સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તમે સુખી છો ?

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું તમારા પતિથી તમે સુખી છો ને?
નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે. એમને અને બીજા બધાંને  પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, ના, હું મારા પતિ થી સુખી નથી !આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે  એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું : ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું ! હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત  નથી , એ બાબત મારા પર આધાર રાખે છે! મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.   સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં! આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ આ તમામ પરિવર્તનશીલ છે..
મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું: હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું બાકીની તમામ બાબતો અનુભવો યા તો પરિસ્થિતિઓનો વિષય છે! જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું, સાંભળવું, સધિયારો આપવો: મારા પતિ સાથે હું આમ જ જીવું છું. સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં, અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં. …..મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી એની પાસે પણ એના પોતાના અનુભવો કે પરિસ્થિતિઓ છે! અમારા સંજોગો ગમે તે હોય , પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે

એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું. વાતાવરણ બદલાતું રહે છે.તમામ વસ્તુઓ બદલાતી રહે છે ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ. જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા અનુભવો યા પરિસ્થિતિઓ બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. એમ નહી થાય તો આપણે ફક્ત સાથે જીવન ગુજારનાર બની રહેશું.

સાચો પ્રેમ કરવો કઠિન છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત્ ક્ષમા આપવીઅનુભવો યા પરિસ્થિતિઓને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા અને પરિણામ થી ખુશ રહેવું.

એવા કેટલાય લોકો છે જે કહેશે:
હું સુખી થઇ શકું એમ નથી …… કારણકે હું રોગગ્રસ્ત છું …….. કારણકે મારી પાસે એક પણ પૈસો નથી ……… કારણ કે ભયંકર ગરમી છે …………….કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે………. કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી ……. કારણકે એ હવે મારા વખાણ કરતો નથી!

પણ તમને ખબર નથી કે રોગગ્રસ્ત હોવા છતાં ભયંકર ગરમી હોવા છતાં પૈસા ના હોવા છતાં અપમાનિત થવા છતાં પ્રેમ ના મળવા છતાં કે ખ્યાતિ ના મળવા છતાં તમે સુખી રહી શકો છો.

સુખી હોવું

એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!

સુખી હોવું

એ તમારા પર નિર્ભર કરે છે !

—————————————

સ્રોત  : અજ્ઞાત

સાભાર  :  શ્રી. શરદ શાહ

10 responses to “તમે સુખી છો ?

 1. નિશીત જુલાઇ 23, 2010 પર 9:30 એ એમ (am)

  ખરેખર સરસ વાત કહી યાર !
  સુખી કે ખુશ હોવા માટે મારે મારા સિવાય બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર રાખવો પડે તો પછી હું સુખી શાનો?

 2. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 23, 2010 પર 9:37 એ એમ (am)

  સુરેશભાઈ, આ લેખ મારા પતિને ય મેં વંચાવ્યો જેથી એકબીજાને ખુશ કરવાના નિષ્ફળ પ્રયત્નો કરતા પોતે ખુશ રહેવાના સાચા પ્રયત્ન તરફ વધુ વળી શકાય. આપણે ખુશ હોઈએ તો આસપાસ તેની વિધાયક અસર થવાની જ છે.આ સચોટ લેખ માટે આભાર!

 3. rajeshpadaya જુલાઇ 23, 2010 પર 10:26 એ એમ (am)

  સાચુ કહુ તો દાદા સાચુ સુખ બીજા માટે ઘસાઈ જવામાં જ છે

  અને એ ક્યારે થાય જ્યારે પરમેશ્વરના પ્રેમને સમજવામાં
  અને ઓળખવામા અને પ્રાત્પ કરવામાં આવે છે.

  પરમેશ્વરના પ્રેમને આત્મામાં સમજવામાં આવે છે,

  જરુરીયાતોમાં, પીડીતોમાં, વંચીતોમાં, ગરીબોમાં, માંદા-બીમરોમાં ઓળખવામાં આવે છે અને

  જ્યારે એ લોકો માટે જે સ્વયં ઘસાઈ જાય છે એ પામે છે સાચુ સુખ.

  પહેલા તો એ બહેને એમના પતિને જાહેરમાં જ ઘાયલ કરી મુક્યા એ ક્ષણ જ એમના સુખને સ્વકેંદ્રીત અને સ્વાર્થી જાહેર કરી મુકે છે પછી ભલે એ સુખ ગમે તેવુ મોટુ હોય પણ એ ક્ષણે જે કાંટો ચુભ્યો એ જીવન ભર એ ભાઈના મનમાંથી નહિ નિકળે અને એ બહેન તો પોતાના આત્મસુખમાં હવામાં ઉડતી જ રહેશે.

  • સુરેશ જુલાઇ 23, 2010 પર 7:14 પી એમ(pm)

   તમે એકદમ સાચી વાત કહી. પણ બીજાને માટે પેટમાં બળતું હોય તેવા તો લાખમાં એક મળે. પણ એનો સૌથી સરસ અને સચોટ દાખલો છે – અડધી વસ્તી – બધી માતાઓ . પોતાના બાળક માટે તે ખુવાર થઈ શકે છે. એક માતાને મળતો આનંદ મારાદોના નસીબમાં નથી મહંમદ યુનુસની આત્મકથા વાંચજો . એવા વિરલા પણ દુનિયાના નસીબે છે !

 4. nilam doshi જુલાઇ 23, 2010 પર 8:10 પી એમ(pm)

  સરસ, સાચો અને સુન્દર લેખ..

 5. chandravadan જુલાઇ 24, 2010 પર 9:07 પી એમ(pm)

  60+ Group & had read this via Email !
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar for the recent posts !

 6. pravina Avinash Kadakia જુલાઇ 26, 2010 પર 7:39 એ એમ (am)

  KoInama takat nathi tamne dukhi karavani.
  tame sha kaje koine e satta aapo
  cho?
  ha, narj thav pan jat uparano kabu kadi nahi gumavavo.
  Be Happy
  Keep smiling

 7. dhavalrajgeera જુલાઇ 26, 2010 પર 7:36 પી એમ(pm)

  સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!

  સુખી હોવું એ તમારા પર નિર્ભર કરે છે !

  How true!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: