સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માતા – શરદ શાહ

માતાના ગુણગાન ભલે ગવાતા હોય, પણ ભારતિયો જેને જેને માતાનુ બિરુદ આપે છે તેને સૌથી વધૂ પીડે છે.

આપણે ગાયને માતા કહીએ છીએ અને ભારતિય ગાયોની દુર્દશા જેવી ભારતમાં છે તેવી કદાચ બીજે ક્યાંય નહી હોય. ભારતિય ગાયો ઉકરડા, પ્લાસ્ટીકની થેલીઓ, કાગળના ડુચા અને ગંદકી આરોગી શેરીઓમાં ભટકી જીવન પૂરું કરે છે. હિન્દુઓ કહે છે કે ગાયમાતામાં સોલ કરોડ દેવતાઓનો વાસ છે, પણ ભારતિય ગાયને જોઈને કોઈપણ કહી શકે કે સોલ સત્તર રોગોનુ ઘર છે ભારતિય ગાય. અને સૌથી વધારે ગૌરક્ષક મંડળો પણ ભારતમા જ છે. હિન્દુઓને એની સહેજ પણ શેહશરમ પણ નથી.

બીજુ માતાનુ બિરુદ આપણે નદીને આપીએ છીએ અને દુનિયાભરનો કચરો નદીમાં ઠાલવીએ છીએ. પહેલાં તો ધરમના નામે ફૂલહાર કે અસ્તિ કે લાશ વિસરજન નદીમાં થતું પણ હવે તો ઝેરી કેમિકલ અને તમામ પ્રકારનો ઔદ્યોગિક કચરો નદીઓમાં ઠલવાવા માંડ્યો છે. એકપણ ભારતિય નદીનુ પાણી પીવા લાયક રહ્યું નથી. હિન્દુઓ મરતા માણસના મોમાં પવિત્ર ગંગાજળ મૂકતાં. પણ હવે ગંગાનુ જળ એટલું દુષિત થઈ ગયું છે કે મરનાર ગંગાજળ મૂકતા વેંત જ દેહ છોડી દે. મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ નદીઓ આટલી દુષિત હશે.

ત્રીજું આપણે ભારત આપણી જન્મભૂમીને પણ માતાનું બિરુદ આપીએ છીએ. અને આ દેશની દુર્દશા કરવામાં આપણને વૈશ્વિક ખિતાબ મળવો જોઈએ તેટલી હદે આપણે ભારતની દુર્દશા કરી ચૂક્યા છીએ. તમામ કુદરતી ભંડારોથી સમૃધ્ધ દેશ વિશ્વ કલક પર હાંસીપાત્ર છે અને ભિખારીઓનો કે મદારીઓનો દેશ તરીકે ઓળખાય છે. અને આપણને કોઈ છોછ નથી. મેરા ભારતના ગાણા ગાવાથી દેશ સમૃધ્ધ નથી થતાં, પણ પરિશ્રમથી અને બુધ્ધિના સદઊપયોગથી થાય છે તેવી સાદી વાત પણ આપણે સમજી નથી શકતાં.

ચોથું આપણે ધરતીને પણ માતાનુ બિરુદ આપીએ છીએ અને એ ધરતીમાતા ના સ્તન લોહીની ધારાઓ વહેવા માંડે ત્યાં સુધી ચૂસી રહ્યા છીએ વસ્તી વધારીને. પાત્રીસ કરોડની વસ્તી આજે સાઈઠ વર્ષમાં ૧૨૦ કરોડે પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધી મા આપણે ૧૫૦ કરોડનો આંકડો વટાવી જઈશું. આ ધરતી કેટલું ખમશે તેવો વિચાર પણ આપણને આવતો નથી.

ભારતિય માતાઓને તેમના લાડલા પ્રસુતિ ઉપરાંત બીજી કેવી પીડાઓ આપે છે તે ભારતિય માતાઓ જ કહી શકે.

શરદ શાહ

Advertisements

5 responses to “માતા – શરદ શાહ

 1. pragnaju જુલાઇ 14, 2010 પર 2:06 એ એમ (am)

  “ભારતિય માતાઓને તેમના લાડલા પ્રસુતિ ઉપરાંત બીજી કેવી પીડાઓ આપે છે તે ભારતિય માતાઓ જ કહી શકે.”….
  કેરિયર માટે સેરોગેટની પસંદગી કરતી સ્ત્રીઓને તેઓ આમ ન કરવાની સલાહ આપેછે. કારણ કે જે બાળક નવ મહિના ગર્ભમાં રહે છે તે દરમ્યાન માતા અને બાળક વચ્ચે ગાઢ સંબંધ બંધાય છે જે બાળ ઉછેર માટે ખૂબ જરૂરી છે. આપણા બોલીવુડની ભાષામાં જેને આપણે ‘મા કે સાથ ખૂન કા રિશ્તા’ કહીએ છીએ.
  સ્ત્રીની કારકિર્દીની હોડ અને સ્ત્રીત્વને માતૃત્વના નવા ફણગા સામે અનેક સામાજિક પ્રશ્નો ખડા કરી દીધા છે.
  * શું સ્ત્રીઓ હવે ઘરકામની જેમ બાળકો રાખવાની જવાબદારીમાંથી પણ છટકવા માંગે છે.
  * વર્કિંગ વુમનને ઘર અને વ્યવસાય નોકરીનું સમતોલનની જાળવણીના ભારે તેને આ પગલા તરફ પ્રેરી છે ?
  * શું સ્ત્રીઓ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોની જેમ વર્તે તેવા ભારપૂર્વકના પ્રયાસો થઈ રહ્યા છે ?
  * આધુનિક ને અત્યંત (કન્ઝ્યુમરીઝમ) વ્યાપારીકરણના સમયમાં આધુનિક પેઢી એમ માનતી થઈ ગઈ છે કે દરેક વસ્તુ બીકાઉ છે ? દરેક વસ્તુની ખરીદી થઈ શકે માતૃત્વ પણ ?
  * આધુનિકતા એટલી હદ વટાવશે કે કુદરતના નિયમોને પણ તોડશે – તેમાં પણ સ્ત્રી ?
  આ સામાજિક પ્રશ્નોનો જવાબ તો ભાવિ સમય જ આપશે, આપણે સ્ત્રીઓના અભિગમ અને આધુનિકતાની રેટરેસ પર નજર ફેંકવી રહી !

  • સુરેશ જાની જુલાઇ 14, 2010 પર 7:17 એ એમ (am)

   મને પણ આ જ ચિંતા છે. કદાચ માનવ સમાજે કદી ન અનુભવ્યો હોય તેવા સંક્રાન્તિકાલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
   આ વિશે મારા વિચારો લખવા ઘણા વખતથી મન થાય છે; પણ સ્ત્રીઓ વિશે એક પુરુષ લખે , તે કોઈ પસંદ ન જ કરે; એવો મને વહેમ છે.
   ‘તણખા’ નામના એક ચર્ચા બ્લોગ પર બહુ ગરમા ગરમ ચર્ચા ચાલી હતી. બધા એક તરફ અને હું બીજી તરફ. એમાંય મારા વહાલા ભાઈઓ બેન્યુંને વ્હાલા થવા મારી હામે બાયું ચઢાવીને પડ્યા’તા!
   ત્યારથી મારો આ વહેમ પાકો થયો છે.

 2. Chirag જુલાઇ 14, 2010 પર 9:10 એ એમ (am)

  આ યાદીમાં ગામમાતા, પ્રકૃતિમાતા અને વનમાતાનો પણ ઉમેરો કરવા જેવો છે.

 3. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 14, 2010 પર 9:29 એ એમ (am)

  સ્વતંત્રતાનો ખોટો અર્થ અને દંભ એટલા વધ્યા છે કે સારા થવા કરતા સારા દેખાવાની ચિંતા જગતમાં લગ્ન પહેલાંથી સ્ત્રીઓમાં મનમાં ઘર કરી જાય છે કારણ કે પસંદગીમાં દેખાવને વધુ મહત્વ અપાય છે.
  લગ્ન થકી સ્વતંત્રતા જોખમાય તો છૂટાછેડા ! ક્યાં જઈને અટકશે આ બધું ?

 4. dhavalrajgeera જુલાઇ 15, 2010 પર 6:53 પી એમ(pm)

  “If we show humility and patience, this may also create a change in the other person who criticizes us.”

  – Amma

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: