સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત?
હા! એમ જ છે. લો જોઈ જ લો ને –

સાબુ પર સાબુ
તમે કહેશો … “અહો! આમ વાત છે.આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને ? અમદાવાદીને?
વાત એમ છે કે, આ દૃષ્ય જોયું અને બ્લોગબદ્ધ ( નવા શબ્દની રચના ! ‘વાહ, રે! મેં વાહ.’ ) કરવા તલપાપડ થઈ ગયો. પહેલાં એનો ફોટો પાડ્યો; અને હવે આ આલેખન.
આમાં એક જ સંદેશ
ત્રેવડ … કરકસર..
આજે સાબુની બચેલી પતરી બચાવો.
એમ બને કે, કાલે નહાવા સાબુ જ ન હોય.
ખોરાકની અછત
પાણીની અછત
ઉર્જાની અછત
કારણ?
- વધતી જતી વસ્તી
- કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
- અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
- જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
- દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો
માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી ન શકાય તેવો, અચૂક અણસાર.
પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો ( કે બીજા ગમે તે રંગના માથાનો ), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ, એકદંડીયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે.
પણ ..
આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો.
…. પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.
એ કાળા કે ઊજળા ભવિષ્યની પરિકલ્પના વાંચો – અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ
Like this:
Like Loading...
Related
Dear Bhai Suresh,
સાબુ = સામાન્યબુધ્ધી
સાબુ ઉપર સાબુની પતરી……સાબુ + સાબુ = સામાન્યબુધ્ધી ઉપર બાકી વધેલી બુધ્ધી….
Rajendra
સુંદર અવલોકન
બોલે તો, ગાન્ધીગીરી…
મારી મમ્મીને આવું કરતા બાળપણથી જોતો આવ્યો છું. હું તો હવે એક-એક બાઈટનો પણ બગાડ નથી કરતો (પ્રોગ્રામિંગમાં).
એ માણસ(ગાન્ધીબાપુ) પોતાના યુગથી બહુ આગળ હતો.
Nice. After successfully exploring the world of blogs, looks like this is the beginning of seeing some photos too from you. Welcome to the world of photography lol.
I agree with your line of thinking. In making things, it consumes lot of resources (including energy) so using it to the last bit, is really like doing your part toward saving world.
Sorry
I am more a writer. But find that pictures tell many a thing just at one sight.
A few where I have used pictures to focus attention of reader –
https://gadyasoor.wordpress.com/2010/01/16/sudoku_2/
————–
https://gadyasoor.wordpress.com/2009/07/27/short_cut/
——————–
https://gadyasoor.wordpress.com/2008/09/18/long_cut_trail/
——————————-
https://gadyasoor.wordpress.com/2010/04/30/freecell/
થોડી જુદી ચર્ચા: http://www.pravakta.com/?p=12006
વાંચીને સડક થઈ ગયો. આ પણ ભારતની ભવ્ય ગાથા!
અત્યંત ઉપયુક્ત અવલોકન. આનો બને તેટલો વધુ પ્રચાર કરવો જોઈએ.
A friendly boss used to say “Common sense is the most uncommon in the common man.” That is why we keep falling for fake leaders in all fields. DhavalRajgeera said it right.
કરકસર યુક્ત જીવન શૈલી માટે ખૂબજ સરસ સંદેશો ! લાભ નહિ પણ કરકસર કરી જીવન શૈલી નહિ અપનાવાય તો આવનારા દિવસો વધુ કઠીન બની રહેશે તેમાં કોઈ શંકા નથી. ખાસ કરીને અહિ દિન પ્રતિદિન જે રીતે મોંઘવારી નિરંકુશ રીતે વધી રહી છે જે જીવવાનું દોહ્યલું બનાવી રહી છે ઉપરાંત મોંઘી થતી ચીજ વસ્તુ ભેળસેળ કરવા વેપારીઓને બહાનું પૂરું પાડે છે. હમણાં જ વડાપ્રધાનના ભોજનમાં પીરસાયેલી ખીચડીમાં રંગ યુકત દાળ જોવા મળેલી જે ભેળસેળીયા વેપારીઓની હિમત કેટલી હદે વધી રહી છે તેનો જીવતો દાખલો છે. જો વડાપ્રધાન માટેના ભોજનમાં ભેળસેળ થઈ શકે તો સામાન્ય વ્યક્તિ માટે મળતી ચીજ વસ્તુમાં તો શું ના થઈ શકે ? માટે કરક્સર કરો અને જીવો ! સાબુ ઉપર સાબુ રાખો તેથી કંઈ મોભો ઘટી નથી જતો !
Its nice to read this.
Rajendraji, simply superb!!!, after reading your comment, I only have this to say.
Pingback: સાબુ પર સાબુ : ભાગ -2 , એક અવલોકન | ગદ્યસુર
કરકસર યુક્ત જીવન શૈલી માટે ખૂબજ સરસ સંદેશો ! અત્યંત ઉપયુક્ત અવલોકન.
આમાં એક જ સંદેશ…ત્રેવડ … કરકસર.. આજે સાબુની બચેલી પતરી બચાવો. એમ બને કે, કાલે નહાવા સાબુ જ ન હોય.
3 – ‘R’ s ….
https://gadyasoor.wordpress.com/2008/06/27/3_re/
Pingback: ખાંડનો ખાલી ડબો – એક અવલોકન | ગદ્યસુર
Pingback: સાબુ પર સાબુ, ભાગ-૩; એક અવલોકન « ગદ્યસુર
Pingback: સગડીની કાકડી « ગદ્યસુર
sachchi vat kahi che aape..
Pingback: સાબુ પર સાબુ, ભાગ -૩ – એક અવલોકન « ગદ્યસુર
Pingback: સાબુ પર સાબુ , ભાગ – ૫ ; એક અવલોકન « ગદ્યસુર
Pingback: ગેસ ગાયબ! | હાસ્ય દરબાર
Pingback: મોંઘવારી | ગદ્યસુર
કરકસરનો બહુ આઈડિયા તમે બતાવ્યો .
મારી કરકસર તમે નજરે નિહાળી છે .હું બેકયાર્ડમાં ઠંડે પાણીએ સ્નાન કરું છું .એકતો શરીરની ચામડી મજબુત બને ,પાણી સેપ્ટી ટેન્કમાં નો જાય એટલે સેપ્ટી ટેંક બહુ ભરાય નો જાય એટલે ઉલેચવાના પૈસા બચે અને પાણી ઝાડવા પિએ વાસણ ધોઈને પાણી હું ડોલમાં નાખું છું .અને ભરેલી દોનું પાણી શાકભાજીને પીવડાવી દઉં છું . કેવી લાગી આતા ની કરકસર ?
Pingback: The demise of fossil fuels | સૂરસાધના