સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દુર્યોધન

સવારમાં છ વાગે ઊઠી ચાલવા જવું છે. એલાર્મ વાગે છે. એની ઘંટડી દબાવીને સૂઇ જાઉં છું. ‘કાલે જરૂર ઊઠીશ.’

એ કાલ કદી આવતી નથી.

બ્લડ  પ્રેશર હાઈ છે. ડોક્ટરે ચરબીવાળો અને ગળ્યો ખોરાક બંધ કરવાની તાકીદ કરી છે. ખાવાની થાળી આવે છે; અને લાલચ રોકી શકતો નથી. ‘કાલે જરૂર રોકીશ.’

એ કાલ કદી આવતી નથી.

મિત્ર સાથે કારણ વગર ગુસ્સે થઈ ગયો હતો. વાંક મારો જ હતો. ‘કાલે જરૂર એની માફી માંગીશ.’

એ કાલ કદી આવતી નથી.

ઓફિસમાં આજે કોન્ટ્રાક્ટર લાંચ આપી ગયો. લાંચ લેવી અનીતિ છે. ‘હવે કદી એમ નહીં કરું.’ પણ ..

એવો દિવસ કદી આવતો નથી.

રવિવારે ધર્મકથા સાંભળવા અચૂક જઉં છું. ગીતાનો ઉપદેશ બહુ સરસ છે, સીધો હૃદયમાં ઊતરી જાય તેવો છે. પણ ઘેર આવીને તે અચૂક ભુલી જાઉં છું.

जानामि धर्मं न च मे प्रवृत्तिः
जानाम्यधर्मं न च मे निवृत्तिः।

મારામાં દુર્યોધન સંતાઈને બેઠો છે. હું તેને બહુ સારી રીતે જાણું છું.

હું એને હણી શકતો નથી.

પણ કથાના અર્જુન જરૂર બનવું છે.

એવો દિવસ કદી આવતો નથી.

 

17 responses to “દુર્યોધન

 1. hemant shah મે 12, 2010 પર 12:03 એ એમ (am)

  good article BUT IN LIFE ARJUN BANNA JARURI HEY

 2. Sharad Shah મે 12, 2010 પર 3:18 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ્!
  આપણી મનોવ્રુત્તિ ને સુંદર રીતે રજુ કરી.
  આપણે શુભ કામો સદા કાલ પર છોડીએ છીએ અને અશુભ કામો તરત જ કરીએ છીએ. પ્રેમ કરવો હોય તો વર્ષો સુધી વિચાર કરીશું અને ક્રોધ કરવો હોય તો તુર્ત જ કરીએ છીએ. કોઇને ગાળ દેવી છે તો અબઘડી, પણ પ્રેમના બે શબ્દો કહેતાં જીવન વહી જાય છે. હિંસા તતક્ષણ, પણ કરુણા ક્યારે ય નહી. પાછી આશા રાખીએ કે આપણા જીવનમાં શુભ ઘટે.પણ પછી ક્યાંથી ઘટે? આનુ નામ જ અવિદ્યા અજ્ઞાન. બુધ્ધ પુરુષો જે અજ્ઞાન દૂર કરવાની વાત કરે છે તે આ અજ્ઞાનની વાત છે.પણ આપણી બેહોશી એટલી ગહન છે કે આપણે શું કરીએ છીએ તેનુ આપણને સહેજ પણ ભાન નથી. દુખી છીએ, તપ્ત છીએ, અસંતુષ્ટ છીએ પણ તેના કારણો ની ખબર નથી. કદાચ કારણોની ખબર છે તો બદલવા માંગતા નથી.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ શાહ

 3. HETAL મે 12, 2010 પર 5:10 એ એમ (am)

  ગીતાનો ઉપદેશ બહુ સરસ છે, સીધો હૃદયમાં ઊતરી જાય તેવો છે. પણ ઘેર આવીને તે અચૂક ભુલી જાઉં છું.

 4. chandravadan મે 12, 2010 પર 8:03 એ એમ (am)

  પણ કથાના અર્જુન જરૂર બનવું છે.

  એવો દિવસ કદી આવતો નથી.
  Nice Post !
  But….These 2 last lines displays the “failure”…
  And I add…..
  Arjun ghana banyaa chhe…..ane ghana Banse
  Duryodhan (within) jeno maryo tej VIJAY pamyo !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  SJ..Thanks for your visit/comment on Chandrapukar !

 5. dhavalrajgeera મે 12, 2010 પર 9:01 એ એમ (am)

  દુર્યોધન સંતાઈને બેઠો છે, એને હણી શકતો નથી.
  If one can there want be Geeta…….

 6. pragnaju મે 12, 2010 પર 9:17 એ એમ (am)

  जानामि धर्मं न च मे प्रवृत्तिः
  जानाम्यधर्मं न च मे निवृत्तिः। આ પંક્તિઓ તમારી વાત સિધ્ધ કરવા વાપરી!
  સ્વામી સચ્ચિદાનંદજી કહે છે તે પ્રમાણે આપણા ઘણા ખરા સંપ્રદાયો વેદ,પુરાણ,રામાયણ,મહાભારત વિ. ગ્રંથોમાંથી પોતાની વાતને અનુકૂળ આવે તે પંક્તીઓ લઈ પોતાનો મત સિધ્ધ કરે છે.
  દુર્યોધનનો શ્રી કૃષ્ણની શરણાગતીનું ઉતમ ઉદાહરણ છે.સંબંધ જે હોય તે પણ ભાવની પ્રબળતા પર આધાર રાખે છે.દુશ્મન ભાવે પણ ચિંતનનું સાતત્ય જળવાય તો તેનો અણસાર મળી શકે છે.
  તમે જે બે પંક્તીઓ કાઢી નાંખી તે હંમણા યાદ આવતી નથી પણ તેનો અર્થ બરોબર ખબર છે.
  હું કાંઈ કરતો નથી મને જેમ કૃષ્ણએ કરવાનું કહ્યું તેમ જ કર્યું છે.

 7. અશોક મોઢવાડીયા મે 12, 2010 પર 3:05 પી એમ(pm)

  સ_રસ લઘુકથા. ’કાલ કરે સો આજ કર’ નો સરસ બોધ મળ્યો. મને પણ ’લેખ સારો છે, કાલે પ્રતિભાવ લખીશ’ એમ ઘણી વખત થાય છે. પણ એ કાલ કદી આવતી નથી. આજે તો આટલા પુરતો દુર્યોધનને હણી કાઢ્યો !!

 8. Pingback: Duryodhan | Expressions

 9. readsetu ઓક્ટોબર 23, 2017 પર 5:24 એ એમ (am)

  સાચી વાત છે.
  આપણે એક રાહના રાહી છીએ.
  પણ હવે લાગે છે કે એ દિવસ અમુક અંશે આવશે ખરો.
  એ રસ્તે પગલાં મંડાઈ ચુક્યા છે.

  • સુરેશ ઓક્ટોબર 23, 2017 પર 6:21 એ એમ (am)

   હા. મારો એ આનંદ કે, કોઈને જાગૃતિ આવે.
   પણ જાગૃતિનો અર્થ એ નથી કે, બીજાના માર્ગે જવું. દરેકનો માર્ગ નિયતિએ
   અથવા દાદા ભગવાન કહે છે તેમ, કોઈક વ્યવસ્થિત અને અજ્ઞાત શક્તિએ પૂર્વ
   નિર્ધારિત કર્યો હોય છે. આપણે આપણા ફાળે આવેલ માર્ગે જ જવું જોઈએ. મોટા ભાગના
   ખોટા દોરવાઈ જાય છે કે, ફલાણા કે ઢિંકણા ગુરૂ કે સદ વ્યક્તિ જેવા બનવા કોશિશ
   કરીએ. આ સૌથી મોટી અને સર્વ વ્યાપક ગેરસમજ છે. જેના અંતે આપણે ઠેરના ઠેર જ
   રહી જતા હોઈએ છીએ.
   જાગૃતિ આવે એટલે ધીમે ધીમે આપણો રસ્તો એની મેળે જ ખુલતો જાય છે. આપણે કશું
   બનવાનું છે જ નહી.
   માત્ર જેવા હોઈએ તેવા જ હોઈને રહેવાનું છે. ફરક માત્ર એ જ છે કે, એમ ઊંઘતા
   નહીં, પણ સતત જાગતા રહીને.
   આથી જ હું ઘણા ગુરૂઓને એક સામટા ફોલો કરું છું !

   2017-10-23 5:24 GMT-05:00 સૂરસાધના :

   >

 10. rjexpressions નવેમ્બર 10, 2017 પર 2:47 પી એમ(pm)

  So True!! We need to work hard to remove the Duryodhan inside us.

 11. Pingback: વજ્રાસન – ભાગ -૨ , અફલાતૂન તબીબ | સૂરસાધના

 12. Rajul Kaushik ઓક્ટોબર 8, 2019 પર 1:13 પી એમ(pm)

  जानामि धर्मं न च मे प्रवृत्तिः
  जानाम्यधर्मं न च मे निवृत्तिः।…
  દુર્યોધનમાં તો એટલી તાકાત છે કે પોતાના અવગુણ કબૂલે તો છે…

  કથાના અર્જુન બનવું તો છે પણ સંતાયેલા દુર્યોધનને હાંકી કાઢવાની તાકાત તો જોઈએ ને?
  આશા રાખીએ એ દિવસ જરૂર આવશે.

  वो सुबहा कभी तो आयेगी….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: