સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કચરાપેટી – એક અવલોકન

એક આધુનિક વસ્ત્રોની દુકાનના પ્રાંગણમાં બાંકડા પર હું બેઠો છું. સામે એક રૂપકડી કચરાપેટી (ડસ્ટ બીન) છે.

અરે! કશું નહીં ને કચરાપેટીનું અવલોકન?

હા! આજે કચરાપેટીનું અવલોકન. જે સમે, જે સૂઝે, તેનું અવલોકન, આજે દેખાવમાં રૂપકડી આ કચરાપેટીનું અવલોકન.

ભલે ને એ રૂપકડી હોય; છે તો કચરાપેટી જ ને? એની અંદર આંખો મીંચીને બધા કચરો નાંખી દે છે. કોઈ એની અંદર જોવાની હરકત કરતું નથી. અને કદાચ નજર પડી જાય તો પણ, મોં મચકોડી લે છે. એને ખાલી કરનારો એની પરનું ઢાંકણું ખોલતો હોવાને કારણે એનું વધારે નિરીક્ષણ કરી શકતો હશે- પણ એય મોં મચકોડીને જ તો!

એના ઢાંકણ ઉપર સિગરેટની  રાખ અને બાકી બચેલા ઠુંઠાનો નિકાલ કરવા માટે છીછરું પાત્ર છે. એ તરત  હાથવગું થાય તેમ રાખેલું છે ; જેથી ધુમ્રપાન કરનારા , નીચે કચરાપેટીમાં સળગતી સિગરેટ ન નાંખે; આગ ન પ્રગટે.

અને હમ્મેશ બનતું આવ્યું છે; તેમ માંકડા જેવું આ મન વિચારે ચઢી જાય છે.

—————–

આપણા રૂપકડા શરીરની આપણને કેટલી બધી મમતા છે? એનું કેટલું તો જતન? સાબુ, અત્તર, ક્રીમ, પફ પાવડર, લિપસ્ટીક અને બીજાં કેટકેટલાં સૌંદર્ય પ્રસાધનો? પણ એ સઘળાં ચામડીનાં જ જતન. એક મિલીમીટરથીય પાતળી એ ચામડીના પડની નીચે? એ ઉતરડાઈ જાય તો? જુગુપ્સા પહોંચે , તેવાં માંસના લોચા અને એનીય પાછળ, બીક લાગે તેવું નરકંકાલ અને લોહી, મળ, મૂત્ર અને બીજા ચિતરી ચઢે તેવા પદાર્થો.

ડોક્ટરો અને સર્જનોને કદાચ એ આકર્ષક લાગતાં હશે! એમાં જ એમના ડોલરના ઢગલા છે ને?

અને એ બધાંનીય પાછળ ?

આ અવલોકન કરે છે તે, માંકડા જેવું મન – વેર, ઝેર, પૂર્વગ્રહો, પાયા વગરની માન્યતાઓથી ભરપૂર. એમાં પ્રેમ પ્રગટે પણ એનાથી વિશેષ તો ધિક્કાર ઊભરે.  કવિતા પ્રગટે તો ગાળાગાળીય વેરાવા માંડે. સંવાદ કરતાં વિસંવાદ વિશેષ.

પણ આ કશુંય દેખાય જ નહીં – ઓલી કચરાપેટીની અંદરના માલની કની !

અને ઓલીમાં તો આગ ન લાગે માટે, ઉપર જ સિગરેટના નિકાલની વ્યવસ્થા .

પણ આ દેહને ચલાવતાં ફેફસાંને  બાળી નાંખે તેવો બળબળતો અને ઝેરી વાયુ હાથે કરીને એ માંકડું મન અંદર ઉશેટતું જ જાય, ઉશેટતું જ જાય.

આ તે કેવી કચરાપેટી? અને આ તે કેવો એનો કચરો? અને કેવો એનો માલિક?

સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન !

6 responses to “કચરાપેટી – એક અવલોકન

 1. pragnaju જૂન 30, 2010 પર 6:00 પી એમ(pm)

  યાદ આવી
  મારી દિકરી યામિનીના નાટકનો સંવાદ
  મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી છે. એટલે જ તો એનું નામ મિલી છે… … ‘પૂજાની થેલી, મરેલું બાળક (કે જીવતી બાળકી) કચરાપેટી…..ઓહ …….ઓહ!’ ને સાથે જ પોતાના શરીરમાં …
  સાક્ષર હરીશભાઇ ઠક્કરની મઝાની રચના
  કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
  કચરાપેટિમાં માખીઓની લોજ કરાવી દે છે.
  કેટલાયે લોકોને લપસતા બચાવે છે એ,
  કેળાની છાલોની એ(કચરાપેટી) ફોજ બનાવી દે.
  ….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
  લોકો જ્યારે પાણીની બોટલો નાખે છે એમાઁ,
  તો ગંદકી સાથે એ હોજ બનાવી દે છે.
  ….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
  મચ્છરોનો તો શુઁ વિકાસ કરે છે એ,
  ગંગુતેલી થઇને આવ્યો હોયને રાજા ભોજ બનાવી દે છે.
  ….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
  અને અજ્ઞાતની

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી…

  ઓરકુટ મા હુ બધા પાસે એક એક, જાણે આપી દહેજ મા ભેંટ,

  કોઇએ કર્યો દાબો એકઠો તો કોઇએ રાખ્યા નકરા બાયુ ના ચિત્રો,

  કોઇ લખે ગુજરાતી મા તો કોઇ વાંચે હિંદી મા,

  ભાષા નો મને કોઇ રંજ નહી, રંગાઉ બધા ના રંગ મહી,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..

  કોઇ વાપરે સવાર સાંજ તો કોઇ ખોલે બપોર ના જ,

  અડધી રાત્રે પણ મને પોરો નહી, વાપરે જાણે બાપ નુ રાજ,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી….

  કોઇ ચોરે કવીતાઓ તો કોઇ નાખે Thank you મારામા,

  કોઇ આપે ડાયરેક્ટ લિંક તો કોઇ નિ બનુ હું જ લીંક,

  સર્વધર્મ સમભાવ રાખી હુ ના રાખુ કોઇનો ભેદ,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી…

  કોઇએ માર્યુ તાળુ મારામા તો કોઇ નિ હુ ખુલ્લી પોથી,

  આમ કરી મે માથે રાખી સ્વામીપણા ની ટેક હંમેશ,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..

  કોઇ નાખે આઇ લવ યુ, તો કોઇ કહે છે કે આઇ મિસ્સ યુ,

  કોઇ પુછે કેમ નહી ભંગાર? તો કોઇ કોઇ કહે છે આટલા બધા ભંગાર?

  પણ મને શુ ફરક પડે,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..

  કોઇને માટે હુ છુ અનમોલ તો કોઇને કાજ હુ કટાયેલુ ખંજર,

  પણ મુજ તુચ્છ ને શી ખબર અનમોલ શુ ને ખંજર શુ,

  તો આખરે દહેજ નિ છુ એક તુચ્છ ભેંટ,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી….

  મને ન વાપરો તો તમારા ને દુખ અને વાપરો તો આપણ ને બધા ને સુખ,

  તો વાપરો મને જોરસોર થી,

  હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી……. અને
  દીલીપની
  ઓરડે – ઓરડે પડે નજરૂ ને દર્શન દેતી કચરાપેટી,
  આબાલવ્રૂદ્ધ માણે ઉજણી ને તલપ અંતે કચરાપેટી,
  જીવનજરૂરી ચીજ ખોવય કે કબિલો વીણે કચરાપેટી,
  ઘરે-બાહીરે જુઓ સફાઈ કે પર્યાય બનતી કચરાપેટી,
  પર્યાવરણ ખરો રખેવાળ એ સડક ખડી કચરાપેટી,
  રિસાયકલ તણો વ્યવસાય એ આરંભ કરે કચરાપેટી,
  મુરઝાયેલા બાગે પાન-પુષ્પ ને કફન બને કચરાપેટી,
  રાચરચીલુ નોખુ રાજા રંક ને અભેદ રહે કચરાપેટી,
  માંસ-મદિરા કરે સેવન એ જહર બનતુ કચરાપેટી,
  ખરાબ ખોટુ જે ભરે મગજ એ માનવ સરે કચરાપેટી

  લી. ભંગારપોથી અને છેલ્લે ન ભૂલાય તેવી વાત…
  મારા કરતા વૃધ્ધાને એક ચબાવલીએ ગારબેજ કેન કહ્યું હતું
  કદાચ વાત સાચી છે
  ૬૦+ ક ચ રા પૅ ટી………

 2. Valibhai Musa જુલાઇ 1, 2010 પર 2:20 પી એમ(pm)

  ભાઈ, કચરાપેટી (લેખ)માં તો સોનાના વિચાર ભરી દીધા! કી બોર્ડની ટાઈપકી ઉપર આંગળીઓના હળવા સ્પર્શે હળવા શબ્દોમાં ગંભીર વાતો સમજાવી દીધી, પણ હું ગંભીર બન્યો નથી. હાલ જ હાદ ઉપરથી આવીને અહીં ફેકંફેક કરવા વળગ્યો છું.

  તમારાં અવલોકન સામે આ વિષયે તરંગાવલોકન કરું તો કચરાપેટીને તેના કદ જેટલો કચરો પીરસો તો છેવટે ધરાઈ(ભરાઈ) જાય, એટલે જ એને પેટી કહેવામાં આવી છે. માનવીને પેટ મળ્યું, જે કદીયે ધરાઈ(ભરાઈ) રહેતું નથી; સવારે, બપોરે, સાંજે, રાત્રે, અડધી રાત્રે અને ફરી પાછા સવારે ખાલી ને ખાલી જ! આદમના માટીમાંથી સર્જન વખતે તેના મધ્ય ભાગે પેટ જોઈને શેતાન ખુશ ખુશ થઈ ગયો હતો અને તેણે સર્જનહારને પડકાર ફેંક્યો હતો કે આદમ અને તેના વંશજોને બહેકાવવા માટે બસ આ પેટ જ પૂરતું છે! માણસને તેના પાપી પેટને ભરવા ખાતર તે ગમે તે હદે તેને લઈ જઈ શકશે.

  હવે વધારે નવાઈની વાત તો એ છે કે કેટલાકે તો પેટને એવો તો પટારો બનાવી દીધો છે કે કરોડો રૂપિયાનાં કૌભાંડો કે ખાયકીઓ કરે તોય ભરાય નહિ.

  આ છે મારા તરંગાવલોકનની આછી ઝલક! બાકી આ કોમેન્ટપેટી તો અમર્યાદ હોવા છતાં હું આટલેથી જ ધરાઈ જઈને ‘ઓહિયાં’ રવે ઓડકાર ખાઈ લઉં છું અને વાંચકોને ‘ધન્યવાદ’ નો મુખવાસ આપીને આટલેથી જ વિરમું છું!

  • સુરેશ જાની જુલાઇ 1, 2010 પર 3:57 પી એમ(pm)

   હાદ શૈલી જવાબ આપું –
   આપણી આ પેટી ભરાઈ જતી નથી; કારણકે,
   તે રોજ ખાલી થાય છે- એક બે કે વધારે હાજતોથી !

   એકવાર જાય એ યોગી,
   બે વાર જાય તે ભોગી
   અને ત્રણ વાર જાય તે રોગી.

   મૂળે તકલીફ પેટની છે જ નહીં. શરીરના ધર્મો તો એમની રીતે હાલ્યા ક કરવાના ..
   મનની પેટી ખાલી થાય ત્યારે જ આ કચરાપેટી તરોતાજા રહે.
   ઓલ્યો કચરાપેટા સાફ કરનારો પ્લાસ્ટિકનો લબાચો લઈને હેંડવા માંડે, એટલે પેટી ફરી કચરો ભરવા તૈયાર!

 3. Ullas Oza જુલાઇ 4, 2010 પર 6:03 એ એમ (am)

  કચરપેટી – અવલોકન – તરંગાવલોકન અને કચરપેટી / ભંગારપોથી અસરકારક રહી.
  માણસોને પેટમા નાખેલા કચરા કરતા મનમા સાચવેલો કચરો / ઈર્ષા, દ્વેષ, ધિક્કાર. બદલાની ભાવના વિ. વધુ હેરાન કરે છે અને તેથી તે જીવન માણવાનુ પણ ભૂલી જાય છે – ફક્ત વરસો વિતાવતો જાય છે.

 4. dhavalrajgeera જુલાઇ 7, 2010 પર 7:53 એ એમ (am)

  માણસોને પેટમા નાખેલા કચરા કરતા,
  મનમા સાચવેલો કચરો
  e.g.

  ઈર્ષા, દ્વેષ, ધિક્કાર. બદલાની ભાવના વિ. વધુ હેરાન કરે છે અને તેથી તે જીવન માણવાનુ પણ ભૂલી જાય છે..
  and when they suffer they need others to talk or talk alone!…..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: