સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – હસતારામ

રાતના સાડા દસ વાગી ગયા છે. દાદા ભગવાનનો જ્ઞાનવિધિ નિહાળવા હું ભાવનગર આવ્યો છું. માનનીય, આત્મજ્ઞાની શ્રી, દિપકભાઈની અસ્ખલિત અને પ્રફુલ્લિત કરી દે તેવી, વાણીના પ્રવાહમાં હું તણાઈ રહ્યો છું. પણ ઊઠવાનું મન પણ ન થાય તેવા, હજારો માણસોથી ખીચોખીચ ભરેલા એ સમારંભમાંથી પલાયનમાન થવા હું તલપાપડ બની ગયો છું.

દાદા ભગવાનનો જ્ઞાનવિધિ - ભાવનગર

કારણ?

હસતારામ મારી રાહ જોઈ રહ્યા છે. હું બહાર નીકળું છું. પણ કોઈ રિક્ષા નજરે ચઢતી નથી. એકમાત્ર રિક્ષાવાળો કોઈની વર્દીમાં આવેલો છે. થોડુંક ચાલી, ચાર રસ્તે હું પહોચું; તે પહેલાં મારા સદનસીબે એક રીક્ષા આવી પહોંચે છે. જવાની જગ્યા બહુ દૂર તો નથી; પણ મારી અને વધારે તો એની પોતાની એકલતાનો લાભ લઈ, એ મસમોટી રકમ માંગે છે. મારો અમદાવાદી જીવ કકળી ઊઠે છે. પણ એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન જણાતાં, એ મોં માંગી રકમ કમને આપી હું હસતારામના ઘેર પહોંચી જાઉં છું.

અને મારો ફેરો સફળ નીવડે છે. હસતારામ અને સીતા આતૂરતાથી મારી રાહ જોઈ રહ્યા છે. બાથરૂમમાં હળવાશ પ્રાપ્ત કરી હું વિશાળ દિવાનખંડમાં આવું, ત્યાં સુધીમાં તો મારી બેગ એક રૂમમાં ગોઠવાઈ ગઈ છે. હું રાતે સૂવાના કપડાં બદલવા એ રૂમમાં જઈ, વીલે મોંઢે પાછો આવું છું. હું એ કપડાં લાવવાનું ભૂલી ગયો છું!

મારું વીલું મોઢૂં જોઈ હસતારામ મલકાય છે. મને બહુ મોડા – છેક અમેરિકા પાછા આવ્યા બાદ – ખબર પડી કે, એ મલકાતા હતા કારણકે, મારા અલગ રૂમમાં મારે કપડાં પહેરવાની જરૂર જ શી હતી?!

ખેર એ સજ્જન એમનો પાયજામો મને આપે છે.

અને એટલી મોડી રાતે પણ મને થોડોક નાસ્તો કર્યા વિના હસતાં સીતા મને સૂવા દેતાં નથી. હું ધ્યાનથી જોઈ શકું છું કે, એ પણ મારી જેમ હિયરિંગ એડ વાળાં છે! મારું સમદુખીયું જણ મળતાં મને હરખ થાય છે! બહેરોકો બહેરા મીલા! હસતારામ અમારી આ સમાનતા પર પણ હસી લે છે.

કોણ હતા એ હસતારામ?

લો બન્નેને જોઈ જ લો ને.

હાસ્ય દરબારી ભરતભૈ

ભરતભૈ - ભરત પંડ્યા

હા.દ.નો જાની જોકર જેમનું નામ ભૂલી ગયો છે તે, હસતાં સીતાદેવી

આ છે – મારા વ્હાલા ભરતભૈ! ભાન વગરના – સોરી, ભાવનગરના ભરત પંડ્યા. હું એમને કદી ભાઇ નથી કહેતો. આ ભૈ મને અને એમને બહુ વ્હાલું લાગે છે.

અને બીજા દિવસના સવારના પહોરથી જ ભાવનગરના એ કુશાંદે મહેલ જેવા ફ્લેટમાં હાસ્ય દરબાર જામી જાય છે – પ્રત્યક્ષ હા.દ.. એમાં એક નવો શ્રોતા, બ્લોગર મિત્ર આવી ચઢે છે. જો કે, એ બહુ સિરિયસ જણ છે. પણ એની વાત ફરી કો’ક વાર.

ભરતભૈ અને એમનાં પત્નીએ મુંબાઈની નાનકડી ખોલીમાં આખી જિંદગી ગુજારી છે; એટલે આ વિશાળ ફ્લેટમાં એકલા રહેવાનો એમને ગર્વ અને ખુશાલી છે. ચોખ્ખું ચણાક ઘર અને રાચરચીલું એમની ચિવટની ચાડી ખાય છે. એમનું દિલ એ ફ્લેટ કરતાં પણ વિશાળ છે. રૂમે રૂમે પડેલા ચોપડીઓના ઢગલા અને ખાસ તો મારા રૂમમાં ચોપડીઓથી ખીચોખીચ  ભરેલું કબાટ એમની સાહિત્યરસિકતાની સાક્ષી પૂરે છે.

ભરતભૈનો હરખ તો માતો જ નથી. એમને સ્વપ્ને પણ આશા ન હતી કે, હાસ્ય દરબારના આ જાની મિત્ર એમના પોતાના ઘેર હાજરાહજૂર મળશે. એ હરખ સતત વરતાતો રહે છે. હું અમેરિકા ફોન કરીને મારી ઘરવાળી સાથે એમનો ફોન સત્સંગ કરાવું છું; અને અમને બન્નેને ફરી સાથે આવવાનું ઉષ્માસભર આમંત્રણ પણ મેળવી લઉં છું. એ ઉષ્મા એમના ઘેર જમેલી ગરમાગરમ ઈડલી અને ભાવનગરી પેંડા કરતાં પણ વધારે ભાવનગરી ભાવવાળી અને મીઠી છે.

૭૦+ ભરતભૈ સદા જવાન છે, એ સાચા અર્થમાં હસતારામ છે.

19 responses to “મિત્રો મળ્યા – હસતારામ

 1. સુરેશ એપ્રિલ 13, 2011 પર 2:21 એ એમ (am)

  ભરતભૈ માફ કરે! હા.દ.નો આ જોકર ભાભીનું નામ ભૂલી ગયો છે
  – થેન્ક્સ ટૂ બીઈન્ગ ૬૦ +

 2. Arvind Adalja એપ્રિલ 13, 2011 પર 3:36 એ એમ (am)

  હસતારામના હાસ્યની ઝ્લક અમને પણ સંભળાવી હોત તો ? ખેર ! જેવા અમારા નસીબ !

 3. pragnaju એપ્રિલ 13, 2011 પર 7:09 એ એમ (am)

  ભ ઇ રે ભ લા !
  હસતારામનુ હસતાસીતા કર્યું તો
  હસતા ભરત(ન કાનો ન માત્રા અને ત્રણેય વાંકા! અને માંડવીઃકાનાવાળા મ કાર ઉપર બિન્દી અને…)
  અને તમે કુંડામાંથી તાજા તોડેલ નાગરવેલ પાન પર જામનગરની સૂડીથી સૌપ્યારી સુધારી હીંચકે બેસી આરોગી હતી તેનો ઉલ્લેખ કરવાનો તો રહી ગયો!
  અને
  હસતા કરતા હસાવતા ભરતભાઇ કહો
  અને ભાનવગરના જેવો જૂનો સડેલો જોકરનો જોક ન ગમ્યો!……

 4. Pingback: માણો હાસ્યદરબારના હસતારામ અને જાની જોકરને – અતુલ | "મધુવન"

 5. madhuvan1205 એપ્રિલ 13, 2011 પર 7:14 એ એમ (am)

  શ્રી અરવિંદભાઈ

  લ્યો આપની ફરમાઈશ પુરી કરવામાં આવે છે.

  http://madhuvan1205.wordpress.com/2011/04/13/hastaram_ane_jani_joker/

 6. bharatpandya એપ્રિલ 13, 2011 પર 7:28 એ એમ (am)

  Now forget about coming back tom’s place – you forgot my wife!s name .? Ok now onwards I will call her sita but problem is than she will bhabhi of Bharat !but I can not complain I have also forgotten name of your wife ,with whom you talked on mobile at my cost.
  we were both very pleased to be with you.I am sure your experience this

  Will tempt you to come back again,next timr come ‘sajode’! ( that does not mean come wearing shoes what I mean is with wife,
  time will tempt you to come regularly again.Next time make it a point to come ‘ sajode’

 7. bharatpandya એપ્રિલ 13, 2011 પર 7:30 એ એમ (am)

  That does not mean with shoes but with wife.and remember to spend some more time with us. Really I never thought I will meet you in person.thank you for your visit,

  • સુરેશ જાની એપ્રિલ 13, 2011 પર 7:39 એ એમ (am)

   હારુ, હારુ મારા ભૈ.. અમે બન્ને સજોડે આવશું – પણ પહેલાં તમારે ન્યાં કણે આવવું જોશે.

   હા! પાછા ટિકિટ બનાવી આપવાનું નો માંગતા !!
   ———————-
   જોક્સ અપાર્ટ ,મિત્રો સાથે નિર્ભેળ આનંદનો કોઈ પર્યાય નથી, નથી ને નથી જ. એ સાનિર્દોષ આનંદ દેવોને પણ દુર્લભ .. અને એ જ તો નેટ સત્સંગનો સાચો અર્થ – નિષ્કામ ભક્તિ જેવો.

 8. AKHIL sutaria એપ્રિલ 13, 2011 પર 7:34 એ એમ (am)

  મુ. ભરતભાઇ પંડયા સાથે ફોન પર વાત કર્યાનું યાદ છે … પ્રેરણાદાયી ફિલ્મો વડે જીવનપયોગી જાણકારી આપવાના અભિયાન માર્ગદર્શનનો આરંભ કરતાં પહેલા .. શું, શા માટે, કેવી રીતે, કોણ કોણ જેવા તેમણે પૂછેલા સવાલોના જવાબ આપતાં કેળવાયેલી સ્પષ્ટતા ઉપરાંત તેમના વીચારપ્રદાને મહત્વનો ભાગ ભજવ્યો છે. મા.ગુ.યા. ના ત્રીજા તબક્કામાં ભાન ભૂલીને પણ ભાવ સાથે ભાવનગરના ચારમાં આ ભૈ ના આશિર્વાદ મેળવવાનું જરૂર ગોઠવશું.

 9. bharatpandya એપ્રિલ 13, 2011 પર 7:41 એ એમ (am)

  Tame to yaar mare film utaree naakhee!
  yaad raakho jagatnu bhalu bhanvagarna e ja karyu Che. Etale hu to ane
  Compliment gaNu chu.

 10. dhavalrajgeera એપ્રિલ 13, 2011 પર 9:09 એ એમ (am)

  Dear Bhai Suresh and HR- Bharatbhai Our fwith common connection Dr. Kirit Vaidya!

  Happy to see you reconnected in Person by Suresh to Bhavanagar….
  Connection … Connection …Connnection.

  Hope you come for the Yoga Camp and All day event …Starting 16th to 26th at Shri Dwarkamai Vidyapeeth, Billerica, MA and Aum shri Adinath Dham All day on 23rd April, 2011.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 11. chandravadan એપ્રિલ 13, 2011 પર 6:38 પી એમ(pm)

  આ છે – મારા વ્હાલા ભરતભૈ! ભાન વગરના – સોરી, ભાવનગરના ભરત પંડ્યા.
  ૭૦+ ભરતભૈ સદા જવાન છે, એ સાચા અર્થમાં હસતારામ છે.

  Sureshbhai….From your Post on Bharat Pandya, I selected the above words.
  The “jokes” and some Posts I used to read under that name is now for the 1st time seen in the Photo. So…you brought him to all of us from Bhavnagar.
  It is pleasure knowing Bharatbhai.
  I invite him to my Blog.
  I wish all the Best to him & and his wife.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar…as you visit the Hasya Darbar !

 12. Pingback: મિત્રો મળ્યા – વીણેલ ફૂલ | ગદ્યસુર

 13. Pingback: (270) હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) « William’s Tales (Bilingual)

 14. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 | હાસ્ય દરબાર

 15. Pingback: હાસ્ય દરબારનાં રત્નો – 4 – વલીભાઈ મુસા | હાસ્ય દરબાર

 16. Pingback: તે હવે હસાવવા ઊપર ગયા છે. | હાસ્ય દરબાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: