સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 4 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રયે ચોપડા ઉપર નજર ફેરવી અને તરતજ લાગ્યું  કે. તેમનાધંધામાં બે નંબરી ધંધો વધુ છે જેની જ કમાણી છે. તરતજ ગુસ્સે થઈને મુનીમજી ને કહ્યું ..” શું મુનીમજીઆવો બેનંબરી ધંધો કરીને ૩૦ કરોડ કમાવીને તમે તો મારા બાપ નું નામ મીટ્ટીમાં મેળવી દીધું?.. ધિક્કાર છે તમને.  અમે તમને આવા નહોતા ધાર્યા.. અત્યારે ને અત્યારે જ પેઢીના પગથીયા ઉતારી જાવ.” સ્વમાની સુર્યપ્રસાદ તરતજ પેઢી છોડી ને ચાલી નીકળ્યા એટલે સત્યેદ્રયે મોબાઇલ પર  નંબર લગાવ્યો..”ડાર્લિંગ સાવિત્રી..ગ્રાઉન્ડ ખાલી છે.  ૩૦ કરોડની પીચ પર પ્રેમની ક્રિકેટ મેચ રમવા આવી જા..”

બાબુલ શાહ

Advertisements

One response to “નવી પેઢી – 4 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

  1. dinesh vakil એપ્રિલ 27, 2010 પર 1:03 પી એમ(pm)

    સોરી બાબુલભાઈ,
    તમારી વાર્તાના પહેલા અંતમાં તમને
    સારી વાર્તા અને શનિવારનો ખૂની ..
    વગેરે વગેરે ઘણું લખી દીધું..
    પણ તમે તો કૈંક છુપા રૂસ્તમજ નીકળ્યા..
    તમે તો સત્યેન્દ્રને પૂરો વિલન જ બનાવી
    દીધો.. મને લાગે છે કે વાચક વર્ગ કેટલું
    પચાવી શકશે તે તો કહી ના શકું, પરંતુ
    એટલું તો જરૂર કહી શકું કે તમારો અંત
    જરા હટકે જરૂર છે..
    તમારા ત્રીજા અંતની બેસબ્રીથી ઈન્તજારમાં..
    દિનેશ વકીલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: