સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી -1 : રેખા સિંધલ – લઘુકથા અભિયાન

જૂની પેઢી આથમતી હોય અને નવી ઊભરી રહી હોય; તેવી પાર્શ્વભૂવાળી કથાવસ્તુ ઉપરથી વાર્તાને આગળ ધપાવવાનું ઈજન શ્રી. દિનેશ વકીલે આપણને આપ્યું હતું. આ આમંત્રણનો વાચકોએ ઉમળકાભેર પડઘો પાડ્યો છે. આજથી અહીં રોજના એક પ્રમાણે મળેલા પ્રતિસાદ રજૂ કરવામાં આવે છે.

પહેલો પડઘો અમેરિકાના ટેનેસી  રાજ્યમાં રહેતાં શ્રીમતિ રેખાબેન સિંધલની લઘુકથા સાથે રજૂ કરતાં મને આનંદ થાય છે.

જે વાચકોએ હજુ  આ રસિક અભિયાન પર હાથ ન અજમાવ્યો હોય, તેમને કમર કસવા આમંત્રણ છે. સૌની વાર્તા અહીં એક પછી એક રજૂ કરવામાં આવશે.

——————————————-

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રે મુનિમ સૂર્યપ્રસાદને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને દરવાજો બંધ કરી મસલત શરૂ કરી. લગભગ બે કલાકની મસલત બાદ પડેલા ચહેરે સુર્યપ્રસાદ બહાર આવ્યા. તેમના મોઢા પર દુ:ખની સ્પષ્ટ છાયા જોઈને કર્મચારીઓના મોઢા પણ સહેજ ઝંખવાણા થઈ ગયા. તેમના આસીસ્ટંટથી પૂછ્યા વગર ન રહેવાયુ “સાહેબે આપને બરતરફ કર્યા કે શું?” મ્લાન હાસ્ય સાથે મુનિમજી કહે,”મને તો તેણે ભાગીદાર બનાવ્યો પણ…..” સહેજે અટકીને તાત્કાલિક બધા કર્મચારીઓની મિટિંગ માટે સૂચના આપી કારણ કે સત્યેન્દ્ર આ કંપની વેચીને નવા ધંધામાં મૂડીરોકાણ કરવા માંગતો હતો.

Advertisements

10 responses to “નવી પેઢી -1 : રેખા સિંધલ – લઘુકથા અભિયાન

 1. dinesh vakil એપ્રિલ 24, 2010 પર 8:55 એ એમ (am)

  રેખાબેન,
  ધંધો બદલવાનો નવો વિચાર મુકીને
  તમે વાર્તાને એક નવોજ રસ પ્રદ અંત
  આપી વાર્તાને રોચક બનાવી દીધી છે.
  દિનેશ વકીલ

 2. અક્ષયપાત્ર એપ્રિલ 24, 2010 પર 12:36 પી એમ(pm)

  આભાર દિનેશભાઈ, અને સુરેશભાઈ, આપના બ્લોગ પર મારી આ વાર્તા મૂકવા માટે આપનો પણ આભાર. હું ટેનેસીમાં રહું છું નોર્થ કેરોલીના ભૂલથી લખાયુ છે તે ફક્ત જાણ ખાતર !

 3. Ramesh Patel એપ્રિલ 24, 2010 પર 10:07 પી એમ(pm)

  નવી પેઢી નો નવો અંદાજ.

  વાત સાચે જ ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. arvind adalja એપ્રિલ 24, 2010 પર 11:52 પી એમ(pm)

  માફ કરજો પરંતુ જ્યારે મુનીમજીએ જ ધંધાનું વૈવિધ્ય કરણ કરેલુ જ હતુ અને ખૂબ વિકસાવ્યો હતો ત્યારે ચાલુ ધંધો બંધ કરી નવો ધંધામાં જંપલાવવાનું કોઈ પણ નવી કે જૂની પેઢી પસંદ ના કરે ! હા ધંધામાં વધુ વૈવિધ્યકરણ કરવાનું જરૂર વિચારે ! તેમ છતાં વાર્તાના અંતમાં વાચકોને આંચકો આપવા માટે નો સરસ પ્રયાસ છે !
  સ-સ્નેહ

  અરવિંદ

 5. Utkarsh Vakil એપ્રિલ 25, 2010 પર 1:15 એ એમ (am)

  Aana Badle to Satyendra a Munimji ne Partner banavi ne aadhunik computer sathe assistant aapi ne dhandho chalva didho hot to aant saro kahevat. karan 23 varsh sudhi jene tamara dhandha ni dekhrekh rakhi ane tamne bhanavi ganavi ne mota karya tene j bekar athava dhandha vinano kari devo yogya nathi lagtu.

 6. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 2:05 એ એમ (am)

  માનનિય રેખાબેન

  M B A નો અર્થ, મને બધું આવડે કરવાનો કે પછી, મને બંધ કરતાં આવડે કરવાનો ? મને બાફ્તાં આવડે !!!

  પેઢી ધીરધાર (ફાઈનાસ)નો ધંધો કરે છે. ઓછામાં ઓછી ૩૫ વર્ષથી વધારે જુની હોઈ શકે છે. માલિક ચંપકલાલ પણ આજે હોત તો ૬૦ની પાસે પહોંચ્યા હોત. મુનીમજી અને બીજા, શેઠથી નાની મોટી ઉંમરના હોઈ શકે !!! ૩૫ વર્ષનો સત્યેન્દ્ર ફાઈનાસ વિષય સાથે M B A કરી પિતાનો ધંધો હાથ પર લઈ રહ્યો છે. મુનીમજીને ભાગીદાર બનાવવા પાછળ એમના પિતાના મૄત્યુ પછી મુનીમજીએ પેઢીને ટકાવી રાખવા ઉપરાંત, ઘર સાથે પણ મા-દિકરાની પરિસ્થિતી જોઈ, પોતાનું ઘર સમજી સંબંધ રાખ્યો હોય, શક્ય છે. કંપની ચલાવવામાં મુનીમજી સાથે પિતા જેવો વહેવાર કરવામાં તકલીફ નહીં લાગે.

  ૬૦ ની ઉપર વાળા ખાય – બદેલાઓને જે આપવાનું હોઈ તે આપી છૂટા કરવા, સરખી કે નાની ઉંમર વાળા ઉપયોગી હોય તેને નવા કોન્ટ્રેક્ટ- શરતે ફરી રાખવા . કંપની નવા ભાગીદાર (મુનીમજી) સાથે પોતે જ ખરીદદાર હોય શકે !!!
  આ ભારત નથી !!! હવે ભારતમા પણ આવું થાય છે કોઇ નવાઈ નથી. M B A ફાઇનાસ સાથેને !!!

  નવી પેઢી એમના સમય અનુસાર ચાલે એમાં કાંઇ ખોટું નથી.

  વાર્તા ટુંકી અભિપ્રાય વાર્તાથી પણ ……………..!!!!!

 7. પટેલ પોપટભાઈ એપ્રિલ 25, 2010 પર 2:36 એ એમ (am)

  મિત્રો

  ૨૩ ને બદલે ૩૩ વાંચવાની ભૂલ થવાથી મારા જવાબ આપવામાં સુધારી ના શકાય એવો ગોટાળો થયો.

  લક્ષ્ય વિનાનું તીર યાર. મારો લખવાનો તમારો વાંચવાનો સમય……..? બગડ્યો ને ???

 8. nilam doshi એપ્રિલ 26, 2010 પર 6:16 એ એમ (am)

  ભાગીદાર બનાવવા છતાં..મ્લાન હાસ્ય અને તેમનું પણ…….
  કોઇ અણગમતી વાતનું સૂચક છે.
  રેખા..સારી રજૂઆત..

 9. અક્ષયપાત્ર એપ્રિલ 26, 2010 પર 4:52 પી એમ(pm)

  નિલમ, તું સમજી જ ગઈ હોઈશ કે આ અણગમતી વાતમાં જ મુનિમજીની માનવતા મ્હોરી ઊઠી છે. આ ઉદાસી દર્શાવે છે કે કર્મચારીઓના ભવિષ્યની એમને ચિંતા એમને પોતાના લાભ કરતા ય વધુ છે. ગતિશીલ જીવનમાં અણધાર્યા ફેરફાર તો થતા જ રહેવાના અને નવી પેઢીના સાહસિક અને કંઈક નવુ કરવાના વિચાર સાથે જૂની પેઢીએ જોડાવું વધુ જરૂરી બની રહ્યુ છે. પોતે જેને ઊછેરી છે તે પેઢી અને પરિવાર સમા કર્મચારીઓ ને છોડતાં વિશાલ દિલના મુનિમજીને જે દુ:ખ થાય છે તે ભાગીદારીના લાભના આનંદથી વધી જાય છે અને એમનું પાત્ર વધુ ચમકે છે અને છતાં સત્યેન્દ્ર નવી પેઢીનો સારો અને વાસ્તવિક ચિતાર આપી શકે તે મારો પ્રયાસ છે. અરવિંદભાઈની વાત સાથે હું સહમત નથી કે “વિકસાવેલો ધંધો નવી કે જૂની કોઈ પેઢી ન વેચે” એક તો ધંધો સારો ચાલતો હોય ત્યારે જ એની સારી કિંમત ઉપજે અને બીજું કે નવી પેઢીને કંઈક નવું સાહસ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. આ ધંધાની લગામ મુનિમજીના હાથમાંથી લઈ એમને બાજુ પર કરવા કરતાં સાથે રાખીને કંઈક નવું કરતાં એમની કદર સાથે આવડતનો લાભ મળે છે અને તેથી નવા ધંધાનું જોખમ પણ ઘટી થઈ જાય છે. મુનિમજીએ દિલ રેડ્યું છે એટલે જ તો એમને પેઢી અને કર્મચારીઓને છોડતા દુ:ખ થાય છે.એમના દિલની કદર સાથે સત્યેન્દ્રને આપણા સૌની શુભેચ્છાઓ (એટલે કે નવી પેઢીને !)

 10. સુરેશ એપ્રિલ 26, 2010 પર 5:38 પી એમ(pm)

  આવી અગિયાર વાર્તાઓ મારી તિજોરીમાં જમા થઈ ગઈ છે! અરે! ‘ વર્ડપ્રેસ’ પર પણ ચઢી ગઈ છે.
  અને મારી કથા પણ આજના શુભ દિને ‘ વર્ડપ્રેસ’ પર ચઢી ગઈ છે.

  આખી શ્રેણી માણતા રહો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: