સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શંકરલાલ જગજીવનદાસ જાની, Shankarlal Jagajivandas Jani

“ હું તો નથી જ્ઞાન વિશાળ આંબલો,
છાયા ધરંતો, ફળ મિષ્ટ આપતો;

તથાપિ ઉગ્યો ઉર ઊર્મિ છોડવો
ધરી કૂણાં પર્ણ વિવિધ કૂંપળો.

હું માનવી અલ્પ ધરી મહેચ્છા,
યત્નો કરું ભાવ સુગંધ મ્હેંકવા,

વીણી ફૂલો સૌ ઉરછોડ પાંગર્યાં,
પરોવી સૂત્રે ધરું પ્રેમમાળ આ. “

————–

મારા સાહિત્યરસને ઉત્તેજનાર, સંવર્ધન કરનાર મારા કાકા

– સુરેશ જાની

———————————————

જન્મ

  • માર્ચ – 1892; અમદાવાદ

અવસાન

  • મે – 1975, અમદાવાદ

કુટુમ્બ

  • પીતા– જગજીવનદાસ; માતા– જડીબા
  • પત્ની – 1) લલીતાબેન 2) શારદાબેન  3) શાન્તાબેન
  • સંતાન
    શારદાબેનથી
    પુત્રો- ભાલચન્દ્ર( એનેસ્થેટીક ડોક્ટર); સ્વ. જયેન્દ્ર- બોરીંગનો વ્યવસાય
    શાન્તાબેનથી
    પુત્રો – દિલીપ(ફીઝીશીયન/સર્જન- યુ.કે./યુ.એસ.એ,); સ્વ.ગૌતમ – સીવીલ એન્જીનીયર); નીતિન – સેફ્ટી કન્સલ્ટીંગનો વ્યવસાય(યુ.એસ.એ,)
    પુત્રી – ઈલાબેન (સામાજીક કાર્યકર)

અભ્યાસ     

  • ઈલેક્ટ્રીકલ સર્ટીફીકેટ કોર્સ( આર.સી. ટેક્નીકલ ઈંસ્ટીટ્યુટ)

વ્યવસાય

  • ચીફ એન્જીનીયર- ભરતખંડ ટેક્સાઈલ મીલ અને ન્યુ ટેકસાઈલ મીલ

જીવનઝરમર

  • અનુભવથી વ્યવસાયમાં કુશળ અને ચીવટવાળા એન્જીનીયર
  • કારકીર્દી દરમ્યાન બીલીમોરાની મીલમાં નીષ્ણાત તરીકે સેવા.
  • જ્યારે અમદાવાદની મીલો ઈલેક્ટ્રીસીટી કમ્પની પાસેથી વીજળી ખરીદવા તૈયાર ન હતી; ત્યારે તેમણે વીજળીથી મીલો ચલાવવાના ફાયદા વીગતવાર અભ્યાસ કરી દૈનીકોમાં છપાવ્યા હતા અને મીલ માલીકોને સમજાવ્યા હતા.
  • વયવસાય ઉપરાંત ગુજરાતી સાહીત્યમાં ઉંડો રસ – ન્હાનાલાલ કવી એમને અત્યંત પ્રીય હતા.
  • એમના ખાસ મીત્ર –  કવીશ્રી, જયંતિલાલ આચાર્ય
  • ગુજરાતીમાં તકનીકી સાહીત્ય હોવું જોઈએ, તેમ તે દ્રઢપણે માનતા અને તે માટે ઘણું કામ કર્યું હતું. અનેક પુસ્તકો છપાવવા માટેની હસ્તપ્રતો  જાતે તૈયાર કરી હતી.
  • પોતાની જ્ઞાતી( ઔદીચ્ય સહસ્ત્ર) ના ઈતીહાસનું વીગતે ઉંડું સંશોધન કરી ગ્રંથ છપાવ્યો હતો.
  • જ્ઞાતીને હાનીકારક   પ્રેતજમણ જેવા કુરીવાજોના વીરોધી અને શીક્ષણનો પ્રસાર કરવાના હીમાયતી. અન્ય આગેવાનો સાથે, આ બાબત આગળ પડતો ભાગ લઈ, જ્ઞાતીસેવાનાં અનેક કામો કર્યાં હતાં.

રચનાઓ

  • કાવ્ય – વીશ્વની લોકમાતાઓ (દુનીયાની નદીઓ વીશે અનુષ્ટુપ છંદમાં મહાકાવ્ય)
  • સંશોધન – ઔદીચ્ય સ્મૃતીગ્રંથ

સાભાર

  • પુત્રી – ઈલા દવે, પુત્રવધુઓ – સોનલ જાની, મુદ્રા જાની

Comments are closed.

%d bloggers like this: