સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફુદીનો – એક અવલોકન

અમે ચામાં ઘણીવાર તાજો ફુદીનો નાંખીએ છીએ. આ માટે રોજ બેકયાર્ડમાંથી હું ફુદીનાનાં પાંદડાં તોડી લાવતો. ઘણીવાર સવારમાં આમ કરતાં કંટાળો આવે અને બધાંને ફુદીનાની સોડમ વગરની ચા જ મળે.

આથી મારી પત્નીએ સૂચન કર્યું. “તમે સામટી ઘણી બધી ડાળીઓ તોડી લાવી, ઝિપર બેગમાં ભરી, ફ્રિજમાં રાખતા હો તો?” મેં તત્કાળ આ સૂચનનો અમલ કર્યો ; અને રોજને માટે ઘણી રાહત થઈ ગઈ. આમેય એ કહે તે ફાઈનલ જ હોય છે ને?!

થોડોક વખત તો આ વ્યવસ્થા સરસ ચાલી. પણ એક દિવસ મને શી કમત સૂઝી કે, આ ડાળીઓ પર પાણી છાંટીને રાખું તો ફુદીનો તાજો રહે. તત્કાળ આ સુધારાનો અમલ કર્યો. પણ રેઅણેક દિવસ પછી બે પાંદડાં કાળાં પડી ગયેલાં દેખાયાં. બીજા બે દિવસ અને ઘણાં બધાં પાંદડાં બગડી ગયાં હતાં. ભેગો કરેલો બધો ફુદીનો ફેંકી દેવો પડ્યો.

અને મન વિચારે ચઢી ગયું.

જ્યાં  સુધી ફુદીનાનાં પાન પર કુદરતી રીતે રહેલું પાણી હતું; ત્યાં સુધી ફુદીનો તાજો રહેતો હતો. વધારાનું પાણી મળ્યું અને તે કહોવાવા માંડ્યો.

अति सर्वत्र वर्जयेत।

આ ઈન્ટરનેટ જ જુઓ ને ? જ્યાં સુધી આ સવલત ન હોતી; ત્યાં સુધી જીવનની રફ્તાર એક તરહની હતી. ઈમેલ, ગ્રુપો, વેબ સાઈટો અને છેલ્લે આ બ્લોગિંગની સવલત મળી અને અવનવી દિશાઓ ખૂલી ગઈ. અભિવ્યક્તિ અને વિચાર વિમર્શ મહોરી ઊઠ્યાં. આખી દુનિયા આપણે માટે ખુલ્લી થઈ ગઈ. આપણેય બાપુ!  આખી દુનિયામાં ફેલાઈ ગયા.

છેલ્લા ચાર વર્ષમાં આનો અતિરેક થઈ ગયો. આ સરસ સગવડનું વ્યસન થઈ ગયું. વાંચન ઓછું થઈ ગયું. બીજી પ્રવૃત્તિઓ પર કાપ આવી ગયો. ઓલ્યા પાણી છાંટેલા ફુદીનાની જેમ, જીવનમાં ‘ખુલ્લો બંધિયાર’-  એક  નવા જ પ્રકારનો કહોવાટ આવી ગયો!

હવે તાજો ફુદીનો રોજ જ ચૂંટીને લાવવો છે.  અરે! ફુદીનો જોઈએ જ; એવી માન્યતાને પણ તિલાંજલિ આપી દેવી છે.

Advertisements

One response to “ફુદીનો – એક અવલોકન

  1. Devendra Desai ઓગસ્ટ 18, 2010 પર 1:01 પી એમ(pm)

    100% sachi vat;vadhu umervani jarurat nathi.
    Devendra

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: