સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરબીડિયું – એક અવલોકન

આજે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણા બધા પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું  પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં.

જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું  ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે.

એમની ઉપર લખેલાં સરનામાં એમનાં લખનાર માટે વિશિષ્ઠ મહત્વ ધરાવતાં હશે. એ સરનામાં સાથે, મને યાદ આવી ગઈ તેવી,  અન્યની જાત જાતની અને ભાતભાતની યાદો સંકળાયેલી હશે.

પણ મારે માટે તો એ માત્ર પરબીડિયાં જ હતાં. કશાય મહત્વ વગરનો એક જડ ઢગલો માત્ર જ.  પોસ્ટ ઓફિસ માટે એ એક સામાન માત્ર હતો – જેને કોઈક સરનામે પહોંચાડવાનો હતો. અને એમ પણ નહીં. એ તો આખો ને આખો ફોર્ટવર્થમાં આવેલ બલ્ક મેઈલ પ્રોસેસિંગ ફેસિલિટી સુધી જ પહોંચાડવાનો હતો. એમાં કોઈ લાગણી કે ભાવ ન હતો. માત્ર એક જોબ.

પણ મારું પરબીડિયું? એ તો ભાવ અને પ્રેમથી છલકાતું હતું.

તમે કહેશો,’ એ તો એમ જ હોય ને?’

હા! આમ તો એમ જ છે. આપણું એ આપણું. ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા.’ એમ  જ હોય ને? અને છતાં બે સાવ અડોઅડ. દેખાવમાંય સાવ સરખાં. એક જ ઢગલાનાં ઘટકો.  એક જ માળાનાં બે પંખી. એમનાં કામ પણ એક જ સરખાં. એ ઊડીને જ્યાં જશે, ત્યાં સંવેદનાઓ જગાડશે. ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શરૂ કરશે.

આપણું જીવન પણ આ પરબીડિયા જેવું જ છે ને? એનો ઢાંચો? ધડ, મસ્તક અને બે હાથ-પગ.  એનો રાહ પણ નિશ્ચિત છે – ફ્રોમ અને ટુ! પણ દરેકની અંદર કશુંક વિશિષ્ઠ પેક કરેલું છે! એનો આપણા સિવાય બીજાને કશો અર્થ નથી.

અને આપણે માટે? એ તો આપણું સર્વસ્વ છે. આપણું સાવ આગવું પરબિડીયું !

આ જ ભાવનું મારું એક કવિતડું વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે ક્ષીતીજ,
હર કદમ અવનવા રુપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઉંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

One response to “પરબીડિયું – એક અવલોકન

  1. shailesh patel માર્ચ 25, 2011 પર 5:25 એ એમ (am)

    साव साची वात!!आपणा सिवाय आपणानी किँमत कोईने केटली???

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: