સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઝાંઝવું – એક અવલોકન

કાર ચલાવતો હતો અને એ દેખાઈ ગયું.

ધખધખતી બપોર હતી.કારની અંદર ભલે સરસ મજાની ઠંડક હતી; બહાર તો લૂ વરસતી હતી. ડેશબોર્ડ પરનું મીટર બરાબર 106 ડીગ્રી ફે. નું ઉષ્ણતામાન દેખાડતું હતું. અને ત્યાં જ એ દેખાણું. ખરેખર, નરી આંખે, જીવતાં જીવ દેખાણું! જેને મેળવવા એકે એક જણ આખી જિંદગી હવાતિયાં મારતું હોય છે; જેને લક્ષ્યસ્થાન પર રાખીને કવિઓ કવિતા લખ્યા જ કરે છે; જે દુર્ગમ રણપ્રદેશનું જ રહેવાસી મનાતું આવ્યું છે; સદાય અપ્રાપ્ય મનાતું આવ્યું છે – તે ઝાંઝવું દેખાણું.

નજર પહોંચે તે ક્ષિતીજની અંદર જ, પણ હું હતો તેનાથી ઠીક ઠીક દૂર, એક નાની, ચળકતી પટ્ટી દેખાઈ. જાણે છલછલ છલકતું પાણી. એમાં બહુ દૂર ક્ષિતીજ પરની વસ્તુનું પ્રતિબીંબ પણ અલપઝલપ દેખાઈ ગયું.

અને દેખાયું ન દેખાયું અને સ્વપ્નની જેમ એ તો તરત ગાયબ થઈ ગયું. ફરી સામે એ જ નિર્જીવ, ખાવા ધાતી, નિષ્ઠુર, જડ કો ન્ક્રિટની સડક. બધી કારો સડસડાટ એની પર સરકતી રહી. મારી કારની જેમ, દરેક કાર કોઈક અણદીઠા, ગમતીલા ઝાંઝવાની તલાશમાં પૂર ઝડપે દોડતી રહી.

જો કે, આમ આ ઘટના કાંઈ પહેલી વાર બની ન હતી. આમ તો અનેક વાર એણે દર્શન આપ્યાં હતાં- કદી ન દેખાતા જગન્નિયંતાની જેમ જ તો ! અને તરત આમ જ ગાયબ થઈ ગયું હતું. માટે જ તો ઈને ઝાંઝવું કે’છે ને ! સાવ આભાસી. એમાં કશું સત્ય ન મળે. નકરી બનાવટ. ગરમ હવાની લ્હેરખી અને પ્રકાશની કરામત. એમાં ખરેખરાં પાણીની ભીનાશ લગીરે ન મળે.

આખી જિંદગી કશીક પ્રાપ્તિ થઈ જાય તેમાં વેડફાઈ. એ કશુંક મળ્યું ન મળ્યું અને એની ખુશી ગાયબ. સાવ નકામી રદ્દી ચીજ – જાન વગરની, માલ વગરની. અને ફરી કોઈ નવા ઝાંઝવાનાં દર્શન કરવા , એને આત્મસાત કરવા, રઝળપાટ શરૂ.

કાર ચાલતી જ રહી. અને અલપઝપલ કો’ક ઝાંઝવું દેખાયું ન દેખાયું અને ગાયબ.

એટલે જ તો એને ઝાંઝવું કહે છે ને? કશાય માલ વગરનું અને છતાં બહુ જ મૂલ્યવાન.

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

તમને ય  એણે આમ દર્શન દીધાં છે ને?

હેં લ્યા! ઓલ્યો કહેવાતો અંતરર્યામી પણ આવું  ઝાંઝવું જ હશે?

11 responses to “ઝાંઝવું – એક અવલોકન

 1. Valibhai Musa જુલાઇ 18, 2010 પર 3:10 એ એમ (am)

  સુરેશભાઈ,

  તમારું આ અવતરણ્ “હેં લ્યા! ઓલ્યો કહેવાતો અંતરર્યામી પણ આવું ઝાંઝવું જ હશે?”, મારા બ્લોગ ઉપરના આર્ટિકલ “આત્મા – એક અભ્યાસ” માંના નીચેના અવતરણ સાથે સુસંગત છે.

  “કોઈકે કહ્યું છે કે, ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ ”

  જિજ્ઞાસુઓ માટે આખા આર્ટિકલને વાંચવા માટેનો લિંક નીચે મુજબ છે.

  http://www.musawilliam.com/2010/01/05/%e0%aa%86%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%85%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8-2/

  “ઝાંઝવું – એક અવલોકન” થોડામાં ઘણું કહી જાય છે. તમારાં સઘળાં અવલોકનની આ તો એક ખુબી છે.

  ધન્યવાદ.

 2. pragnaju જુલાઇ 18, 2010 પર 5:05 એ એમ (am)

  “આખી જિંદગી કશીક પ્રાપ્તિ થઈ જાય તેમાં વેડફાઈ. એ કશુંક મળ્યું ન મળ્યું અને એની ખુશી ગાયબ. સાવ નકામી રદ્દી ચીજ – જાન વગરની, માલ વગરની. અને ફરી કોઈ નવા ઝાંઝવાનાં દર્શન કરવા , એને આત્મસાત કરવા, રઝળપાટ શરૂ.”

  સ રસ અભિવ્યક્તી
  તેનો અણસાર પામવા મથતાને પહેલા તો ઝાંઝવા મળૅ
  અને ભક્તની વિરહવેદના શરુ થાય…સહજ
  ગુંજી ઉઠે
  હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે
  આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે

  ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
  વાયરો વાયોરે ધીમો, માથે મેહુલાનો માર, દીવડો નહિ રે બળે … હંસલા હાલોરે હવે ..

  વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે ચુંદડી લાશે રે ઓઢાડે
  કાયા ભલે રે બળે, માટી – માટી ને મળે, પ્રીતડી નહિ રે બળે…હંસલા હાલોરે હવે …

  હંસલા હાલો રે હવે, મોતીડા નહિ રે મળે
  આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી ..મોતીડા નહિ રે મળે
  મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે… મોતીડા નહિ રે મળે

  અને સરળ માર્ગના દર્શન થાય!
  ભાગી જાવ દૂર શાને, આ સંસાર બનાવ્યો એણે;
  પકડ્યાં છે પગ એના શાને, તરછોડી જાય નહિ આઘો.
  ભુલા પડી ભટકો ભવરણે, છોડી ઝંઝાળ જગતની;
  મન હશે ચંગા તો ભરાશે કથરોટ ગંગા પાવન તણી.

 3. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 18, 2010 પર 7:23 એ એમ (am)

  જગત ઝાંઝવાના જળ જેવું અને પ્રેમની આશા જ જૂઠી. મળ્યો ન મળ્યો ને ગાયબ! પ્રેમને જ પ્રભુ માનીએ તો આપના અવલોકન પ્રમાણે રણમાં મીઠી વીરડી ક્યાંક તો હશે જ. પણ તરસ્યો વ્યાકુળ માનવી ઝાંઝવાના નીરથી પણ છેતરાયા કરવાનો એ ય સાચી જ વાત છે.

 4. સુરેશ જાની જુલાઇ 18, 2010 પર 8:02 એ એમ (am)

  આ તો વિષાદની અભિવ્યક્તિ થઈ પણ..
  ખરા વીરલા કોણ ?
  જે સ6સાર છોડીને ભાગે તે?
  ના.
  રણને જ વ્હાલું ગણી, ઝાંઝવાંની પાછળ ભટક્યા વિના, કે મીઠી વીરડીની પણ આશા રાખ્યા વિના, પાગલ થઈ ધ્યેયની પાછળ ખૂટી મરનારા કે દેશની આઝાદી ખાતર પ્રાણની આહૂતિ આપનારા, માનવવીરલાઓ પણ હોય છે.

 5. Valibhai Musa જુલાઇ 18, 2010 પર 9:17 એ એમ (am)

  ‘ઝાંઝવું’ ના વાંચકો જોગ…

  “રાતના 3-17 થ્યા છે. દુકાન બંધ કરીને ઊંઘ મેળવવા કોશિશ કરવા જતો’તો ત્યાં તમારી કોમેન્ટ ભટકાણી!!

  .. વધતી જતી આત્મીયતાનો એક ઓર પૂરાવો. દિલ ખુશ થઈ ગયું.

  આભાર માનું દા?

  સુરેશ જાની”

  નોંધ :- અમારે એકબીજાનું કોપે કરવાનું હક્કની રૂએ ચાલે છે, જે જાણ સારું (મારી કોમેન્ટ ઉપરની સુરેશભાઈની જવાબી મેઈલનું આ કોપીપેસ્ટ છે, તે પણ અમારા બંનેની પણ જાણ સારુ!!!)

 6. Chirag જુલાઇ 18, 2010 પર 9:50 એ એમ (am)

  દાદા, ઠંડા પ્રદેશમાં પણ ઝાંઝવું દેખાઈ શકે છે. બહુ ગરમી અને બહુ ઠન્ડી બન્ને આવી અસર નીપજાવે છે.

  આપણે પણ કોઈની કલ્પનાનું ઝાંઝવું છીએ, ભ્રમ છીએ. પણ છતાંય વાસ્તવિક…

  • સુરેશ જુલાઇ 18, 2010 પર 10:34 એ એમ (am)

   હા , પણ આપણા ઝાંઝવામાં મોહ અને મમતા હોય છે.

   ‘ ઈ’ ના ઝાંઝવામાં એક પ્રેમાળ અને ક્રુર રમત માત્ર ! ફકત પેઈન્ટ બ્રશના ખેલ ! એક જ પલકારો અને એક યુગ સમાપ્ત.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: