સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટેબલ લેમ્પ – એક અવલોકન

અમારા દિવાનખંડમાં બે ટેબલ લેમ્પ છે. એક ખૂણામાં છે; અને બીજો એક દિવાલની નજીક પણ ઓરડાની મધ્યમાં છે. આ વાત બીજા ટેબલ લેમ્પની છે.

આ ફોટો જુઓ. ટેબલ લેમ્પ કેવો ઝળહળી રહ્યો છે?

ટેબલ લેમ્પ - નજીકથી

અને આ ફોટો જુઓ. માત્ર ચાર, પાંચ સેકન્ડ પછી જ આ ફોટો લીધેલો છે.

ટેબલ લેમ્પ - દૂરથી

પહેલો ફોટો ક્લોઝ અપ છે. બીજો ઝૂમ આઉટ કરીને લીધેલો છે.

દૂરથી જોઈએ ત્યારે જ ખબર પડે છે ને કે, દીવો સ્વયં પ્રકાશિત નથી? એની અંદરનો લેમ્પ સાવ અંધારો છે?

હા! એમ જ છે. સવારના સાત વાગે બન્ને ફોટા ઝડપેલા છે. બારીમાંથી આવતા સૂર્યપ્રકાશથી લેમ્પની શેડ ઝળહળી ઊઠી છે.

આને આપણે દૃષ્ટિભ્રમ તરીકે મૂલવી શકીએ. અથવા એક અવલોકન …

આપણે આપણી જાતને બહુ મહાન માનતા હોઈએ છીએ. આખી દુનિયાના કેન્દ્રમાં આપણે જ હોઈએ એમ આપણે જીવન જીવીએ છીએ.

હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે ક્ષીતીજ,
હર કદમ અવનવા રુપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઉંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું
.

( આ વિચારવાળી મારી કવિતા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. )

પણ એ બધું તો બહારથી આવેલું છે. આપણું આગવું કશું જ નહીં. બધું માબાપે, સમાજે, શાળા અને કોલેજે આપેલું, બહારનાં સંવેદનોથી થતા અનુભવોથી મળેલું. બધો બહારી સૂર્ય પ્રકાશ. અંદર તો સાવ અંધારું. અરે! મોટે ભાગે તો એ બહારી સૂર્યપ્રકાશથી પણ આપણે આપણી જાતને વંચિત રાખતાં હોઈએ છીએ. સાવ અંધારમાં અડવડીયાં ખાતાં –  દિશાવિહીન, ધ્યેય વિહીન, તલાતલ પાતાળમાં સબડતા ક્ષુદ્ર જંતુની જેમ.

અને આપણે ઝળહળતા  હોવાના ગુમાનમાં ફૂલાતા ફરીએ. ઓલ્યા ટેબલ લેમ્પની જેમ.

અને સ્વિચ ઓન થાય. અંદર વિજળીનો પ્રવાહ ફરી વળે. અંદરનું અજવાળું દીવાને અને શેડને જ નહીં; આખા ઓરડાને પ્રકાશિત કરી દે – સૂર્ય ન હોય, સર્વત્ર અંધારું હોય તો પણ. પોતે જ નહીં ; બીજાને પણ અજવાળું આપે.

“ અંતર મમ વિકસિત કરો, અંતરતમ હે! “

“ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”

11 responses to “ટેબલ લેમ્પ – એક અવલોકન

 1. dhavalrajgeera એપ્રિલ 27, 2010 પર 8:32 એ એમ (am)

  ” અંતર મમ વિકસિત કરો, અંતરતમ હે! “.
  “ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, તુજ જીવનપંથ ઉજાળ.”

  I was in dark and middle of the highrise Bulding ‘s elevator.
  No electricity in the big city of Boston!
  Six others and myself were helpless in the dark.
  I was singing in my mind…..
  ” અંતર મમ વિકસિત કરો, અંતરતમ હે! “.
  “ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, તુજ જીવનપંથ ઉજાળ.”

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 2. pragnaju એપ્રિલ 27, 2010 પર 8:40 એ એમ (am)

  અંદરનું અજવાળું દીવાને અને શેડને જ નહીં; આખા ઓરડાને પ્રકાશિત કરી દે…

  ઝઝૂમતો દીવો…
  ઝૂમતાં ઝુમ્મરો
  આકાશનો ઢાળ ઊતરતી સાંજ
  શિખર પર મહાલતી હવા
  રાત્રિનો તારાજડિત અંધકાર
  સુવાસિત સમય.
  દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
  શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.
  “બીજાને પણ અજવાળું આપે.”
  તમારે મૃત્યુ પછી પણ તમારી આંખથી જોવું છે?

  નેત્રદાન કરો

 3. Valibhai Musa એપ્રિલ 27, 2010 પર 3:20 પી એમ(pm)

  Lead, kindly Light, amid th’encircling gloom, lead Thou me on!
  The night is dark, and I am far from home; lead Thou me on!
  Keep Thou my feet; I do not ask to see
  The distant scene; one step enough for me.

  I was not ever thus, nor prayed that Thou shouldst lead me on;
  I loved to choose and see my path; but now lead Thou me on!
  I loved the garish day, and, spite of fears,
  Pride ruled my will. Remember not past years!

  So long Thy power hath blest me, sure it still will lead me on.
  O’er moor and fen, o’er crag and torrent, till the night is gone,
  And with the morn those angel faces smile, which I
  Have loved long since, and lost awhile!

  Meantime, along the narrow rugged path, Thyself hast trod,
  Lead, Savior, lead me home in childlike faith, home to my God.
  To rest forever after earthly strife
  In the calm light of everlasting life.

  – John H. Newman

  પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”

  મારી યાદદાસ્ત જો કાચી ન પડતી હોય તો ઉપરોક્ત પ્રાર્થનાકાવ્ય (ગુજરાતી) John Newman ના “Lead kindly light” ના સફળ ભાવાનુવાદ તરીકે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ લખ્યું છે.

  મારી ધારણામાં હકીકતદોષ હોય તો કોઈ પણ જાણકાર વાંચક કોમેન્ટરૂપે પ્રકાશ નાખશે તો મને અને સૌ વાંચકોને ગમશે.

 4. B.G.Jhaveri એપ્રિલ 27, 2010 પર 6:04 પી એમ(pm)

  Premal Jyoti taro dakhvi muj jivan panth ujal
  Dur padyo nij dhamthi hun ne ghere ghan andhar,
  Marg suze nav ghor rajanima, nij shishune sambhal,
  Maro jivan panth ujal ..1.
  Dagamagto pag rakh tun sthir muj,dur najar chho na jay,
  Dur marg jova lobh lagir na, ek dagalu bas thay,
  Mare ek dagalu bus thay..2
  Aaj lagi rahyo garvman hun ne magi madad na lagar,
  Aap bale marg joine chalwa ham dhari mudh bal, Have mangu tuj aadhar..3
  Bhabhak bharya tejthi hun lobhayo,ne bhay chhatan dharyo garv,
  Vityan varshone lop smaranthi skhalan thayan je sarva,
  Mare aaj thaki navun parva..4
  Taara prabhave nibhavyo mane Prabhu aaj lagi prembher,
  Nische mane te sthir pagalethi chalavi pahochadashe gher,
  Dakhavi premal jyotini sher..5
  Kardam bhumi kalan bhareli, ne giriver keri karaad,
  Dhasamasta jal kera pravo, sarv vatavi krupal,
  Mane pahochadashe nij dwar..6
  Rajani jashe ne prabhat jajalashe, ne smit karshe premal,
  Divya gananan vadan manohar mare hruday vasyan chirkal,
  Je man khoya hatan skhan var..7
  [Source : Aashram Bhajanavali]

 5. pravina Avinash એપ્રિલ 27, 2010 પર 10:12 પી એમ(pm)

  દિલમાં દીવો કરો

  બંધ આંખે નિરખો

  પ્રેમળ જ્યોતિ દ્વારા

  ઉજળેલ પથ પર

  સાચવીને ડગ ભરીએ

  Very nice observation

 6. arvind adalja એપ્રિલ 28, 2010 પર 2:53 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  આપે તો ટેબલ લેમ્પના પ્રકાશમાંથી પણ તત્વજ્ઞાન પ્રેરિત જીવન અંગેની સાચી સમજ પ્રગટાવી દીધી. દીવાની જ્યોતમાંથી જે જ્યોતિ પ્રગટે તે જો સમજી શકાય તો જીવન ઉજ્જ્વળ અને સાર્થક બની રેહે ! અને સામાન્ય માઅંવીને એ સીવાય વધુ શું જોઈએ !
  સ-સ્નેહ

  અરવિંદ

 7. arvind adalja એપ્રિલ 28, 2010 પર 2:54 એ એમ (am)

  માઅવી નહિ માનવી વાંચવા વિનંતિ !

 8. સુરેશ જાની એપ્રિલ 28, 2010 પર 6:52 એ એમ (am)

  પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
  મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

  દૂર પડ્યો નિજ ધામથી હું,
  ને ઘેરે ઘન અંધાર,
  માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
  નિજ શિશુને સંભાળ,
  મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

  ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
  દૂર નજર છો ન જાય;
  દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
  એક ડગલું બસ થાય,
  મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

  આજ લગી રહ્યો ગર્વમાં હું,
  ને માગી મદદ ના લગાર;
  આપબળે માર્ગ જોઇને ચાલવા,
  હામ ધરી મૂઢ બાળ;
  હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

  ભભકભર્યા તેજથી હું લોભાયો,
  ને ભય છતાં ધર્યો ગર્વ,
  વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
  સ્ખલન થયાં જે સર્વ,
  મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

  તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
  આજ લગી પ્રેમભેર,
  નિશ્ચે મને તે સ્થિર પગલેથી
  ચલવી પહોંચાડશે ઘેર,
  દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

  કર્દમભૂમિ કળણ ભરેલી,
  ને ગિરિવર કેરી કરાડ,
  ધસમસતા જળકેરા પ્રવાહો,
  સર્વ વટાવી કૃપાળ,
  મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

  રજની જશે, ને પ્રભાત ઊજળશે,
  ને સ્મિત કરશે પ્રેમાળ,
  દિવ્ય ગણોનાં વદન મનોહર
  મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
  જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ

  – નરસિંહરાવ દિવેટિયા

  http://www.swargarohan.org/bhajans/gujarati/005.htm
  http://sureshbjani.wordpress.com/2006/06/30/narasinhrao_divetiya/

 9. pragnaju એપ્રિલ 28, 2010 પર 7:31 એ એમ (am)

  આ કાવ્યનો મૂળ ઇતિહાસ

  While tra­vel­ing in Ita­ly as a young priest, John New­man fell ill and stayed at Castle Gi­o­van­ni al­most three weeks. Fi­nal­ly, he was well enough con­tin­ue his jour­ney to Pa­ler­mo:
  Newman on board ship
  Before start­ing from my inn, I sat down on my bed and began to sob bit­ter­ly. My ser­vant, who had act­ed as my nurse, asked what ailed me. I could only an­swer, “I have a work to do in En­gland.” I was ach­ing to get home, yet for want of a ves­sel I was kept at Pa­ler­mo for three weeks. I began to vis­it the church­es, and they calmed my im­pa­tience, though I did not at­tend any ser­vices. At last I got off in an orange boat, bound for Mar­seilles. We were be­calmed for whole week in the Straits of Bon­i­fa­cio, and it was there that I wrote the lines, “Lead, Kind­ly Light,” which have since be­come so well known.

  બન્ને ગીતોના ઓડિયો-વિડીયો પણ ઘણા બ્લોગ પર માણવાના મળે છે

 10. Ramesh Patel એપ્રિલ 28, 2010 પર 11:05 પી એમ(pm)

  અજવાળું પણ ફરક કેટલો.આપે સચોટ દર્શન કરાવ્યું.

  સ્વયમનો પ્રકાશ એનો ઉજાશ કોઈ અલગ ઉષ્મા પ્રગટાવે.

  કોઈ પરમ શક્તિની પહેચાન આપી દે.

  આસપાસ પણ કેવી કથા સર્જાઈ ચેતનાને ઢંઢોળી ગઈ.

  સુરેશભાઈનું અવલોકન ઘર દીવડાથી બ્રહ્મ પ્રકાશ સુંધી વિસ્તરી ગયું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. Pingback: દષ્ટિભ્રમ અને મુક્તિ « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: