જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.
સમયાન્તરે એમાં ઊભરો આવે છે. નિયત સમય માટે એને ઊભરવા દઈ, એમાં હવે માપથી દૂધ ઉમેરું છુ. પછી નિયત માપથી ખાંડ અને બીજો ઊભરો આવતા છેલ્લે, ચપટીક મઘમઘતી ઈલાયચી પણ એમાં હોમાય છે.
અને લો! સરસ, સોડમવાળી ચા તૈયાર. માપમાં ક્યાંક સહેજ ફેર થઈ જાય તો ચાનો સ્વાદ અને સોડમ અણગમતા બની જાય.
ચા ગળી, નકામા થઈ ગયેલા કૂચા કચરાપેટીમાં પધરાવું છું. બધી મહેનતના પ્રતાપે બનેલી ચાથી છલોછલ, પ્યાલા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. માંજવા માટે તૈયાર તપેલી અને અન્ય વાસણો સિન્ક્માં સ્થાન પામે છે. ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ પોતાં વડે સાફ થઈ જાય છે.
અને એ ફરી પાછું હતું તેવું, પ્રારંભની સ્થિતિમાં આવી જાય છે.
……..
આ અવલોકન કુકિન્ગ પ્લેટફોર્મનું છે કે, આપણા જીવનનું?
**************************************************
સવારના પહોરમાં કે બપોરે, આમ જ ચા બનાવતાં સૂઝેલાં અવલોકનો….
ચા બનાવતાં
ચા તૈયાર છે
ચાનું ઉકળવું
ચા
દુધનું ટીપું
ઉભરો
ચાનો ઉભરો
સવારનો ઓડકાર
Like this:
Like Loading...
Related
હું – આત્મા
કુકિન્ગ પ્લેટફોર્મ – જીવન
સામગ્રી – ખોરાક
સાધનો – જીવનમાં વપરાતી વસ્તુઓ
ચા બનાવવાની રીત – જ્ઞાન
તૈયાર ચા- જીવનની ફલશ્રુતિ
કૂચા – દુષ્કૃત્યો
ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ – મૃત્યુ
સિન્ક – સ્મશાન, કબ્રસ્તાન
ફરી એવું ને એવું બનેલું કુકિન્ગ પ્લેટફોર્મ – પુનર્જન્મ
આપણું જીવન તો દરેક વાતમા જડાયલું છે જે…તેમા મન પ્રધાન છે.ઠેકાણે હોય તો ચાહ જ નહીં દરેક કામ સ રસ થાય.
Sureshbhai..ChahNi saathe Tamaaraa Vichaaro….
But as Pragnajuben said well. I say “If you do anything with full interest & with the steady & controlled Mind, you can do the Right thing well”.
We are not alone…What we see all can “inspire” us or teaches us to be “away” from .
Our Life is the RESULT of our AVLOKANO !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
I m shocked-your habit for cleaning-makes me wonder about your sex-તમે તો પુરુષ છો કે સ્ત્રી-હું પણ ચા બનાવું છું-ચા પીવામાં ઉતાવળ પરંતુ-ક્લાક બે કલાકે ધીમે ધીમે “હોતી હૈ ચલતી હૈ’ ની ગતિએ બધું ઊમ્છું મુકાય–અમેરિકામાં છેલ્લા ચાલિસ વરસમાં મારે ઘેર મેં ચ -કપ રકાબીમાં પીધી નથી- Mug-સાહેબ, ચા મગમાં જ પીવાય-(એટલે એક ઠોબરું ધોવાનું ઓછું.) ઓહ ઓહ-બીજી વાત પત્નીને મારા હાથની ચા નથી ભાવતી-પરંતુ મને એની બનાવેલી ચા સામે કોઇ વાંધો નથી- એટલે બપોરની ચા જ હું બનાવું છું-બનાવવાનું ભૂલી ન જવાય ને !
તમારો લેખ સુંદર બન્યો છે.
હરનિશ બાપુ,
ન્યાં કણે હવારનું શ્કેડ્યુલ બૌ ટાઈટ હોય છે!
ચા બનાવવાની, ઝટપટ પી લેવાની, પછી એક છોકરાનો લન્ચ બોક્સ ભરવાનો. પછી મારો બ્રેકફાસ્ટ, પછી થોડુંક સર્ફિંગ અને પછી બીજા છોકરાની સ્કૂલ બસની રાહ જોવાની.
ત્યાર બાદ મેડમ ઊઠે; મારા હાથનો બનાવેલો ઊકાળો ઓવનમાં ફરીથી ગરમ કરીને પીએ , અને પછી રસોડું એમનું. છે ને નસીબદાર બાનુ?!
આખી જિંદગી કપ રકાબીમાં ચા પીધી છે, એટલે મગમાં મજા નથી આવતી. રકાબીમાંથી સબડકાની પણ એક લિજ્જત હોય છે.
અને આ બધાંની વચ્ચે સાત અવલોકનો થઈ જ્યા… એ બોનસમાં . મોટીબેનના કહેવા પ્રમાણે વિચાર વાયુ !!!
સુરેશભાઈ ખૂબ સરસ તમારું તત્વજ્ઞાન ગમ્યું ..ચા બનાવાની માથાકુટને ક્યારેય જીવન સાથે સરખાવી નથી..હવે ચા બનાવતી સમયે આપને યાદ કરીશ..thanks for being my friend..
sapanaa
Pingback: સવારનો ઓડકાર – એક અવલોકન « ગદ્યસુર
Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર
Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના
Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના