સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સેલ ફોન

આમ તો આ સેલફોનની નહીં પણ, તાજેતરમાં બનેલા એક અકસ્માતની વાત છે. તે દિવસે સવારના દસેક વાગ્યે મારે પગના ઘુંટણનો એક્સ રે પડાવવા લેબોરેટરીમાં જવાનું હતું. આ માટે અમારા ઘરની નજીક પહેલા ખાંચા આગળ ડાબી બાજુ વળવું પડે. ત્યાં એક સ્ટોપ સાઇનનું પાટીયું છે.

હું ત્યાં રસ્તાના નિયમ મૂજબ અટકી, ડાબી બાજુ વળ્યો, અને અમારા રહેણાંક વિસ્તારના એક લાંબા રસ્તે થઈ, મૂખ્ય રસ્તા પર પહોંચવા નિકળ્યો.  માંડ ત્રણસો એક ફૂટ પછી એક નાના રસ્તા સાથેનું ક્રોસીંગ આવે છે. તે રસ્તો નાનો હોવાને કારણે, તેની પરથી આવતાં વાહનોને અટકી, ચકાસી મોટા રસ્તા પર આવવા માટે સ્ટોપ સાઇન છે. હું કલાકના આશરે વીસેક માઇલની ઝડપે જઇ રહ્યો હતો.

મેં એ ક્રોસીંગ માંડ ઓળંગ્યું હશે; અને એક વાન મારી કારના પાછલા જમણા પૈડાના ભાગ સાથે અથડાઇ.

એક મોટા ઝટકા સાથે, મારી કાર જમણી તરફ ફંટાઇ ગઇ. આ આઘાત એટલો સખત હતો કે, હું મારી કારને રોકી ન શક્યો. રસ્તાને અડીને એક ઘરનું ઈંટોથી બનાવેલું મેલ બોક્સ હતું. મારી કાર  તેની સાથે અથડાઇ અને તેને જમીનદોસ્ત કરી દીધું. તેની ઉપરનો અર્ધ ગોળાકાર ભાગ તૂટીને કારના આગળના હૂડ  ઉપર ધસી આવ્યો. જો મારી કારની ઝડપ વધારે હોત, અને તે હજુ આગળ વધી શકી હોત, તો ઈંટના એ મોટા જથ્થાએ  કારના  આગળના હૂડને તોડી નાંખ્યું હોત. કાર અટકી ગઈ. મારી ડાબી તરફના આગલા પૈડાંની ઉપર કારના બોડીનો કૂચ્ચો વળી ગયો હતો.

માંડ માંડ બારણું ખોલી હું બહાર આવ્યો. પેલી વાનમાંથી એક બાઈ નીચે ઊતરી અને મને ગુસ્સામાં એલ ફેલ બોલવા લાગી. “ આટલી ઝડપથી, સહેજ પણ અટક્યા વિના, તું આમ ગાડી ચલાવે છે; તેથી આ અકસ્માત થયો.”

મેં તેને કહ્યું,” બહેન તમે સ્ટોપ સાઇન હોવા છતાં રોકાયાં નથી. હું તો મૂખ્ય રસ્તા ઉપર હતો. તમે મારા પસાર થયા બાદ મારી સાથે અથડાયાં છો.  તમારી પાસે સેલ ફોન છે, તે મને આપો તો હું પોલિસને બોલાવું. “

તેણે સેલફોન તો મને ન આપ્યો , પણ તેના પતિને આ અકસ્માતની જાણ કરવા માંડી. થોડીવારે તેની સાથે વાત કરવા તેણે મને ફોન આપ્યો. પેલા ભાઈએ પણ મારી સાથે ગરમ  મિજાજમાં વાત કરવા માંડી અને જે કરવું હોય તેમ કરવા મને કહ્યું.

હું પોલિસને જણાવવા 911 ફોન જોડવા જતો હતો, તેમ કરતો મને અટકાવી, પેલી બાઈએ મારા હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. હું હતપ્રભ બની ગયો. રસ્તા પર અમે બે જણ જ હતાં. બીજા કોઈ આ અકસ્માતના સાક્ષી તરીકે અથવા મને મદદ કરવા હાજર ન હતા. હું થોડુંક ચાલીને મારે ઘેર જઈ પોલિસને ખબર આપું;  ત્યાં સુધીમાં તો પેલી ભાગી જાય. રસ્તાના નિયમ મૂજબ, મેં તેને તેના વિમાની વિગત મને આપવા જણાવ્યું; પણ તેણી તો શૂરવીર વીરાંગનાની જેમ લડાયક મૂડમાં જ હતી.

મારી જાતને સાવ નિઃસહાય બનેલી જોઈ હું  અકળાવા માંડ્યો. મારો કશો વાંક ન હોવા છતાં હું કાંઈ કરી શકું તેમ ન હતું. હવે તો ઊપરવાળાની કૃપા થાય તો જ મારી વહારે કોઈ આવે! મેં પેલીની વાનની પાછળ જઈ, તેની નંબર પ્લેટ પરથી તેનો નંબર તો નોંધ્યો, પણ તેના વિમાની વિગત મને મળે તેમ ન હતું.

આ  ક્ષણે ‘ મારી પાસે સેલફોન હોત તો કેવું સારું?’ એવા વિચાર મારા મનમાં આવવા લાગ્યા.

અને ત્યાંજ ફિલ્મોમાં બને છે, તેમ, પોલિસની એક કાર લાલ, વાદળી લાઈટો ઝબકાવતી અકસ્માતના સ્થળે આવી પહોંચી. ઊપરવાળામાં મારી શ્રદ્ધા દૃઢ બની ગઈ! ચોક્કસ આજૂબાજુ વાળા અથવા રસ્તા પરથી પસાર થઈ ગયેલા, બીજા કોઈએ પોલિસને ખબર આપી હશે.

પોલિસમેને આવીને બધી કાર્યવાહી કરવા માંડી. પેલી બાઈના તો હોશ કોશ ઊડી ગયા. બધી વિધી પતાવી, પોલિસે મને જવાની પરવાનગી આપી. પણ મારી કારનું સ્ટીયરીંગ ખોટકાઇ ગયું હતું. અડબડીયાં ખાતી મારી ગાડી આગળ જઈ શકે તેમ ન હતું. માંડ  હું તેને રસ્તાની બાજુએ, કોઈને ન નડે તેમ પાર્ક કરી શક્યો.

પોલિસે મને કશી ચિંતા ન કરવા જણાવ્યું.  ગાદી વગરની તેની પાછલી સીટ મોટે  ભાગે ગુનેગારોને બેડી પહેરાવી બેસાડવા માટે વપરાતી હોય છે. તેની પર બેસવાનો અમૂલ્ય લાભ મને મળ્યો!          તે મને ઘેર મૂકી ગયો. હું હાશ કરીને બેઠો; અને ઘરનાં બધાંને આ આપત્તિની જાણ કરી.

પછી તો સમયના જવા સાથે બધી વિધી થવા માંડી. વિમા કમ્પની તરફથી સારી એવી રકમનું વળતર અમને મળ્યું, જન્કવાળા મારી કાર  લઈ ગયા, અને મને વધારે સારી કાર પણ મળી ગઈ.

પણ તે દિવસે મારી પાસે સેલફોન ન હતો, તે વસવસો મને રહી ગયો. અને ત્યાર પછીના બીજા દિવસે એક્સ રે પડાવ્યો ત્યારે મારી ઘુંટણની જૂની હરકત સિવાય, નવી  કોઈ વિપદ ઊમેરાઈ ન હતી, તેનો મને આનંદ હતો.

11 responses to “સેલ ફોન

 1. Devendra Desai એપ્રિલ 19, 2010 પર 1:37 એ એમ (am)

  Cell phone jarur chhe te jagjaher chhe.
  Peli bainu shu thayu? Tenepar police e case karyo?

 2. arvind adalja એપ્રિલ 19, 2010 પર 5:00 એ એમ (am)

  આપની જાતને સદભાગી સમજો કે આવો અકસ્માત ત્યાં અર્થાત યુએસએમાં થયો. અહીં થયો હોત તો બહેનના અનેક ભાઈઓએ ટોળે વળી તમારા બીજા પગની પણ ધોલાઈ કરી હોત અને પોલીસ ઘેર મૂકી જવાને બદલે ચોકીમાં લઈ જઈ તોડ કરવાની પેરવી કરત ! અને વિમો પેલા બાઈને મળત !ઈશ્વરનો આભાર માનતા રહેજો ! હા પેલી બાઈનું શું થયું ?

 3. Sharad Shah એપ્રિલ 19, 2010 પર 7:00 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ્;
  અમે તો ભારતવાસીઓ જ્યારે આવી કથા સાંભળીએ, ત્યારે કોઈ પરી કથા સાંભળતા હોઈએ તેવું લાગે. તમને આપત્તિકાળે સેલફોન ન હોવાનો વસવસો લાગે, પણ અમને આપત્તિકાળે અમેરિકામા જન્મ્યા નહી તેનો વસવસો લાગે. અહિં એક્સીડન્ટ થાય એટલે કેટલાય લોકો માટે કમાવાની એક તક ઉભી થઈ જાય. પોલિસ, ડોક્ટર, નર્સ, વિમા એજન્ટ, ફિઝિયોથેરાપીસ્ટ, વકીલ, રિક્ષા વાળો, ઘરનો નોકર જેવા કેટલાય વ્યવસાયિક જીવોને આમાથી પોતપોતાની સત્તા મુજબ કમાણી થાય. અને કોઈ આ તકનો લાભ લેવા માંથી ચૂકે નહી. જે એક્સિડન્ટમા બચી ગયો હોય તેને બધા ભેગા મળી અધમૂઓ કરી નાખે, અને અધમૂઓ થયો હોય તેને પૂરો કરી નાખે.રધુકુલ રીત સદા ચલી આઈ. મેરા ભારત મહાન કાંઈ અમથું અમથું થોડું કહેવાય છે. Always sing, ” all is well, all is well”
  પ્રભુશ્રિ ના આશિષ;
  શરદ શાહ.

 4. pragnaju એપ્રિલ 19, 2010 પર 11:44 એ એમ (am)

  ‘…મારી ઘુંટણની જૂની હરકત સિવાય, નવી કોઈ વિપદ ઊમેરાઈ ન હતી, તેનો મને આનંદ હતો.’… મુંછનું વઘન પુંછે-ઘુંટણે ગયું.!
  અમારી જેમ દેહદાન કરશો તો ડ્રાઈવર્સ લાયસન્સ પર દાનીનું ચિહ્ન આવશે.અને “ડોસા તને બાળવાના $૧૦,૦૦૦/થાય” તો લાયસન્સ બતાવશો.

 5. pragnaju એપ્રિલ 20, 2010 પર 6:32 એ એમ (am)

  ‘દેહદાનની પ્રોસીજર સમજાવજો’
  ડ્રાઈવર્સ લાયસન્સ રીન્યુ કરવાની ઓફીસમાં જઈ ફૉર્મ ભરી શકાય છે. ‘સામાન્ય રીતે એક હાથ દાન આપે તો બીજાને ખબર પડવી ન જોઈએ’ પણ તમે દેહદાન કરો તો જાહેરમાં બધાને કહેશો
  If you’re just dying to get into medical school, you can always enroll later in life. Donating your body to science is the ultimate rare event– a once-in-a-lifetime opportunity to benefit medical teaching and research since the study of human anatomy does require a body.
  Difficulty: Moderately Easy
  Instructions 1.
  Step 1 Preregister your donation with a local medical school or university. You’ll be given a registration packet that covers policies and procedures; read it very carefully.
  Step 2 Sign a consent form stating your desire to donate your body, and put a copy of it with your will and other personal documents. You won’t be listed as a donor until a completed form has been returned and acknowledged. Cancel your decision at any time by notifying the medical school or university in writing.
  Step 3 Arrange for the medical school or university to be notified when you die, so that your body can be properly transported and prepared. When your corpse is delivered to the medical institution, it will be embalmed and refrigerated until it’s needed for study.
  Step 4 Check with the school to see what its policies and procedures are regarding your body after it has been studied. Most institutions will respectfully cremate your remains at their expense and give your ashes to your loved ones. Don’t expect to get paid for your donation pre- or postmortem. By law, medical schools are not permitted to purchase anyone’s body.
  Step 5 Contact the United Network for Organ Sharing (unos.org), a national group that oversees organ transplantation procedures in this country, for more information on donating your body.
  Step 6 Rest in peace? Perhaps not: Your spouse, adult children, siblings, parents and guardians can arrange to have your body donated after you die by filling out an after-death donor form. In the event that your body cannot be accepted, your family needs to make alternate plans for your disposal.
  The Uniform Anatomical Gifts Act governs the donation of bodies for dissection, research and transplantation throughout the United States.

 6. રશ્મિકાન્ત દેસાઈ (તતુડી) એપ્રિલ 23, 2010 પર 2:26 પી એમ(pm)

  હ્રસ્વ ‘ઈ’ અને દીર્ઘ ‘ઊ’ જોઇને નવાઈ લાગી.

 7. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 3:19 એ એમ (am)

  મા. શ્રી જાની સાહેબ

  ચાલો આપણામાથી બે જણા તો પરોપકારી નીકળ્યા !!! ” Peli bainu shu thayu ? ” ” હા પેલી બાઈનું શું થયું ? ” મારે પણ એજ પૂછવાનું હતું બે મિત્રોએ પૂછ્યું ચાલો મારે પૂછવાનુ ટળ્યું.

  શરદભાઈ, કાગડા બધે જ કાળા છે હોં.“ડોસા તને બાળવાના US$,૧૦,૦૦૦/થાય” આ વાક્ય પણ યાદ રાખવાનુ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: