મૂળ આરંભ
“ચંપકલાલ મારફતિયા” ધીરધાર પેઢીના માલિક ચંપકલાલ યુવાન વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.
ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.
બરાબર ત્રેવીસ વર્ષ પછી સત્યેન્દ્રે MBA( FINANCE) કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
૧-ધધો જુનવાણી રસમથી ચાલે છે.
૨-ઍણે સૌ પ્રથમ સુર્યપ્રસાદજીને ઉમર થઈ ગઈ છે એ કારણસર છુટા કર્યા.
૩-હીસાબ કીતાબની નવી પધ્ધતી અપનાવી.
૪-આ ધીરધારની પેઢી છે શખાવત કે સદાવ્રત નથી કહી જુના લેણદારોના ખાતા તેમની ગીરવે મુકેલી અસ્ક્યમતો વેચી સરભર કર્યા.
૫.-પેઢીની વરસો જુની વિશ્વસનીયતા ઝંખવાણી,
૫- છાપામા પહેલે પાને છપાણુ ‘ ‘૧૦૦ વરસ જુની જાણીતી ધ્રીરધાર પેઢી ચંપક્લાલ મરફતીયા પેઢી એ દેવાળુ ફુન્ક્યું.”
– ભરત પંડ્યા : ભાવનગર
Like this:
Like Loading...
Related
વાહ ભરતભાઈ,
કૈંક હટકે અંત આપવા બદલ અભિનંદન..
આપણી કોઈ પણ નવલીકામાં જોઈશું
તો લાગશે કે આખી વાર્તા વાંચતા વાંચતા
આપણે જે ધારણા કરી હતી તેનાથી કૈંક
જુદુજ થયું છે તો જરૂર ગમે છે..
તમે પણ દેવાળું કાઢીને જરૂર વાર્તાને બીજી બાજુ લઇ ગયા છો.
ધન્યવાદ..