સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાનો ‘ટેસ’ – એક અવલોકન

આજે ચાનો ‘ટેસ’ બરાબર જામ્યો નહીં!

આજે ઊઠવામાં બહુ મોડું થઈ ગયું હતું. રોજ પોણા છ વાગે ઊઠું છું; એની જગ્યાએ સાડા છ વાગી ગયા હતા. નિત્યકર્મ ઝટ ઝટ પતાવી ચા બનાવવાના નિત્યકર્મ પર લાગી ગયો. દીકરીને નોકરીએ જવાનું મોડું થતું હતું. ચાનો ઊભરો આવ્યો ન આવ્યો, અને દૂધ અને ખાંડ નાંખી દીધા. આમ તો બે ત્રણ મિનીટ એને ઊકળવા દઉં છું; જેથી ચાનો કસ બરાબર આવી જાય. પણ આજે એ માટે સમય ન હતો. મોડું થતું હતું.

ચા તૈયાર થઈ અને પીવા બેઠો. પણ… રોજની જેમ આજે ચાનો ‘ટેસ’ બરાબર જામ્યો નહીં!

….

આંબા પર મ્હોર બેઠા છે. નાના નાના મરવા થયા; અને પછી નાનકડી કેરીઓ અને પછી મોટી ફૂલ સાઈઝની કેરી તૈયાર. પણ શાખની કેરી હજુ પાકી ન હતી; અને કેરીઓ ઊતારી લીધી. મોટીમસ કેરીઓના ટોપલે ટોપલા ભરાયા. કેરીઓ પાકવા મૂકી; પણ આ કેરીઓ પાકે? ન પાકે.

ઊતાવળે આંબા ન પાકે.

આ બધું સમજવા છતાં ઊતાવળ થઈ જાય છે. અને પછી ?

આજે ચાનો ‘ટેસ’ બરાબર જામ્યો નહીં!

Advertisements

6 responses to “ચાનો ‘ટેસ’ – એક અવલોકન

 1. dhavalrajgeera ઓગસ્ટ 12, 2010 પર 8:43 પી એમ(pm)

  ” ઊતાવળે આંબા ન પાકે.”
  One has to wait for the time,
  Time does not wait for us!

  Rajendra Dhavalrajgeera
  http://www.bpaindia.org

 2. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 15, 2010 પર 9:17 પી એમ(pm)

  Your “Avlokan” begins with the “taste of Tea”…and ends with the Mangoes of a Mango Tree.
  The “Link” is the key word “UTAVAL” ( meaning “to act with “hurry” ).
  To do an act fast is to learn the matter well so that you can perform your actions (or duty) faster.
  In contrast, you have not the knowledge or capability to perform at a higher speed & yet you DO….that is “Utaval” & outcome of such Acts are filled with “Disaster”.
  In the case of the act of the “tea making” there is the knowledge of proper tea-making but the “Karta”disobeys all the rules…similarly, in the act of premature harvesting of the Mangoes the “karta” is ignorant or in hurry to make money….Both acts are met with the “Disaster”.
  This is my understanding of this Post. I do not know what message, the Author of this Post intended to convey.
  Rajendrabhai, in his comment brings “time” in this discussion. If we see as “time eternal” then it does not wait is correct. But in the context of the given acts, we have the limited “time” to do it right. All acts need the “time”..what is the RIGHT TIME that we must learn.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai,….Thanks for your recent visits/comments on Chandrapukar!

 3. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 16, 2010 પર 8:12 પી એમ(pm)

  જિંદગીનો “ટેસ” પણ ધીરજ વગર નથી મળતો. ધીરજના ફળ મીઠાં હોય જ છે. પણ કેટલીકવાર ઘડિયાળનો કાંટો ધીરજ તાણી જ જાય છે.

 4. gyanaknowledge ઓગસ્ટ 17, 2010 પર 6:17 એ એમ (am)

  First that is to be observed is the person got late. What made him late? Lazzyness or illness? Then it was finding short cut to prepare tea. Tea maker knows the process of making good tea but he choose short cut and lost the taste of tea.
  Since we get up and go to bed, we try to find out short cuts in many things. In life we make goals and when we are unable to find correct path to success we start looking for short cuts. And as if those short cuts were looking for us they come to us within no time and after following them we find that we have lost the zest of the goal. There is no short cut to success and happiness. In order to enjoy life fullest and the happiness associated with the goal you need to give them time backed with all the efforts.

 5. હર્ષદ ત્રિવેદી ઓક્ટોબર 19, 2010 પર 5:00 એ એમ (am)

  ઉતાવળથી કામ બગડે એ ઘણી વખત અનુભવેલી વાત છે. કેટલીક ક્રિયાઓ કદાચ મહાવરા થી ઝડપથી થતી હશે પણ અહીં તો એવી પ્રક્રિયાઓનો વિચાર છે જે સુપેરે થવા માટે સમય એક અગત્યનું પરિબળ હોય છે. જિંદગીને જાણવામાં , માણવામાં અને સમજવામાં પુરતો સમય બહુ જ જરૂરી હોય છે.

  આથો આવ્યા વગરના ઢોકળાં, ઉકળ્યા વગરની ચા, કેળવાયા વગરનું ચામડું વિ. આવા ઉતાવળને લીધે બગડેલા પ્રોસેસના ઉદાહરણો છે. કેળવણી શબ્દ પોતેજ આવી સમય લક્ષી
  પ્રક્રિયા સૂચવે છે ને.

  ખેર તમારા અવલોકનો વાચવાની મજા આવી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: