સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગરમ ઠંડા પાણીના નળ- એક અવલોકન

હું ગરમ પાણીનો નળ ચાલુ કરું છું; પણ ઠંડું પાણી જ આવે છે. થોડીક વાર પછી જ  ગરમ પાણી શરૂ થાય છે. વોટર હીટરમાં ગરમ પાણી તો તૈયાર જ છે. પણ મોટા ભાગની પાઈપ ઠંડા પાણીથી ભરેલી છે. ગરમ પાણીને નળ સુધી આવતાં વાર લાગે છે.

હું ગરમ પાણીનો નળ વધારે ખોલું છું; પણ બહાર નિકળતા પાણીનું ઉષ્ણતામાન તરત વધતું નથી. થોડીક વાર બાદ જ વધારે ગરમ પાણી આવવાની શરૂઆત થાય છે.

ઇલેક્ટ્રિક સ્ટવની સ્વિચ ચાલુ કરું છું; પણ ખાસ્સી વાર બાદ કોઇલ લાલ બને છે.

આ કોમ્પ્યુટરનો પાવર સપ્લાય ચાલુ કર્યા બાદ, કોમ્પ્યુટર બૂટ થતાં ઘણો વખત થાય છે.

અતિશય ઝડપી ઘોડાની રેસમાં પણ થોડીક મિલિ સેકન્ડના ફરકમાં એક ઘોડો પહેલો આવવાના બદલે બીજો આવી જાય છે.

સતત ચાલતા દેખાતા ચલચિત્રમાં એક સેકન્ડમાં ચાલીસ ફ્રેમો બદલાય છે. દરેકની વચ્ચે, સાવ નાનકડા સમય માટે પડદા પર અંધાર છવાઈ જતો હોય છે. આપણે તે જોઈ શકતા નથી; પણ તે હોય છે તો ખરો જ!

એન્જીનીયરિંગ ભાષામાં આને પ્રોસેસ ટાઈમ લેગ કહે છે. કશું તરત નથી થતું હોતું. દરેક ઘટનાને ઘટવા માટે અમૂક સમય જોઈતો હોય છે. આમ તો સઘળું પરિવર્તનશીલ હોય છે; પણ કોઈ પણ પરિવર્તન એકાએક નથી થતું હોતું.

જીવન સતત બદલાતું રહે છે. પણ દરેક બદલાવ કાંઈક ને કાંઈક સમય માંગી લે છે. ગર્ભાધાન પછી બાળકને પૂર્ણ બનવા નવ મહિના અને નવ દિવસ લાગે છે. 20-25 વર્ષે સાવ અબૂધ બાળક ભણી ગણીને કમાવા માટે તૈયાર બને છે. અને સાચી સમજ આવતાં મોટા ભાગનું જીવતર વ્યતિત થઈ જાય છે; અરે! આખી જિંદગી વહી જાય તો પણ સત્ય તો સાવ ગોપિત જ રહી જાય છે!

સામાજિક પરિવર્તનો આવતાં તો સૈકાઓ નિકળી જાય છે.

એક સ્વિચ ઓન થાય અને અનેક ઘટનાઓ આકાર લેવા માંડે; પત્તાંનો મહેલ કડડભૂસ બનીને તુટી પડે, એમ બનતું હોય છે. ( આ વાંચવા માટે અહીં ‘ક્લિક’ કરો. ) પણ એ સ્વિચ ઓન થવા માટે પણ ભૂમિકા સર્જાવી જોઈતી હોય છે.

આપણે કશુંક બદલાય તેમ ઝંખતા હોઈએ; પણ તે માટે રાહ જોવી પડે છે ; ધિરજ રાખવી પડે છે.

કેવી અજબની આ કુદરતી કરામત છે?

9 responses to “ગરમ ઠંડા પાણીના નળ- એક અવલોકન

 1. Vijay Dharia મે 26, 2010 પર 7:24 એ એમ (am)

  સુરેશભાઈ,

  દરેક વસ્તુ કે ઘટના એક ચોક્કસ સમય માંગી લે છે. ‘ઉતાવળે આંબા ન પાકે’ કે ‘ધીરજના ફળ મીઠા’ જેવી આપણી કહેવતોમાં નર્યું સત્ય અને અનુભવનો નિચોડ રહેલો છે. વર્ષો પહેલા માનવ સ્વભાવને લગતા કોઈ અંગ્રેજી લેખમાં વાંચ્યાનું યાદ છે કે ધીરજ રાખનારા માણસો શાંત, peace loving, અને પરોપકારી સ્વભાવના હોય છે જ્યારે ધીરજના અભાવવાળા અશાંત અને સ્વાર્થી હોય છે માટે એવા લોકોથી safe distance રાખવું હિતકર છે.

 2. Chirag મે 26, 2010 પર 8:05 એ એમ (am)

  દરેક બાબતે “સન્ધિકાળ” જેવો સમય લાગુ પડે છે! એને “પ્રાઈમિંગ” પણ કહી શકાય કે “ઈનીશીઅલાઇઝેશન” પણ કહી શકાય.

 3. Sharad Shah મે 26, 2010 પર 1:15 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  સૂફી સંત સાંઈબાબાએ એક સૂત્ર આપેલ છે. “શ્રધ્ધા અને સબૂરી” બહુમુલ્ય સૂત્ર છે. જીવનમાં ઉતરે તો બેડો પાર.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

 4. Pingback: ગરમ ઠંડા પાણીના નળ- એક અવલોકન | indiarrs.net Featured blogs from INDIA.

 5. rajeshpadaya મે 27, 2010 પર 5:13 એ એમ (am)

  રાહ જુએ, વેળા જુએ એ મનુષ્ય કહેવાય,

  યા હોમ કરી જે કુદી પડે એ મહાન કહેવાય,

  અને એક ધડાકે બધુ બદલી નાંખે એને પરમેશ્વર કહેવાય !!

  અતિ વિચારણીય લેખ છે, ધન્યવાદ સર્વે ભાઈઓના….

 6. Ullas Oza મે 27, 2010 પર 6:54 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ,
  સુંદર અવલોકન.
  આપણે ત્યાં કહેવત છે “ધીરજના ફળ મીઠા” અને “ઉતાવળે આંબા ન પાકે”.
  “slow and steady wins the race”.
  ઉલ્લાસ

 7. રશ્મિકાન્ત દેસાઈ (તતુડી) મે 27, 2010 પર 7:23 એ એમ (am)

  ભગવાન કે ઘર દેર ભી નહિ હૈ, અંધેર ભી નહિ હૈ, કેવલ પ્રોસેસ ટાઇમ હી હૈ.

 8. pragnaju જૂન 11, 2010 પર 6:59 એ એમ (am)

  માલી સીંચે સો ઘડા

  ઋતુ આયે ફલ હોત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: