સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 7 : હર્ષવર્ધન શુક્લ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્ર એમ બી એ થઈ પેઢીના ચોપડા અનેમુનીમની કામ કરવાની રીતભાત ને આધારે તેની  આવડત મુ જબ સુધારા વધારા સુચવેલા. જો તે મુજબ કરવા તૈયાર ના હોય તો  સત્યેન્દ્ર પેઢીનો વહીવટ પોતાને હસ્તક લઇ લે.  તેમાં તેનું અને પેઢીનું ભલું હોય, તેમ કરશે

– હર્ષવર્ધન શુક્લ : અમદાવાદ

3 responses to “નવી પેઢી – 7 : હર્ષવર્ધન શુક્લ – લઘુકથા અભિયાન

 1. Sharad Shah એપ્રિલ 30, 2010 પર 2:15 એ એમ (am)

  મને બધું આવડે (MBA)
  “ચંપકલાલ મારફતિયા” ધીરધાર પેઢીના માલિક ચંપકલાલ યુવાન વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.
  ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા” ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.
  બરાબર ત્રેવીસ વર્ષ પછી સત્યેન્દ્રે MBA( Finance) કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

  “કે મુનીમ ડફોળ છે, અને ગરબડ ગોટાળા કરી મારી ભલી ભોળી મા ને આટલા વર્ષોથી છેતરતો આવ્યો છે. તેને વહેલી તકે પાણીચું પકડાવી દેવું પડશે.”

 2. Valibhai Musa એપ્રિલ 30, 2010 પર 7:01 એ એમ (am)

  MBA થયા પછી “એમ બીએ” તો MBA શાનો, હેં શરદભાઈ! મુનીમજી એમ માનતા હોય કે તેમના કૂકડાથી જ સવાર પડે છે, તો ભલેને એ પોતાનો કૂકડો બગલમાં દબાવીને જતા રહે! Don’t worry, Satyendra. બીજા કોઈ તારી પડખે હોય કે ન હોય, પણ શરદભાઈ અને હું તારી સાથે છીએ જ, કેમ શરદભાઈ, બરાબર ને!

 3. dinesh vakil મે 4, 2010 પર 6:15 એ એમ (am)

  શરદભાઈ અને વલીભાઈની વાત સાથે થોડો
  સહમત એટલા માટે થાઉં છુ કે જો મુનીમ સત્યેન્દ્રની
  વાત સમજવા તૈયાર ના હોય તો જરૂર પાણીચું પકડાવી
  દેવું પડે.. પરંતુ સત્યેન્દ્રને લાગે કે મારી નવી પેઢીનું ભણતર
  અને જૂની પેઢીનું ગણતર મને અને મારી પઢીને ઉપયોગી
  છે તો પાણીચું ના પકડાવતા તેમનો દ્રષ્ટિકોણ સમજીને
  આગળ ચલાવું જોઈએ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: