સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફુદીનાનો ક્યારો – એક અવલોકન

ગઈ સાલ એક મિત્રના ઘેરથી ફુદીનાના ચાર પાંચ છોડ લાવીને વાવ્યા હતા. બે એક મહિનામાં તો આખો ક્યારો એમના વંશવેલાથી ઊભરાઈ ગયો હતો. છેક ઊનાળાનો પણ અંત આવવામાં હતો ; ત્યાં મને સૂઝ્યું  કે, શિયાળા માટે તેના પાન સૂકવીને સાચવી રાખ્યા હોય તો સારૂં. પણ દરેક છોડ પર ફૂલ મ્હાલતા હતા. મેં તો એ ફૂલ સમેત જ ફુદીનાની ડાળીઓ વાઢી લીધી હતી. પણ પછી તો મને કહેવામાં આવ્યું કે, સૂકવણી માટે ફૂલ તો નકામાં. મેં તે ચાખી જોયાં. ખરેખર તેમનામાં કડવાશ હતી. ફુદીનાનું સત્વ તેમાં બહુ જ ઘનિષ્ઠ થઈને ( concentrated) આવી ગયું હતું .

ખેર બીજે વરસે આવી ભૂલ નહીં કરું ; એમ મન મનાવ્યું.

આ સાલ તો વસંત ઋતુ બેઠી કે, તરત જ આ અંગે સભાન થઈ ગયો હતો. બધું નિંદણ કાઢી નાંખ્યું. થોડુંક ખાતર પણ ઊમેર્યું. પાણી પણ નિયમિત આપવા માંડ્યું. ફુદીના મહાશય તો આ માવજતથી બરાબર ખીલી ઊઠ્યા. સરસ મઝાના , મોટા પાન બેઠા. આખો ક્યારો મહોરી ઊઠ્યો. આ વખતે મેં સમય ગૂમાવ્યા વિના પાક ઊતારી લીધો. પાંદડાં સૂકવીને પાવડર બનાવી શીશીમાં ભરી લીધો.

બે મહિના વીત્યા અને ફરી ક્યારો વધારે ગીચ ભરાઈ ગયો. મોટાં પાંદડાં પ્રમાણમાં ઓછાં હતાં; પણ  ઘણાં પાંદડાં મળ્યાં. ચૂંટેલાં પાંદડાથી બે તબડકાં ભરાયાં. પાવડરની બીજી મોટી શીશી ભરાઈ ગઈ.

બીજા બે મહિના વીત્યા અને મોસમનો ત્રીજો ફાલ તૈયાર થઈ ગયો. આજે એ ઊતારી લીધો. મોટાં પાંદડાં તો આ વખતે બહુ ઓછાં હતાં. ચૂંટેલાં બધાં પાંદડાંથી પણ એક જ  તબડકું ભરાયું.

ફુદીનાનાં પાંદડાંથી ભરેલું તબડકું

મને લાગ્યું કે, ક્યારાનો કસ ઓછો થઈ ગયો લાગે છે. આથી બધા છોડ મૂળ સમેત ઊખાડી લીધા. અને આ શું? આખા ક્યારાની અંદર મૂળ પથરાઈ ગયેલાં હતાં, જાડાં, કદરૂપાં મૂળના જથ્થે જથ્થા. એ દૂર દૂર સુધી વિસ્તરી, પાણી અને રસ ખેંચી લાવતાં હતાં. મોટા ભાગનો પ્રયત્ન તો લાંબા અંતરના પરિવહન માટે  જ ખર્ચાઈ જતો હતો. પાણી ખેંચનાર, પ્રાથમિક મૂળ માટે તો ખાસ જગ્યા જ ન હતી. એ જ્યાં નજીકમાં હતાં; ત્યાંના છોડ પર મોટાં પાંદડાં થતાં હતાં.

ગંદાં, ગોબરાં, ઘરડાં મૂળ

આખો ક્યારો સાફ કરી નાંખ્યો. જૂનાં મૂળનો એક પણ અવશેષ બાકી ન રહે; તેની કાળજી લીધી. અને કૂમળાં મૂળ સાથેની, નાનકડી, કૂમળી ડાળીઓ વીણી વીણીને ફરીથી રોપી દીધી.

નવો ક્યારો

લહલહાતા, લીલાછમ્મ ક્યારાની જગ્યાએ સાવ સૂકો અને ગંદી, ગોબરી માટીથી છવાયેલો ક્યારો જ બાકી રહ્યો. બધી લીલોતરી ગાયબ થઈ ગઈ. હવે તો ઊનાળો ઊતરવામાં છે. આ નવા છોડ બરાબર પ્રસ્થાપિત  થશે ત્યારે તો શિયાળો આવી જશે. વિકાસ થંભી જશે.

પણ આવતી વસંતે ક્યારો કદી નહોતો ખીલ્યો તેવો ખીલી ઊઠશે. વધારે મોટાં પાંદડાં, વધારે ફાલ, એક નહીં પણ કદાચ બે શીશી પાવડર. કદાચ અમે નજીકના મિત્રોને પણ એની લ્હાણી કરી શકીશું!

બગાયતીકામમાં મારી આવડત ખીલતી જાય છે!

પણ અહીં આશય બગાયતીકામના પ્રયોગોના વર્ણનનો  નથી.

———————————————

અંગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં પણ આમ જ બને છે. નાનકડી શરૂઆત, વિકાસ, વ્યવસ્થાનું વિસ્તરણ. વધારે જરૂરિયાતો, વધારે સમૃદ્ધિ.

અને છેવટે એ વ્યવસ્થા એટલી તો જટિલ બની જાય કે, પ્રગતિ અને વિકાસની ટોચ આવી ન આવી અને અધોગતિ શરૂ. ગંદા, ગોબરાં, ઘરડાં, બિન ઉત્પાદક.  મૂળ વધારે –  લીલોતરી કમ.

સમય આવી જાય – એ વ્યવસ્થાને આમૂલ, નવેસરથી સ્થાપવાનો. જૂનાં, જડ ઘાલી ગયેલાં મૂળ ઊશેટી નવરચના કરવાનો

– નવી પેઢીને કારોબાર સોંપવાનો-  ક્રાન્તિનો –  યુગપલટાનો.

નવી ખેતી, નવું કુટુમ્બ, નવો સમાજ.

પરિવર્તન …
પરિવર્તન …
પરિવર્તન ..
.

———————————————————————————

And slowly answer’d Arthur from the barge:
“The old order changeth, yielding place to new,
And God fulfils himself in many ways,
Lest one good custom should corrupt the world
.

– Tennyson

26 responses to “ફુદીનાનો ક્યારો – એક અવલોકન

 1. સુરેશ જાની ઓગસ્ટ 20, 2010 પર 3:50 પી એમ(pm)

  આ અવલોકન સાથે મારી બ્લોગ યાત્રા સમાપ્ત થાય છે.
  હવે કશું સર્જન જાહેર નહીં કરવામાં આવે.
  અલવિદા …

 2. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 22, 2010 પર 10:36 એ એમ (am)

  આટલા સરસ અવલોકનો લખ્યા પછી અલવિદા પાછળ પણ નવરચનાનો હેતુ જ હશે એમ માનું છું પણ બ્લોગની યાત્રા સમાપ્તીની વાત સમજવામાં ન આવી.પોસ્ટ મૂકવાનું બંધ કરો તે માન્યામાં નથી આવતું. જે અભિયાન હશે તે ઉત્તમ જ હશે અને તે માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.

 3. chandravadan ઓગસ્ટ 25, 2010 પર 1:55 પી એમ(pm)

  So….This is the Last Post on this Blog.
  But, I am sure your activity on your other Blogs will continue, I hope !
  Or….are you planning a New Blog ???
  Whatever be your decision, you will be active & that I know !
  If you start a New Blog, I wish you all the Best. If you are active on your other Blogs, I wish you “All the Best” too.
  If neither of the above, you MUST visit my Blog Chandrapukar when you have the time.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sureshbhai, Your Posts as your “Avlokan” were nice !
  Your Posts with the “Satya Ghatana” as a Story were also nice !
  Out of this Blog were born some “E-Books” too !
  And…because of this Blog we came closer to eachother & are now “close friends”. And…We will always be “FRIENDS” !

 4. Chirag ઓગસ્ટ 25, 2010 પર 2:06 પી એમ(pm)

  અલવિદા… આ અનુભવોનું ભાથું બાન્ધી, પૃથક્કરણ કરી, નવા જોમથી ફરી મળો નહીં ત્યાં સુધી…

 5. Dilip Gajjar ઓગસ્ટ 25, 2010 પર 4:33 પી એમ(pm)

  અરે આપ તો હવે અહી કોઇ અનુભવ કે અવલોકન્ની પોષ્ટ નથી આપવાના..જેવિ આપની મરજી..મેરી ક્ય મરજી માલિકકી મરજી વો મેરિ મરજી..આપને ખુબ ખુબ અભિનંદન અહી જે કઈ પીરસ્યુ અને માણ્યું…લ્યો ત્યારે આવજો સુરેષભાઈ ક્યારે અને કયાં મળીશુ હાલ તો ખબર નથી..જય ભગવાન.

 6. dhavalrajgeera ઓગસ્ટ 25, 2010 પર 7:29 પી એમ(pm)

  ભાઈ

  આ અવલોકન સાથે,
  અલવિદા …અલવિદા …અલવિદા.
  ફરી મળ નહીં ત્યાં સુધી.

 7. Ramesh Patel ઓગસ્ટ 25, 2010 પર 11:09 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  ફુદીનાની વાત ગમી ,પણ ફૂદીના વાળી ચા વિશે બાકી રહી ગયું. આપને આંખે તકલીફ હતી
  પણ બ્લોગ પર સાગરની જેમ લહેરાયા અને હવે આંખ પણ યુવાન બની ગઈ અને સંન્યાસ
  બ્લોગ પર એ વાત ના જચી. ચાલો તમારા હસ્તે ઉદઘાટ કરેલ બ્લોગ ને તો લાભ આપતા
  રહે જો. કોઈ નવી પહેલ માટે અગાઉથી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Dilip Patel ઓગસ્ટ 26, 2010 પર 9:42 પી એમ(pm)

  મુરબ્બી શ્રી સુરેશકાકા,

  ચાર વરસનો આ મજાનો બ્લોગયાત્રાનો ગૌરવવંતો ગાળો
  વાહ! નવ અભિનવ ગુર્જર બ્લોગ્સ સ્થાપ્યા કેવો સિંહફાળો
  સાહિત્યલોકમાં પા પા પગલી પાડી મૂકી દોટ થઈ ખેલાડી
  આગેકૂચ હજો આનંદદાયી થજો મારગ શાતાકારી સુંવાળો

  આભાર અને શુભકામનાઓ સાથે,
  દિલીપ ર. પટેલ

 9. jigneshkparekh ઓગસ્ટ 27, 2010 પર 10:57 એ એમ (am)

  vriksharopan..no karyakrm gamyo..

 10. chetu ઓગસ્ટ 29, 2010 પર 12:59 પી એમ(pm)

  પૂજ્ય દાદા .. આ ફરતારામ ઈજીપ્તની યાત્રામાં વ્યસ્ત હોવાથી આ મેસેજ જરા મોડો મળ્યો .. આપે કોઈને કોઈ રૂપે પ્રેરણાત્મક વિચારો દર્શાવી બ્લોગ જગતમાં આપેલ યોગદાન સરાહનીય છે…આપ ફરી નવી પ્રેરણા સાથે નવા બ્લોગ પર લખશો એવી આશા સાથે શુભેચ્છાઓ ..!!

 11. અરવિંદ અડાલજા સપ્ટેમ્બર 1, 2010 પર 6:01 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  આપની બ્લોગ જગતની વિદાય “યે બાત કુછ્ હજમ ના હુઈ!” ખેર ! નવું જે કાંઈ શરૂ કરો અમને યાદ રાખજો ! ઉપરાંત અમારા બ્લોગની મુલાકાત લેતા રહેશો તેવી આશા રાખું છું ! આપને જે રીતે થોડા પણ ટૂકા સમયમાં બ્લોગની એકટીવીટીથી જાણ્યા/સમજ્યા છે તે પ્રમાણે આપ નિષ્ક્રિય થઈને બેસી રહો તેવા જીંસ ધરાવતા જણાયા નથી તો હું તો આપને અલવિદા નહિ કહું પરંતુ ક્યાંક નવા સ્થળે મળવાની ઉમેદ સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

 12. B.G.Jhaveri સપ્ટેમ્બર 1, 2010 પર 10:14 એ એમ (am)

  Chalte chalte yeh geet yaad rakhana
  Kabhi alavida na kahena

 13. Capt. Narendra સપ્ટેમ્બર 1, 2010 પર 2:02 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઇ,
  સરસ્વતિચંદ્રનો “યુવાન ડોસો” યાદ છે? ૬૫ વર્ષની વયે તે લુંટારાઓ સામે લડવા શસ્ત્ર લઇને બહાર પડ્યા હતા. આવા જ એક યુવાન ડોસા – વિન્સ્ટન ચર્ચીલે ફ્રાન્સના પતન બાદ ડંકર્ક ખાતે સહેલી કારમી હાર બાદ પણ કહ્યું હતું, “Never, never, never quit!”
  આપની પાસે આટલી પ્રખર લેખિની છે, કેમ થાકી ગયા? હજી તો ઘણું ચાલવાનું, યુવાનોને માર્ગદર્શન આપવાનું બાકી છે. આપના લેખનું શિર્ષક Last Post છેકી નાખી Au Revoir કરશો. થોડો વિસામો લઇ, બાગકામ કરી પાછા આવવાનું છે. Never say ‘Never’ again.

 14. Ullas Oza સપ્ટેમ્બર 2, 2010 પર 5:23 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ,
  આપના લેખો / અવલોકનો ફુદિનાની સુગંધ જેવો પમરાટ આપતા હતા.
  હવે આપ નવો છોડ વાવી રહ્યા છો તો માની લઈઍ કે થોડા સમય પછી આવીજ સુગંધ ફરી પ્રસરાવશો.
  શુભેચ્છા સહ,
  ઉલ્લાસ ઓઝા

 15. dinesh vakil સપ્ટેમ્બર 2, 2010 પર 6:06 એ એમ (am)

  સુરેશભાઈ,
  અભિના જાઓ છોડ કે,
  દિલ અભી ભરા નહિ..
  આવા સુંદર પ્રયોગો પછી આ વી રીતે આલવિદા કરવાનું તમને કેમ મન થયું?
  તે એક પ્રશ્નાર્થ ચિન્હ લાગે છે..
  વર્ષો પહેલા ગોલમાલ જેવા લોકોપયોગી ફિલ્મો પછી અમોલ પાલેકરે તેવી ફિલ્મો માં
  અભિનય કરવાનું બંધ કર્યું.. પણ પછી પરિણામ શું આવ્યું?
  અમિતાભ બચનની મારામારી ની ફિલ્મોનો એક મહા યુગ?
  શું તે ફિલ્મોએ આખી ફિલ્મ ઉદ્યોગની શિકલ બદલી ના નાખી?
  જો અમોલ પાલેકરે તેની કોમન અને ભોળા માણસની ઈમેજ વાળી ફિલ્મો
  ચાલુ રાખી હોત તો તમને નથી લાગતું કે ફિલ્મો નો એક જુદોજ ઈતિહાસ રચાત…
  મહેરબાની કરી , આવા સુંદર બ્લોગને પુના વિરામ મુકતા પહેલા ફરીથી એક વાર વિચાર જરૂર કરજો..
  દિનેશ વકીલ

 16. Hemant Dave. સપ્ટેમ્બર 2, 2010 પર 11:17 એ એમ (am)

  Why you are giving up? It is your wish,But we miss you. I hope you will Never,Never,Never give up.

  Hemant

 17. pravina સપ્ટેમ્બર 2, 2010 પર 4:32 પી એમ(pm)

  Hello Sureshbhai
  Happy Janmashtami. What made you to take such a difficult decision?

 18. neetakotecha સપ્ટેમ્બર 5, 2010 પર 6:35 એ એમ (am)

  aaj na yuvano ne sak vado fudino aapi jay e sachvata nathi aavadtu..tya tame alvida kaho e ame chalaviye j nahi…aakhri sas tak hum karm karenge…alvida sene hoy..blog jagat ma kone tamari jarurat che ke kone nahi e na vicharo dadaji..pan blog ne tamari ane tamne blog ni jarurat che..ane amne tamara anubhavo ni..hu plsss nahi kahu..khali etlu kahish ke jaldi thi biju avloakn karo ane amne mail karo bas..
  aapni neeta..

 19. nilam doshi સપ્ટેમ્બર 5, 2010 પર 7:02 એ એમ (am)

  દાદા…આપના જેવું વડીલ બાળક આમ આલવિદા લેવાની..આવજો કહેવાની વાત કરે એ બરાબર નથી લાગતું..પરંતુ તમે જે નિર્ણય લીધો છે તે પાછળ કોઇ કારણ તો ચોક્કસ હશે જ…. વગરવિચાર્યું કોઇ કામ તમે કરો નહીં…આશા રાખીએ કે કયારેક ફરી એકવાર અહીં મળી શકીશું…તમારી પાસે અન્યને આપવા જેવું ઘણું છે…અને ગમતાનો ગુલાલ કરવાની ભાવના પણ છે જ…તો પછી..?
  એની વે..જે કંઇ કરો…તેમાં..તમારા દરેક કાર્યમાં ઇશ્વરની કૃપા અવિરત વરસી રહે એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે……

 20. જુગલકીશોર વ્યાસ સપ્ટેમ્બર 5, 2010 પર 9:29 એ એમ (am)

  સહયોગીઓ,

  સુરેશભાઈનું વાચકજુથ બહુ મોટું છે.

  એમનું બ્લોગકર્મ બહુ આરંભના દીવસોનું શરુ થયેલું અને અત્યંત કીમતી સામગ્રી પીરસનારું રહ્યું છે. એમણે ગુજરાતી સારસ્વતો અને મહાનુભાવોનો પરીચય જે આપ્યો છે તે બેમીસાલ છે. નેટજગતના આરંભે જ એમણે મુકેલી સામગ્રીનું મુલ્ય આવનારાં વર્ષોમાં સમજાશે…..

  એમણે લેવા ધારેલો સન્યાસ તાર્કીક નથી. એમની કને તાકાત અને આવડત બન્ને છે. સમયનોય અભાવ નથી. નીવૃત્તીનો સાચો અર્થ નીષ્કામ ભાવે પ્રવૃત્તી કરવી તે છે. અને તેથી જ તેઓ હવે એ ભાવથી આ કાર્ય કરતા રહે તે ઈચ્છનીય જ નહીં, આવશ્યક પણ છે.

  એમણે સર્જેલા વીશાળ વાચક સમુદાયને હું નમ્રતાથી અપીલ કરું છું કે તેઓની નીવૃત્તીને ન સ્વીકારે અને એમને આ કાર્ય ચાલુ રાખવા આગ્રહ કરે.

  સુજ્ઞેષુ કિં બહુના.

 21. Govind Maru સપ્ટેમ્બર 5, 2010 પર 10:32 એ એમ (am)

  વહાલસોયા સુરેશભાઈ..
  આપના ઉત્તમ વીચારો અને ઉત્તમ અવલોકનોના ચાર વરસના પ્રવાહને આમ એકાએક રોકીને અલવીદા કહેવાની આપની આ વાત બીલકુલ જચતી નથી!!
  બ્લોગજગતનું આપ ઉત્તમ ધરેણું છો. આ ઉત્તમ ધરેણું વીના બ્લોગજગત સુનો રહેશે!!! જેથી બાગકામની સાથે બ્લોગકાર્ય ચાલુ રાખવા અંગે ફેરવીચારણા કરવા આપને આગ્રહભરી વીનંતી છે.
  આજ ઠેકાણે ફરીથી મળવાના ઓરતા સાથે..
  આવશો ને?
  –ગોવીન્દ મારુ

 22. vishwadeep સપ્ટેમ્બર 5, 2010 પર 1:51 પી એમ(pm)

  સાહિત્ય સર્જક કદી ‘અલવિદા” લેતો જ નથી..લઈ પણ ના શકે! હ્ર્દયમાં જાગેલી ઉર્મિના ઉછાળાને કિનારે સાથે અઠડાવવાનો આનંદ અનેરો હોય છે.. દોસ્તે કભી “કભી અલવિદા ના કહેના. જે પણ પંથે પ્રયાણ કરવાના હોય તે ને માટે શુભેચ્છા..

 23. અખિલ સુતરીઆ સપ્ટેમ્બર 5, 2010 પર 8:21 પી એમ(pm)

  સુરેશભાઇ,

  ઘણા લોકો ઘણાને ઓળખતા હોય છે. કેટલાક લોકો કેટલાકને જ. એમાં ય આવા આભાસી શબ્દજગતમાં પ્રવેશીને ઠરીઠામ થયેલા તેમજ નવા રોજે રોજ પ્રવેશી રહેલા લેખકો, કવિઓ, સર્જકો, પ્રેરણામૂર્તિઓ …અને … અનેકો .. ની જેમ આપ પણ એક સફર ખેડી રહ્યા હતા. જે પામવાનું હતું કે જે પામવા જેવું લાગ્યું હશે તે પામીને જ તમે આ નિર્ણય કર્યો હશે. આમેય હું રહ્યો અવાજની દુનિયાનો માણસ, આટલા સમય દરર્મ્યાન મેં માત્ર મને ગમતાઓને અને મને ખળભળાવી મૂકનારાઓને જ વાંચ્યા છે. આપવા જેવા જ પ્રતિભાવ લેખકને ફક્ત અંગત મેઇલ દ્વારા જ આપવાની ટેવ રાખી છે. કદી કોઇને જવલ્લે જ જાહેરમાં આપ્યા હશે.
  તમે મારી સાથે અત્યાર સુધીમાં કરેલ પત્રવ્યવહાર, વોઇસચેટના સંવાદે મને પણ તમારું અવલોકન કરવામાં પૂરક મદદ કરી. મને લાગે છે કે આ અલવિદા નથી. હવે તમે અલગારી દુનિયા તરફ .. તમારા મનને ગમતી પ્રવૃત્તી તરફ જવા અહિથી વિદાય લઇ રહ્યા છો. અહિ સમય વધારે પડતો ઝડપથી જ સરી જાય પછી જ સમજાય કે … !! પણ મારી સાથે વલસાડના મારા ઘરે અગાશીમાં તૃપ્તિએ બનાવેલી ફૂદીનાની ચા પીવાનું તમે આપેલ વચન તમારે પાળવાનું છે. કોઇ પણ જાતના બંધન વગર મુક્ત થઇને તમે તમારી મનગમતી પ્રવૃત્તિઓનો સુક્ષ્મ આનંદ લઇ શકો એજ શુભેચ્છાઓ.

 24. Jignesh adhyaru સપ્ટેમ્બર 6, 2010 પર 9:58 એ એમ (am)

  સુરેશદાદા,

  સફર, વિરામ અને મંઝિલ એક મુસાફરના નિશ્ચિત હક્કો છે, ઘણાંની સફર શરૂ થતાં વેઁત પૂરી થઈ જાય છે, ક્યાંક સફરની મુસીબતોનો સામનો કરવાની અક્ષમતા તો ક્યાંક મનની વૃત્તિઓ… અને ઘણાંની મંઝિલ વગરની સફર…. પણ આ બ્લોગજગતના ગાડરીયા પ્રવાહમાં જેણે પોતાની અને અનેકોની કેડી કંડારી એવા તમે વૃદ્ધ યુવાન આમ રાજીનામું આપો તો બે જ શક્યતાઓ લાગે… કાં તો મંઝિલ મળી ગઈ હોવી જોઈએ, ને કાં તો બધું છોડી શકવા જેટલી નિષ્કામ અવસ્થા સુધી પહોંચી શક્યા હો, હોઈ શકે કે એ જ તમારી મંઝિલ હોય.

  અધ્યારૂ નું જગતથી લઈને અક્ષરનાદ સુધી આ બધું શરૂ કરવા પાછ્ળ આપનું પ્રોત્સાહન પણ ખરું, તો પ્રથમ પ્રતિભાવ પણ તમારો જ મળેલો….

  તમે આમ નિવૃત્ત – શાંત બેસી રહો એવા કદી લાગ્યા નથી, આશા છે આપ જે પણ કરો, આપને પૂરો સંતોષ મળે.

  જીજ્ઞેશ અધ્યારૂ

 25. Bharat Pandya ઓક્ટોબર 31, 2010 પર 10:47 પી એમ(pm)

  શુરેશભાઇ,

  ભાઇ હું તો કટુવક્તા કો તો એ ને નહિતો સ્પષ્ટવક્તા છું.જીન્દગીમા આ માટે બહુ માર ખધા છે પણ પડેલી ટેવ તો પ્રાણ સાથે જ જાય =- ને હવે કાઢ્યાં એટલા નથી કઢવાના. તમને તમારી સાથે જે કરવું હોય તે કરવાની છુટ પણ અમારે જેવાને તમે તમારા ગ્યાનનો લાભ આપવાનું બંધ કરો તે કેમ ચાલે ?અમે ક્યા જઈએ? જાયે તો જાયેં કહાં ?અમારા અધકચરા ( સાચું કહું તો કચરા જેવા) લખાણો મઠારી કોણ દેશે? વીચારજો.
  ભરત પન્ડ્યા.

 26. Rekha M Shukla માર્ચ 23, 2011 પર 1:42 પી એમ(pm)

  sureshda we will miss you alot…thanks for your everything..God bless you.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: