સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – મારી કથા

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    તેર તેર શક્ય અંતો વાંચ્યા!

હવે વાંચો છેવટનો અંત!

સત્યેન્દ્ર વિચારતો બેઠો હતો; ત્યાં જ એના રૂમનું બારણું ખૂલ્યું. મુનિમજી ચાર ગુંડાઓ સાથે દાખલ થયા અને લાકડીઓ મારી મારીને સત્યેન્દ્રને અવલ મંજિલ પહોંચાડી દીધો. આ આઘાત ન જિરવી શકાતાં ચંપાબેને આપઘાત કર્યો. મુનિમને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા હવે છૂટ્ટો દોર મળી ગયો.

સત્યેન્દ્રે પેઢીનો વહિવટ હસ્તગત કર્યો. એની બાહોશી જોઈ સૂર્યપ્રસાદે રાહતનો દમ ખેંચ્યો અને હરદ્વાર જઈ આત્માના કલ્યાણ માટે ભજન, ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં સમય ગાળવા માંડ્યો.

હજુ  બીજા બે ચાર શક્ય અંતો મનમાં આકાર લઈ રહ્યા છે !

પણ આ કથા કોઈ જૂદા જ રાહ પર મારા મનમાં ફંટાઈ રહી છે.

આ આમંત્રણને વધારે જાહેરાત અને પ્રચારથી વધારે લોકો સુધી પહોંચાડી શકાયું હોત. દૈનિકોના માધ્યમનો સહારો લઈ, લાખો લોકો સુધી પહોંચાડી શકાયું હોત. અંગ્રેજી, હિન્દી, મરાઠી , તામીલ., સ્પેનીશ …  ભાષીઓ સુધી આ ઈજન વિસ્તરી શક્યું હોત.

જાતજાતના લોકોની ભાતભાતની વિચારસરણીને છૂટ્ટો દોર આપી શકાયો હોત. અને એક જ મૂળના, એક જ આરંભવાળા વાર્તાપ્રવાહને સાવ વિભિન્ન દિશાઓમાં વાળી શકાયો હોત.

અનુભવી નિરીક્ષકો પાસે આ હંધીય કથાઓનું વિવેચન કરાવી શકાયું હોત. કાબેલ નિર્ણાયકો  પાસે એ સૌનું મૂલ્યાંકન કરાવી ઈનામો આપી શકાયાં હોત.

પણ .. એમ નથી કરવું – નથી કર્યું !

હવે તો આખાયે પ્રયોગ પર સુરેશ જાની બ્રાન્ડ ‘અવલોકન’ કરવાનો વખત આવી પૂગ્યો છે!

…………….

જીવનની બધીયે વાર્તાઓનું મૂળ એક જ. શ્રી. દિનેશ વકીલ જેવા કો’ક   સર્જકને એક દી’ દિવ્ય કે દુષ્ટ વિચાર આવ્યો અને સર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એની ચરમસીમાએ માનવજીવ સર્જાયો અને લો! બધીયે ઘડભાંગ શરૂ. એક જ પ્રસંગ અને અનેક અંત. અનેક વિચાર ધારાઓ, અનેક સંસ્કાર. અનેક ભાષાઓ, ધર્મો, રિવાજો, રસમો, રીતભાતો. અનેક મૂલ્યાંકનો. જ્ઞાન અને વિજ્ઞાન. યુદ્ધ અને વિનાશ. વિજય અને હાર. વિકાસ અને આગેકૂચ. સંસ્કૃતિઓનો પ્રાદુર્ભાવ, ઉત્થાન અને પતન. અનેક સુધારકો, વિચારકો, પેગંબરો, રાજાઓ, સમ્રાટો, સેનાપતિઓ આવ્યા અને ગયા. નકશાઓ બદલાતા રહ્યા. વાતાવરણ અને પર્યાવરણ પલટાતાં ગયાં. અનેક રૂપે નવી નવી વાર્તાઓ આકાર લેતી ગઈ. જીવનની જટીલતા  વધતાં માનવજીવનના સ્ફટિકમાં અનેક પાસાં ઊમેરાતાં ગયાં.

આ જ તો છે. માનવ મનના મેઘધનુષ્યના રંગો. અરે! એ સાત રંગો તો શું? પેઈન્ટ શોપની કલર પેલેટના હજારો રંગોને પણ રજકણ સમાન બનાવી દે; તેવાં આ અફલાતૂન માનવ મનના રંગો છે. એની કથા હજારો મહાભારતને પણ પાછા પાડી દે તેવી મહાકાય છે.

ધન્ય છે શ્રી. દિનેશ વકીલને – ભૂલ્યો એ અજાણ્યા અણદીઠ સર્જકને – જેણે આ ગુરુકથાના નાયક જેવા માનવ જંતુનું સર્જન કર્યું. કદાચ એ પણ પસ્તાતો હશે.

જો કે, આપણા દિનેશ ભાઈ તો આ પ્રયોગથી બહુ ખુશ છે, એવો ઈમેલ સંદેશ મળ્યો છે !!

6 responses to “નવી પેઢી – મારી કથા

 1. dhavalrajgeera મે 7, 2010 પર 8:35 પી એમ(pm)

  “तुन्डॅ तुन्डे मतीरभिन्ना !”

  ભાઈ સુરેશ,

  આ વાતનો અન્ત પણ અનન્ત હોઈ શકે.

  રાજેન્દ્ર ત્રિવેદી

 2. Kanak Gokaldas Sampat મે 7, 2010 પર 11:43 પી એમ(pm)

  koi pan varta no ant sukhad lavvo joiye, jethi navi pedhi ne satya ni rah par chalvano rasto mali sake. khas karine aaj kal ni yuvan pedhi bahuj jaldi upset thai jai chhe atli had sudhi ke sucide kari le chhe. Hamesha be positive ni vaat temna valan ma lavvi jaroori chhe.

  A to dhanya thai gayo, jeni dikri vahal no dariyo.

 3. arvind adalja મે 8, 2010 પર 3:11 એ એમ (am)

  આપે સુચવેલા બંને અંત નહિ ગમ્યા ! નવી પેઢી આપણાં કરતા વધારે ચાલાક સક્ષમ અને નવી ટેક્નોલોજી વાપરતી થઈ છે તે હકિક્ત કદાચ આપણને મોટા અર્થાત વડિલ તરીકેના અહંમને પડકારતી લાગે અને તેથી સુર્યાપ્રસાદને હરદ્વાર આત્માના કલ્યાણ માટે મોકલી આપ્યો જ્યારે ખરેખર તો સુર્યાપ્રસાદે માલિકની ગેરહાજરીમાં પેઢીની દરકાર કરી ધંધામાં વૈવિધ્યકરણ લાવી પ્રમાણિકતાથી ધંધો વિસ્તાર્યો તે જ મારી દ્વષ્ટિએ પ્રભુની ભક્તિ ગણાવી જોઈએ તેને હરદ્વાર શા માટે મોકલવો ?

 4. dinesh vakil મે 8, 2010 પર 6:00 એ એમ (am)

  ગઈ કાલથી સુરેશભાઈના સમાપન ઉપર વિચાર કરતો હતો ત્યાં આજે અરવિંદભાઈની કોમેન્ટ વાંચી થોડું લખવા
  પ્રેરાયો. વાચક તરીકે સરળ, ગમતા અંતવાળી વાર્તા પસંદ કરાય. પરંતુ લેખક તરીકે લેખકને એક વત્તા એક બરાબર બેજ નહિ પણ અગિયાર અથવા તો તેને પસંદ પડે તે લખવાની
  છુટ મળે છે તેથી તે તેની કલ્પનાની સફર ઊંડા અને ઊંચા આકાશમાં શરુ કરે છે. તેની કલમ આ બધી ઉડાનમાં એટલી
  ખોવાઈ જાય છે કે તેના દરેક અંત વાચક માટે આચકા અને આશ્ચર્ય થી ભરપુર હોય છે. જેવી રીતે અમુક ટકા નફો લઈને ધંધો કરનાર વેપારી બહુ આગળ વધી ના શકે, ફક્ત ખાધે પીધે સુખી રહી શકે પણ સાહસી વેપારી ધંધામાં ક્યાં નો ક્યાં આગળ વધી જાય તેમ લેખકની નવી નવી વિચાર શરની
  તેની વિચાર ધારાને ક્યાં ની ક્યાં લઇ જઇ શકે છે અને તે રસ્તે વાચક વિચાર કરવા મજબુર થઇ જાય છે અને ભવિષ્યમાં ક્યારેક આવું બને ત્યારે તે વિચાર ઉપર અમલ કરતો થઇ જાય છે.
  આટલી પ્રસ્તાવના પછી સુરેશભાઈની વાર્તાનો અંત એટલું જરૂર કહી જાય છે કે માનવ નું મન કેટલું ઈર્ષાળુ છે કે ૨૩ વર્ષ સુધી સારી રીતે ધંધો સાંભળ્યા પછી પણ પોતાની અધિકારની કપાત આવતી દેખાય તો માણસ ખૂન કરવાની છેલી પાટલી ઉપર બેસતા શરમાતો નથી.
  તો બીજા અંતમાં થોડી જીંદગી રહી, બહુ ધંધા પછી નિવૃતી હરદ્વાર ગાળી જીંદગી સાર્થક કરવાની વાત પણ ખોટી નથી. મુનીમજી ધંધાથી ભાગી નથી ગયા પણ ધંધો સત્યેન્દ્રને સોપીને નિશ્ચિંત બની ગયા છે.
  જોકે મને પહેલો અંત વધુ ગમ્યો..
  નવી પેઢી તો આવા આચકા થી ટેવાઇ ગયેલ છે.. તે તો આજના જમાનામાં
  આવું બધું જોઇને સમજતી થઈ ગઈ છે. તેને માનસિક તણાવનું કારણ પણ
  આજ છે..જલદી જલદી વધુ પૈસા કમાવવાની ઈચ્છા જ આ બધા સંતાપનું
  મૂળ છે. જો આટલું સત્ય સમજી શકે તો આ વાર્તાના બધા અન્તોનું
  સરવૈયું સુખી જીવન તરફ નું પહેલું પગથીયું બની શકશે.
  મારા એક નાના બીજને સુરેશભાઈએ અહી આપની સર્વેની સામે મુક્યો, આપ
  સર્વે મિત્રોએ તેને જુદા જુદા શબ્દ દેહે અંત આપી પ્રાણ પૂર્યો તે બદલ આપ
  સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર.
  દિનેશ વકીલ

  • Suresh Jani મે 8, 2010 પર 6:57 એ એમ (am)

   હુ વાર્તાકાર છુ અને નથી! હુ વધારે પડતો ‘ અવલોકનકાર છુ. મને ફિલસુફીની વાતો વધારે ગમે છે. ફિક્શન ( કલ્પના કથા) કરતા સત્યકથા વધારે ગમે છે. અને છતાં આ બ્લોગ પર આ નવલુ અભિયાન કરવા હુ દિનેશભાઈના ઈમેલથી પ્રેરાયો હતો. એક જ વાતના કારણે ..

   વાતની શરૂઆત એક હોય પણ અત અનેક હોઈ શકે છે. આ અભિયાને એ પૂરવાર કરી દીધુ છે.

   મારી આ કથામા લખેલુ દોહરાવુ છુ – જીવનની શરૂઆત નાનકડા એક કોશના ગર્ભધારણથી થાય છે. પણ ઉત્પન્ન થતા નવા જીવનો પથ અને અજામ અનેક વિધ હોય છે.

   જો કે, એનો આખરી અજામ એક જ હોય છે!

   આ અભિયાન જ જુઓ ને? હવે તે પતી ગયુ. કશુક નવુ શરૂ થશે!

   પણ એક જ આર્‍ભ અને એક જ અતની વચ્ચે જ આખીયે , સઘળીયે કથાઓ હોય છે.

   એને સુદર બનાવીએ. એને સુખનો પ્રસાર કરતી બનાવીએ , ગમતાને ગુજે ન ભરીએ , એનો ગુલાલ ઊડાડીએ.

   માટે જ બ્લોગર બન્યો છુ ને?

   આ ભાવ દોહરાવવો હતો – માટે જ દિનેશ ભાઈનો ફરીથી આભાર.

 5. arvind adalja મે 8, 2010 પર 12:39 પી એમ(pm)

  શ્રી દિનેશભાઈ
  આપની વાત વાંચી મને અમારા શાળા/કોલેજના દિવસોમાં પેટલીકર પન્નાલાલ ક.મા.મુનશી વગેરેને સાંભળેલા ત્યારે તેઓ કહેતા કે અમો વાર્તા માંડીએ બાદ પાત્રો ક્યારેક અમારા આયોજીત ઈરાદાઓને છેહ આપી પાત્રો પોતાને જે કરાવવું હોય તે જ કરવા અમને ફરજ પાડતા હોય છે. વાર્તાનો દોર અમારા અનેક પ્રયાસો છતાં અમારા હાથમાંથી પાત્રો છીનવી લે છે. ત્યારે આ વાતો અતિશયોક્તિ ભરેલી લાગતી પણ આ અનુભવે સમજાય છે કે તેમની વાતોમાં તથ્ય હતું ! આભાર !
  સ-સ્નેહ
  અરવિંદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: