સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પંખાની સ્વિચ – એક અવલોકન

નવો પંખો બેસાડ્યો. બધા ભાગ જોડી,છેવટે વાયર જોડ્યા અને સ્વિચ ‘ઓન’ કરી. પંખો સડસડાટ ચાલવા માંડ્યો – ફુલ સ્પિડ પર. અમે હરખાઈ ગયા.પણ આ શું? પંખો હવા બિલકુલ ફેકતો જ ન હતો.

અહીંના પંખાઓમા બે દોરીઓ લટકતી હોય છે – એક પંખાની ગતિ વધારે ઓછી કરવા માટે – ત્રણ કે ચાર જૂદી જૂદી ગતિ આપે તેવી સ્વિચ. અને બીજી પંખાનાં પાંખિયાંની નીચે લટકતી લાઈટ ચાલુ/ બંધ કરવા માટે.

અમે એ સ્વિચ વાપરી જોઈ. સ્વિચના દરેક ઝટકા સાથે પંખાની ગતિ ઓછી થવા લાગી અને છેલા ઝટકા સાથે પંખાનાં તાડીયાં ફરતાં બંધ થઈ ગયાં. પણ હવા તો મુદ્દલ ફેંકાતી જ ન હતી. કશીક મૂળભૂત ખામી હતી. અમને લાગ્યુ કે, એ ખામી શોધીને દૂર કરવા માટે, મૂળાના પતીકા જેવા પચાસેક ડોલર ઈલેક્ટ્રિશિયનને આપવા પડશે.

અને ત્યાં જ સદભાગ્યે મારી નજર એક નાનકડા કાળા આકાર પર પડી. પંખાનાં તાડીયાંની નીચે અને લાઈટની થોડેક ઉપર તે હતો. સીડી ફરીથી પંખાની નીચે મૂકી , હુ તે કાળા આકારની ચીજ શું છે; તે જોવા સીડી ઉપર ચઢ્યો. નજીક જતાં એક નવા લટકાની સ્વિચ હોય તેમ મને લાગ્યું. એની બે પોઝિશન ( અવસ્થા?) હતી; અને એ સ્વિચ ઉપરની તરફ જણાતી હતી. મેં એને ફેરવીને નીચેની તરફ કરી જોઈ. હું સીડી પરથી નીચે ઉતર્યો, અને દિવાલ પરની સ્વિચ ચાલુ કરી.

અને વાહ! રે મેં વાહ! રીસાયેલા પંખા મહાશય માની ગયા. હવે તેઓશ્રી પૂરબહારમાં હવા અમારી તરફ ફેંકવા લાગ્યા.

અમારા પચાસ ડોલર બચી ગયા હતા.

પછી તો પંખાની સાથે સપ્લાયરે આપેલી સૂચનાનો કાગળ જોયો અને આ સ્વિચ અંગે એમાં માહિતી આપેલી જ હતી. એ નવી નવાઈની સ્વિચના બે ઉપયોગ જણાવ્યા હતા- ઉનાળામાં સ્વિચ નીચેની તરફ રાખવાની – એર કન્ડિશનની ઠંડી હવા નીચે ફેંકવા માટે. શિયાળામાં એ ઉપરની તરફ રાખવાની – રૂમની ઠંડી હવા ઉપર જતી રહે – અમારો પંખો એક્ઝોસ્ટ ફેન બની જાય.

હવે અમે બધાં જ્ઞાની થઈ ગયા!

અને આ અળવીતરું મન વિચારે ચઢી ગયું.

જો દિશા ખોટી હોય તો કરેલા બધા પ્રયત્નો ખોટું પરિણામ જ આપે – જોઈએ તેનાથી સાવ વિપરીત.

અને પૂરા જ્ઞાન વિના, જરૂરી અભ્યાસ કર્યા વિના, કોઈ કામ આદરીએ તો આવી ભૂલો થવાની પૂરેપૂરી સંભાવના.

અજાણ્યો અને આધળો, બન્ને સરખા.

પચાસ ડોલર બચ્યાના આનંદ કરતાં અમને મળેલા આ મૂળભૂત જ્ઞાન વધારે કિમતી હતું – નહીં વારૂ?

Advertisements

5 responses to “પંખાની સ્વિચ – એક અવલોકન

 1. pravina Avinash ઓગસ્ટ 11, 2010 પર 5:17 એ એમ (am)

  That is why it says
  “Knowledge is power”. good experience.

 2. Chirag ઓગસ્ટ 11, 2010 પર 1:16 પી એમ(pm)

  વાહ દાદા. ઘણીવાર અતિ-આત્મવિશ્વાસને અવગણેલા અને પાછળથી મેન્યુઅલ વાંચીને ઘણા પ્રશ્નો ઉકેલાતા જોયા છે.

 3. rmb ઓગસ્ટ 12, 2010 પર 7:22 એ એમ (am)

  When everything else fails, read the erection manual.

 4. Dilip Gajjar ઓગસ્ટ 13, 2010 પર 12:13 પી એમ(pm)

  saras..avalokan ane knowledge..kaamma aave..badhe j ..fine post.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: