સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વી.આઈ.પી.

મારા દોહિત્રોને ચર્ચમાં ચાલતા ‘સર્જનાત્મક કળા’ ના કેમ્પમાંથી પાછા લાવવા હું ઘેરથી નીકળ્યો. હું થોડોક મોડો તો આમેય હતો જ. છ માઈલ દૂર આવેલા થાનકે પહોંચવાની ઊતાવળમાં હતો. થોડેક આગળ જતાં ચાર રસ્તા પર સિગ્નલની લાલ લાઈટ થઈ ગઈ. હું થોડો કચવાયો.

દુકાળમાં અધિક માસ!

થોડીક વારે લીલી લાઈટ થઈ. મેં બ્રેક પરથી પગ ઊઠાવ્યો, ન ઊઠાવ્યો – અને ત્યાં જ ક્રોસ દિશામાંથી પૂરઝડપે  લાલ, પીળી, વાદળી…. ઝબકતી લાઈટો વાળી મોટર સાઈકલ પર સવાર, એક પોલિસ મેન આવીને ચાર રસ્તાની વચ્ચે આવીને અટક્યો.  ડાબા પગ પર મોટર સાઈકલ ટેકવી, ડાબો હાથ ઊંચો કરી, તેણે અમારી બન્ને દિશામાંના ટ્રાફિકને રોકાવા ઈશારો કર્યો. એની પાછળ આવીજ ઝબૂકતી બે મોટર સાઈકલોની આગેવાની હેઠળ મોટરોનો એક કાફલો પૂરઝડપે લાલ સિગ્નલ હોવા છતાં પસાર થવા માંડ્યો.

નક્કી કોઈ  વી.આઈ.પી.

દસેક કાર પસાર થઈ હશે; ત્યાં ફરી ઝબૂકતી લાઈટોવાળી એક  મોટર સાઈકલ આગળ અને એક પાછળ રાખીને વી.આઈ.પી. મહાશયની કાર વટભેર પસાર થઈ ગઈ. વળી બીજી દસેક કારો અને  છેલ્લો ઝબૂકતી લાઈટોવાળો વળાવિયો. કાફલો અમને બધાંને મોં વકાસતા રાખી,  દોર દમામ સાથે ક્યાંક વિદાય થઈ ગયો.

ગ્રહણ પૂરું થયું હતું!

અને મારા કમનસીબે અમારી દિશામાં ફરી લાલ લાઈટ થઈ ગઈ!

આ સંકટ વિતાવી છેવટે હું ચર્ચ પર પહોંચી ગયો., બાળકો આતૂરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યા હતા. એમના ગાઈડે મોં બગાડી મને જણાવ્યું કે, મોડું થવાના કારણે એમણે ઘેર ફોન કર્યો હતો.  મેં દિલગીરી વ્યક્ત કરી અને અમે ઘર ભણી જવા નીકળ્યા.

સાંજે ઘેરથી દિકરાને ફોન કરી મારી કરમકઠણાઈ જણાવી. તેણે ઈંટરનેટ પર તપાસ કરી કહ્યું કે, અમારા ગામમાં ટેક્સાસના ગવર્નર પધાર્યા હતા; એને કારણે આ  પળોજણ થઈ હતી.

————–

અને મને નેટ મિત્ર શ્રી. અરવિંદ અડાલજાનો લેખ યાદ આવી ગયો.

પણ એમની જેમ દુઃખી થવાને બદલે મન વાળ્યું કે, એ તો આમ જ હોય. શું ભારત કે શું અમેરિકા. વી.આઈ.પી. એટલે વી.આઈ.પી.

આપણે ઘણી હૈયાવરાળ કાઢીએ; પણ અતિ અગત્યની, આવી વિશેષાધિકાર વાળી વ્યક્તિઓ માટે આવી વ્યવસ્થા તો રાખવી જ પડે ને? આપણે એ સ્થાને હોઈએ ; એમના જેટલા કારોબાર સંભાળતા હોઈએ;  તો જ એ સ્થાન પરના પ્રશ્નો સમજી શકીએ ને?

અને બીજી વાત ..

હું ઘેરથી સહેજ જ વહેલો નીકળ્યો હોત તો?

5 responses to “વી.આઈ.પી.

 1. સુરેશ જાની ઓગસ્ટ 6, 2010 પર 3:45 પી એમ(pm)

  અરવિંદ ભાઈના બ્લોગ પરના મારા વિચારો –
  ——————————
  તમે અને પ્રતિભાવકોએ રજૂ કરેલ મંતવ્યો અંગે કશા વિવાદ કે અલગ મતને આ વિષયમાં અવકાશ જ નથી. આ બાબત ખેદજનક કોઈ પણ દેશમાં, કોઈ પણ લોકશાહી અને મૂક્ત સમાજમાં રહેવાની જ.
  મારું નમ્ર મંતવ્ય એ જ છે કે, આવી ચર્ચાઓ તો જ અસરકારક નીવડે – જો તે માટે આયોજન પૂર્વકનાં પગલાં લેવામાં આવે.
  આપણા દેશમાં કે કોઈ પણ દેશમાં કાયદો અને વ્યવસ્થા તો જ અસરકારક નીવડે – જો કાયદાનું ચૂસ્ત પાલન થાય. અહીં પોલિસનો દોષ ગણીએ; પણ વધારે દોષિત એ સિસ્ટમ છે , જેમાં કશી બાંધછોડને અવકાશ નથી. વિદેશોમાં પણ બ્યુરીઓક્રસી હોય છે જ. પણ કાયદામાં જરૂરી ફેરફાર કરવાની , બહુ આયોજનબદ્ધ સિસ્ટમ હોય છે. વિકાસના 500-600 વર્ષના કારણે ત્યાં આ બહુ જરૂરી મનાયું છે. અને આને કારણે કાયદો અફર અને જ્ડ નથી. બદલાતા સમય સાથે રેને બદલવાની પદ્ધતિ પણ અહીં વિકસી છે.
  દા.ત. અમારા પ્રોજેક્ટમાં ટ્રા ન્સફોર્મર ખરીદવા માટે ક ન્સલટ ન્ટે બનાવેલ સ્પેસિફિકેશન્માં ચાર વર્ષ બાદ , બીજા પ્રોજેક્ટ વખતે , મેં ઘણા ફેરફાર થયેલા જોયા છે. વર્ઝન બદલાયું હતું . હું ભૂલતો ન હો ઉં તો 2.1 ની જગ્યાએ 4-3 હતું.
  1992માં વિન્ડો 2.1 વાપરેલું છે. આજે વિન્ડો – વિસ્ટા વાપરું છું – અને બજારમાં વિ ન્ડો 7.0 મળે છે. ગુણવતા સતત સુધરતી જ રહે છે.
  આ જ બાબત કાયદામાં પણ છે.
  ભારતમાં વેદવાક્ય, બ્રહ્મ વાક્ય – એવા શબ્દો વધારે પ્રચલિત છે. એ રીત બદલવાની જરૂર છે.
  કદાચ કોર્ટમાં, આ બાબત પરિવર્તન લાવવા, આ કિસ્સો વિગતવાર , સાક્ષીઓ સાથે ટાંકીને પબ્લિક ઈ ન્ટ રેસ્ટ લિટિગેશન ચલાવી શકાય.
  આ માટે જાગૃત નાગરિકોએ એક પ્લેટફોર્મ બનાવવૌં ઘટે ; જ્યાં આ માટે આયોજન બદ્ધ તંત્ર , નિષ્ણાત સેવાઓ વિ. મળી શકે.
  બધાથી અલગ મત રજૂ કરવા બદલ ક્ષમાયાચના .

 2. dhavalrajgeera ઓગસ્ટ 6, 2010 પર 8:54 પી એમ(pm)

  ભારત કે આ દેશમા સમજણો થયો ત્યારથી, દેખતો થયો ત્યારથી સાભળતો ને જોતો આવ્યોછુ……

  પોલીસ,લાયબમ્બા,એમ્બુલન્સ,વિઆઈપી,વરઘોડા કે સ્મશાનયાત્રા ને રસ્તા પરની વ્યવસ્થા જાળવી ને,

  પોલીસ,લાયબમ્બા,એમ્બુલન્સ,વિઆઈપી,વરઘોડા કે સ્મશાનયાત્રા ને સરળતાથી આગળ જવાની વ્યવસ્થા કરે છે.

  પણ આ સુઝ

  વ્યક્તિ જો જવાબદારી સમજી અમલમા મુકે તો આવી વાતો ઓછી થાય ને પ્રસન્ગો ના બને!

  Rajendra Trivedi, M>D.
  http://www.bpaindia.org

 3. arvind adalja ઓગસ્ટ 7, 2010 પર 12:53 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  આપની વાત 100 % સાચી છે કે સમય પ્રમાણે પરિવર્તન થવું જ જોઈએ અને લોકોએ સ્વીકારતા પણ થવું જોઈએ ! કમનસીબે આ દેશમાં ફેરફાર તો થતા રહે છે પરંતુ તે તમામ આમ આદમી માટે વધુ અને વધુ કષ્ટ દાયક બને તે રીતના કરવામાં આવે છે. આપની એ વાત પણ સાચી છે કે આવા સુધારા કરવા એક પ્લેટફોર્મ ઉભું થવું જોઈએ પણ તેવી જાગૃતિ લોકોમાં લાવવી પણ રહે અને તે શકય ત્યારે જ બને જે જ્યારે નવા પરિવર્તનશીલ વિચારો સમાજ્માં વહેતા થાય ! અને હું તેવા પ્રયાસ કરતો રહુ છું અને સમજું પણ છું કે મોટે ભાગે મારા આ પ્રયાસો અરૂણ્ય રૂદન જ બની રહેશે. તેમ છતાં આવા બનાવો વાંચી/સાંભળી મનોમન જે આવા નિંભર માણસો માટે એક પ્રકારની ઘૃણા અને આક્રોશ પેદા થાય છે તે આવા માધ્યમ દ્વારા વ્યકત કરી હળવો થતો રહું છું. મને વિશ્વાસ છે કે આપ મારી સંવેદના તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજશો ! આભાર ! આપના પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  • સુરેશ જાની ઓગસ્ટ 7, 2010 પર 6:36 એ એમ (am)

   આ વિચાર સ્વાતંત્યનું પ્લેટફોર્મ આપીને અમેરિકાએ જગત પર મોટો ઉપકાર કર્યો છે. માત્ર ગુજરાતી જ નહીં ; દુનિયાની બધી ભાષાઓમાં આઈ.ટી.એ એક વૈચારિક ક્રાન્તિ આણી છે.
   આ તમારા, મારા જેવા સામાન્ય માણસની તાકાતને ઉજાગર કરતું , વિચારતા કરતું પ્લેટફોર્મ છે. આપણા હયાતિકાળમાં કદાચ આ પ્રયત્નોનું પરિણામ ન આવે; પણ
   કોઈ સામૂહિક પ્રયત્ન નિષ્ફળ નથી જતો. જગતમાં અનેક ઠેકાણે થયેલી પ્રજાકીય ક્રાન્તિઓ આનો પૂરાવો છે.
   તમારા ઉમદા ધ્યેયને વલગી રહેવા પ્રભુ તમને બળ આપે. લગે રહો…

 4. Chirag ઓગસ્ટ 8, 2010 પર 1:03 પી એમ(pm)

  એક વાર અમારા એક ઓળખીતાનું બોસ્ટનથી ફિલાડેલ્ફીયા આવતું વિમાન મોડુ પડ્યું. કારણ, સ્ટેટના ગવર્નરનું વિમાન નડ્યું…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: