સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 2 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો  વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્ર ૩ લાખની capital માંથી  ૩૦ કરોડનું capital કરી આપનાર મુનીમ દાદાને વિસ્મિત નજરે જોઈ રહ્યો અને પગે પડી વંદન કરી રહ્યા પછી બોલ્યો..”દાદાજી, જે કામ ૧૩ લાખ ખર્ચીને MBA પાસે થી ના શીખી શક્યો તે કામ આજે પ્રત્યક્ષ કરી દેખાડ્યું છે. તમારી કલ્પના શક્તિને ધન્યવાદ..

આજેજ હું અમારી MBA  faculty માં જઈને બતાવવા માંગું છુ કે

“જીવન માં ભણતર ફક્ત કામ નથી આવતું, ગણતર પણ જોઈએ.”

હું તેમને તમારા lecture  ગોઠવવા માટે વિનંતી કરું છુ.

——————-

બાબુલ શાહ : અમદાવાદ

( બાબુલ ભાઈ સૌથી ઉત્સાહી રહ્યા છે. એમણે તો ત્રણ જુદા જુદા અંત ગોતી કાઢ્યા છે ! ક્ર્મશઃ ત્રણેય અંત રજૂ કરવામાં આવશે. બાબુલ ભાઈનો આ માટે આભાર માનીએ એટલો ઓછો છે. )

5 responses to “નવી પેઢી – 2 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

 1. arvind adalja એપ્રિલ 25, 2010 પર 1:18 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  મેં વિચારેલો અને આપને મોક્લેલો તે સાથે લગભગ અદભુત સામ્યતા ધરાવતો અંત વાંચી આનંદ થયો !
  સ-સ્નેહ
  અરવિંદ

 2. અક્ષયપાત્ર એપ્રિલ 26, 2010 પર 4:24 પી એમ(pm)

  આપના ઉત્સાહને ધન્યવાદ ! બીજી બે વાર્તા પણ વાંચવી ગમશે.

 3. dinesh vakil એપ્રિલ 27, 2010 પર 12:46 પી એમ(pm)

  બાબુલભાઈ
  સારા અંત વાળી ફિલ્મો બધાને ગમે..
  પણ.. કૈંક નવુજ , અણકલ્પ્યું જોવાનું,
  વિચારવાનું અને વાંચવાનું વધુ ગમે..
  અને એથીજ પહેલાના જમાનામાં આપણે
  બધા જેઠાલાલ સોમૈયાને બહુ પ્રેમ થી
  વાંચતા હતા..કોઈને યાદ છે..
  “શનિવારનો ખૂની?” વાર્તા??
  બસ.. ખરેખર હું આવા કોઈ દિલધડક અંતની
  શોધમાં છું.
  જોઈએ.. બીજી વાર્તાઓનો અંત કેવો લાવો છો?
  દિનેશ વકીલ

 4. mdgandhi21 નવેમ્બર 5, 2014 પર 5:58 પી એમ(pm)

  ભલેને નવી પેઢીના હોય પણ, ખરું જુઓ તો માતા-પિતાના સંસ્કારો પણ કામ લાગ્યા છે, અને ૨૩ વરસ સુધી જે આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, તે વગર બુધ્ધિએ તો નથીજ મેળવ્યું, ૧૨-૧૪ વર્ષના થયા પછી સંતાનોને ખબર તો પડેજ છે, ઘર કેમ ચાલે છે, પૈસા કેવી રીતે આવે છે, અને છેક એમ.બી.એ સુધી ભણ્યો તે આ કાંઈ મ્યુનિસિપાલિટીની શાળાનું ભણતર થોડુંજ છે, જે મફત હોય….. એટલે એનામાં સમજ તો હોયજ એટલે મુનીમજીને રજા ન આપે. તેણે મુનીમજીની ખરી કિંમત આંકી છે…

  બહુ સુંદર વાર્તા છે..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: