સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રમત – શૂન્ય ચોકડીની : એક અવલોકન

ટિક ટેક ટો

કોને આ રમત ખબર નહીં હોય?

બે જ ખેલાડી. એકે   શૂન્ય દોરવાનું અને બીજાએ ચોકડી. વારાફરતી વારા. ત્રણ શૂન્ય કે ત્રણ ચોકડી એક લાઈનમાં લાવી શકે ; તે રમત જીતી જાય. બહુ જ જાણીતી રમત. કશુંય  સાધન હાજર ન  હોય તો પણ; ધૂળમાં સળેખડીથી લીટીઓ પાડીને અને કાંકરા વડે પણ રમાય. બહુ લાંબી આ રમત ન ચાલે. તરત ફેંસલો આવી જાય.

જીતવા માટે એ ચાલાકી જોઈએ કે, ત્રણ ખાનાંમાં તમારી કુંકરી એવી રીતે લાવી દો કે એની આજુબાજુ ક્યાંક બે  ખાનાં ખાલી હોય.

આમ …

સામે વાળી વ્યક્તિ ગમે તે ચાલ ચાલે; તમારી જીત નિશ્ચિત. જો આજુબાજુમાં એક જ ખાનું ખાલી હોય તો સામેવાળી વ્યક્તિ પટ્ટ દઈને ત્યાં ચાલ ચાલે ; અને તમારી જીતવાની તક ગઈ.

જીવનની રમતમાં આમ જ થતું હોય છે ને? નસીબની આડેના પાંદડા જેવું, એક જ બારણું ખૂલી જાય : એવી રાહ આપણે જોઈને બેઠા હોઈએ. પણ એ દ્વાર મોટે ભાગે બંધ થઈ જાય; અને આપણે હતા એવાને એવા થઈ રહીએ. આપણે શૂન્ય જેવા ; અને સામેવાળો ચોકડી દોર્યે જ રાખે! સામે વાળો ખેલાડી – ઓલ્યો ઉપરવાળો – ચાલાક છે. તે આપણને હમ્મેશ હાથતાળી આપી, આપણું માનીતું બારણું બંધ કરી દેતો હોય છે.

પણ જીવનની બાજી એ જીતી શકે છે; જે નવાં બારણાં ખોલી શકે છે : એકથી વધારે વિકલ્પો સર્જી શકે છે. આપણે  તો મોટે ભાગે એક જ બારણું ખૂલવાની રાહ જોઈને આખું આયખું વિતાવી દઈએ છીએ. આપણે એ નથી જાણતાં કે જીવનમાં અનેક બારણાં; અનેક શક્યતાઓ ખૂલી શકે તેમ હોય છે. પણ આપણને તે દેખાતાં જ નથી.

લો! ગુજરાતી લેક્સિકોનના સર્જક, માનાર્હ શ્રી. રતિલાલ ચન્દરયાના જીવનનું પ્રેરક વાક્ય.

” હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. “

એમની જીવનઝાંખી  વાંચી લો.

17 responses to “રમત – શૂન્ય ચોકડીની : એક અવલોકન

 1. કૃણાલ દવે જૂન 10, 2010 પર 11:26 પી એમ(pm)

  What an analogy! You are really a creator. Everybody including me played this simple game. But today, you created the wisdom of life. Truly inspirational.

  Thank you.

 2. Kanak Gokaldas Sampat જૂન 10, 2010 પર 11:28 પી એમ(pm)

  Hamesha tamara man sathe samadhan karo ane kaho je thai chhe te sara maate. aaje kadach tamara mate dukh hase pan avti kale te sukh no sagar felavse. Raat kyarey kayam mate nathi. raat ane divash nu chakra jivan ma pan fare chhe. Har – jeet , Milan – Judai, Sukh – Dukh badhaj ekbeeja saathe sambandhi chhe. atle hamesha sunya chokdi ni maza mano. JEEVAN KHUBSHOORAT chhe.

 3. Sharad Shah જૂન 11, 2010 પર 12:27 એ એમ (am)

  પ્રિય સુરેશ્ભાઈ;
  પ્રેમ;
  તમારી શૂન્ય ચોકડીનિ રમતે મને યાદ અપાવી મારા બાળકો જ્યારે નાના હતાં ત્યારે તેમની સાથે આ રમત હું રમતો અને બાળકો જીતી જાય તેમ શૂન્ય કે ચોકડી કરતો. બાળકો જીતતા જ્ તેમના આનંદનો પાર ન રહેતો. પપ્પા ને હરાવવાનો આનંદ તેમના મોઢાં પર જોઈ હું પણ આનંદથી ભરાઈ જતો. ક્યારેક સામેનાને જીતાડી જોજો. જીતવા કરતાં, હારવાનો આનંદ અનેક ગણૉ હોય છે. બાકી તો રમત પૂરી થયે ત્યાંના ત્યાંજ કાગળ પેન્સિલ કે સ્લેટ પેન પડી રહે છે.જીવનની રમતમા પણ આવું જ છે. કહે છે ને કે, ” હારેકો હરી નામ, જીતે કો જદ્દોજહદ”
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

 4. pravinash1 જૂન 11, 2010 પર 4:07 એ એમ (am)

  Nice observation. Life is an Art, Life is gamble.
  Loosing and winning is the part of the game. Both are welcome. Just one should know how to take it.

 5. Ullas Oza જૂન 11, 2010 પર 4:51 એ એમ (am)

  સુંદર અવલોકન.
  “Change” is the only permanent thing in life.
  “પરિવર્તન” ઍજ જીવન છે.
  જીવનને આનંદમય અને પ્રગતિશીલ રાખવા “વિકલ્પો” શોધવા જરૂરી છે.
  દરવાજો ખૂલવાની રાહ જોઈ બેસી રહેવાથી કંઇ નહી થાય.
  યા હોમ કરીને પડો ફતેહ છે આગે !

 6. dhavalrajgeera જૂન 11, 2010 પર 5:19 એ એમ (am)

  Bhai Suresh,

  “પરિવર્તન” જીવન છે.

  We never change but only change is matter.
  The life has changes from start to finish line….in this life.
  But accepting is hard.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 7. pragnaju જૂન 11, 2010 પર 6:52 એ એમ (am)

  ગદ્યસૂરમા
  રમે બ્લોગરો હવે
  શૂન્યચોકડી
  ————

  શૂન્યચોકડી
  રમે અંધશ્રધ્ધાળુ
  ઠગારા સંગ

 8. સુરેશ જાની જૂન 11, 2010 પર 6:57 એ એમ (am)

  સુજ્ઞ વાચકોનો દિલી આભાર.
  અહીંના પાર્કના પ્લેગ્રાઉન્ડમાં પીળા અને કાળા રંગના રોલરો વાળું સરસ મજાનું આ રમત રમવાનું સાધન, બાંકડા પર બેસીને જોતાં આ સૂઝી આવ્યું.
  બે રસ્તા … બે બારણાં …
  એક બહારની બાજુએ ખૂલે – પૈસો, યશ, સંબંધો, સત્તા , મહત્તા આપે …
  પણ સાચો પ્રેમ, ચિરંતન આનંદ અને પરમ શાંતિ મેળવી જીવનની બાજી જીતવી હોય તો બીજું દ્વાર –

  અંદરની મુસાફરી કરતું દ્વાર ખૂલવું જોઇએ.

 9. nalini જૂન 11, 2010 પર 2:20 પી એમ(pm)

  Sureshbhai as ususal beautiful analogy. This is all it is. You have two choices optimistic or pacimistic. Your choice affects you and your environment. So if you don’t care for your self care for other and be optimistic. Mara mara bolta Ram Ram thai jashe.

 10. સુરેશ જાની જૂન 11, 2010 પર 4:41 પી એમ(pm)

  નલિનીબેન તમારા પ્રતિભાવ વિશે –
  ——————
  આ બે પસંદગીની વાત બહુ જ સરસ છે. તમે અંગ્રેજીમાં તો વાંચી હશે; પણ એનો ગુજરાતી અનુવાદ પણ વાંચી લેજો-

  https://gadyasoor.wordpress.com/2009/04/04/john/

 11. સુરેશ જાની જૂન 11, 2010 પર 4:45 પી એમ(pm)

  My college day friend from Delhi has sent this email message –

  I tried twice but my comments are not registered.
  [I still play the game with kids of neighboures.
  Second choice of game is to mark numbers 1 to 12 in matrix of 3×4 leaving sufficient space in between and to join them as told by the partener with care not to let touch two lines.Ex. 1 to 9 to 4 to11…..
  Third one is to mark points in matrix of 8×8 0r 10×10 or any convenient number matrix as we do in rangoli and to join two adjacent points turn by turn to form boxes.The first player to complete the box to put initials.
  The game you gifted to my kids many years ago which is still with me,which i consider it as complex version of ‘Shunya and Chokadi’ is ‘Turn Around the Tablet.’
  One more very interesting game you taught me is played by two players ( 3 also) is to make plan by each player in matix of 9×9 boxes.Plan contains one bus of 4 boxes in a line,two trucks of 3 boxes, three cars of 2 boxes and four Autos of 1 box.Players make two matrixes and mark them with identification of alphabets and numbers.In one matrix the player prepares own plan and the other is meant for to find out plan of the opponent.Turn by turn the players ask query by 3 boxes Ex.e4,e5 e6. according to plan reply is made Ex. one Auto one Car……]
  At present I play Sudoku and Jigsaw puzzles.

 12. Ramesh Patel જૂન 11, 2010 પર 11:48 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ ,

  જય યોગેશ્વર.

  હમણાં આ રમતથી દોહિત્રી ખુશી સાથે હારવાની મજા માણવા મળી.તેને

  પાર્કમાં રમતાં વાગ્યું ને ઘરમાં પ્રવૃતિઓ શોધતાં, આપની કાગળમાંથી

  બર્ડ બનાવવાની મેલ પણ બહુ કામ આવી.

  અવલોકન કરતા રહેશો અને શાસ્ત્રો રચતા રહેશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: