સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આનંદનો ઓચ્છવ

આજે  ૫મી માર્ચ – ‘શઠ’ શ્રેણી પતાવી ‘તેર’ની શ્રેણીમાં પેંઠો.

( સમજ ન પડી હોય તો આ સમજૂતિ વાંચો. )

આજના આ શુભ દિવસથી ‘ગદ્યસુર’ પર મારા ‘અંતરની વાણી’ રજૂ કરવાનું ફરીથી શરૂ કરું છું. આભાર મારા વ્હાલીડા વલીદાનો કે, બધાં બંધનો કાપી મૂક્ત મને મ્હાલવા પ્રેર્યો.

પણ એક બહુ જ મોટા ફરકની સાથે.

હવે આમ કરીને કશું મેળવવાની ઈચ્છા નથી. કશાકનો પ્રચાર કે પ્રસાર કરવાની, લેખક બનવાની, પ્રસિદ્ધિ પામવાની, મનભાવન પ્રતિભાવો મેળવવાની……..

કશાની નહીં.

તો પછી શા માટે?

બ્લોગિંગનો મૂળ આનંદ – અભિવ્યક્તિનો આનંદ – મેળવવા અથવા વધારે યોગ્ય રીતે કહું; તો તે આનંદને સાચી રીતે અનુભવવા.

વસંતનાં વધામણાં થઈ ચૂક્યાં છે.  હવે તો મ્હાલવું છે –  ફાગણના ફાગમાં. ભલેને બળબળતો વૈશાખ હોય કે, સાંબેલાધારે વરસતો શ્રાવણ હોય કે થીજાવી દે તેવો પોષ.

ફુદીનો મ્હાલે, કરમાય, ગંદા- ગોબરાં મૂળ વાળો થાય; એને ઉઝેડીને ફરીથી વાવીએ. બાળક કે જુવાન હોઈએ કે વળી ઘરડાં  હોઈએ.  જેવાં હોઈએ એવાં મ્હાલીએ.

બસ! આજે આનાથી કશું વધારે લખવું નથી. મને બહુ જ ગમતા ગીત સાથે વિરમું ..

“ચાલ વરસાદની મોસમ છે,
વરસતાં જઈએ.”
– હરીન્દ્ર દવે

26 responses to “આનંદનો ઓચ્છવ

 1. સુરેશ જાની માર્ચ 5, 2011 પર 7:04 એ એમ (am)

  એકદમ નવા નક્કોર, તરોતાજા, સદા બહાર નેટ મિત્ર ( શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર)નો જીમેલ ખોલતાં જ મળેલ સંદેશ……
  ————————————
  સુપ્રભાતમ !
  “હેપી બર્થ-ડે” ! લે= હાં ગન-તોજે ૬૭મે જનમદિન જી વધાઈભેરી નવી સરપ્રાઇઝ ! કચ્છીમેં કોમ્યુનિકેશન.સમજે-ઉકેલેમે થોડી તકલીફ ત થીંધી.[Postponed!!!]

  “છે ખુદાનું નામ,બીજું મિત્રતા,યાદ બસ જોએટલું રાખી શકો;

  હોય સંકુચિત ભલે આખું જગત,પણ દોસ્ત દિલદાર હોવો જોઇયે.”

  મારી પાસે સમય છે, મન-દિલ છે,ઇચ્છા છે….એજ તો હું તને આપી શકું !એમ નહીં કહેતો કે,-

  “ કે કાગળ હરિ લખે તો બને, અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને !

  “પરમ સમીપે…પરમ આનંદ! છે.

  “આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?! ભલે આજે નહીં સમજે કોઈ ઉન્માદનો મહિમા.

  અલગ છે શબ્દનો મહિમા, અલગ છે નાદનો મહિમા,છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા. ”

  એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

  હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

  ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
  ——————————————————–

  મારા મનની વાતનો કેવો સરસ પડઘો? માશાલ્લા…

 2. Chetu માર્ચ 5, 2011 પર 8:37 એ એમ (am)

  પૂજ્ય દાદા … આજના શુભ દિને આપને ખૂબ ખૂબ વધાઇ … આપ નવુ નવુ લખતા રહો અને અમને પ્રેરણા આપીને નિજાનઁદ મેળવો.. 🙂

 3. વિજય શાહ માર્ચ 5, 2011 પર 8:56 એ એમ (am)

  એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

  હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

  ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ

  વાહ!
  સરસ વાત !

 4. deep માર્ચ 5, 2011 પર 8:58 એ એમ (am)

  તમે જે લખ્યું છે તેને સમજતા જિંદગી નિકળી જાય… 🙂

 5. Chirag માર્ચ 5, 2011 પર 9:06 એ એમ (am)

  દાદા, આમ જ તમે વરસો અને અમારા પર વરસતા રહો.

 6. chandravadan માર્ચ 5, 2011 પર 9:37 એ એમ (am)

  આજના આ શુભ દિવસથી ‘ગદ્યસુર’ પર મારા ‘અંતરની વાણી’ રજૂ કરવાનું ફરીથી શરૂ કરું છું. આભાર મારા વ્હાલીડા વલીદાનો કે, બધાં બંધનો કાપી મૂક્ત મને મ્હાલવા પ્રેર્યો.

  Sureshbhai…After your “peep” in the Hasya Darbar” now you are “offficially” in the BlogJagat. After closing doors on the publication of FudhinoNo Kyaro”you have reopened the doors..
  That’s nice !
  I must add here that after visiting H.D. you did comment on Chandrapukar, Thanks !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  All the Best for Blogging…& your Health !

 7. Ashok માર્ચ 5, 2011 પર 9:40 એ એમ (am)

  જન્મદિવસની લાખ લાખ વધાઇ…. અશોક

 8. ડો.મહેશ રાવલ માર્ચ 5, 2011 પર 9:43 એ એમ (am)

  દાદા….
  જન્મદિન નિમિત્તે હાર્દિક પ્રણામ અને અઢળક શુભકામનાઓ….

 9. nilam doshi માર્ચ 5, 2011 પર 10:07 એ એમ (am)

  happy birthday dada…
  shath shrenimathi so shrei sudhi pahoncho ne blog world am am j active raho…
  shubhechcha from didi…

  atleast met u for few mins..thats also great for me…

  thanks dada….

 10. Ramesh Patel માર્ચ 5, 2011 પર 1:16 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશભાઈ
  આપના આ વિચારે આપને એક ઉંચાઈએ પહોંચાડી દીધા છે. જીંદગીમાં જો કંઇ ના મેળવી
  શક્યા તો શું જીવ્યા?
  બીજો તબક્કો આવે ઋણ ઉતારવાનો..
  ત્રીજો તબક્કો કહે મનન કર સાચી પ્રાપ્તી કઈ?
  ….પછી વાત યાદ આવે આ કંઈ સાથે આવવાનું નથી…આ ઈલકાબો આ વાહવાહ ખોટી
  મોટાઈ..કેટલું આપણું?
  છતાંય એક વાત છે કે બાપદાદા જે આંબો રોપી જાય છે તેનાં ફળ સંતાનોને જરૂર મળે છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 11. बीना માર્ચ 5, 2011 પર 4:34 પી એમ(pm)

  દાદા….
  જન્મદિન નિમિત્તે હાર્દિક પ્રણામ અને અઢળક શુભકામનાઓ! આપ નવુ નવુ લખતા રહો.

 12. પરાર્થે સમર્પણ માર્ચ 5, 2011 પર 9:17 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશ કાકા

  આપને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા .ગધ્યાસુરમાં આપે ફરી લખવાનું

  શરુ કરી બીજી ઇનીગ ચાલુ કરી એ અમારા નવોદિતો મારે આનંદોત્સવનો

  અવસર છે. આપ તો સુરો ના ઈશ છો બસ ઈશ પાસે સુર માણવા મળે અને

  અમોને પ્રેરણા મળે એવી આશા રાખીએ છીએ. બસ આમ હજરો વર્ષ સુધી

  લખતા રહો અને અમને સુર ઇશનો રસ પીવડાવતા રહો એ જ અભિલાષા

 13. bharat Pandya માર્ચ 5, 2011 પર 10:21 પી એમ(pm)

  તમારા ને દારુમા એક સામ્ય છે !
  બન્ને ‘જુના’થાવ તેમ વધુ નશીલા થતા જાવ છો,.
  ખુબ ખુબ આવકાર ‘તેર’મા પહોચવા બદલ.
  ભરત

 14. Dr.Maulik Shah માર્ચ 6, 2011 પર 12:52 એ એમ (am)

  welcome back. Happy birthday to you. I am happy to see you blogging again.

 15. arvind adalja માર્ચ 6, 2011 પર 3:27 એ એમ (am)

  સ્નેહી શ્રી સુરેશભાઈ
  આપે બ્લોગ જગતમાં પુનઃ પ્રવેશ કર્યો તે જાણી ખૂબ ખૂબ આનંદ થયો. આપની અત્યંત ટૂંકી પણ પ્રેમાળ મુલાકાત વાગોળી રહ્યા છીએ ત્યાં આપ ફરી ઉપસ્થિત થઈ ગયા !
  આપનો જ્ન્મ દિન મુબારક અને તુમ જીઓ હજારો સાલ સાલકે દિન હો પચાસ હજાર ! અમારા સૌની હાર્દિક શુભેચ્છાઓ ! પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ અર્પે અને ફરીને આપ અહિ પધારો ત્યારે રૂબરૂ મળી સાથે આનંદ કરીએ !
  સ-સ્નેહ
  અરવિંદ

 16. P U Thakkar માર્ચ 6, 2011 પર 8:42 એ એમ (am)

  આજની ઘડી તો રળીયામણી,
  આવા જ એક શુભદિને જોયું હશે,
  સર્વપ્રથમ આ જગત !!
  .
  આંખો-કાન-મન મથ્યા હશે,
  એ શબ્દો, ચહેરા ‘ને દૃશ્યોના
  તાગ ઉકેલવા…
  .
  હાથ-પગ કંઇક ઉછાળ્યા હશે,
  સમજ્યા કે ના-સમજ્યા અવાજો થાય હશે,
  અર્થઘટનો કર્યા હશે કંઇક સ્વજનોએ!!
  .
  ક્યાં અટકે એમ છે, એ યાત્રા ?
  આદરણીય મુરબ્બી શ્રી સુરેશભાઇ,
  હજુ તો પમરાટ છે એ જ તરોતાજા..
  .
  ‘‘ ‘‘ ..તો પછી શા માટે?

  બ્લોગિંગનો મૂળ આનંદ
  – અભિવ્યક્તિનો આનંદ
  – મેળવવા અથવા વધારે યોગ્ય રીતે કહું;
  – તો તે આનંદને સાચી રીતે અનુભવવા…’’ ’’
  .
  પ્રભુને પ્રાર્થનાઃ
  હરપળ ફેલાવે પ્યાર અખૂટ
  તમહૃદય કલમથી,
  વ્‍યાપે ફાગણનો પમરાટ ચારેકોર,
  બસ, હૃદયના ઉંડાણથી,
  .
  સાકાર કરે સર્જનહાર તમ સર્જનથી,
  બસ એ જ આનંદ અને નિજાનંદ.
  .
  આપના જ શબ્દોમાં…
  ‘‘ ‘‘…ભલેને બળબળતો વૈશાખ હોય કે,
  સાંબેલાધારે વરસતો શ્રાવણ હોય
  કે થીજાવી દે તેવો પોષ.
  બાળક કે જુવાન હોઈએ કે,
  વળી ઘરડાં હોઈએ.
  જેવાં હોઈએ એવાં મ્હાલીએ.’’ ’’
  .
  એ જ પરમેશ્વરને પ્રાર્થના,
  અને આપને શુભેચ્છા.

 17. rekha sindhal માર્ચ 6, 2011 પર 11:25 એ એમ (am)

  Many happy returns of the day Sureshbhai,
  ચાણક્યે કહ્યુ છે કે “કોઈ સંબંધ સ્વાર્થ વગરનો નથી હોતો” મિત્રનો પણ નહી. દરેક સંબંધમાં અપેક્ષાઓ હોય છે તે પૂરી ન થાય ત્યારે સંબંધ ઘટે છે અને વળી પૂરી થતાં વધે પણ છે. આપણી યાત્રા કરતાં કરતાં આજુબાજુના યાત્રાળુ તરફ સહેજે નજર પડવાની. કોઈ ઝડપથી પસાર થઈને આગળ નીકળે તો કોઈ ધીમે ધીમે ચાલતાં પાછળ પણ રહી જાય આમ સાથ છૂટતો જાય પણ એથી આપણી યાત્રા તો અટકવાની નથી જ ને? તમારી બ્લોગીંગની યાત્રા વિરામ પછી ફરી શરૂ થઈ તે આનંદની વાત છે પરંતુ વાંચવા માટે દિવસમાં જેટલો સમય ફાળવી શકાય છે તેમાં સામગ્રી વધતી રહે છે પણ સમય વધતો નથી. એટલે આમંત્રણ મળ્યા પછી ય ગમતાં બ્લોગ ખોલી શકાતા નથી. તમારો બ્લોગ પણ એમાં ઉમેરાશે તો પણ ભાવથી બંધાયેલા આપણે એકબીજાથી એ રીતે મુકત નથી તે સ્વીકારશો ને?

 18. B.G.Jhaveri માર્ચ 6, 2011 પર 11:46 એ એમ (am)

  ” Nachenge Mor ban kar Hey Nath tere dware,
  Ganshyam chhaye rahena ban kareke Megh Kale ;
  Amrut ki dhar bankar pyaaso pe daya karana…….
  – Hari Om Sharan

 19. maitri shah માર્ચ 6, 2011 પર 11:15 પી એમ(pm)

  વડીલ મુરબ્બીશ્રી સુરેશદાદા,
  બ્લોગ જગતમાં આપના પુન:પ્રવેશને મારા અંતકરણપૂર્વકના અભિનંદન.
  આપને રૂબરૂ મળીને વિશે
  ષ આનંદ થયો. બસ આપ આપના અનુભવોનો નિચોડો અમને આમ જ વહેંચતા રહો એવી કામના.

  -મૈત્રી

 20. રશ્મિકાન્ત ચં દેસાઈ (તતૂડી) માર્ચ 7, 2011 પર 7:40 એ એમ (am)

  આદતસે મજબુર તે મોડો પડ્યો.
  (ઉપર સૌએ જણાવેલી શુભેચ્છાઓ નો સરવાળો) x ૧૦૦ = મારા અભિનંદન અને શુભેચ્છાઓ

 21. rajeshpadaya માર્ચ 7, 2011 પર 11:43 એ એમ (am)

  આદરરુપી પ્રેમની અસંખ્ય શુભેચ્છાઓનો ગુચ્છો આપને નવી ઈનિંગ માટે……!!

 22. Hiral માર્ચ 17, 2011 પર 8:28 એ એમ (am)

  Be lated Happy B’day…:))
  Wish you health, wealth and prosperity and of,course , more readers on your blog:)

 23. Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: