સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જભ્ભા સીવડાવ્યા

અમે ગરદીથી ઊભરાતા અમદાવાદના ગાંધી માર્ગ પર ખરીદી કરવા નીકળ્યાં હતાં – મારી પત્ની અને હું જ તો. આમ તો બધી ખરીદી પતી ગઈ હતી : શાકભાજી, ચંપલો, દિકરાઓના શર્ટ અને પેન્ટ પીસ, વિગેરે વિગેરે.  પાછા સાબરમતી તરફ પ્રયાણ કરવાની વેળા આવી ગઈ હતી. ત્યાં જ મારી ઈવડી ઈએ ગાડી બાલાહનુમાન તરફ લેવડાવી. સાવ સાંકડો, એકમાર્ગી રસ્તો હતો.

મેં પૂછ્યું ,” કેમ હજુ કાંઈ ખરીદી બાકી છે?”

તેણે અકળ મૌન સેવ્યું. આમ ઘણી વખત બનતું આવ્યું હતું; એટલે મને ખાસ નવાઈ ન લાગી. ‘એ તો એમ જ હોય!’ મેં વિચાર્યું.

તેઓશ્રીએ ગાડી એક પોળના ચોગાનમાં પાર્ક કરવાની ડ્રાઈવરને સૂચના આપી. અમે ઉતર્યા અને હું ઢસડાતો, થોડો અકળાતો તેની સાથે આગળ વધ્યો. એક દરજીની દુકાન આગળ અમારી જોડી આવી પહોંચી. મારા આશ્ચર્ય વચ્ચે એ લેડીઝ ટેલરની દુકાન ન હતી. જભ્ભાવાળા સ્પેશિયાલિસ્ટની દુકાન હતી. મને થયું ,” આ ઉમ્મરે આને મોડર્ન ડ્રેસ પહેરવાનો શોખ ક્યાંથી થયો? કદાચ છોકરાઓ માટે જભ્ભા સીવડાવવાના હશે. પણ એમનાં માપ? ‘

અમે ઉપર ચઢ્યા અને શ્રીમતિજીએ દરજીને કહ્યું, “ આમનું જભ્ભાનું માપ લઈ લો.”

મેં આશ્ચર્યથી કહ્યું ,”પણ કાપડ તો લીધું નથી.”

સાથેની થેલીમાંથી સરસ મજાના ત્રણ પીસ દરજી ભાઈના ટેબલ પર મૂકાઈ ગયા. ત્રણે ત્રણ મારી પસંદગીના રંગો જ.

હવે મને તે દિવસનું કાવતરું સમજાયું. અને હું મારી વહાલી પર ઓવારી ગયો. ઓફિસના કામમાં યુનિફોર્મ અને બીજે પેન્ટ શર્ટ પહેરનાર મને જભ્ભા/પાયજામા પહેરવા બહુ જ ગમતા – હજુ પણ ગમે છે. તેણે યાદ રાખીને, મારાથી છાના આ પીસ ખરીદ્યા હતા; અને તે દિવસે એમાંથી જભ્ભા બનાવવાનું મુરત પાકી ગયું હતું. આવી નારીના ભરથાર થવા માટે ગર્વ અનુભવતો, મહિના બાદ એ જભ્ભા લેવા હું જ ગયો હતો.

મને ખાતરી છે કે, ભારતીય નારીની આ ખાસિયત મોટા ભાગના પુરુષોએ જરૂર અનુભવી હશે; અને પ્રસન્ન દામ્પત્યનો સ્વાનુભવ અવશ્ય કર્યો હશે.

12 responses to “જભ્ભા સીવડાવ્યા

 1. Devendra Desai મે 15, 2010 પર 2:23 એ એમ (am)

  This shows his weakness;he cannot select fabric
  of his liking and is forced to tag along to the tailor.
  It seems the person does not know what he wants
  and even if he knows,he cannot buy.
  Devendra

 2. dhavalrajgeera મે 15, 2010 પર 8:22 એ એમ (am)

  જીવનમા નિસ્ફ્રુઈ રહેતો જીવ છે ને કોઈપણ લાલસા નથી તેની આ કથા ?

  “લાગેછે – હજુ પણ ગમે છે! ”

  “તેણે યાદ રાખીને, મારાથી છાના આ પીસ ખરીદ્યા હતા..મહિના બાદ એ જભ્ભા લેવા હું જ ગયો હતો.”

 3. B.G.Jhaveri મે 15, 2010 પર 11:29 એ એમ (am)

  The greatness of the Greatman is supplemented by the better half.

 4. Ullas Oza મે 16, 2010 પર 12:06 પી એમ(pm)

  જીવન સન્ગિની – જીવનને સંગીન અને સંગીતમય બનાવે.
  ગૃહિણી ઘર દીસે સાચી, બધુ સૂનૂ વિના ઍના,
  બની પ્રિયવાદીની ભાર્યા, જીવન મુજ ઍ ભરી દેજો,
  નિહાળી ઍક-બીજાને પરસ્પર પ્રેમ-વૃદ્ધિ હો,
  પ્રભુ નાનકડુ ઘર મારૂ સદા તારુ જ મંદિર હો !

 5. "માનવ" મે 17, 2010 પર 11:13 એ એમ (am)

  જભ્ભા..

  વાહ! દાદા વાહ..!

  અમેરીકા માં કોઈ દરજી સીવે છે કે નઈ?

 6. jennie મે 18, 2010 પર 10:47 એ એમ (am)

  sureshji,

  very touching post.
  shall i ask you a question?
  without waiting for your answer.
  here is my question….

  there is a wife, since the first day of marriage, husband says you dont consider house as your own, family as your own and dont do anything for them.

  she is the youngest in the house and gets up at 5:15 or 5:30 to make tea for her mother in law. her elders have refused to do so. she cleans mess of house, she cooks for family members, she go to office and then work part time till 1 in the night. when husband is out she dont eat food waiting for him. she dont ask husband to buy anything for her, neither ask him to pay her mobile or petrol bills. she has not asked him to take for movie or take her out. she does her work silently. She raise her voice against mess and dirty things in house. Since first day of marriage she was not allowed to meet her parents. when she asked to see her parents, her husband shouted on her and made a scene.
  After 3 months , she was told, he just earn 45oo and have all kind of bad habits. she earns 18000. she silently tolerated this cheating. But was unable to find any change in his attitude. He was still rude and never thought of her. To keep his words, she observed fast without food and water for 11 consecutive Thursday. Whenever she use to lay her plate to eat food, he use to make fuss and would make her get up of plate.

  After tolerating all this, she listens, she is not a good wife and she has not treated him as husband.

  Then can you tell me how can she become husband?

 7. Rupen patel મે 19, 2010 પર 9:28 એ એમ (am)

  દાદા તમે જે બાલા હનુમાન એક માર્ગી રસ્તા તરફ ગાડી વાળવા તે સમયગાળા વખતે કહ્યું તે જગ્યાએ આજના સમયે સાયકલ લઈને જવું પણ અઘરું છે, રીલીફ રોડ પર ખોદ કામ ચાલુ હોવાથી મોટોભાગનો ટ્રાફિક ગાંધી રોડ પર ડાયવર્ટ થાય છે અને દિવસ દરમ્યાન માત્ર ચાલીને જવું જ શક્ય છે. મારું ખાડિયા નેટીવ હોવાથી ઘણી વાર જવાનું થાય તો પગપાળા જ જવાનું પસંદ કરું છું.

 8. pravina Avinash મે 19, 2010 પર 6:14 પી એમ(pm)

  You love ‘Jabhbha” so she did it. Some American (Kahevata) does Suits like this.
  Custom made suits are very expensive here.
  Raymond and Gwalior suitings , if you remember. Good you have loving wife.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: