સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 12 : અંકિત વોરા – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત

બેલેન્સ શીટ ઉપર નજર નાખતા એનું મન આગલા દિવસની ઘટના સાથે જોડાઈ ગયું.  તેને જાણીતી કંપની તરફથી ૨૫ લાખના પેકેજની ઓફર થઇ હતી..મન ડગુ મગુ થઇ  રહ્યું હતું..શું ફેસલો લેવો તે નક્કી કરી નહોતો શકતો.. આખી રાત સુઈ નહોતો શક્યો. મલ્ટી નેશનલ કંપનીના સપના આવ્યા કરતા હતા.

મૈ ઇધર જાઉં  યા ઉધર જાઉં?

ચોપડા જોઇને વિચાર પાક્કો કર્યો.. નાનો  પણ રાઈનો દાણો છું.  આટલી સારી ચાલતી પેઢીને જ શું કામ ઉપર ના લાવું?  દેશનું ધન દેશમાંજ કેમ ના રહેવા દઉં ?
મેરા ભારત મહાન.

અંકિત વોરા

One response to “નવી પેઢી – 12 : અંકિત વોરા – લઘુકથા અભિયાન

 1. dinesh vakil મે 6, 2010 પર 7:41 પી એમ(pm)

  અંકીતભાઈ,
  દેશને વફાદાર રહીને પોતાનું ધન પોતાના જ
  દેશમાં રાખવાનો સત્યેન્દ્રનો વિચાર બહુજ અનુકરણીય
  અને અભિનંદનીય છે.
  સરસ નવી વાત.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: