મૂળ આરંભ
“ચંપકલાલ મારફતિયા” ધીરધાર પેઢીના માલિક ચંપકલાલ યુવાન વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.
ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.
બરાબર ત્રેવીસ વર્ષ પછી સત્યેન્દ્રે MBA( FINANCE) કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.
———————————- હવે વાંચો વધુ એક શક્ય અંત….
જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડવા માટે સત્યેન્દ્ર મુનીમજીના વખાણ કરે છે. ઍક જ કંપનીના નેજા હેઠળ કારોબાર થવાને લીધે આવકવેરો ઘણો ભરવો પડતો હતો. સત્યેન્દ્ર તેના અભ્યાસ અને નાણાકીય કૌશલથી મુનીમજી ને જુદી જુદી કંપનીઓ બનાવવાનુ કહે છે. દરેક કંપનીના શૅરો બહાર પાડવાનુ સૂચન કરે છે. મુનીમજી ને કામની કદર રૂપે sweat equity offer કરે છે અને ખભે-ખભા મિલાવીને પ્રગતી કરવાનુ વચન આપે છે.
– ઉલ્લાસ ઓઝા- મુંબાઈ
Like this:
Like Loading...
Related
સરસ મને ગમ્યું ! નવી પેઢીને વિધાયક રીતે રજુ કરવા માટે અભિનંદન !
What is ” sweat equity offer . ”
Rajoomamam
નવી પેઢીની નવી વાત નવી રીતે રજુ કરવા બદલ
ખુબ ખુબ અભિનંદન.. બધાજ કંજૂસ નથી હોતા તેની
પ્રતીતિ sweat equity offer દ્વારા પ્રતીત કરાવી
મન ખુશ થઇ ગયું. નહીતો હિસાબ કોડીનો અને બક્ષિશ
લાખની વાત તો બધાને મોઢેજ છે.
.
સરસ મને ગમ્યું ! નવી પેઢીને વિધાયક રીતે રજુ કરવા માટે અભિનંદન !