સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શા માટે? – એક અવલોકન

And slowly answer’d Arthur from the barge:
“The old order changeth, yielding place to new,
And God fulfils himself in many ways,
Lest one good custom should corrupt the world.

– Tennyson

૨૦૧૦ની સાલના ઓગસ્ટ માસની ૨૦મી તારીખે આ પન્ક્તિ સાથે બ્લોગિન્ગ બન્ધ કર્યું હતું.

……. બરાબર છ મહિના અગાઉ.

Lest one good custom should corrupt the world.

છ મહિનાના અવનવા અનુભવો બાદ, ફરીથી એ મનભાવન પ્રવૃત્તિ શરૂ કરવા મન થયું છે; ત્યારે એક પ્રશ્નને વાચા આપવા મન થાય છે——

એમ કેમ કે, કોઇ પણ સારી ચીજ સદા સારી રહી શકતી નથી?

એમ કેમ કે, જમાનાઓથી સારપ ઠેર ઠેર વેરાયેલી રહેવાં છતાં શા માટે અસત્યનો ઘોડો જ સદા આગળ રહેતો હોય છે?

શા માટે ‘ सत्यमेव जयते’ નાં સૂત્રો  વારંવાર ગાવાં પડે છે?

અસત્યનો મહિમા ગાતી કોઈ મદરેસા કે પાઠશાળા ન હોવા છતાં એના પાઠ લોકો શા માટે બહુ જલદી આત્મસાત કરી લેતા, શકતા હોય છે?

શા માટે અનેક લોકોત્તર મહાત્માઓ, સંતો, યુગપરિવર્તકો અને પેગંબરો પેદા થયા  છતાં અધર્મ ફૂલ્યો અને ફાલતો જ રહે છે?

यदा यदा हि धर्मस्य ग्लाजिर्भवति भारत
अभ्युत्थानाय धर्मस्य तदात्मानं  सृजाम्यहं ।

એમ કહીને શ્રી કૄષ્ણ કબૂલ નથી કરતા કે, ધર્મની ગ્લાનિ તો થયા જ કરવાની?

શું માનવતામાં પશુતા એટલી ધરબાઈને પડેલી છે કે, એનું આમૂલ પરિવર્તન કદી શક્ય જ નથી?

શા માટે?
શા માટે?
શા માટે?

23 responses to “શા માટે? – એક અવલોકન

 1. સુરેશ માર્ચ 10, 2011 પર 2:21 એ એમ (am)

  ઘણા સમયથી મને સતાવતા આ કોયડાનો કોઈ જવાબ આપશે?

  • યશવંત શાહ એપ્રિલ 5, 2011 પર 9:10 એ એમ (am)

   ૬૦ ના દાયકા ના કોલેજ કાળ દરમ્યાન મેં કશેક વાંચેલ –
   “મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે ? પત્થરો તરી જાય છે ને ફૂલડાં ડૂબી જાય છે.” પછી તો મુંબઈ માં અઢી દાયકા સુધી અને પછી બે એક વર્ષ દુબઈ માં, પછી કુવૈત માં પણ થોડા મહિનાઓ સુધી જીવન સંઘર્ષ કરતા કરતા શાયર (નામ તો યાદ નથી ) ની આ પંક્તિઓ ઘણની જેમ મારા દિમાગ ની એરણ ઉપર ટીપાતી રહી – અને અચાનક ક્યારેક દિમાગી કોમપ્યુટર માંથી અદ્રશ્ય પણ થઇ ગઈ ! ગઈ કાલે આપના બ્લોગ ઉપર ” શા માટે ? ” નો લેખ વાંચ્યો અને ઉપર ની
   શાયરી યાદ આવી – સાથે સાથે વર્ષો પછી મારા મનમાં તેનો જે ઉત્તર પણ મળ્યો તે તમારી જાણ માટે.
   ૧) સૌ પ્રથમ તો મને નિષ્કુળાનંદ સ્વામી રચિત “ભક્ત ચિંતામણી” ગ્રંથ ની પંક્તિઓ ” મહા બળવંત માયા તમારી જેણે આવરીયા નર-નારી” ના પદો સાંભર્યા, જેમાં ભક્ત જનો એ શ્રીજી મહારાજ પાસે સારંગપુર માં ફૂલડોલ ઉત્સવ પછી ફગવા માં ” મોહ માયા” થી બચાવી લેવા નું વરદાન માંગ્યું.
   ૨) પછી યાદ આવી શ્રીમદ ભાગવત ની કથા વાર્તા (અ) ભરતજીને તપ કરતા મ્રગ્લીના બચ્હા માં પ્રીત બંધાણી અને બીજો જન્મ મૃગ નો લેવો પડ્યો (બ) શ્રુન્ગી ઋષિ એ ૧૦૦ વર્ષ પાણી માં ઉભા રહી તપ કર્યું, અને એક દિવસ માછલા ની કામ ક્રીડા જોતા તપ ભંગ થયું અને લગ્ન કરવા કન્યા શોધવા નીકળ્યા (ક) રામાયણ ની કથા માં સીતા માતાએ સોનેરી મ્રગ પકડી લઇ આવવા રામચંદ્રજી પાસે હઠ પકડી. આ બધા જગત ની ” મોહ માયા” કેવી અજાયબ છે, તેના જ્વલંત ઉદાહરણો છે.
   3) પછી મને શિક્ષાપત્રી માં લખેલ શ્રીજી મહારાજ ની આજ્ઞા ” જીવ, માયા અને ઈશ્વર ના સ્વરૂપ ને રૂડી રીતે સમજી લેવું તેને સાચું જ્ઞાન સમજવું ( શ્લોક ૧૦૪ )” અને ઉપદેશ ” ભક્તિ અને સત્સંગ વિના તો વિધ્વાન પણ અધોગતિ ને પામે છે. (શ્લોક ૧૧૪ )” યાદ આવ્યું.
   ૪) પછી મને ઓરેગોન પોર્ટલેન્ડ ની શિબિર માં પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી એ તેમના જમણાં હાથ ની પાંચ આન્ગળીયો – સૌથી નાની અને નીચીને ત્યાં “જીવ” પછી તેની ઉપર ની અંગુલી ઈશ્વર અને પછી સૌથી મોટી વચ્હેની “માયા” તેની ઉપરની તર્જની એટલેકે બ્રહ્મ અને તેની ઉપર અંગુઠો એટલેકે પર-બ્રહ્મં ની સમજ પાડતા સમજાવ્યું કે માયા થી તો દેવો પણ મુક્ત નથી. તે વિશાલ ઘન-ઘોર જંગલ અથવા અફાટ જળ થી ભરેલ સમુદ્ર સમાન છે. જ્યાં સુધી જીવ ની ઉપર બ્રહ્મસ્થિતિ ને પામેલ કે જે માયા થી પાર અથવા ઉપર છે તેવા સંત મહાત્માંની કૃપા થતી નથી, ત્યાં સુધી માયા પાર થઇ પરબ્રહ્મ કહેતા પરમાત્મા ને પમાતું નથી.
   ———————————————————————————
   Sahajanand Swami gave a copy of the Shikshapatri to Sir John Malcolm at the conclusion of their meeting at the residence of the Acting Political Agent in Rajkot on February 26, 1830. That mauscript is available at BODLEIAN LIBRARY in London. For Digital version here follows the hyper links :-

   http://www.shikshapatri.org.uk/~imagedb/hms/mss_browse.php?expand=638,639&act=chunit&unit=104
   (104) Vairagya is non-attachment to all objects other than Lord Shree Krishna.
   Gnana is comprehensive understanding of the nature and form of the Jiva, Maya, and Ishwara.

   http://www.shikshapatri.org.uk/~imagedb/hms/mss_browse.php?expand=638,639&act=chtrans&trans=1
   (114) Bhakti of Lord Shree Krishna and Satsang are the supreme aims for virtuous persons endowed with merits
   like learning. Without these two things, even the most learned would degenerate.
   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
   પરદેશ માં વસ્તા બૌધિકો (so-called intellectuals) જે શિક્ષાપત્રી ના શ્લોક ૧૧૪ ઉપદેશ મુજબ તો હકીકત માં ભક્તિ સત્સંગ વિના અધોગતિ પામેલ ” વિધ્વાનો” છે, તેમને માટે સમજવાનું ” શા માટે ? ” નો જવાબ છે – કલિયુગ માં પ્રશરેલ ” રજો અને તમો ગુણ ની વ્રદ્ધી અને સત્વ ગુણ ની અછત ” છે. સત્વ, રજસ, તમો ગુણ ની વધારે જાણકારી, highly educated ડોક્ટર આઠવલે ની વેબસાઈટ ની નીચે આપેલ હાયપર લીન્ક થી મેળવી લેવી :-
   http://www.spiritualresearchfoundation.org/articles/id/spiritualresearch/spiritualscience/sattva_raja_tama#7

  • વિનોદ પટેલ મે 6, 2019 પર 10:30 એ એમ (am)

   કેટલાક સવાલોના જવાબો મળતા નથી
   જો મળે છે તો એ જવાબો પુરા હોતા નથી

 2. la'kant માર્ચ 10, 2011 પર 2:41 એ એમ (am)

  Evu chhe kharu?!” Sat-Chit-Aanand” to mool Svabhaav CHHEJNE?
  Saru…Positive drushtithi jovayelu,Man-chitt,Deh… ane Atmaapoorvak …anubhavyelu ……shashwat banee rahe..jo ‘samathal’ thai
  rahee shakay to… pan Dvadvathee chhutvu…jaruree…jena mate prayatnasheeltaa etlej ‘ jee…va…n…’ nahi?-La’Kant

 3. atuljaniagantuk માર્ચ 10, 2011 પર 6:00 એ એમ (am)

  દાદા,

  સહુ પ્રથમ તો છ મહિનાના લાંબા અંતરાલ પછી ફરી પાછુ બ્લોગિંગ શરુ કરવા બદલ અભિનંદન.

  એવું બની ન શકે કે અસત્યનો ઘોડો સદાયે આગળ રહેતો હોય પણ એવું બની શકે કે આગળ રહેલા ઘોડાને આપણે અસત્યનો ઘોડો માનતા હોઈએ.

  સત્ય અને અસત્ય માટેના સહુના માપદંડો અલગ અલગ છે. જે વ્યક્તિ પોતાના પક્ષમાં કે સ્વબચાવમાં કશુ જ નથી કહેતી તેની સામે ન્યાયાધીશો પણ ચૂકાદો આપવામાં લાચાર થઈ જાય છે.

  લોકો આ જગત પાસે પોતપોતાની અપેક્ષાઓ લઈને આવે છે અને અપેક્ષાઓ પ્રમાણે થાય તો બધું બરાબર ચાલી રહ્યું છે અને જો અપેક્ષા પ્રમાણે ન થાય તો જાણે કે ધરતી રસાતાળ જઈ રહી છે તેવી કાગારોળ મચાવે છે.

  માનવી અને પશુઓની ઈંદ્રિયો બહિર્મુખ હોવાથી સ્વાભાવિક રીતે જ મોટા ભાગના લોકો ઈંદ્રિયોથી દોરવાઈ જઈને પોતાના મન, બુદ્ધિ અને ભાવોને નિમ્ન બનાવે છે. તેને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે અભ્યાસ અને વૈરાગ્યરુપી પુરુષાર્થ કરવો પડે જે માટેની પ્રેરણા આજના યુગમાં જોઈએ તેટલા પ્રમાણમાં અપાતી નથી અને જો કોઈ આપવાનો પ્રયાસ કરે તો તેને દંભી અને જુઠો કહીને ગાળો દેવામાં આવે છે.

  મારી અલ્પમતિ પ્રમાણે પ્રતિભાવ આપેલ છે, મુક્ત ચર્ચા માટે સહુને આમંત્રણ છે.

 4. સુરેશ જાની માર્ચ 10, 2011 પર 8:37 એ એમ (am)

  અસત્ય, કપટ,સ્વાર્થની કોઈ શાળા નથી; જરૂરી પણ નથી. અને છતાં એ આપમેળે શીખી લેવાય છે.
  એમ કેમ?
  સત્ય, નીતિ, શીલ શીખવાડવા પડે છે ; અને છતાં તરત વિસરાઈ જાય છે.
  એમ કેમ?
  જીવન માટે શીલ જરૂરી છે જ. પણ પ્રેક્ટિકલ બનવા આપણે સૌ કયા શિક્ષણથી પ્રેરાઈએ છીએ?
  જો ઈશ્વર છે; તો પ્રતિ ઈશ્વર પણ છે જ.

 5. Chirag માર્ચ 10, 2011 પર 9:07 એ એમ (am)

  I have two arguments for this.

  1) scientific: Law of entropy which states that everything in this universe moves from order to anarchy.

  2) religious: The world existed because pure “truth” wanted to disintegrate and it keeps going in that state.

  So, it is easier to catch the other side of GUNAs i.e. lust, hatred, anger, agitation etc.

 6. Capt. Narendra માર્ચ 10, 2011 પર 9:15 એ એમ (am)

  પ્રતિ-ઇશ્વર માનવ સર્જીત બહાનું છે દુરાચાર કરવા માટેનું. સત્ય, શીલ અને નીતિ કેવળ શીખવવાથી માણસના જહેનમાં કે કૃતિમાં ઉતરતા નથી. શિક્ષણની સાથે શીખવનાર પોતાના આચરણ દ્વારા જ માણસના મનમાં ઉંડી છાપ પાડી શકે છે. આ વસ્તુઓ માણસ કદી ભુલતો નથી. કોઇ પણ ખરાબ આચરણ કરતી વખતે તેના મૂલ્યો ડંખ મારશે જ. જો કે તેનો antidote તેની પાસે તૈયાર હોય છે, ઉદાહરણ તરીકે – “સંજોગો, જરુરિયાત, કુવિચાર”. પ્રતિ-ઇશ્વરની જેમ આ સુદ્ધાં બહાનાં જ હોય છે. માણસનું free will તેને હંમેશા બે પર્યાય આપશે: નૈતીક આચરણના કે અનૈતિક કામ કરવાના. તેમાંનું બીજા નંબરનું કામ કરશે તેનું ‘સેતાન પ્રેરિત દુષ્ટાચરણ’ જેવું બહાનું ધર્મગુરૂઓએ ‘રેડીમેડ” કપડાંની જેમ તૈયાર કરી જ આપ્યું છે. બાકી મૂળ ધર્મ – બ્રહ્મની વાત કરીએ તો આપણને ‘પ્રતિ-બ્રહ્મ’નો ઉલ્લેખ ક્યાંય જોવા કે સાંભળવા નહિ મળે.

 7. rajeshpadaya માર્ચ 10, 2011 પર 10:20 એ એમ (am)

  વધારે તો શું કહુ વડિલશ્રી આપને , સુરજને આ રજકણ દિવો દેખાડ્વાની ક્ષમસ્વ ગુસ્તાખી કરુ છુ.

  આપણા વૈજ્ઞાનિક અભિગમને બે ઘડી બાજુ પર મુકીને નમ્રતાથી આત્મિક શક્તિને જાગૃત કરવાથી, સર્વ નહિ તો થોડુ ઘણુ સત્ય સમજાશે એવુ મારુ માનવુ છે. મારો બ્લોગ જ આપને કદાચ માર્ગદર્શન કરી શકે જો કે એ આપને અંધશ્રધ્ધેય લાગે પણ એના દરેકે દરેક પાના ઓ વાંચી જવા આપને નમ્ર વિનંતિ કરુ છુ અને એ પ્રત્યે આપનો અભિપ્રાય જાણવા આતુર છુ…..

 8. rajeshpadaya માર્ચ 10, 2011 પર 10:23 એ એમ (am)

  જો કે મારો ઈરાતો આપને ખ્રિસ્તી કે ક્રિસ્ચીયન બનાવવાનો નથી પણ મને જે લાધ્યુ એ આપને જોડે શેર કરવાનો લ્હાવો લઈ રહ્યો છુ…..

 9. la'kant માર્ચ 11, 2011 પર 2:02 એ એમ (am)

  સુરેશભાઈ,………….. જય હો!
  હકીકતમાં, સીડી ઉતરવી જેમ આસાન છે… તેમ, ‘વગર/ઓછી તકલીફે કઈં થતું હોય તો,પ્રથમ કરવું,’ એવી સહજ ‘ઇન્બિલ્ટ’ , કુદરતી વ્યવસ્થાની યંત્રણા ‘બાય ડિફૉલ્ટ’ રેડિલી અવેલેબલ છેજ!!! એટલે મનુષ્ય સહજ ‘ગીવન એચોઇસ’ સાચું/ખોટું (સત્ય/અસત્ય)….નીતિની વાતોમાં ,તેણી પળોજણમાં પડતો નથી… નેગેટિવ=(=સો-કોલ્ડ’ “શેતાન” ના ગુણાત્મક) લક્ષણો જલદીથી અપનાવીલે છે.
  મૂળતો, વ્યક્તિગત રીતે માણસની તાસીર/જન્મજાત સંસ્કાર[ગીવન= ડીએનએ -જીનગત implanted ચિપ (પ્રિરિટન)]નેજ અનુસરે,તેજ હાંવી રહે-પ્રભાવ પાડે. [શું તમે કે શું હું ? કે અન્ય કોઈ ?એ “કર્માધીન યંત્રણા” યા એને, તમને સ્વીકાર્ય ગમતું નામ આપી શકાય. તમારોજ પ્રશ્ન દોહરાવું? ઊંડાણથી તમારી જાતને પૂછતાં રહેશો તો ચોક્કસ ભીતરમાંથી જવાબ જડશેજ!!!
  ઢૂંઢોગે તો જરૂરમિલેગાં !!!… ‘રાજેશપડાયા’ ‘ક્રિશ્ચિઆનિટી’થી , હું સ્વયં-સંચાલિત પૂર્વ-નિશ્ચિત…કર્મની થિયરીthi prabhaavit chhie અને તમે તમારું બેસ્ટ જાણો!!!——–લા’ કાન્ત,”કઇંક”

 10. સુરેશ જાની માર્ચ 11, 2011 પર 7:01 એ એમ (am)

  બહુ જ સરસ પ્રયિભાવો મળ્યા.
  હવે ‘ આ માટે’ ; આવું આવું કરી રહ્યું છે !!

 11. ડો. કિશોરભાઈ એમ. પટેલ માર્ચ 11, 2011 પર 12:23 પી એમ(pm)

  આદરણીયશ્રી. સુરેશભાઈ જાની સાહેબ

  આપનો સુંદર બ્લોગ જોઈને હું ખુબજ પ્રભાવિત થયો.

  લિ. કિશોરભાઈ પટેલ

 12. Pingback: આ માટે | ગદ્યસુર

 13. રશ્મિકાન્ત ચં દેસાઈ (તતૂડી) માર્ચ 12, 2011 પર 11:55 એ એમ (am)

  ટેનિસને તો આંશિક ખુલાસો આપેલો જ છે. વળી શેક્સપિયરે કહ્યું છે “All the world is a stage and all the men and women merely players.” તે જ વિચારને આગળ ચલાવીએ તો આ સ્ટેજનો સુત્રધાર કોણ? જવાબ છે “પરમેશ્વર”. તે જ આ અત્યંત મોટામસ નાટકનો લેખક, દિગ્દર્શક, નિર્માતા વગેરે વગેરે છે. હવે વિચારીએ કે ખલનાયક વિના નાટક ચાલે ખરું? ચકલો બધ્ધી ખીચડી ખાઈ ના જાય તેવી વાર્તા નાના બાળકને પણ ન ગમે. ને ખલનાયક હોય તો તેને ક્યારેક ક્યારેક તો જીતાડવો પણ પડે. તેથી આ બધી રમત છે, ભાઈ.

 14. readsetu ડિસેમ્બર 11, 2011 પર 8:02 એ એમ (am)

  સુરેશદાદા, આ ‘શા માટે’નો જવાબ દરેકે પોતે પોતાને જ પૂછવો પડે એવું મને મારી આજ સુધીની અનુભવયાત્રામાં સમજાયું છે.
  દરેક શરૂઆત ‘જાત’થી જ કરવી પડે છે.
  મુદ્દો એ ય છે કે ‘શા માટે’ એ સવાલ બધાને નથી ઉઠતો. !!!
  લતા જ. હિરાણી

 15. Pingback: હે પ્રભુ ! તારા રાજમાં આવું અંધેર કેમ ? – ધીરૂભાઇ વૈદ્ય | હાસ્ય દરબાર

 16. mdgandhi21 ઓગસ્ટ 2, 2012 પર 1:43 પી એમ(pm)

  તમારા બ્લોગની વાતો વાંચી. બહુ મીઠ્ઠી છે. સારુ કર્યું તમે ફરીથી શરૂ કર્યો, ઘણી નવી નવી વાતો, કાવ્યો, જોક્સ, હાસ્યકથાઓ, ચીત્રો જોવા મળે છે.

  બ્લોગને બંધ નહીં કરતાં

 17. Pingback: ( 237 ) જગતમાં સારપ કેમ સર્વ વ્યાપક બનતી નથી ? ( એક વિચાર મંથન ) | વિનોદ વિહાર

 18. hirals ઓક્ટોબર 20, 2013 પર 3:09 એ એમ (am)

  बोधि-दुर्लभ भावनाः

  धन-कन कंचन राज-सुख, सबहि सुलभ करि जान ।

  दुर्लभ है संसार में, एक जथारथ ज्ञान ॥

  you will like these post series.
  http://hirals.wordpress.com/category/12-bhavna/

 19. Pingback: ડો.જેકિલ અને મિ. હાઈડ | સૂરસાધના

 20. pragnaju મે 17, 2018 પર 9:29 પી એમ(pm)

  જીવનમાં જ્યારે દંભ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઈ જાય છે. પછી અસત્ય બોલવામાં માણસ કુશળ બની જાય છે અને જરૂરત ન હોય તો પણ વાતવાતમાં જૂઠું બોલતો થઈ જાય છે. માણસ પોતાના તરફ નજર કરે તો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે, પરંતુ મોટા ભાગના માણસો પોતાના તરફ જોતાં નથી. પોતાના તરફ જોવામાં ડર લાગે છે. દરેક માણસ સારું શું, ખરાબ શું? સત્ય શું, અસત્ય શું? તે જાણતો હોય છે, પરંતુ અસત્ય તરફ આંખો મીંચી લે છે અને પોતાના મનને મનાવે છે કે પોતે જે કાંઈ કરી રહ્યા છે તે સત્ય છે,
  .
  સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે
  ,

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: