સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 13 : દિનેશ વકીલ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત મૂળ સર્જક પાસેથી !

સત્યેન્દ્ર આટલી તંદુરસ્ત વ્યાપાર વ્યવસ્થા જોઇને ચકિત થઇ ગયો; અને સુર્યપ્રસાદના પગે પડી આભાર માનવા લાગ્યો.

સુર્યપ્રસાદ મનમાં વિચારવા લાગ્યા ..

“વર્ષો પહેલા  એ કાચી ક્ષણે ચંપકલાલના ખુનનો  વિચાર આવ્યો, અમલમાં મુક્યો અકસ્માતમાં ખપાવી ભલે આટલું પ્રાયશ્ચિત કર્યું..પણ સાચું પ્રાયશ્ચિત તો તે ભૂલ કબુલ કરી માફી માંગી લેવામાં છે. સુર્યા,   અભિમાન છોડીને માફી માંગ..”

મારા વહાલા વાચક મિત્રો.. શું સુર્યપ્રસાદ  માફી માંગી શકશે?

– દિનેશ વકીલ : અમદાવાદ

આવતીકાલે આખા અભિયાનનું સમાપન : મારી કથા સાથે …..

One response to “નવી પેઢી – 13 : દિનેશ વકીલ – લઘુકથા અભિયાન

  1. Devendra Desai મે 6, 2010 પર 1:57 એ એમ (am)

    No way.The person who has not repented for 23 years,will not admit his guilt.He will keep quiet
    and accept the decisions taken by Satyendra

    Devendra

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: