સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષ અને વેલી : ભાગ -5

બહુ જ વંચાયેલા……. ભાગ -1ભાગ – 2ભાગ – 3 :  ભાગ –   4

ગઈકાલે, બરાબર આઠ મહિના પછી, ફરી પાછો, હું પાર્કમાં આવેલા એ વૃક્ષ પાસેથી પસાર થયો. અને ચાર ચાર જૂનાં અવલોકનો યાદ આવી ગયાં. વેલીનો વૃક્ષ પરનો ભરડો વધારે સઘન બન્યો હતો! હવે તો છેક ઊંચેથી તે વેલીની તગડી શાખા વડવાઈની જેમ લટકી રહી હતી. એને છેક જમીન સુધી પહોંચી નવા મૂળ નાંખવા હતા. રસ્તાથી થોડે દૂર બીજાં વૃક્ષો પર નજર ગઈ. અનેક વૃક્ષો વેલીગ્રસ્ત દેખાણાં! જૂન  મહિનાના આકરા તાપમાં આ વૃક્ષો, વેલીઓ અને જમીન પર ઊગેલા લાંબા, ઊંચા ઘાસની લીલીછમ્મ વનરાજી  છવાયેલી દૃષ્ટિગોચર થઈ. ધ્યાનથી નજર કરી તો વૃક્ષ અને વેલી પર અનેક કીડીઓ ચહલ પહલ કરી રહી હતી.

એક પક્ષીએ કદાચ પોતાની ઘરવાળીને સાદ પાડતો ટહૂકો કર્યો. એક ખિસકોલી બીજીની પાછળ પીછો કરતી ઝાડની ડાળીઓ પર કુદંકુદા કરતી પણ નજરે ચઢી.

વિચાર નિમગ્ન એવો હું રસ્તા પર આગળ વધ્યો. મારી બાજુમાંથી એક મકોડો તીવ્ર ગતિએ, મારી કશી પરવા કર્યા વિના, ક્યાંક પહોંચી જવા લપકી ગયો.

ચાર ચાર અવલોકનો …..

અલગ અલગ વિચારો…..

આશાના, નિરાશાના, વ્યથાના, દ્વિધાના, જ્ઞાન અને અજ્ઞાનના વિચારો…

અને સૃષ્ટિ તો એની મેતે, એના અકળ નિયમો થકી, મારા બધાયે ડહાપણ, દોઢ ડહાપણ, ગાંડપણની એસી તેસી કરીને, પોતાના રાસમાં રમમાણ હતી.

વૃક્ષો, વેલીઓ, ઘાસ, પક્ષીઓ, ખિસકોલીઓ, કીડીઓ, મકોડાઓ અને મને નહીં દેખાતા બીજાં ઘણાં જીવોનું આ બાયોમ યથાવત વિલસી રહ્યું હતું.

[ બાયોમ વિશે જાણો ]

સૌ એકમેક પર આધાર રાખીને પોતપોતાની જીવન યાત્રામાં મશગૂલ હતાં. એમાં હિંસા  હતી; તો સહ અસ્તિત્વ પણ હતું. પરોપજીવિતા, આશરો, અસહાયતા, સર્વોપરિતા અને સહકાર પણ મોજૂદ હતાં જ.  હું હોઉં કે ન હોઉં; તેનાથી મીનમેખ ફરક એમાં  પડવાનો ન હતો.

જીવનનો રાસ, સૃષ્ટિના સાતત્યનો રાસ અવિરત જારી હતો.

મારા આખાયે આયખાની, મારા જીવનના રાસની એક  લહેરખી ચિત્તમાંથી પવનના ઝપાટાની કની પસાર થઈ ગઈ. ભૂત અને ભવિષ્યની વચ્ચે ચસોચસ ગોઠવાયેલો અને સતત ગતિ કરતો રહેતો વર્તમાન જ એક માત્ર સત્ય છે; એ ઊડીને આંખે વળગી રહ્યું. બદલાવના, પરિવર્તનના ચઢાવ અને ઊતરાવને અતિક્રમીને વર્તમાનનું એ સાતત્ય મારા ચિતને ઘેરી રહ્યું.

અવલોકન કરો કે ન કરો; કશો ફરક પડવાનો ન હતો. અને છતાં હર ઘડી બધું બદલાઈ રહ્યું હતું.

માના શરીરમાં સાવ  નાનકડું ઈંડું બનીને 68 વર્ષ પહેલાં  સુષુપ્ત પડેલો આ જ જણ હતો. અને આજે ચાર દાંત પડેલો, લથડાતી ચાલે ચાલતો ડોસો પણ એ જ જણ છે. કાલે એની રાખ આ જમીનની માટીમાં મળી જશે.

બધું બદલાતું રહે છે. પણ જે જીવાય છે; તે આ ક્ષણમાં છે. એ જ એકમાત્ર સત્ય છે. આ ઘડીનો ધડકાર, એ થડકાર, એ શ્વાસ અને ઉછ્વાસ, એ કંપન ..  આ જ છે જીવન. આ જ છે હોવાપણું,

બાકી બધા વિચારો, બધાં અવલોકનો, બધી મમતા અને વ્યથા મનની માયા છે.

———–

આ તે અવલોકન કે અનાવલોકન?!  લો ત્યારે એના વિશે પણ વાંચી લો.

Advertisements

6 responses to “વૃક્ષ અને વેલી : ભાગ -5

 1. B.G.Jhaveri જૂન 17, 2010 પર 12:45 પી એમ(pm)

  Vruksha Dada prapotra and prapotri ni toli ma mani rahya chhe.Balako na mitra bandhavo ne pan ramadi rahya chhe.Chhe ne Aaj ni ghadi Raliyamli.Chandra ni shital kaumudi ke pachhi Syrya kirano ni madhurata ke prakharata,varsha ni mithi sungandh ke zadi,hemant ni shitalata ke grishmani garami-‘Madhar adhipati hi akhilam madhuram’,kahi ne dada adikham ubha chhe ane raheshe.Zaverchand Meghani na ‘Badkhurdar’Tulsi Kyara ni zem doli rahya chhe.

  • સુરેશ જાની જૂન 17, 2010 પર 5:07 પી એમ(pm)

   ઝવેરીભાઈ,
   હું દિલ્હી આવી તમારી બાજુમાં બેસી ગયો હોઉં , એવું સજીવારોપણ અનુભવ્યું. તમારી વાત – આપણી લીપીમાં ……
   વૃક્ષ દાદા પ્રપૌત્ર અને પ્રપૌત્રીની ટોળીમાં રમી રહ્યા છે. બાળકોના મિત્રબાંધવોને પણ રમાડી રહ્યા છે. છે ને ‘ આજની ઘડી રળિયામણી’?
   ચન્દ્રની શીતળ કૌમુદી, કે સૂર્યકિરણોની મધુરતા કે પ્રખરતા; વર્ષાની મીઠી સુગંધ કે ઝડી; હેમન્તની શીતળતા કે ગ્રીષ્મની ગરમી.
   मधुराधिपते अखिलम् मधुरम्
   કહીને દાદા અધિકમ્ ઊભા છે; અને રહેશે.
   ઝવેરચંદ મેઘાણીના ‘ બડ ખુરદાર’ તુલસીક્યારાની જેમ ડોલી રહ્યા છે.

   ——————–
   પ્રકૃતિ સાથે તાદાત્મ્યના મારા અનુભવનો કેવો સરસ પડઘો નવી દિલ્હીમાં પડ્યો?
   વાહ ! માન ગયે. માશાલ્લા . દુબારા ..
   હવે તમે લખવા માંડો. તમારી પાસે ‘બહોત ખૂબ’ વર્ણનશક્તિ છે.
   તમારી નીચેની કોમેન્ટ વાળા રમેશ ભાઈ પણ પાવર એન્જિનીયર છે.

 2. Ramesh Patel જૂન 17, 2010 પર 1:24 પી એમ(pm)

  આ જગત એકમેકના સથવારે જ વિકસે છે અને વિલય પામે છે.સૂક્ષ્મ જીવોના પણ અગણિત ઉપકારો વડે આ જીવન ચક્ર ચાલે છે.દરેક જીવને કોઈ અગમ્ય ચાલક
  બળ,શક્તિ અને જીવન પધ્ધતીથી યુગોયુગોથી પોષે છે.આ મહા વિજ્ઞાનના નાયક એ જ પરમેશ્વર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. B.G.Jhaveri જુલાઇ 2, 2010 પર 1:00 પી એમ(pm)

  Bahot khub. Tame to mane satama asamane chadhavi didho.
  Tamari sathena saras mazana divaso ni jhakhi ne haji ye vagoli rahyo chhun.
  Mitha divaso mitha ja rahese.

 4. Pingback: થડ – એક અવલોકન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: