સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લોન મુવર – એક લઘુકથા

નવા મોટા ઘરમાં બેકયાર્ડ બહુ જ મોટું છે. જૂનું લોન મુવર સ્વયંસંચાલિત નથી. એને આગળ પાછળ કરવા ધક્કો મારવો પડે છે.  આથી અમે વધી ગયેલી લોન કાપવાનું  કામ મજૂરીથી કરાવીએ છીએ. આથી અમે હવે લોન મુવર વાપરતા નથી. છેવટે તે વેચી દેવાનું નક્કી કર્યું.

તે દિવસે એક ઘરાક તે લેવા આવ્યો. અમે લોન મુવર ધોઈ કરીને સાફ કરી રાખ્યું હતું. ઘરાક તેને ચમકતું જોઈ ખુશ થઈ ગયો. અમે આશા અને ઉત્સાહથી દોરડી ખેંચી લોન મુવર ચાલુ કરી બતાવવા ગયા. પણ લોન મુવર ચાલુ ન થયું. ત્રણેક વાર પ્રયત્નો કર્યા; પણ બધા પ્રયત્ન નિષ્ફળ. ઘરાકે પણ પ્રયત્ન કર્યો. પણ લોન મુવર ચાલુ ન થયું, તે ન જ થયું.

અચાનક મારી નજર એની  બાજુમાં થોડેક નીચેના ભાગ પર ગઈ. એક કાળો વાયર લટકતો દેખાયો. મેં કમર નમાવી જોયું. સ્પાર્ક પ્લગનો વાયર લબડતો હતો. વાયર જોડી દીધો. દોરીના એક જ ખેંચાણે લોન મુવર ચાલુ થઈ ધમધમાટ કરવા લાગ્યું.

હવે એને સ્પાર્ક મળી ગયો હતો.

Advertisements

3 responses to “લોન મુવર – એક લઘુકથા

 1. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 13, 2010 પર 4:28 એ એમ (am)

  સ્પાર્કની ખામી ! સરસ અવલોકન. આવી ખામી અત્યારે તો ઠેર ઠેર નજરે પડે છે.

 2. pragnaju જુલાઇ 14, 2010 પર 1:56 એ એમ (am)

  સ્પાર્ક. છેવટ સુધી માણસ પોતે ગૂંથેલી જાળમાં જ જીવે છે

  અને દમ તોડે છે … અને જાત સાથેની આવી મથામણમાંથી

  કોઈને થોડો ઝબકારો (સ્પાર્ક) જોવા મળે તો એ

  જોનારની પોતાની મોજ છે.

 3. rajnikant shah જુલાઇ 16, 2010 પર 12:27 એ એમ (am)

  SPARK KEEPS US ALIVE !!!!! ALSO
  INTERESTED IN LFE!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: