સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કેલેન્ડર – એક અવલોકન

રોજ સવારે હું એને ખોલું છું; અને અદરથી બે ગોળી કાઢીને ગળી જાઉં છું!

કેમ નવાઈ લાગી ને? હા! એમ છે. અહીં એને આમ તો પિલબોક્સ કહે છે.

પિલબોક્સ

રવિવારથી શનિવાર સુધીના સાત ખાનાંરોજ લેવાની ગોળીઓ એમા મૂકી દઈએ, એટલે ગોળી લીધી તેનો હિસાબ સચવાઈ રહે. આથી એને હુ કેલેન્ડર કહું છું. પહેલાં આમાં બહુ ગોટાળો થઈ જતો હતો. લોહીના દબાણને મર્યાદામાં રાખવા લેવાની ગોળી લીધી કે નહીં; તે ઘણી વાર ભૂલાઈ જતું હતું. હવે કેલેન્ડર આવવાથી રાહત થઈ ગઈ છે.

જાતજાતના કેલેન્ડરદિવાલ પર રાખવાનું મહિનાવાર કેલેન્ડર. રોજની તારીખ ફાડવાનું ડટ્ટા કેલેન્ડર. આખા વર્ષના બધા મહિના બતાવતું વાર્ષિક કેલેન્ડર. સૌથી સરસ તો કોમ્પ્યુટરનું કેલેન્ડર. એમાં આજની તારીખ તારવેલી જૂદી દેખાઈ આવે. જોડે પાછી રૂપાળી ઘડિયાળ તો ખરી જ!

કોમ્પ્યુટરનું કેલેન્ડર

કેલેન્ડરનો પ્રતાપ.

વીતતા દિવસોની, મહિનાનોની, વર્ષોની ગણતરી હાથવગી કરી દે. રોજનો હિસાબ. ભૂત અને ભવિષ્યનો ચિતાર.

રોબિન્સન ક્રુઝો યાદ આવી ગયો. બિચારો, વખાનો માર્યો અજાણ્યા ટાપુ પર એકલો આવી પડ્યો અને પહેલા કે બીજા દિવસે તેને વીતતા દિવસોનો હિસાબ રાખવાનું સૂઝ્યું. ઝાડ પર ચપ્પાથી કાપા પાડી, તેણે પોતાનું આગવું કેલેન્ડર બનાવી દીધું. સાત કાપે મોટો કાપો એટલે રવિવાર જૂદો તરી આવે. મહિનો પૂરો થાય એટલે વળી વધારે લાબો કાપો. આમ જેટલા વર્ષ ટાપુ પર રહ્યો; તેની તારીખ, મહિનાની બધી વિગત તેણે સાચવી રાખી.

અમેરિકા આવ્યો હતો; ત્યાર બાદ પહેલી વાર દેશમા પાછો ગયો હતો ત્યારની યાદ તાજી થઈ ગઈ. જૂની ડાયરીઓ કબાટમાં સાચવીને રાખી હતી. નકામી વસ્તુઓ કાઢી નાંખવાનું અભિયાન હાથ ધર્યુ હતું. તેના અંતર્ગત, ડાયરીઓ ફેંકી દેવા વિચાર હતો. એક વર્ષની એક ડાયરી. ઘણી બધી ભેગી કરેલી હતી. પાનાં ફેરવતાં વિતેલા ભૂતકાળમાં સરી ગયો.

નાની નાની ઘટનાઓ. ઘણી બધી બિન જરૂરી બાબતો.

પણ અમૂકે તો યાદગાર ઘટનાઓની તવારિખ નજર સમક્ષ ખડી કરી દીધી. પ્રવાસો, મૂલાકાતો, કરેલાં, નહીં કરેલાં, કરવાનાં કામોની વિગતો. વ્યથાઓ, સંઘર્ષો, ચિંતાઓ, યુદ્ધો, આશાઓ, ઉલ્લાસો, વિજયો, પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ, નવા પરિચયો, તૂટેલા સંબંધો. વિતેલા આયખાનો દિવસવાર ચિતાર.

કલાક, બે કલાક વિતી ગયા. હવે બધુ વ્યર્થ લાગતું હતું. હવે પ્રસ્તુત હતું. બધી ડાયરીઓ પત્નીની તાકીદ યાદ કરી ફગાવી દીધી. પસ્તી ભેગી કરી દીધી.

મનમા તુમૂલ યુધ્ધ જાગી ઊઠ્યું. જીવનની ઘટનાઓ જ્યારે ઘટતી હતી; ત્યારે કેટલો બધો મનનો કબજો લઈ લેતી હતી? સમગ્ર ચિત્તને ખળભળાવી દેવાની એમનામાં ગુંજાઈશ હતી. હવે તે બધીયે વહી ગયેલા પવનની કની અદ્રશ્ય થઈ ગઈ હતી. ડાયરી એની યાદ તાજી કરાવી ગઈ.

અને ડાયરીઓ હવે નષ્ટ થઈ ગઈ છે. બધો ભૂતકાળ ભૂંસી દીધો. હવે તો નિવ્રુત્ત થઈ ગયો છું. નવી ડાયરી નથી રાખી.

હવે માત્ર વર્તમાનમા જીવવાની ટેવ પડવા માડી છે.

હવે તો નષ્ટ કરેલી ડાયરીઓની વિગતોએ વધારી દીધેલા, લોહીના દબાણને સયમિત કરવા લેવાની ગોળીઓનો હિસાબ રાખવા પિલ બોક્સ એક માત્ર જરૂરી કેલેન્ડર છે!

11 responses to “કેલેન્ડર – એક અવલોકન

 1. pragnaju મે 18, 2010 પર 10:09 પી એમ(pm)

  વધારામા દુનિયાને ગભરાવનારું આ માયા કેલેન્ડર—

  21 ડિસેમ્બર 2012માં દુનિયા ખતમ થઇ જવાના કરવામાં આવી રહેલા દાવાઓ છતાં માયા સભ્યતાના એક વૃધ્ધે કહ્યુ હતું કે, 2012માં દુનિયા ખતમ નહીં થાય. એપોલિનારિયો ચિલે પિક્સટનનું કહેવું છે કે, આ દુનિયા ખતમ થવાના સવાલ સાંભળી સાંભળીને પોતે કંટાળી ગયા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ગયા વર્ષે ઇંગલેંડ પાછા ફર્યા છે અને ત્યાંના લોકોએ મને આજ સવાલ પૂછી પૂછીને થકવાડી દીધો હતો. પણ હું દાવા સાથે કહું છું કે આવું કાંઇ થવાનું નથી.
  માયા સભ્યતાનું કેલેન્ડર 21 ડિસેમ્બર 2012ના રોજ દુનિયા ખતમ થઇ જવાની છે અને ખગોળ વિજ્ઞાનમાં રૂચી લેવાવાળા લોકોએ નક્ષત્રોના આધારે અનુમાન લગાવ્યું છે કે આ દિવસે દુનિયા ખતમ થઇ જશે. આવું 25,800 વર્ષોમાં એકવાર થાય છે. જોકે, પુરાતત્વવિદો, ખગોળવિદો અને માયા સંસ્કૃતિ સાથે સંકળાયેલા લોકોની વાત માનવામાં આવે તો ધરતી પર એવી એક વસ્તુ ટકરાવાની છે જે છે નવા યુગની ફિલોસોફી.
  ઇન્ટરનેટ પર પણ પ્રલયની અફવાઓ ચાલી રહી છે. ટીવી પર બતાવવામાં આવી રહેલા વિશેષ કાર્યક્રમ, હિસ્ટ્રી ચેનલ પર બતાવવામાં આવી રહેલા કાર્યક્રમ પ્રસારિત કરીને પૂછવામાં આવે છે કે શું ખરેખર 2012માં દુનિયા ખતમ થઇ જશે?
  જોકે, પિક્સટન માટે હજૂ સુધી મુશ્કેલીઓ સમાપ્ત નથી થઇ કારણકે, આવતા મહિને 2012 ફિલ્મ રિલીઝ થઇ રહી છે. જેમાં ભૂકંપ, ઉલ્કવૃષ્ટિ અને સુનામીના માધ્યમથી દુનિયાના વિનાશને દર્શાવવામાં આવ્યો છે. કોનોલ યુનિવર્સિટીના એન.માર્ટિનનું કહેવું છે કે, કોઇ ખગોળવિદને પૂછવામાં આવે તો ખ્યાલ આવશે કે લોકો આ ઘટનાથી કેટલા ડરેલા છે. તેમની પાસેતો સ્કૂલમાં ભણતા બાળકોના મેલ આવે છે જેમાં તેઓ લખે છે કે મરવા માટે તેમની ઉંમર હજૂ ઘણી ઓછી છે.

 2. pragnaju મે 18, 2010 પર 10:17 પી એમ(pm)

  “…રોજ સવારે હું એને ખોલું છું; અને અદરથી બે ગોળી કાઢીને ગળી જાઉં છું!”

  આજના યુવાવર્ગમાં નાઝી પિલ અથવા યાબા નામની ગોળીઓ લોકપ્રિય છે. આ કેફી પદાર્થ લેવાથી આંખો સામે કેલિડોસ્કોપની જેમ રંગીન દ્રશ્યો રચાય છે અને ભ્રમણા(હેલ્યુસિનેશન)નો આખો સંસાર રચાઈ જાય છે. આજકાલ એમડીએલ અથવા સ્પાર્કલનો ઉપયોગ શરૂ થયો છે. યુવાનોની પરસ્પર વાતચીતમાં આ ડ્રગ્સના નામો ‘ભૂલભૂલૈયા’ અને ‘મ્યાઉં’ છે

 3. Ramesh Patel મે 18, 2010 પર 10:46 પી એમ(pm)

  ડાયરી એ આપણી જીવન શૈલીની તવારીખ હતી.આપણી

  અગત્યની રોજનીશી હતી.આજની જરૂરીયાત પ્રમાણે

  હવે ભલે તે ભૂતકાળ બની નામ શેષ થઈ જાય,તેના થકી

  આપણે જીવન નૌકા હંકારી છે.

  જીવન દર્શન કરાવતો આ લેખ લાગણીઓને ઢંઢોળી ગયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. દિનકર ભટ્ટ મે 18, 2010 પર 11:05 પી એમ(pm)

  ઘણી વખત એવું બન્યું છે કે ડાયરીમાં કોઇ જુના દિવસોનું પાનું અજાણતા જ ખુલી જાય અને કોઇ ભુલાઇ ગયેલી ક્ષણો તાજી થઇ જાય.

  એમ થાય છે કે ડાયરીમાં નોંધ ટપકાવવાની ટેવ સારી હતી જે હવે નથી બનતું.

 5. dhavalrajgeera મે 19, 2010 પર 5:35 એ એમ (am)

  જીવનની ગોળીની ડબ્બી.

  “…રોજ સવારે હું એને ખોલું છું; અને અદરથી ગોળી

  કાઢીને ગળી જાઉં છું!”

  સાત દીવસમા રોજ ખાવાની.

  પરઆધારે જીવન ટકાવવા મા કે માવજત કરતી

  વ્યક્તિની જરુરત પડે !

  એ અવસ્થા એ બાળપણ ને વ્રુધ્ધાવસ્થામા.

  ડબ્બી ખાલી થાય ને ભરે કોણ ?

  કોના આધારે જીવવાનુ ?

  દવાના કે ડબ્બી ભરનારના?

  હવે માત્ર વર્તમાનમા જીવવાની ટેવ છે.

  ને ખાનાર એ આપેલુ ખાય ના તો શુ ?

  જરૂરીયાત પ્રમાણે જીવન છે.

  રાજેન્દ્ર ત્રિવેદી

 6. Valibhai Musa મે 19, 2010 પર 8:41 એ એમ (am)

  માનનીય સુરેશભાઈ,

  આજના ‘કેલેન્ડર’ ઉપરના આપના અવલોકનની વાત તો પછી લખીશ, પણ આપની ‘અવલોકન’ની આખી લેખમાળા વિષે મારો પ્રતિભાવ પ્રથમ આપવાની મારી તાલાવેલીને હું રોકી નથી શકતો. આપણે પ્રાથમિક શિક્ષણ દરમિયાન ‘અવલોકન કરવાની ટેવ’ શીર્ષકે એક પાઠ ભણી ગએલા. એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે, જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન હતું. પેલો વટેમાર્ગુ પેલા ઊંટવાળાને તેના ઊંટની નિશાનીઓ કહી સંભળાવે છે કે તે ઊંટ ડાબી/જમણી (યાદ નથી) આંખે કાણું, એક પગે લંગડું અને અમુક દાંત પડી ગએલા હોય તેવું હોવું જોઈએ. આ તેની અવલોકન કરવાની ટેવના કારણે શક્ય બન્યું હતું. રસ્તાની એક જ બાજુ તરફનાં અડધાં કરડાએલાં ઝાડનાં પાંદડાં અને જમીન ઉપરના એક પગલાની અધૂરી છાપ એ તેના તારણ માટેનાં સહાયક કારણ (અવલોકનો) હતાં.

  સુરેશભાઈનાં અવલોકનો કંઈક એવાં જ છે અને તેથી જ તો તેઓ ગમે તેવા સામાન્ય વિષયને માત્ર અવલોકનના આધારે જ નહિ, પણ સાથે સાથે પોતાની કુદરતી વર્ણન શક્તિના આધારે જીવંત બનાવી શકે છે. જૂના જમાનામાં ગામડે ગામડે પગીઓ મળી રહેતા કે જે પગલાંની છાપનું અવલોકન કરીને ચોરને પકડી પાડવામાં મદદરૂપ થતા હતા. કોઈ નામચીન ચોરનું તો પહેલું જ પગલું જોઈને ચોરનું નામ બતાવી દેતા હતા. આ એમના માટે એ કારણે શક્ય બનતું હતું કે એક તો તેમની આ કળામાં તેમનો વારસાગત અનુભવ કામે લાગતો હતો અને બીજું તેમની અવલોકનશક્તિ ધારદાર રહેતી હતી.

  આ લેખમાં સુરેશભાઈ કેલેન્ડરને સીમિત અર્થમાંથી વ્યાપક અર્થમાં લઈ ગયા તે તેમના કૌશલ્યની સાક્ષી પૂરે છે. તો વળી રોબિન્સન ક્રુઝોનો ઉલ્લેખ વાંચક માટે માહિતીપ્રદ બની રહે છે. વચ્ચે મારા તરફની ‘કેલેન્ડર’ નો વિષય હોઈ ‘અઠવાડિયા’ શબ્દ વિષેની થોડીક ભાષાશાસ્ત્રીય વાત મૂકી દઉં. ભાષાવૈજ્ઞાનિકો શબ્દોની વ્યુત્પત્તિઓ સમજાવતા હોય છે. ‘અષ્ટ’ ઉપરથી ‘અટ્.ઠ’ – ‘અઠ્ઠ’ – ‘આઠ’ એમ બન્યું હોઈ અઠવાડિયા શબ્દમાં પ્રારંભે ‘અઠ’ હોઈ ‘આઠ’ ની સંખ્યા સૂચવે છે, જ્યારે અઠવાડિયું તો સાત દિવસનું હોય છે, તો ગુજરાતી આ શબ્દમાં આવું કેમ જોવા મળે છે એ વિચાર માગી લેતો મુદ્દો છે. હિંદીમાં તો સ્પષ્ટ રીતે ‘સપ્તાહ’ શબ્દ છે જ.

  સુરેશભાઈના સહવાસની અસરે ‘અઠવાડિયા’ શબ્દે મારાં અવલોકનો તો નહિ, પણ અનુમાનો કંઈક આવાં છે. ગામડાંઓમાં ઢોરઢાંખરની ખરીદીમાં નાણાં ચુકવણીની અઠવાડિયાની મુદ્દત આપવાનો રિવાજ હતો. પણ લોકો યાદ રહે તે માટે વારથી વાર ગણતા, અર્થાત્ સોમવારે સોદો કર્યો હોય તો પછીના સોમવારે જ નાણાં ચુકવવામાં આવે. આમ બંને છેડે સોમવાર આવતાં દિવસોની સંખ્યા ‘આઠ’ થાય, પણ વાસ્તવમાં એને અઠવાડિયું જ સમજવામાં આવતું હતું. મારી આ પૂર્વધારણાને સમજાવવા માટે મારે એક ઉદાહરણ આપવું પડશે. દા.ત. સો સો મીટરના અંતરે થાંભલા ઊભા કરવાના હોય તો સાતસો મીટરના અંતરમાં શરૂઆતના એકથી શરૂ કરતાં કુલ્લે 1 + 7 = 8 થાંભલાની જરૂર પડે, પણ અંતર તો સાતસો મીટરનું જ ગણાય!

  મારી કોમેન્ટની સમાપ્તિએ એક નાનકડી વાત કે લેખક કેવી સિફતભરી રીતે ‘કેલેન્ડર’ ઉપરથી આપણને ‘ડાયરી’ ઉપર લઈ જાય છે! મારા મતે ડાયરી અને કેલેન્ડરને તેમની રચના અને ઉપયોગીતાની દૃષ્ટિએ સમાન ગણીને એકબીજાના પર્યાયમાં સમજીએ તોયે ડાયરીને ખાનગી જ ગણવી પડે, જ્યારે કેલેન્ડર તો સાર્વજનિક; એક કહેવતનો અનર્થ ન કરવામાં આવે તો ‘ગરીબની વહુ સૌની ભાભી!’ ની જેમ જ!

  ધન્યવાદ. લિખતે (લગે) રહો સુરેશભાઈ!

  સ્નેહાધીન,

  વલીભાઈ મુસા

 7. Pingback: (196) ભાવપ્રતિભાવ – ૨ (શ્રી સુરેશ જાની) * કેલેન્ડર-એક અવલોકન | William's Tales

 8. Pinki જૂન 9, 2010 પર 12:48 એ એમ (am)

  very true….. self-experienced !!

  and so many times, think too ….
  why I collected and now I throw it ,
  which deed is right ? but didn’t get answer 😦

 9. Pingback: ઘડિયાળ – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: