સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આ માટે

શા માટે?

‘ ખદબદતા ભષ્ટાચારથી અકળાઈને, પ્રાતઃસ્મરણીય શ્રી. અન્ના હજારે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે.’ એ સમાચાર જાણીને મન ખળભળી ઊઠ્યું અને ‘શા માટે?’ નો આક્રોશ અભિવ્યક્ત થઈ ગયો. કોઈ પણ શીલ અને સદાચારના ચાહક, સમજદાર માણસને આવો આક્રોશ થાય જ – એવો માહોલ છે.

‘શા માટે?’ લખીને થોડામાં ઘણું લખાઈ ગયું. સરસ પ્રતિભાવો મળ્યા. મનનો આક્રોશ થોડોક હળવો થયો.

ગુરુત્વાકર્ષણ છે; માટે દરેક ચીજ નીચે જ પડવાની.

જડમાં કોઈક અજાણી તાકાત ભલે ને જીવન પ્રગટાવે. પણ તેનું મૃત્યુ નિશ્ચિત છે જ.

એક સરસ મજાના પૂંઠા વાળું અને મનભાવન સુગંધથી તરબતર, નવું નક્કોર પુસ્તક ખરીદ્યું હતું; અને વાંચીને કબાટમાં મૂકી દીધું હતું. ગઈકાલે વિસેક વરસે મન થતાં, એને બહાર કાઢ્યું. અને આ શું? પાનાં પીળાં પડી ગયાં હતાં; જર્જરિત થઈ ગયાં હતાં, ન ગમે તેવી વાસ એમાંથી આવતી હતી.

આ જ તો પ્રકૃતિનો સામાન્ય નિયમ છે. બધું સતત અવનત થતું રહે છે.

આખુંય અવકાશ અંધકારમય, શૂન્ય. અને ઠંડુગાર છે.

આ જ ‘શા માટે?’નો ન ગમતો ઉત્તર છે. પણ એ જ વાસ્તવિકતા છે. આથી જ શીલ, સદાચાર, સુવિચાર, પ્રેમ, કરૂણા, સુંદરતા, માધુર્ય, વિકાસ, ઉન્નતિ. ઉત્ક્રાન્તિ ગમતાં હોય તો પણ; સૄષ્ટિનો ક્રમ જ છે –  એ અવનત થવાનું, થવાનું અને થવાનું જ.

એનો ગમ ન કરીએ. એ તો એમ જ હોય.

—————————————————————————–

નીચે પડેલી ચીજને ઉપર ચઢાવવા તાકાતની જરૂર પડે છે.

વહી જતા પાણીને પમ્પ વડે ઊંચે ચઢાવવું પડે છે.

જડમાં જીવન પ્રગટે છે; ત્યારે જ પ્રવૃત્તિ શક્ય બને છે.

ગમે તેટલી દુષ્ટતા, કુરૂપતા, લોભ, મોહ, મદ, અહંકાર, લોલુપતા ન હોય; જીવન હમ્મેશ શુદ્ધ આનંદને માટે તલસે છે.

ગમે તેટલો અંધકાર ન હોય; તારાઓ ઝગમગવાના જ.

રાત ભલેને હોય; સૂર્ય પ્રકાશવાનો જ; જીવન પ્રગટાવવાનો જ.

જીવીએ છીએ, ત્યાં સુધી દિવો પ્રગટેલો રાખીએ. ઈશ્વરમાં માનીએ કે ન માનીએ; આત્મા/ પરમાત્માના વિવાદોમાં ફસાયા વિના આજની ઘડીને રળિયામણી બનાવતા રહીએ.

આજુબાજુ ગમે તેટલી ગંદકી ન હોય…

વૈષ્ણવજન બનીએ.

સાચા ખ્રિસ્તી બનીએ

પાક મુસ્લિમ બનીએ

તપસ્વી જૈન બનીએ

સૌ માટે મંગળકામના ચાહતા બુદ્ધ બનીએ

માનવતાવાદી વિવેકપંથી બનીએ.

——————————————————————————————-

જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રુરતા શું ,
એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે.
સત્ય બહુ જ કડવું હોય છે;
સત્ય બહુ જ અસહ્ય હોય છે;
સત્ય બહુ જ કઠોર હોય છે
– એ સત્ય સમજી
તમારા સત્યશોધનના ધખારા પર
પુર્ણ વીરામ મુકવું કે કેમ
તેવું તમે વીચારતા થઈ જાઓ છો.

‘ સત્ય’ વિશે સરસ અને છતાં ભયંકર કલ્પના વાંચવા અહીં ‘ક્લિક’  કરો.

5 responses to “આ માટે

 1. readsetu ડિસેમ્બર 11, 2011 પર 8:11 એ એમ (am)

  અવનત માનવી થાય છે, સદગુણો નહીં. એ તો બ્રહ્મ છે. પોતે કરે છે તે ઉન્નતિ છે કે અવનતિ છે (સારાસરનો વિવેક) એ વિચારવા જેટલી સભાનતા આવે તો યે ઘણું કેમ કે સભાનતા માનવીને ક્યાંક આડો હાથ જરૂર ધરે છે. કદીક, ક્યાંક, નીચે પડતાં જરૂર રોકે છે… અને થોડો ઉપર જવાનો ધક્કોયે…
  લતા જ. હિરાણી

 2. Pingback: હે પ્રભુ ! તારા રાજમાં આવું અંધેર કેમ ? – ધીરૂભાઇ વૈદ્ય | હાસ્ય દરબાર

 3. Pingback: ( 237 ) જગતમાં સારપ કેમ સર્વ વ્યાપક બનતી નથી ? ( એક વિચાર મંથન ) | વિનોદ વિહાર

 4. hirals ઓક્ટોબર 20, 2013 પર 3:05 એ એમ (am)

  ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ,
  એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧

  તેહ તત્ત્વરુપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ,
  સ્વભાવની સિધ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨

  પ્રથમ આત્મસિધ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર.
  અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩

  ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ,
  તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪

  બાહ્ય તેમ અભ્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય,
  પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોય. ૫
  -શ્રીમદ રાજચંદ્ર

 5. Pingback: ડો.જેકિલ અને મિ. હાઈડ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: