સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મૂળ – એક અવલોકન

બેકયાર્ડમાં કામ કરતાં નિદણ વાઢ્યું. જંગલી ઘાસ મૂળ સમેત બહાર આવી ગયું. આમ તો રોજ આવુ નિદણ દૂર ઉશેટી દેતો હતો; પણ આજે તેના મૂળ તરફ આકસ્મિક નજર પડી. ગદા ગોબરાં મૂળની વચ્ચે એક લાંબા , સફેદ તાંતણા પર નજર પડી. સુંદર સફેદ રગનો તાંતણો હતો.  કપડાથી થોડોક સાફ કર્યો અને મૂળનો એ તાંતણો ચમકી ઊઠ્યો.  પછી તો એ બધાં મૂળને પાણીથી સરસ રીતે ધોયાં. સફેદ બાસ્તા જેવાં એ મૂળ કેટલાં મોહક દેખાતાં હતાં?
ગદી ગોબરી માટી, કાદવ અને ગાઢ અધકાર વચ્ચે કેટલુ આકર્ષક પોત તેણે જાળવી રાખ્યુ હતું? બધા નકારાત્મક પર્યાવરણ વચ્ચે તે રસાયણો યુક્ત પાણી સિંચવાનું મહત્વનું કામ બજાવ્યે રાખતું હતું – રાત દિવસ, અવિરત, થાક કે આરામ વગર. અને પોતાનો આકર્ષક દેખાવ પણ તેણે જાળવી રાખ્યો હતો.
માનવ સમાજમાં પણ બધી વિષમતાઓ વચ્ચે, જાતજાતના અને ભાતભાતનાદારૂણ  જીવનસર્ષો  વચ્ચે, કેટકેટલા પાયાના આવા  મૂળીયાં જેવાં અદના માનવીઓ સસ્ક્રુતિના પોતને ઉજળુ રાખી રહ્યાં હોય જ છે ને?
અને કોણ જાણે કેમ, ‘સ્લમ ડોગ મિલિયોનેર’ યાદ આવી ગયો.

 

Advertisements

2 responses to “મૂળ – એક અવલોકન

 1. pragnaju એપ્રિલ 10, 2011 પર 8:56 એ એમ (am)

  મને યાદ આવે છે મારા મંગળને બળવાન બનાવવા માટે ખેરના મૂળને લાલ દોરામાં

  મંગળવારે ધારણ કરાવેલો

  હાલ તો દાદાની વાત યાદ આવે -“અનંત પ્રકારની ભૂલોમાંથી એકાદ ભૂલને સુધારવા

  માથાકૂટ કર્યા કરે છે. પણ તે જો સાચી ભૂલ પકડે તો ક્યારેક મૂળ સુધી પહોંચે પણ આ તો

  ખોટી ભૂલ પકડી, તે ભૂલેય ભાંગતી નથી ને મૂળીયાં ય જડતાં નથી. મોટા મોટા

  યોગીઓ-સંતોય કહેશે, મન ભટકે છે. તેનાથી સંસારમાં ભટકામણ છે. મન સ્થિર કરો.

  મન કંટ્રોલમાં આવી જાય તો બધો નિવેડો આવી જાય.

  પણ વાસ્તવિકતામાં મનનો દોષ જ નથી, ચિત્ત બગાડ્યું છે અને તે ભટક ભટક કરે છે. તે

  ચિત્તને ઓળખતા નથી ને મનની પાછળ પડે છે

  તો કેવી રીતે ઉકેલ આવે ? ઃ

  • સુરેશ જાની એપ્રિલ 10, 2011 પર 7:07 પી એમ(pm)

   ચિત્ત કહો કે મન, મૂળ તો સફેદ અને જીવનદાયી જ હોય છે.
   વચ્ચેના માઈલસ્ટોન જાણ્યા વગર મૂળ જાણી શકાય છે. કાદવમાથી એને ઉખેડી નાંખવું પડે; બરાબર ધોવુ પડે.
   પ્રયત્ન કહો, પુરૂષાર્થ કહો, તપસ્યા કહો – એ સૌ શબ્દો છે. પણ કશુંક કરવાથી જ કશુંક થઈ શકે છે. ગુરૂકૃપા માત્ર દિશા જ બતાવી શકે. ચાલવું પણ જાતે જ પડે.
   મને મુર્તુઝાનો ‘વેપાર’ શબ્દ ગમે છે – ડાઉન ટુ અર્થ. વેપાર માટે, નફા માટે, ઐહિક ઉન્નતિ માટે તાલાવેલી હોય, એ જ બધે જોઈએ.
   તો જ જીવનનું સ્મૂરોત – મૂળ – મળે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: