સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – યાયાવર ગાન

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું
યાયાવર ગાન છીએ આપણે

સમંદરને પાર જેના સરનામાં હોય
એવા વણજાણ્યાં નામ છીએ આપણે

……

પાંખમાં ભરીને ચલો આખું આકાશ
કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ

ભાંગતા કિનારાનું ભાંગે એકાંત
એવી કલબલતી કોઈ વાત બોલીએ

માળાનો હોય નહીં આપણને સાદ
સાવ ટૂંકા રોકાણ છીએ આપણે.

–    ધ્રુવ ભટ્ટ

( આખી કવિતા અહીં વાંચો.)

……………………………………………………………………….

એન્જિ. અભ્યાસ કાળના મારા સહાધ્યાયી; પણ જેમના ઉમદા અંતરની પીછાણ બહુ મોડે – એકાદ મહિના પહેલાં જ – અમદાવાદમાં થઈ તેવા, મારા ગામ અમદાવાદના જ શ્રી. અતુલ ભટ્ટે મને ‘ સાગરપંખી’ નામનું સુંદર પુસ્તક ભેટ આપ્યું હતું. અમેરિકા આવ્યા બાદ આ પુસ્તક વાંચવાની શરૂઆત કરી તે પહેલાં તેના પાછલા પૃષ્ઠ પર આ કવિતા વાચી મન મહોરી ઊઠ્યું.

અને બે  સરસ માહિતી – અતુલ બહુ જ સરસ ગાઈ પણ શકે છે; અને સેવામાં જ નિજાનંદ માનતો અને માણતો એ અલગારી, મસ્ત જીવ છે.

અતુલ અને જ્યોતિકા ભટ્ટ – એમના નિવાસ સ્થાને

આ પુસ્તક એટલે  રિચાર્ડ બાખની લઘુનલ ‘ જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’નો શ્રીમતિ મીરાબેન ભટ્ટે કરેલો સારાનુવાદ.  મને બહુ જ પ્રિય વાર્તા.

અતુલે  એની સંસ્થાના બાળકો માટે લખેલ સર્વ ધર્મ સ્તુતિ –

Atul_mantra

મારા બ્લોગ પર આ નવલ અંગે એક નાનકડો લેખ પણ મૂક્યો હતો.

મારા એ લેખમાંથી બે ચાર લીટીનો પુનરૂચ્ચાર કરવાની લાલચ રોકી શકતો નથી.

“ ……. ગીતાના સંદેશનું આનાથી વધારે સારું રૂપક મેં જોયું નથી. માત્ર એંશીએક પાનાની ચોપડી અને એક જ મુખ્ય પાત્ર અને તે ય મુમુક્ષુ નહીં પણ વધુ કાબેલ થવાની તમન્નાવાળું પક્ષી. બહોત ખુબ…

વેવલી, નીરાશા પ્રેરક ભક્તિ ;  પલાયનવાદી મોક્ષની ઝંખના અને અસાર સંસારની વ્યર્થ વાતો કરવા કરતાં, યુવાન પેઢીએ આવા ધમધમતા જોનાથનને અનુસરવાની જરૂર છે.”

આ બધી સુખદ યાદો આ અનુવાદ અને આ કવિતા વાંચીને તાજી થઈ ગઈ. આભાર શ્રી. અતુલ ભટ્ટ અને શ્રી. પ્રવીણ શાહનો.

( જોગાનુજોગ શ્રીમતિ મીરાંબેન અને શ્રી. પ્રવીણ શાહ …  બન્ને વડોદરાનાં છે.)

22 responses to “મિત્રો મળ્યા – યાયાવર ગાન

 1. AKHIL sutaria માર્ચ 15, 2011 પર 9:24 પી એમ(pm)

  તમને ફરી પાછા લેખનમાં તરતા જોઇને આનંદ થઇ રહ્યો છે. વાંચન .. પછી થતા ચિંતન અને મનન ને પરિણામે ઉદભવતા વિચારોને અક્ષરદેહ આપવા હવે બે રૂપિયાની બોલપેનની ય જરૂર પડતી નથી. કીબોર્ડ … અને કેટલાક માઉસ ક્લિક હવે મદદમાં રહે છે. જોનાથન લિવિંગ્સ્ટન સીગલ પર આધારીત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયાનું સાંભરે છે …. ચોક્કસ યાદ નથી કે કોણે તે ફિલ્મ બનાવી હતી.
  બસ … કહેતો હતો અને આજે પણ એ જ કહીશ કે, મોજ કરો.

 2. અખિલ સુતરીઆ માર્ચ 16, 2011 પર 5:51 એ એમ (am)

  મુ. અતુલભાઇ અને જ્યોતિકાબહેન ભટ્ટની તસવીર છાપીને એમને ઓળખવાનું કામ સરળ કરી આપ્યું. અલાયદી મેઇલ દ્વારા એમનો ફોન કે મોબાઇલ નંબર મોકલવાનું કરશો.

 3. AKHIL sutaria માર્ચ 16, 2011 પર 9:07 એ એમ (am)

  તમારી મેઇલ મળી કે –
  મિત્રો, એક નવા મિત્રની ઓળખ સાથે, ડિસે/ જાન્યુ/ ફેબ્રુ દરમિયાન ગુજરાતની મુલાકાત દરમિયાન મળેલ મિત્રોના પરિચયની એક નવી શ્રેણી ‘ગદ્યસુર’ પર શરૂ કરી છે.
  પહેલો પરિચય – શ્રી. અતુલ ભટ્ટનો…
  https://gadyasoor.wordpress.com/2011/03/15/yayavar/
  આમ તો બ્લોગ પોસ્ટની જાહેરાત કરવાનું બંધ કર્યું છે; પણ જે જે મિત્રોનો પરિચય આપવા ઈચ્છા છે; એમને જણાવું તો ઔચિત્ય ભંગ નહીં ગણો.
  લિંક ક્લિક કરી તો આ જ પેજ પર આવી જવાયું. કોઇ ગરબડ તો નથી થઇને ??

 4. arvind adalja માર્ચ 17, 2011 પર 3:25 એ એમ (am)

  આપનો પરિચય તો રૂબરૂ થયેલો પણ હવે આપના અન્ય મિત્ર ગણનો આપ પરિચય કરાવી રહ્યા છો તે જાણી આનંદ થયો. આપના આ મિત્રોને એક સંદેશો જરૂર પાઠવશો કે ક્યારે ય પણ અમારા વતન જામનગર આવવાનું થાય તો જરૂર અમારી મુલાકત લેવાનું રાખે અમોને તેઓને મળતા આનંદ થશે !

 5. Laxmikant Thakkar માર્ચ 17, 2011 પર 8:06 એ એમ (am)

  Dvandbhaavee…Hraday ane MAGAJ [ Laaganee-bhaav ane Tark-budhdhi=
  “Faith and Knowledge ” vachcheno tatvik fark chhe ne? AAvu to hovaanuj…
  Comments .on..” YAYAVARGAAN…. Ek Avlokan…[64=65]….
  It merely is suggestive/indicative of “A School of Belief one follows” according to Imprints[ Genes…DNA… Characteristics ..brought with the BIRTH],SAY A SORT OF given things like…
  May re- confirm… FROM THE new path U believe to have GOT../ introduced to. oflate…….-La’Kant,”Kaink”

 6. AKHIL sutaria માર્ચ 17, 2011 પર 8:24 એ એમ (am)

  અરવિંદભાઇ … જામનગરથી વલસાડ જરાય દૂર નથી. આપને અમારું નિમંત્રણ છે. સુરેશભાઇના ઓટલે (એમના શબ્દોમાં ‘છાપરે‘) થઇ રહેલી આ ચર્ચા દ્વારા અન્યોના પરિચયની પ્રતિક્ષા તો રહેવાની જ. લક્ષ્મિકાન્તભાઇ ઠક્કરના વીચાર વાંચવા અને સમજવામાં મુશ્કેલી પડી રહી છે.

  • Arvind Adalja માર્ચ 23, 2011 પર 3:32 એ એમ (am)

   શ્રી અખિલભાઈ
   આપના નિમંત્રણની નોંધ લીધી છે અને જો એ તરફ આવવાનું થશે તો જરૂર જાણ કરીશ આપ પણ આ તરફ અર્થાત દ્વારકા કે અન્ય સ્થળની મુલાકાત ગોઠવો તો યાદ રાખજો કે માર્ગમાં એક જામનગર શહેર પણ આવે છે અને ત્યાં એક મિત્ર આપને મળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માત્ર જામનગરનો કાર્યક્રમ ગોઠવો તો પણ આપનું સ્વાગત છે.
   સ-સ્નેહ
   અરવિંદ

   • AKHIL sutaria માર્ચ 23, 2011 પર 4:36 એ એમ (am)

    જરૂર .. બાકી રહેલી માર્ગદર્શન ગુજરાત યાત્રાના ઉત્તર ગુજરાત, કચ્છ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રનો સાગર કાંઠો ખેડવાનો બાકી જ છે. નવા શૈક્ષ્ણિક સત્રના પ્રારંભ બાદ આરંભ કરીશું. જામનગર તો નકશા પર હોય એટલે માર્ગમાં આવશે જ.

 7. ડૉ.મહેશ રાવલ માર્ચ 17, 2011 પર 9:38 એ એમ (am)

  નમસ્કાર દાદા,
  આદરણીય શ્રી અતુલભાઇનો આપની આ પોસ્ટ મારફત પરિચય થયો, અને એમના વિષે સ-રસ માહિતી અહીં જાણવા-માણવા મળી-ગમ્યું.
  આભાર.

 8. Ramesh Patel માર્ચ 17, 2011 પર 1:37 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશભાઈ
  આપ લાભ્યા ને અમને પણ આ ઉત્તમ કાવ્ય કણિકાઓ પ્રેરણા આપી ગઈ.
  સરસ મિત્રો ને સરસ યાદ..હળવે હળવે પીરસતા રહેજો.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. chandravadan માર્ચ 18, 2011 પર 9:22 એ એમ (am)

  Sureshbhai,
  As suggested went to Pravinbhai’s Blog & posted my Comment.
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  New Post…Old Posts..Inviting all to Chandrapukar !

 10. atul bhatt માર્ચ 19, 2011 પર 4:26 એ એમ (am)

  vahalane su kevu. suresh tara surni jyot saday kai ketalay divane pragatavase..mane eno ananda che.param atma tari sath sangatha che.bas befikar bani chalyo ja.taro mitra atul tara padachaya mafak taro picho karase.
  atuljyotika

 11. readsetu મે 9, 2011 પર 6:03 એ એમ (am)

  અતુલભાઇ ભટ્ટને હું ઓળખું છું એવું અહીં ફોટો જોતાં મને લાગે છે. મારા પતિ પણ એંજિનિયર હતા.. ક્યાંક લીંક અડતી હોય !!!
  લતા જગદીશ હિરાણી

 12. Pingback: સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ « કાવ્ય સૂર

 13. Pingback: વડ તેવા ટેટા « ગદ્યસુર

 14. Pingback: એક સવાર અતુલનાં બાળકોની સાથે « ગદ્યસુર

 15. Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. Pingback: નયન વિણ દર્શન | સૂરસાધના

 17. Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | EVidyalay

 18. Pingback: જિનિયસ કીડ – સંસ્થા પરિચય | EVidyalay

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: