સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફ્રીસેલ – એક અવલોકન

‘બાય વન , ગેટ વન’ જેવા સેલની વાત નથી ! ફ્રીસેલની રમતની વાત છે !

કોમ્પ્યુટરથી માહેર હોય તેવું કો’ક જ જણ હશે; જે ફ્રીસેલની રમતથી માહેર ન હોય. અને કદાચ ન હોય તો કોકની પાસેથી એની માહિતી મેળવી લે. આજે અહીં એના પરથી ઉપજેલી ઘણી વાત કરવાની છે; અને એ રમતની જાણકારી આપવાનો કોઈ ઇરાદો નથી. આથી આ રમતથી જાણકાર ન હોય તે સજ્જનો અને સન્નારીઓ મને દરગુજર કરે.

હવે જાણે, વાત એમ છે કે, હું દરરોજ ફ્રીસેલની રમત રમવાનો બંધાણી છું. પાંચ સાત વખત આ રમત ન રમું તો મને ચેન ન પડે. ગઈકાલે એક રમત રમતાં એવી પરિસ્થીતિ ઊભી થઈ કે, માત્ર 10 પત્તાં જ એમના આખરી મૂકામે પહોંચ્યા. પણ બાકીનાં બધાં વ્યવસ્થિત કતારમાં પહોંચવા તૈયાર થઈ ગયાં માત્ર એક પત્તાં સિવાય- કાળીનો ચોક્કો. લો જોઈ લો, આમ…

ફ્રીસેલ – છેલ્લી ચાલની પહેલાં

અને એ પત્તું ચલાવ્યું અને ઈડરીયો ગઢ જીતી ગયો. રમતના સર્જકે અભિનંદન પણ આપી દીધાં. આમ ..

ફ્રીસેલની રમત – છેલ્લી ચાલ પછી

એક જ પતાની ચાલ અને ગંજીપાનો મહેલ મારી તરફેણમાં કડડભૂસ થઈને તૂટી પડ્યો. આખરી અંજામ, સુખદ અંજામ, ગમતીલો અંજામ…….. મળી ગયો.

સ્વીચ ઓન થઈ ગઈ.

વિજળીના આ માણસને સ્વીચની ઉપમા જ જડે ને?

એક સ્વીચ દબાવીએ અને પાવર હાઉસના બોઇલરમાં કોલસાનો એકાદ ટુકડો વધારે  હોમાઈ જાય. ચપટીક વધારે સ્ટીમ ટર્બાઇનમાં પ્રવેશે. ઈલેક્ટ્રિક જનરેટરનું રોટર એક સેકન્ડના લાખમા ભાગ જેટલું પાછું પડે. જનરેટરના વાઇન્ડિંગમાં ચપટીક પ્રવાહ વધારે વહેવા માંડે. એ વધેલો પ્રવાહ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સમિશન  લાઈન, પાવર  ટ્રાન્સફોર્મર, હાઈ ટેન્શન ડિસ્ટિબ્યુશન લાઈન, ડિસ્ટિબુશન ટ્રાન્સફોર્મર, લો વોલ્ટેજ ડિસ્ટિબ્યુશન મેઇન, અને ફીડર કેબલ મારફત આપણા ઘરના ઓટલે દાખલ થાય. ઘરના વાયરિંગમાંથી પસાર થઇ, સ્વિચના એક છેડેથી બીજા છેડે કૂદી, દીવાના વાયર થકી દીવાના ટન્ગ્સ્ટનના પાતળા વાયરને ગરમ લ્હાય જેવો કરી નાંખે – દૂધથીય  વધારે સફેદ – ઊષ્ણાતિઊષ્ણ. અને પ્રકાશનો એક ધોધ આખા ઓરડાના ખૂણે ખૂણાને પ્રજ્વલિત કરી નાંખે.

વાતમાં બહુ મોંયણ નાંખી દીધું એમ લાગે છે ને? લો એમાં શી મોટી વાત કરી? આ તો રોજ આમ જ થાય ને?  સ્વિચ  દબાવીએ અને લાઈટ થાય.

વિજળીથી સહેજ જ જાણકાર , એક સામાન્ય વાયરમેનને પૂછી જો જો. આ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ લાગે તો પૈસા પાછા! અરે! ભૂલ્યો . આ લેખ પાછો ખેંચી લઈશ.

લો આ વિડીઓ જોઈ લ્યો.

એક સ્વિચથી શું શું થાય, એની પ્રતિતી થઈ જશે. જાતજાતની સ્વિચો અને લાંબી ચેઇન રીએક્શન.

કોઈક સ્વિચ તો એટલી ભયંકર કે, યુગપરિવર્તન લાવી દે. એક જ તાતા તીર જેવું વ્યંગ વેણ અને બે સામ્રાજ્યો વચ્ચે યુદ્ધ છેડાઇ જાય. એક આખે આખી પ્રજાનો વિધ્વંસ થઈ જાય. ઇતિહાસની ઘણી ઘટનાઓ આની સાક્ષી છે જ.

અમારે ચોથા ધોરણમાં એક પાઠ આવતો હતો. એક નાચિજ કાંસકીના કારણે વલ્લભીપુરનું સામ્રાજ્ય તહસનહસ થઇ ગયું.

આઇન્સ્ટાઈનના મગજમાં એક સ્વિચ ઝબકારો કરી દે, અને સાપેક્ષતાના સિદ્ધાંતની જગતને જાણ થાય. આવી ઘણી બધી સ્વિચો ટપોટપ  ઓન થવા માંડે ; અને હિરોશીમા સળગીને પાધર બની જાય.

આખુંયે આયખું બંધ રહેલી સ્વિચ આપણા માનસપટમાં ઓન થઇ જાય અને અંતરની વાણી જાગૃત થઇ જાય. આખાયે જીવનનું રહસ્ય અલીબાબાબા ખજાનાની આડે રહેલા દરવાજાની જેમ ‘ ખૂલ જા સિમ સિમ ‘ ખૂલી જાય.

ફ્રીસેલના પતાંના મહેલની જેમ આખરી મૂકામ હાથવગો.

12 responses to “ફ્રીસેલ – એક અવલોકન

 1. અરવિંદ અડાલજા મે 1, 2010 પર 4:10 એ એમ (am)

  વાત સાચી છે સુરેશભાઈ એક સ્વીચ ઓન થતાં ઘણું ઘણું બની જાય !

 2. Ullas Oza મે 1, 2010 પર 4:29 એ એમ (am)

  સ્વિચ દબાવીને થોડી વારે બત્તી થાય તેને “ટ્યૂબલાઈટ” કહેતા.
  આજકાલ અહીંયા ભારતમા વીજળીના ઍટલા ધાન્ધિયા છે કે સ્વિચ દાબેલી રાખો તોય બત્તી થતી નથી !!
  હાલમા મુંબઈમા બત્તીના ઝગમઘાટમા IPL ની મેચો રમાઈ અને બીજી બાજુ મહારાષ્ટ્રના ગામોમા વીજળિકાપ હતો.
  ઘણી વાર પત્નીઓ કહેતી હોય છે :
  “દિન ઢલ જાયે હાયે ગેસ ના આયે, સ્વિચ દબાઉં તો બિજલી ચલી જાયે,
  ઐસે મે ખાના કૈસે પકાયેં, ચલો આજ ખાના હોટેલમે ખાયેં !!”

 3. pragnaju મે 1, 2010 પર 8:25 એ એમ (am)

  … the advent of digital logic in the 1950s, the term switch has spread to a variety of digital active devices such as transistors and logic gates whose function is to change their output state between two logic levels or connect different signal lines, and even computers, network switches, whose function is to provide connections between different ports in a computer network.[6] The term ‘switched’ is also applied to telecommunications networks, and signifies a network that is circuit switched, providing dedicated circuits for communication between end nodes, such as the public switched telephone network. The common feature of all these usages is they refer to devices that control a binary state: they are either on or off, closed or open, connected or not connected.

 4. jennie મે 2, 2010 પર 9:57 પી એમ(pm)

  વાત સાચી છે.
  લખીયે તો પુરૂ ગુજરાતી લખીયે.
  ચાપ દબાવો ને બત્તી થાય. જીવન્ મા પણ વીચાર નો ઍક ઝબકારો જીવન ને રૉશન કરી દે છે.

 5. Bharat Pandya મે 12, 2010 પર 7:19 એ એમ (am)

  રેખા ચિત્રો નો વિગતે વિચાર કરી યે તો સાચું સાહિત્ય વાચકને કદી છેતરતું નથી, ગુજરાતી મા આવા પ્રાણવાન ચરિત્ર આલેખનાર સ્વામીઆનંદ પહેલા અને પછી આવ્યા જોસેફ મેક્વાન. દર્શક કહે છે ” રેખાચિત્રોના લેખનમા સ્વામી દાદા ની તોલે કોઇ ન .સ્વામી દાદા પાસે આપઘડી ભાશા અને વિવેકપુર્ણ રીતિ છે.માણસના જે સાચુકલા ચિત્રાંકન સ્વામી દાદા ની બળુકી શૈલીમા થયાછે તેને કોઇ આંબી શક્યું નથી. ચરિત્ર લેખન વીશે મણીલાલ પટેલ કહે છે.”ચરિત્ર લેખકે વ્યક્તિ જીવનને ઉચીત કેન્દ્રમા રાખી પ્રભાવક રીતે વર્ણવવા નુ હોય છે.કોઇ કલાગત પ્રયુક્તિ યોજવાની ન હોય.અહીં વાસ્તવ ને શણગારવાનું નથી, અહેં તો વાસ્તવનુ આકલન.સંકલન કરીને આવયોજવાને હોતી નથી.અસરકારક સંયોજન કરવાનું હોય છે”
  સ્વામી આંનંદના બળુકા ગદ્ય નો નમુનો
  પુર્વ ભુમીકા – મોનજી રુદરના કુટુંબનો જ્ઞાતીએ બહીશ્કાર કર્યો છે. કોઇ એની હજામત કરવા પણ તૈયાર નથી.ભિખીબાઇ એની પત્ની કોઇથી ગાંજી જાય તેમાની નથી. ઘરના આંગણામા મોનજીને બેસાડી તેની હજામત કરે છે ને બોલતી જાય છે
  ‘મુવા લખ્ખોદિયા,નાતીલાવ ખેધે પડેલા છે. બધા ગામ પર સીરજોરી ચલાવી રિયા છે.નાવી, દુબળા,માંગેલા,ગામને આંતરી મેલેલું.મોકાણણિયાવે દુખના ઝાડ ઉગાઈડા.જાણે આવહે ભિખલીને તેનો મરદ બેય નાક ઘહતાં.વાટ જોયા કરજો મોંબળ્યાવ, ભિખલી રેહેને રે’હે ઉંચે માથે ગામ વચ્ચે સૌના નાક ટીચી ને,”
  (જતાં આવતાં ગામ લોકને)’ જાવ જઈને કે’ય પેલા નાતપટેલીયા ,નખ્ખોદીયાને .ફાટીમુવો, જીવતાનો જાનૈયો ને મુવાનો ખાંપીયો, હમ્મેસનો.તિને જઈને કો’કે ભિખલી એના માટી પોઇરાવને લઈને તારી છાતી પર ને રે’હે ને રેહે પર મુવો નાત આખીને કઠોડે ચડાવતો છે.’પોરીના બાલ ,લેવડાવો’ એમ તેજ નિયાતને કે’યલું ને ? કે બીજા કોયે ? મારી પોરીની હું મુખત્યાર.ફાવે તીયાં જાવ ,તીમાં તું કોણ થતો વચ્ચે આવવાવારો ને હુકમ દેનારો.કાંઈ નો ચાયલું તીયારે ગામના નાવી ને દમ દઈને બંધ કરાવીયો.કાં મને તો બંધ કરાવાની છાતી ની મલે ને ? તીને કે આવ હવે મને બંધ કરવા. મારા માટીની દાઢી બોડતી બંધ કરવા.ભાઠલા ફાટી મુવા બધા તીને હા મા હા. અમારી પુંઠે પેધેલા છે. પછી કહે “મારા માટીની કાંય? આજે આય ઓટલે બહી ને ભાઠલાઓનીબ નીયાતની બધીને ઇજ્જત બોડતી છેવ ! આવો અટકાવો મને , જીની છાતી હોયતે !
  પાડોશનું લોકતો ડઘાઈ ગયું.મરદ મુછાળાઘરમા ભરાઈ ગયા. જતું આવતું લોક અટકી ને તાકી રહે,ને પછે ચાલ્યું જાય,ગામ બધામા કળાહોળ ;’ભિખેબાઇ મોનજી ને ઓટલે બેહારી તીની ડાઢી બોડતી છે.કાળકા ભવાનીનો અવતાર છે જો. તિણે ગામ ગામના ભઠલાવ બધાનું નાક ચાર આંગળ ભરીને કાપી લીધું.
  દાઢી બોડી, કાચમા મોઢું દેખાદડીને જ ઘરમા ગઈ.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 6. Pingback: ગરમ ઠંડા પાણીના નળ- એક અવલોકન « ગદ્યસુર

 7. Pingback: ફ્રીસેલ ભાગ -૨ : એક અવલોકન | ગદ્યસુર

 8. Pingback: હોબીવિશ્વ » Post Topic » સ્પાઈડર સોલિટેર - બે શક્યતાઓ

 9. Pingback: સ્પાઈડર સોલિટેર – બે શક્યતાઓ « હોબીવિશ્વ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: