સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાંગલાદેશના ગાંધી – શ્રી. મોહમ્મદ યુનુસ

ગ્રામીણ બેન્ક દ્વારા  બાંગલાદેશથી શરૂ કરીને વિશ્વના અનેક દેશોમાં દારૂણ ગરીબીમાં સબડતા, અને ગુલામી અવસ્થા જેવી સ્થિતિમાં સદીઓથી જીવતા, લોકોને પગભર કરી; વિશ્વમાંથી ગરીબી નાબુદ કરવાનું સ્વપ્ન સેવનાર, અર્થશાસ્ત્રના નોબલ ઈનામ વિજેતા, શ્રી. મોહમ્મદ યુનુસ સાચા અર્થમાં બાંગલાદેશના ગાંધી છે. એમની આત્મકથાના ગુજરાતી અનુવાદમાંથી આ પ્રસંગ અહીં રજુ કરું છું.

…………………………………

મોહમ્મદ યુનુસ

એક અમેરિકન પત્રકારે મારો સમ્પર્ક સાધ્યો. વિશ્વ બેન્ક સામે હું સતત રોષ ઠાલવતો હતો; તેનાથી તેમને ચીડ ચઢી હતી. તેમને તો વિશ્વ બેન્ક અત્યંત દયાળુ અને પ્રબુદ્ધ સંસ્થા લાગતી હતી. તેમને એ જે કંઇ શ્રેષ્ઠ કરી શકે, તે કરનારી સંસ્થા દેખાતી હતી.

એમણે અમારા બેની વચ્ચે હવામાં કેસેટ રેકોર્ડરનું માઈક્રોફોન ઊંચું કર્યું અને એકદમ ઊંચા અવાજે બોલ્યા

“ આખો વખત  ટીકા કરવાને બદલે, તમે એમ કહો કે, તમે જો વિશ્વ બેન્કના પ્રમુખ થાવ તો તમે કયાં નક્કર પગલાં ભરો?”

તેમની આંખોમાં મને હરાવવાની ઈચ્છા હું જોઈ શકતો હતો. જાણે કે, તેઓ એમ કહેવા માંગતા હતા કે, લો! હવે તમે શું કરી બતાવશો?

“ હું વિશ્વ બેન્કનો પ્રમુખ થાઉં તો હું શું કરું, એને વિશે મેં કશું વિચાર્યું નથી. પણ જો હું થાઉં તો પહેલું કામ એ કરું કે, વિશ્વ બેન્કનું વડું મથક વોશિંગ્ટનથી ખસેડીને ઢાકા લઈ જાઉં. “ મેં એ પ્રશ્ન વિશે સહેજ વિચારીને કહ્યું.

“ શા માટે એમ કરશો?”

“ ઠીક છે, જો વિશ્વ બેન્કના પ્રમુખ લુઇ પ્રેસ્ટન એમ કહેતા હોય કે, વિશ્વ બેન્કનો મુખ્ય હેતુ જગતમાંથી ગરીબીની નાબૂદીનો છે; તો મને એમ લાગે છે કે, વિશ્વ બેન્કે જ્યાં ગરીબી ખૂબ પ્રમાણમાં હોય ત્યાં પોતાનું વડું મથક લઈ જવું જોઈએ. ઢાકામાં વિશ્વ બેન્ક માણસોની કંગાલિયત અને ભયંકર ગરીબીથી ઘેરાઈ જશે. ગરીબોની અને એમની સમસ્યાઓની  ખૂબ જ નજીક રહીને મને લાગે છે કે, વિશ્વ બેન્ક ખૂબ ઝડપથી અને સાચી રીતે ગરીબોની સમસ્યાને ઉકેલી શકશે. “

તેમણે સહેજ માથું ધુણાવ્યું અને તેઓ મુલાકાતના આરંભે જેટલા આક્રમક લાગતા હતા, તેટલા હવે નહોતા લાગતા.

“ વળી, વિશ્વ બેન્કનું વડું મથક ઢાકા થશે, તો વિશ્વ બેન્કના 5000 કર્મચારીઓમાંથી ઘણા બધા તો ત્યાં આવવાનો જ ઈન્કાર કરે. ઢાકા એ કંઈ એમની પસંદગીનું સ્થળ નથી કે, જ્યાં તેમનાં બાળકોનો ઉછેર થાય; અથવા ત્યાં તેમને સામાજિક રીતે આહ્લાદક જિંદગી જીવવા મળે. એટલે ઘણા બધા તો સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ લે; અથવા નોકરી બદલી નાંખે.  એનાથી બે વસ્તુઓ સિદ્ધ થાય. એક તો એ કે, જેઓ ગરીબી સામે લડવા માટે સહેજે પ્રતિબદ્ધ નથી, એવા લોકોથી મને છુટકારો મળે; અને એમને બદલે હું એવા લોકોને નોકરીએ રાખી શકું કે, જેઓ પ્રતિબદ્ધ હોય અને ગરીબીની સમસ્યાને સમજતા હોય. “

“ બીજું એ કે, એનાથી હું એવા લોકોને રાખીશ કે, જેમને બહુ ઊંચા પગારો આપવા ન પડે. કારણકે, ઢાકા કંઈ વોશિંગ્ટન જેટલું ખર્ચાળ શહેર તો નથી જ. આમ થવાથી તેમની જીવનશૈલી બદલાશે અને ખર્ચ ઘટશે.”

‘વંચિતોના વાણોતર’ પુસ્તકમાંથી – પાના નં. 40 અને 41  (અનુવાદકાર શ્રી. હેમંત કુમાર શાહ )

ગ્રામીણ બેન્ક – ઢાકા

1976 માં પોતાના ખિસ્સામાંથી 42 જણને 856 રૂ . થી મહમ્મદ યુનુસે શરૂ કરેલું, ગરીબી નિવારણ અભિયાન આ મકાન સુધી પાંગર્યું. 1998માં 23 લાખ કુટુમ્બોને 92 અબજ રૂપિયા ધીરવામાં આવ્યા.

2007 માં

 • 347.75 અબજ ટકા ( બંગલાદેશનું ચલણ ) – 6.55 અબજ ડોલર
 • 31.2  લાખ કુટુમ્બો
 • 80, 257 ગામડાં
 • 24,703 બે ન્ક કર્મચારીઓ
 • 2.468 શાખાઓ

વિશેષ માહિતી

શ્રી. મોહમ્મદ યુનુસ વિશે ઉદયન ત્રિવેદીનો એક સરસ લેખ વાંચો.

મોહમ્મદ યુનુસ   :        –  1  – :   –  2   –

ગ્રામીણ બેન્ક      :          –  1  – :   –  2  –

અમેરિકામાં ગ્રામીણ બેન્ક !

17 responses to “બાંગલાદેશના ગાંધી – શ્રી. મોહમ્મદ યુનુસ

 1. Devendra Desai જૂન 26, 2010 પર 1:39 એ એમ (am)

  Gujaratima jene Undha hatno tamacho kahiye
  tevo jordar jawab.
  devendra

 2. pragnaju જૂન 26, 2010 પર 7:03 એ એમ (am)

  ડો.યુનુસને ૨૦૦૬માં પ્રતિષ્ઠિત નોબેલ પીસ પ્રાઈઝ મળ્યું છે. આ એવોર્ડ લેવા તેમને બદલે તેમની જ બેંકના એક સમયના લેણદાર અને હાલના બોર્ડ સદસ્ય એવા ‘તસ્લીમા બેગમ’ ગયા હતા. તસ્લીમા બેગમે ૧૯૯૨માં લોન લઈ એક બકરી ખરીદી હતી અને બાદમાં વ્યવસાયમાં સફળ થઈ અંતે તેઓ ગ્રામીણ બેંકના જ એક હોદ્દેદાર બન્યા. બેંકના કાર્યથી સમાજ ઉત્થાનનું આ સચોટ ઉદાહરણ છે.

 3. Harnish Jani જૂન 26, 2010 પર 6:24 પી એમ(pm)

  એમને 60 minutes- માં જોવા અને સાંભળવા્નો લ્હાવો મળ્યો હતો.
  સુંદર લેખ પીરસવા બદલ અભિનંદન.

 4. ગાંડાભાઈ વલ્લભ જૂન 26, 2010 પર 6:40 પી એમ(pm)

  સરસ માહીતી. હાર્દીક અભીનંદન.

 5. jennie જૂન 26, 2010 પર 11:46 પી એમ(pm)

  nice post, good information and hats off to the answer. I learned a lot from this answer.

 6. chandravadan માર્ચ 19, 2011 પર 5:08 પી એમ(pm)

  Nice informative post.
  So many had benefitted due to the work started by M. Yunus.
  He is imprinting “his footprints” in the History !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar..Hope to see you again.

 7. Pingback: છાંયડો – એક અવલોકન « ગદ્યસુર

 8. pravina ફેબ્રુવારી 25, 2012 પર 11:28 એ એમ (am)

  ડૉ યુનુસને શિર ઝુકાવતા આનંદની લાગણી અનુભવુ છું. ખરેખર તેઓ

  “નોબેલ પ્રાઈઝ “ના હકદાર છે.

 9. Pingback: મૂંગા મોંએ ક્રાંતિ આણનારની એક દાસ્તાન- પ્રકાશ બિયાની « ગદ્યસુર

 10. Pingback: બની આઝાદ – સેવા | ગદ્યસુર

 11. Pingback: બની આઝાદ – ઉપસંહાર | ગદ્યસુર

 12. Pingback: ચાલતો રહેજે, ચાલતો રહે/સુ.જા | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 13. Pingback: બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ | ગદ્યસુર

 14. સુરેશ એપ્રિલ 22, 2013 પર 7:46 એ એમ (am)

  ગ્રામીણ ફાઉન્ડેશન – ફેસબુક પર…
  https://www.facebook.com/StopPovertyNow

 15. hirals સપ્ટેમ્બર 4, 2015 પર 1:20 પી એમ(pm)

  શાળાઓમાં એક વિષય ઃ કરુણા અને સેવાભાવઃ સશક્ત સમાજ વિષય ઉમેરીને આવા ઉદાહરણો શિક્ષણનો એક ભાગ હોવા જોઇએ.
  તો જ કદાચ પૈસા માટે ગમે તે હદે જતા અને દેખાદેખીથી જીવન વ્યર્થ ગુમાવતા વિદ્યાર્થીઓ પાયાથી આ વિષયે ગંભીર બને.

 16. Pingback: જીવનનૌકાના નાવિક | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: