે લિએ એક દુઆ હૈ

 9. Sharad Shah એપ્રિલ 13, 2010 પર 2:11 એ એમ (am)

  મારા ગુરુ એક કહાની કહેતા.
  સુફી સંત રાબિયા સંધ્યા ટાણે, પોતાની ઝૂંપડી બહાર, બત્તીના થાંભલા હેઠળ કાંઇક શોધી રહ્યા હતાં. થોડીવારમા પાશપડોશી ભેગા થઈ ગયા, અને રાબિયાને પૂછ્યું, ” શું ખોવાણું છે, જે શોધો છો?” રાબિયાએ કહ્યું,” મારી સોય ખોવાણી છે”. પડોશીઓ મદદ હેતુ રાબિયાની સાથે સાથે ખોવાયેલી સોય શોધવામા લાગી ગયા. ખાસ્સી જધામણ કર્યા પછી પણ સોય મળી નહી, જેથી એકે પૂછ્યું,”સોય ક્યાં પડી ગઇ છે?” રાબિયાએ કહ્યું,” ઘરમાં પડી ગઇ છે.” “તો પછી અહીં બહાર કેમ શોધો છો?” એક સજ્જને પૂછ્યું. રાબિયાએ કહ્યું,” ઘરમાં અંધારું છે, જ્યારે અહિં બહાર અજવાળું છે.” બધા પડોશીઓ રાબિયાની મૂર્ખતાપર હસતા હસતા છુટા પડ્યા.
  રાબિયાની મૂર્ખતાતો આપણને દેખાય છે, પણ આપણી મૂર્ખતા આપણને દેખાતી નથી. આપણી પણ શાંતિ અને આનંદ ખોવાઈ ગયા છે. ખોવાઈ ગયા છે ભિતરમાં અને આપણે શોધીએ છીએ બહાર. બહાર પૈસામા કે પદ મા, સ્ત્રીમા કે સત્તામા, પણ બધી ખોજ બધા અવલોકનો બધી યાત્રા બહાર. જ્યારે અસલી ખજાનો પડ્યો છે ભિતરમાં.
  આપણને ખબર પણ છે કે, અત્યારસુધી જેને પણ શાન્તિ અને આનંદ મળ્યા છે, તે તમામને ભિતરમાં જ મળ્યા છે, પછી તે મહાવીર હોય કે બુધ્ધ, ક્રિશ્ણ હોય કે ક્રાઈસ્ટ. છતાં આપણે બહાર શોધવામાં આખું જીવન વેડફી નાખીએ છીએ. અને આપણને ખબર પણ નથી પડતી આપણી મૂર્ખાઈઓની. આપણુ અવલોકન ભીતર તરફ વળે તો અદભૂત રહસ્યો હાથ લાગે. પરમાત્માની અને પ્રક્રુતિની રમત સમજાવા માડે. પછી નરસિંહ મહેતા કહે કે, “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ શાહ

  • સુરેશ જાની એપ્રિલ 13, 2010 પર 2:34 એ એમ (am)

   આપણી પણ શાંતિ અને આનંદ ખોવાઈ ગયા છે. ખોવાઈ ગયા છે ભિતરમાં અને આપણે શોધીએ છીએ બહાર. બહાર પૈસામા કે પદ મા, સ્ત્રીમા કે સત્તામા, પણ બધી ખોજ બધા અવલોકનો બધી યાત્રા બહાર. જ્યારે અસલી ખજાનો પડ્યો છે ભિતરમાં.
   =====================
   બહુ જ ગમ્યું.
   આવાં મોટાં ભાગનાં અવલોકનો .. આ ભીતરમાંથી જ નીકળ્યાં છે. અને એ હરખ એયલો બધો હોય છે કે, આમ વહેંચવા મન થઈ જાય છે.
   ન વહેંચીએ, વહેંચવાની વૃત્તિ ન રાખીએ, તો જાતે તો શાંત થવાય.
   પણ આ બ્લોગ/ કોમે ન્ટનું માધ્યમ મળ્યું છે – અને વાપરીએ છીએ.
   આપણા બન્નેની ગુરુ સંસ્થા નો પાયાનો સિદ્ધાંત ..

 10. arvind adalja એપ્રિલ 13, 2010 પર 4:17 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  આપનું જીવન વિષેનું સુક્ષ્મ અવલોકન કરવાનું દાદ માગી લે છે ! બ્રેવો !
  મને આ અવલોકન પણ ગમ્યું
  આપણી પણ શાંતિ અને આનંદ ખોવાઈ ગયા છે. ખોવાઈ ગયા છે ભિતરમાં અને આપણે શોધીએ છીએ બહાર. બહાર પૈસામા કે પદ મા, સ્ત્રીમા કે સત્તામા, પણ બધી ખોજ બધા અવલોકનો બધી યાત્રા બહાર. જ્યારે અસલી ખજાનો પડ્યો છે ભિતરમાં.
  પેલા કસ્તુરી વાળા હરણની જેમ આપણે પણ બહાર જીવનની કસ્તુરી શોધી રહ્યા હોઈએ છીએ જીવન ભર ! અંદર રહેલી કસ્તુરીની શોધ બહાર ક્યાંથી સફળ થાય ? અને ભીતર તો કોણ શોધે ? આમને આમ જીવન પૂરું થઈ જાય !
  સ-સ્નેહ
  અરવિંદ

 11. સુરેશ જાની એપ્રિલ 13, 2010 પર 7:20 એ એમ (am)

  અને આમને આમ આ માણસ ગલઢોય થઈ ગયો. પાંચ દાંત પડી ગયેલો, લથડેલ ચાલ વાળો, બાંકડે બેસી ગોઠડી કરતો, કરચલીઓથી ભરપૂર ચામડીવાળો, ચકચકાટ તાલવાળો, પણ દિલનો દિલદાર, નવો ડોસો મિત્ર!
  —————————-
  આ કોમેન્ટો જ જોઈ લ્યો! મોટા ભાગના મારી જેમ 60 + !!

 12. Harnish Jani એપ્રિલ 13, 2010 પર 9:00 એ એમ (am)

  સુરેશભાઇ -મારો આ પ્રતિભાવ તમારા બ્લોગમાં જોઇશ તો મને આશ્ચર્ય થશે-
  મને લાગે છે કે તમને ડોસા થવાનો શોખ છે-આપણે એકલા ૬૫ ના થયા નથી.જગતમા કરોડો માણસ ૬૫ના છે- નિરાશાજનક વાતો ન કરાય. વાતે વાતે ગલઢો થનાર-કોઇ દિવસે દિલનો દરિયાવ જોયો છે? વાતે વાતે મ્રુત્યુની વાતો કરતો માણસ બીજાને પ્રેરણારુપ કેવી રીતે થાય?- હા, તમે આવી વાતો કરશો તો તમને હોંકારો દેનારા ડોસાઓ જરુર મળી રહેશે.-મારું અવલોકન કહે છે કે આવા ડોસઓથીએ દૂર રહેવું જોઇએ.

  • સુરેશ જાની એપ્રિલ 13, 2010 પર 10:41 એ એમ (am)

   હું તમારી સાથે અસહમત છું!!
   જુવાન લોકોની ડોસાઈથી કંટાળ્યો છું. ડોસા થયા છતાં, ચાર દાઢ વગર પણ સોપારી ભચડ ભચડ ચાવી શકું છું . દિલ ખોલીને હસી શકું છું. ડહાપણની દાઢ હજુ ઊગી જ નથી ; અને ઊગવાની શક્યતા પણ નથી. મારા ડોસા/ દાદા હોવાની મને સ્વગરિમા છે.

   એટલે ડોસા ડોસીઓની સંગત/ બાળકતા ગમે છે.

  • સુરેશ જાની એપ્રિલ 13, 2010 પર 10:43 એ એમ (am)

   વાતે વાતે મ્રુત્યુની વાતો કરતો માણસ બીજાને પ્રેરણારુપ કેવી રીતે થાય?
   ==================
   મૃત્યુ પરની ગખલોને દાદ દેનારાઓમાં જુવાનીયાઓ બધારે છે.

 13. Dr. Chandravadan Mistry એપ્રિલ 13, 2010 પર 9:09 એ એમ (am)

  COUNTER Kare Tak Tak …..

  Ane HRADAY Kare THub,Thub…
  AND,,,,,,ONE DAY.
  NO MORE !
  Aa Ja JIVAN !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai Right NOW there is a HEALTH Post on HEART & BLOOD CIRCULATION.
  You see a Heart beating …..You can FEEL the DHABKARA within your Body as you read this Post…Hope you will VISIT & READ this Post. I invite your READERS to view this Post….it is the BASE/FOUNDATION to understand more about the Heart & Diseases….One can make the Heart beat longer if we UNDERSTAND & then TAKE CARE BETTER !

 14. Capt. Narendra એપ્રિલ 13, 2010 પર 12:53 પી એમ(pm)

  સુરેશભાઇ,
  તમારા બ્લૉગમાં ઘણી મજાની વાતો જોવા મળે છે. તે પ્રમાણે કમેન્ટ્સના કળશમાંથી છલકતી વિદ્વત્તા, કવીતા માણવાની પણ મજા આવે છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: