સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

64=65 : એક અવલોકન

આ આકૃતિઓ જુઓ.

ચોરસ ૮ x ૮

એના ચાર ભાગને ફરીથી ગોઠવી દીધા –

૫ x ૧૩ નો લંબચોરસ

આનાથી ફલિત થાય છે કે,

૮x ૮ = ૧૩x ૫

કેમ બરાબર છે ને?

તમે પૂછશો – “આ ગણિત ગમ્મત અહીં? “

આ ગણિત ગમ્મત છે જ નહીં. ધ્યાનથી અભ્યાસ કરનારા તરત શોધી કાઢશે કે, આમાં તો છેતરામણી છે. ચાલાકી છે.  પણ અહીં શી ચાલાકી છે,  તે જણાવી વાચકની જ્ઞાનવૃદ્ધિ  કરવાની નથી. કદાચ કોઈ વાચક એ શોધી પણ કાઢે.  આ ગમ્મત મોકલનાર શ્રી. રશ્મિકાન્ત દેસાઈએ (ન્યુ જર્સી) તો વિગતે એ ચાલાકીને છતી કરી પણ દીધી હતી.

પણ અહીં તો અવલોકન છે.

જાતજાતની ચાલાકીઓ, ભાતભાતના  ચમત્કારો,  જાદૂ, ટોના, ભેદ, ભરમ. રહસ્યમય, ન માની, ન સમજી શકાય તેવી ઘટનાઓ. અને વાતો. સાવ રહસ્યમયી દુનિયા.

કોઈકનો આશય મનોરંજન, કદાચ એ થકી દ્રવ્યોપાર્જન.

અને કોઈકનો આશય- દિવ્ય, અકળ, અગાધ શક્તિ ધરાવવાનો દાવો – અનુયાયીઓની ફોજ ભેગી કરવાનો; સમ્પ્રદાય ખડો કરી દેવાનો મલિન ઇરાદો.

સામેની દિવાલ પર લખી લો કે……

જગતમાં કશું અતાર્કિક હોઈ ન શકે. સામાન્ય નજરે ન સમજાતું હોય તો પણ નહીં. આપણને એની પાછળનું રહસ્ય ખબર નથી હોતું માટે તે ચમત્ચકારિક  લાગતું હોય છે.

અને આપણને શ્રદ્ધા રાખવાનું કહેવામાં આવે છે. બુદ્ધિ  બાજૂએ રાખી, ભાવનાઓ જગાડવાનું કહેવામાં આવે છે. એ પાર ભૌતિક બાબત છે; એમ સમજાવવામાં આવે છે. જાણીબૂઝીને ઊંઠા ભણાવવામાં આવે છે.

૬૪= ૬૫ જેવાં ઊંઠા !!!

Advertisements

One response to “64=65 : એક અવલોકન

  1. gyanaknowledge એપ્રિલ 3, 2011 પર 10:35 પી એમ(pm)

    thousands think that they can fool others to acquire something or the other.
    while reading Gita one question came to my mind why Arjuna was selected for this conversation, the way Krishna inspires or some may say makes him ready to fight some times seems as if he was playing some game, game which you showed. All is game if you fall trap you will do what the game planner wants you to do. Game of Maya!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: